________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક અલખના ઉપાસકો નિર્ગુણને ભજે છે પરંતુ આરાધ્ય એવા સાકાર રૂપનો નકાર નથી, સમજ પૂર્વકનો સ્વીકાર છે. અધ્યાત્મ, યોગ, તત્ત્વજ્ઞાન - વેદાન્તીચિંતન, સંતસાધના અને સંતવાણી - સંતસાહિત્યનું ક્ષેત્ર એવું ગૂઢ રહસ્યમય સૂક્ષ્મ અને સાંકેતીક છે કે એમાં જાતઅનુભવ સિવાયનું કે કંઈ લખાય કે બોલાય તે બધું જ શબ્દો માંડવાની કસરતમાત્ર બની રહે. એ જ્ઞાન, એ ભાવ, એ અનુભૂતિ, એ આનંદ સુધી પહોંચ્યા વિના જે મનુષ્યો માત્ર કવિ કે સાહિત્ય સર્જક તરીકે ભજન કે સંતવાણી લખવાનો, અધ્યાત્મવાશી - ગૂઢ રહસ્યમય આતમવાણી લખવાનો કે ગાવાનો પ્રયાસ કરે છે ત્યારે એ
વાણી, તેની શબ્દાવલી સાચા સાધકોને કે મૂળ વાણીના ઉપાસકોને પરંપરિત પરાવાણીની સામે ફીક્કી કે તૂરી લાગે છે. આપણે ત્યાં દરેક સંપ્રદાયની પરંપરામાં એકાદ-બે જ
જન્મસિદ્ધ - સાધક, યોગી કવિ - સર્જક હોય જેમણે પોતે અધ્યાત્મનો અનુભવ કર્યો હોય અને એની વાણી જ સેંકડો વર્ષ સુધી લોકકંઠે - ભજનિકોને હૈયે ટકી શકે. એમના પછી એમની વંશ પરંપરા કે શિષ્ય પરંપરામાં આવેલા તમામ શિષ્યો કે વંશજો પોતે પોતાના પૂર્વજની કે ગુરુની અધ્યાત્મસાધનાના વારસદાર છે એવા ભ્રામક ખ્યાલ સાથે શબ્દનો - વાણીનો ભજનરચનાઓનો આશરો લે છે. થોડીઘણી કવિત્વશક્તિ હોય પરંતુ પોતાનામાં જન્મજાત સાધના ન હોય તેથી તેમણે પૂરોગામી સંતોની વાણીમાંથી વિચાર, અભિવ્યક્તિ, શૈલી, રજુઆત, શબ્દાવલી, રાગ, ઢાળ, સંગીતના તત્વોને લઈને પોતાની રીતે ભજનોનું સર્જન કર્યું હોય એ કારણે એમાં વ્યક્ત થતા અધ્યાત્મની ઓળખાા કોઈ પણ વાંચનાર, સાંભળનારને તુરત જ થઈ જાય. આ ભજનોમાંથી કેટલીક અટપટી રહસ્યવાણીને સમજવા, એનો અર્થ કરવાનો પ્રયાસ કરનારાએ આ વિષયને આત્મસાત કરવો પડે, સંતવાણીના પરંપરિત - તળપદા છતાં પારિભાષિક ચોક્કસ શબ્દોનું જ્ઞાન એની મૂળ સાધના પતિ કે સંપ્રદાયના સિદ્ધાંતો સાથે મેળવવું પડે. કારણ કે આવાં કાર્યોમાં ભારતીય રહસ્યવાદી ધારાના તત્ત્વજ્ઞાન, ભાવનાતત્ત્વ, કલ્પનાતત્ત્વ અને બુદ્ધિતત્ત્વનો વિનિયોગ થયો હોય. અને સતગુરુની કૃપા થતાં સાધક શિષ્યને સતગુરુ કઈ રીતે અને કયા પ્રકારનો સાધનામાર્ગ કંડારી આપે છે? સંતકવિ અખાએ ગાયું છે કાગળ સતગુરુ લખે, એના વિરલા છે વાંચતાર, કાગળ સતગુરુજી લખે...
જ્ઞાન-વૈરાગ્યનો દેશ ધર્મ, માંટે જોગપણાનો જીવ;
ભક્તિ આભુષણ પહેરિયાં રે, એના સેવક સમ-દમ-શિવ.
ઓગસ્ટ - ૨૦૧૭
-
કાગળ સતગુરુજી લખે.
શીલ તણો ખડિયો કર્યો, માંહીં પ્રેમ તણી રૂશનાઈ; કલમ બુદ્ધિ સત્યની રે, એમાં અદ્વૈત આંક ભરાઈ... કાગળ સતગુરુ લખે....
સુરત નૂરતની લીટી કરી, માંઈ વિવેક તણી છે ઓળ; વિચાર અક્ષર ન્યાં લખ્યા, ત્યાં તો ઊતરી છે પાટણપોળ.... કાગળ સતગુરુ લખે... સમજણ કાનો માતરા, વળી માયા ઉપરે શૂન્ય; એમાં પૂરણ બ્રહ્મ છે રે, નિયાં નથી કાંઈ પાપ ને પુન્ય... કાગળ સતગુરુ લખે... કોટિ પંડિત વાંચી મુવા, પઢી પઢી વેદ પુરાણ; અક્ષ૨ એકે ન ઊકલ્યો, એમાં થાક્યા છે જાણ સુજાણ... કાગળ સતગુરુ લી... અંધે ઈ કાગળ વાંચિયા, બહેરે સાંભળી વાળ; મૂંગે ચરચા બહુ કરી, જેના વેદ કરે છે વખાણ... અમરાપુરી નિજ ઘાટમાં નિયમાં છે જેની વાસ; કાગળ સતગુરુજી લખે...
કર જોડીને અખો કર્યો, એવા દુર્લભ મળવા દાસ.... કાગળ સતગુરુ લખે....
unn આનંદ આશ્રમ, સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર, ગોસેવા-ગોસંવર્ધન વિશાળા, મુ.પો. ઘોઘાવદર, તા.ગોંડલ, જિ. રાજકોટ ૩૬૦ ૩૧૧.
મો.: ૦૯૮૨૪૩૭૧૯૦૪ Website : www.ramsagar.org Email : satnivanfoundation@gmail.com
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાન
પ્રબુદ્ધ જીવન સૌજન્યદાતા
એક સદગ્રહસ્થ બેન તરફથી સપ્ટેમ્બર ૨૦૧૭ કુલ રૂપિયા
‘જીવનતીર્થ' નવા પ્રોજેક્ટ માટે
શ્રી રમેશ પી. મહેતા,
કુલ રૂપિયા
રૂા. ૨૫૦૦૦
૩. ૨૫૦૦૦
રૂા. ૧૦,૦૦૦
૩. ૧૦,૦૦૦
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
અડાલજ
૮૧
જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : ભારતીય