SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક વૈદિક સાહિત્યમાં ગુરુ-મહિમા ડૉ. કાન્તિ ગોર કારણ’ લેખક પરિચય : ક્ચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ રહી ચુકેલા ડૉ. કાંતિ ગોર સંસ્કૃત સાહિત્યના મર્મીઅભ્યાસી છે. સંસ્કૃત ભાષા સાહિત્યના અધ્યયન -અધ્યાપનની સાથોસાથ તેમણે નાટ્ય ક્ષેત્રે પણ ખાસ્સું નામ કમાવ્યું છે. 'કચ્છમિત્ર' દૈનિકના તેઓ કટાર લેખક છે. કરછી સાહિત્યના અભ્યાસી શ્રી ગોર સાહેબ પોતે 'કારણ' ઉપનામથી કાવ્યલેખન પણ કરે છે. તેમની શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રની સેવાઓ માટે પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક પણ છે. ગુરુ શબ્દ અને એના અર્થ તથા પ્રભાવ પર તો પુસ્તકો લખી શકાય અને લખાય પણ છે. અહીં તો થોડી પ્રાથમિક ભૂમિકા બાંધી શકાય તેમ છે. દુનિયાના પ્રાચીનતમ સાહિત્યમાં વેદોની ગણના થાય છે. વેદોને અપૌરુષેય કહેવામાં આવ્યા છે. એનું જ્ઞાન ઋષિઓને પરમાત્માની વાણી સાંભળવાથી મળ્યું તેથી વેદ માટે શ્રુતિ શબ્દ પણ પ્રયોજાય છે. ચારવેદ, વેદના છ અંગ, બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો આ બધાનો સમાવેશ વેદ-સાહિત્યમાં થાય. આ વૈદને શ્રુતિસાહિત્ય કહેવાય છે તે પછીનું સ્મૃતિ સાહિત્ય તરીકે ઓળખાય છે. સાંભળેલું તે શ્રુતિ સાહિત્ય અને ત્યાર પછી સ્મૃતિને આધારે રચાયેલું તે સ્મૃતિ સાહિત્ય, જેમાં વેદના છ અંગ, બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો આ બધાનો સમાવેશ થાય. વેદ શબ્દનો સરળ અર્થ જ જ્ઞાન છે. સંસ્કૃતના ક્રિયાપદ વિદ્યાંથી આ શબ્દ ઉદ્ભવ્યો છે. વિદ્ ક્રિયાપદનો અર્થ પણ જાણવું, જ્ઞાન મેળવવું એવો થાય છે. મૂળ ચારવેદમાં ગુરુની આ સંકલ્પના વિવિધ અર્થછાયાઓમાં જોવા મળે છે. ગુરુ શબ્દના અર્થને જોઈએ. સાર્થ ગુજરાતી જોડણી કોશ પ્રમાો ગુરુ એટલેઃ મોટું, ભારે દીર્ઘ, શિક્ષક, પુરોહિત, ગોર, એ નામનો એક ગ્રહ, બૃહસ્પતિ વગેરે, કૂર્મપૂરાકામાં તો કોને ગુરુ માનવા એની વિસ્તૃત યાદી આપી છે. થોડીક વિગતો જોઈએ. ઉપાધ્યાય : પિત્તા જ્યેષતારક માપતિઃ માતુલ : સ્વશુરસ્ત્રાતા માતામપિતામહી ટૂંકમાં ઉપાધ્યાય, પિતા, મોટાભાઈ, રાજા, મામા, સસરા, નાના, દાદા વગેરે, હકીકતમાં અહીં જે મોટા તે માનનીય એવી ગુરુ શબ્દની સમજણ ધ્યાનમાં લીધી હોય એવું લાગે છે. મૂળ ભારતીય પરંપરામાં ગુરુ શબ્દ એક ગૌરવવંતુ સ્થાન ૬૬ ધરાવે છે. ભવ પાર કરાવી શકે, માણસને મૂંઝવતી સમસ્યાઓનો ઉકેલ આપી શકે, જે અધ્યાત્મિક અંતઃદૃષ્ટિ ધરાવતા હોય, ધાર્મિક પરંપરામાં ગુરુ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણા દેશમાં આવી અનેક સમર્થ ગુરુઓની પરંપરા છે. અને દરેક ધર્મમાં ગુરુનો ચોક્કસ પ્રભાવ છે. ઋગ્વેદને આપશે ગુરુનાં સંદર્ભમાં યાદ કરીએ. અક્ષેતવિત્ ક્ષેત્રવિદ હ્મપ્રાટ્ પ્રેતિ ક્ષેત્રવિદાનુશિષ્ટઃ । એતદ્ ૐ ભદ્રમનુશાસનોત શ્રુતિવિન્દöજીનામ્ ।। (ઋગ્વેદ ૧૦,૩૨,૭) માર્ગને ન જાણનાર માર્ગના જાણનારને અવશ્ય પૂછે છે. એ જે તે ક્ષેત્રના જાણકાર વિદ્વાન પાસેથી િિલત થઈને ઉત્તમ માર્ગને પ્રાપ્ત કરે છે. ગુરુના અનુશાસનનું આ જ કલ્યાાકારક ફળ છે કે અનુશાસિત અન્ન માણસ પણ જ્ઞાનને પ્રકાશિત કરનારી વાણીને પ્રાપ્ત કરે છે. ઋગ્વેદની આ ઋચા કેટલીક બાબતોને સ્પષ્ટ કરે છે. માર્ગ દર્શાવનાર બધા ગુરુ છે. પણ માર્ગ દર્શાવનાર પોતાના ક્ષેત્રનો શાતા હોવો જોઈએ. અર્થાત્ ગુરુ જ્ઞાની તો હોવો જ જોઈએ. શિષ્યે પશ અનુશાસનનું પાલન કરવું જોઈએ. આજ્ઞાનું પાલન પ્રાચીન કાળમાં અનિવાર્ય હતું. ગુરુની મહાકવિ કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે કે આજ્ઞા ગુરુગ્ણાં હિં અવિચા૨ણીયા । (રઘુવંશ સર્ગ, ૧૪) એટલે કે ગુરુની આજ્ઞાનો અમલ જ કરાય. એના પર વિચાર કર્યા વિના, જરા પણ સમય બરબાદ કર્યા વિના, એનો અમલ કરાય. એ સમયે ગુરુ એટલા વિશ્વસનીય અને સમર્થ હતા. ગુરાવાન્ધકાર : જોશબ્દસ્તનિરોધક:૪ અન્ધકારનિોધવાદ ગુરુરિત્યભિધીયત્તે ।। પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક (દ્વયોપનિષદ, ૪) ઓગસ્ટ – ૨૦૧૭ વિશેષાંક • F]]>191 <ps »[vk * #djhehle h]]Pelo : +ps pi પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
SR No.526109
Book TitlePrabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy