SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક રાત્રે તેમણે મને આગ્રહપૂર્વક કહ્યું, “કાંઈક સત્સંગની વાતો સંભળાવો. આપ જેવા કોઈ આવે તો રાત્રે થોડો સત્સંગ થઈ શકે છે. દિવસ આખો તો આમ નકામો જ જાય છે.'' મેં તેમને પૂછ્યું, “તો પછી આપ આ વ્યર્થ પ્રવૃત્તિમાં જીવન શા માટે પસાર કરી રહ્યા છો ? આ છોડી શા માટે દેતા નથી.’’ તેમણે જવાબ આપ્યો, ‘“ગુરુઆજ્ઞા છે!'' તેમના ગુરુને હું ઓળખું છું. તેઓ લગભગ અભણ (વધારેમાં વધારે ચાર ધોરણ ભણેલા) છે. તેમને આવા અનેક ધાર્મિક સ્થાનો ૫૨ કબજો જમાવી દેવાનો અને દરેક સ્થાને પોતાના શિષ્યોને ગોઠવી દેવાનો શોખ છે. તેમની આ અનેક આશ્રમોના અધિપતિ બનવાની મહત્ત્વાકાંક્ષાનો ભોગ તેમના આ શિષ્ય આપણા સંન્યાસી મહારાજ પણ બની ગયા છે અને વર્ષોથી આ જ અર્થહીન પ્રવૃત્તિમાં રમમાણ છે. કારણ શું ? ગુરુઆજ્ઞા! તો પછી કરવું શું? તે સંન્યાસી મહા૨ાજ કે તેમની અવસ્થામાં રહેલા શિષ્યો કરે શું? તે સંન્યાસી મહારાજે પોતાના ગુરુદેવને હાથ જોડીને કહેવું જોઈએ, “ગુરુદેવ! હું સત્યની શોધ માટે સંન્યાસી થયો છું. મને તે માર્ગે આગળ જવાની અનુજ્ઞા આપો.'' ઉપસંહાર સમર્થ ગુરુની પ્રાપ્તિ, તે શિષ્યનું સદ્ભાગ્ય છે અને તેવા ગુરુની આજ્ઞા પ્રમાણે અધ્યાત્મપથ ૫૨ યાત્રા કરવી તે પરમ સદ્ભાગ્ય છે. શિષ્ય જો અર્જુન જેવો હોય તો કહે છે - શિષ્યનેડાં શાધિ માં ત્યાં પ્રપન્નમુક્ત - ગીતા; ૨-૭, 'હે પ્રભુ! હું આપનો શિષ્ય છું. આપના શરણે આવેલા મને માર્ગ બતાવો.'' અર્જુન જેવા શિષ્યને શ્રીકૃષ્ણ જેવા ગુરુ પ્રાપ્ત થાય છે અને અર્જુન જેવા શિષ્યને શ્રીકૃષ્ણ જેવા ગુરુ કહે છે - અહં વા સર્વ પાપાળ્યો મોક્ષયિષ્યામિ મા ચઃ । - ગીતા; ૧૮-૬૬. “હુ અર્જુન! હું તને સર્વ પાúમાંથી મુક્ત કરીશ. તું શોક ન કર.” ઓગસ્ટ - ૨૦૧૭ અને તો આખરે અર્જુન જેવો શિષ્ય કહે છે - નો મોહ સ્મૃતિાિ વપ્રસાદાત્મયાચ્યુત) – ગીતા; ૧૮-૭૩. “હે અચ્યુત! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મને યથાર્થ જ્ઞાન લાધ્યું છે.'' અમરતવાણી ઈરાનના શાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજય અને અઢળક સંપત્તિનો ગર્વ હતો. આ ગર્વએ તેને તોછડો બનાવી દીધો હતો. આવા ઘમંડી બાદશાહને મળવા અબુ શકીક નામના સંત આવ્યા. તેમણે બાદશાહને પૂછ્યું : ‘તમારી ધનર્દાલતનું મૂલ્ય કેટલું છે ?' બાદશાહ કહે : “મારી પાસે બેશુમાર દોલત છે. તેનો અંદાજ મને પણ નથી.' પેલા સૂફી સંત કહે : “બાદશાહ ! ધારો કે તમે સહરાના રકામાં ભૂલા પડયા છો તમને ખૂબ તરસ લાગી છે. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ પાણીનો પ્યાલો ધરે તો તમે શું આપશો ?' બાદશાહ કહે : “અરે! હું એવું રાજય આપી દઉં!' સંતે બીજો પ્રશ્ન કર્યો ‘ધારો કે તમે બીમાર છો. બચવાની કોઈ આશા નથી. દુનિયાના બધા કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે. અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ. તો તમે એને શું આપશો ?' બાદશાહ કહે : આવા જાન બચાવનારને તો અર્ધું રાજય આપી દઉં.' સૂફી સંત બાદશાહને કહે છે : ‘બાદશાહ, તારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીનો એક પ્યાલો અને દવાની એક પડીકી જેટલી જ છે. તો પછી તેનું આટલું બધું અભિમાન શાને?' * તપસ્વી હાતમ હાસમ બગદાદ આવ્યા અને બાદશાહ તેમને મળવા આવ્યા. હાતમ કહે : ‘વિરાગી પુરૂષ! આપને સલામ!' બાદશાહ કહે : 'હું તો શાનો વિરાગી. હું તો રાજા છું. વિરાગી તો આપ છો.' એટલે હાતમ કહે : 'ઈશ્વર ભજન, ઈશ્વરપ્રેમ અને ઈશ્વરનો સાક્ષાત્કાર જેવી મોટી સંપત્તિ, દૈવી સંપત્તિ છોડીને આ સંસાર સંપત્તિને આપ પોતાની માની લીધી છે તે કેવો મોટો ત્યાગ કહેવાય? માટે ખરા ત્યાગી આપ જ છો' આ સાંભળતા જ બાદશાહની આંખોમાં પાણી આવ્યાં એટલે પછી મહાત્મા કહે : 'જો આપ ઈશ્વરના પ્રીતીપાત્ર થવા ઈચ્છતા હો તો ઈશ્વર જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષથી રહેવું.’ nan સરસ્વતી નિકેતન આશ્રમ, પટેલ વિદ્યાલય પાસે, જોધપુર નદી, વાયા-મોરબી, પીન. ૩૬૩૬૪૨ ૦૨૮૨૨-૨૯૨૬૮૮ 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક xe : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશે
SR No.526109
Book TitlePrabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy