SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવ યોગી શ્રી પૃષ્ઠ ૯ ૪ ૬ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક ૬ માર્ચ ૨૦૧૭ ચંદ્રજી વિ શ્રીમદ્ રાજચંદ્ર અને વેદાંતદર્શન ઘ ર્ડા. નરેશ વેદ [વેદ અને હિન્દુ શાસ્ત્રોના અભ્યાસી, પ્રખર ચિંતક, પ્રભાવક વક્તા છે. ૪૫ વર્ષની શૈક્ષણિક કા૨કીર્દિમાં ગુજરાતની કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકે, સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે અને ગુજરાતની એકેડેમિક સ્ટાફ કૉલેજના ડાયરેક્ટર તરીકે સેવા આપી છે.] જૈનદર્શનને સરખાવી, એમાં જે વિચારભેદ છે, તેની ચર્ચા કોઈ જાતનો આવેશ કે નિંદાભાવ દાખવ્યા વિના એક તત્ત્વમીમાંસક રૂપે કરી છે. એમની એ વિચારણામાં કેન્દ્રીય વિષય આત્મતત્ત્વ અને મોક્ષતત્ત્વને સમજવાનો રહ્યો હતો. અન્ય ભારતીય દર્શનોમાં અને વિશેષ કરીને પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં એ વિષયોની જે છણાવટ થઈ છે તેની એમના વિચા૨કોષ અને ચિત્કોષ ઉપર ઘણી અસર પડી જણાય છે. તેથી બંને દર્શનોના અસલી મુદ્દાઓ પકડીને તેઓ પોતાનો અભિમત ઘડતા રહ્યા હોય એમ જણાય છે. પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષર્ણાંક પ્રબુદ્ધજીવત ઃ જ્ઞાતાયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત્ : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતા ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ શ્રીમદ્ પ્રકૃતિએ તત્ત્વશોધક હતા. જીવ, જીવન, જગત, જગદીશ્વર શું છે, જીવનમાં મનુષ્યનાં કર્મ અને ધર્મ કેવાં હોવાં જોઇએ, જીવનની કૃતાર્થતા શામાં હોઈ શકે એ વિશે એમણે સતત વાંચ્યું, અને ચિંતવ્યું હતું, મનુષ્ય-જીવનનું અંતિમ ધ્યેય શું હોવું જોઇએ એ સમજવા માટે એમણે જૈનદર્શન અને વેદાંતદર્શનના ગ્રંથોનું તથા કુરાન, છંદ અવસ્તા વગેરે અન્ય ધર્મના ગ્રંથોનું વાચન અનુવાદ દ્વારા કર્યું હતું. એ તત્ત્વાભિનિવેશી હતા. તત્ત્વનો તાગ લેવા તેઓ સતત મનોમંથન કરતા રહેતા હતા. એમણે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશ્વિક, પૂર્વ અને ઉત્તર મીમાંસા જેવા છ ભારતીય દર્શનોનો અભ્યાસ કર્યો હતો. રામાયણ અને ભાગવત ઉપરાંત ભગવદ્ગીતા, પંચીકરણ, યોગવાસિષ્ઠ, મિશરત્નમાળા જેવા વેદાંતના ગ્રંથોનું અધ્યયન પણ કર્યું હતું. માતૃપક્ષે જેન અને પિતૃપક્ષે વૈષ્ણવ વિચારવારસો પામેલા હોવાથી એમના મનમાં વેદાંત દર્શન અને જૈન દર્શનની તુલના સતત ચાલ્યા કરતી હતી. એમનો પક્ષપાત આ બંને દર્શનો તરફ હતો. એમણે જે કાવ્યો રચ્યાં છે એ વાંચતાં તો તેઓ વેદાંતી કવિ જ જણાય, જ્યારે એમના સમગ્ર વાયનો અભ્યાસ કરતાં તેઓએ જૈનદર્શનનું હાર્દ પૂરું પીછાણ્યું અને સ્વીકાર્યું હતું, એમ લાગે છે. એમની આ મનોમંથન અને વિચારસંક્રમણની પ્રક્રિયા દ્વારા નોંધ વહીઓ રૂપે, પર્ણો રૂપે, વાર્તાલાપોરૂપે, કાવ્યોરૂપે અને ‘મોક્ષમાળા’, ‘ભાવનાબોધ’ અને ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' જેવી રચનાઓ રૂપે જે કાંઈ પ્રગટ થયું છે, તેમાંથી એમની જે છાપ ઉપસે છે તે પ્રખર તત્ત્વશોધકની છે. જ્યાં લગી આત્મતત્ત્વ ચિદ્દિનત થયું નહીં, મોક્ષરૂપ સમજાયું નહીં, ત્યાં લગી, તેઓ આજીવન સાધના કરતા રહ્યા હતા. આમ તો એમણે જાનદર્શનના આચારાંગ, સૂત્રકૃતાંગ જેવા સૂત્રગ્રંથોનું, તેમજ તત્ત્વાર્થ, ઉત્તરાધ્યયન, સમયસાર, પ્રવચનસાર જેવા પાયાના ગ્રંથોનું તથા આચાર્ય હરિભદ્રસૂરિ અને અન્ય જૈન સૂરિઓએ લખેલા ‘પડદર્શનસમુચ્ચય', 'આનંદઘન ચોવીશી’, ‘ઉપમિતિભવપ્રપંચ’, ‘ક્ષપણાસાર', ‘ગોમ્મતસાર', 'નયચક્ર', 'ક્ષધ્ધિસાર', 'સમ્મતિતર્ક', 'સર્વાર્થસિદ્ધિ' ,'સ્વરોદયજ્ઞાન' અધ્યયન કર્યું હતું. એ જ રીતે એમણે 'જ્ઞાનેશ્વરી ગીતા’, ‘દાસબોધ’, ‘નારદ ભક્તિસૂત્ર’, ‘પરમાત્મપ્રકાશ', ‘પાતંજલયોગ’, ‘પ્રવીણસાગર’, ‘પ્રાણવિનિમય’, ‘બાઈબલ', 'મનુસ્મૃતિ', 'મોહમુદ્રાર', 'યોગષ્ટિ સમુચ્ચય', 'વિચારસાગર', 'વૈરાગ્યશતક', 'શિક્ષાપત્ર', જેવા ગ્રંથોનું પણ અધ્યયન કર્યું હતું. ઉપરાંત અમો અન્ય ભારતીય દર્શનો સાથે પ્રબુદ્ધ જીવત G પ્રબુદ્ધ જીવત ન ; એક નોંધમાં તેમણે જણાવ્યું છે કે, 'મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા થથાયોગ્ય છે. પણ જિોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ એટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે."બીજા એક નોંધમાં તેઓ લખે છે: “વેદ, વેદાંત, સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કર જો જ્ઞેય, જાતને યોગ્ય/આત્મા હૈ તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કૈસે ન હેવે ?' ત્રીજી નોંધ જુઓઃ ‘જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનાસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે તે ય વાત મુમુક્ષુ પુરુષ જરૂર કરી વિચારવા જેવી છે.'' ચોથી નોંધ જુઓઃ ‘વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે." આ નોંધ પણ જોઇએઃ 'વેદાંત છે તે શુદ્ઘનયઆભાસી તે છે. શુદ્ઘનયભાસવાળા 'નિયનય' સિવાય બીજા નયને એટલે ‘વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે.’૫ વળી તેઓ નોંધે છે: ‘વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતી નથી, અશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયર્ડર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્ચા સ્પષ્ટ પર્ણ અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વખતે વિચારનાકોઈ ઉભયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિશમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ મહાવીરના બોધને પાત્ર કોકા જ્યારે સ્વદોષ દેજે ત્યારે તેને છેદવાને ઉપયોગ રાખનાર, જચંદ્રજી વિશેર્સાક પ્રબુદ્ધજીવત ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક “ પ્રબુદ્ધ મુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક " પ્રબુદ્ધ જીવન : જ્ઞીતાયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત : જ્ઞાનયોગી પ્રબુદ્ધ જીવન
SR No.526104
Book TitlePrabuddha Jivan 2017 03
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages116
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy