________________
પ્રબુદ્ધ જીવ જ ગી શ્રી માર્ચ ૨૦૧૭ % પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક
પૃષ્ઠ ૦૯ જી વિશે જ પ્રબુદ્ધ જીવત
પ્રબુદ્ધ
IF “યુગપુરુષ' નાટક વિશે સાંભળ્યું. મનનો વિચાર દૃઢ થતો હું ગયો. ડર એ હતો કે આખા સાગરને, સીમિત પાનામાં કઈ @ રીતે સમાવીશ. પરંતુ ડૉ. અભય દોશી માટેની મારી શ્રદ્ધાએ ૐ મને બળ આપ્યું. મને ખાત્રી હતી કે તેઓ આ કરી બતાવશે. મેં હૈં તેમને પૂછ્યું અને બહુ વિચાર્યા પછી એક ધીમી પણ મક્કમ ૬ ‘હા’ મળી જેના ફળ રૂપે છે. આ વિશેષાંક. હું ખૂબ જ એમની ૬ આભારી છું કે એમને અનેક વ્યસ્તતાની વચ્ચે આ કાર્ય સ્વીકાર્યું. [ સાથે અહીં બીજી એક વ્યક્તિનો વિશેષ આભાર માનીશ, $ ટોરેન્ટો સ્થિત શ્રી પ્રકાશભાઈ મોદી. શ્રીમદ્ભા વિશેષાંક માટે ન જોઈતી બધી જ મદદ અને સંદર્ભો પૂરા પાડ્યાં અને સાથે સાથે છે છેલ્લા પાના પર મૂકેલો મોરારજીભાઈનો પત્ર પણ એમણે જ ૨ મોકલાવ્યો. તેઓના આ રસ અને સહકારનું ઋણ સ્વીકારું છું.
અંતે શ્રીમદ્ વાંચતા રૃરી આવેલી કેટલીક પંક્તિઓ : સંકેલી લઉં જાતને બધી વિટંબણાઓથી, કરી દઉ મનને રાગ-દ્વેષ મુક્ત બધા અજંપાઓથી, થોડાં ઉગતાં સ્વપ્નાંઓને લાવ ગાળી લઉં, બાકી રહ્યાં વિકારોને તળિયે બેસવા દઉ. નીતર્યા જળને હેયેભરી ચાલ મન સિધાવ, હવે કોઈ હિમાલયને આપણી વચ્ચે ના લાવ, ચાલ મન, ચાલ હવે, મને મારાથી ઉગાર.
સેજલ શાહ sejalshah 702@gmail.com Mobile : +91 9821533702
| ના ઇiડના વિદ્યાનગી વિદ્વાન સંપાદક
ડૉ. અભય દોશી
૬ પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક BIR
મુંબઈના જૈન જગતમાં ખૂબ જાણીતું અને માનીતું પ્રિય નામ એટલે ડૉ. અભય દોશી. આજે આ નામ ભારતમાં પ્રચલિત થયું. છે. ગંભીર પ્રકૃતિ અને ઊંડું મનન કરતાં ડૉ. અભય દોશી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. ૧૯૯૦માં તે ગ્રેજ્યુએટ થયા અને પછી એમ.એ. કરી ૨૦૦૩માં તેમને પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી. આરંભના વર્ષોમાં મીઠીબાઈ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરીને ૨૦૦૮માં તેઓ મુંબઈ વિદ્યાપીઠમાં જોડાયા. ઉપરાંત ત્રણ વર્ષ તેમણે ફિલોસોફી વિભાગમાં પણ વિઝીટિંગ ફેકલ્ટી તરીકેનું કાર્ય કર્યું. તેમને ચોવીસી સ્વરૂપ અને સાહિત્ય પર શોધ નિબંધ લખી ડૉક્ટરેટની ડીગ્રી પ્રાપ્ત કરી. તેમના હાથ નીચે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. તેમના ચાર વિદ્યાર્થીઓને ડીગ્રી મળી ગઈ છે અને અન્ય આઠ વિદ્યાર્થીઓ તેયાર થઈ રહ્યા છે. વિભાગમાં તેમને અનેક જૈન સંશોધનલક્ષી પરિસંવાદોનું આયોજન કર્યું છે. જૈન પરિસંવાદો, જ્ઞાનસત્રોમાં તેમની હાજરી હંમેશ જોવા મળે છે. જૈન ધર્મચિંતન અને શિક્ષણ ક્ષેત્રે તેઓ તેજસ્વી કારકિર્દી ધરાવે છે. | ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા અભયભાઈ પાસેથી છ વધુ પુસ્તકો મળ્યાં છે. તેમને ડૉ. કીર્તિદાબેન શાહ સાથે મળીને જ્ઞાનવિમલ સર્જાય સંગ્રહનું સંપાદન કર્યું, શેત્રુંજય ગિરિરાજ પૂજા, અનીલ શાહ સાથે અહંદ ભક્તિ સાગર, જૈન રાસ વિમર્શ, મધ્યકાલીન પદ્ય કૃતિ વિમર્શ વગેરે અનેક પરિસંવાદોમાં ભાગ લઈ પેપરો રજૂ કર્યા છે, ઉપરાંત મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલના વ્યાખ્યાનોમાં વક્તા તરીકે તેમણે અનેક વખત સેવા આપી છે. જૈન અભ્યાસના નિષ્ણાંત અને ઊંડી સંશોધન ક્ષમતા તેમની વિશેષતા છે. હંમેશાં મદદરૂપ થવું અને સમતાભાવ ધારણ કરી તેમણે જૈન ધર્મને પોતાના જીવનમાં પણ ઉતાર્યો છે. તેમના પિતા ઇન્દ્રચંદ્ર દોશી પાસેથી તેમને ધર્મના સંસ્કાર વારસારૂપે પ્રાપ્ત થયાં છે. પિતા પંડિત અને એમના પુત્ર પણ એ જ દિશામાં જ આગળ પ્રયાણ કરી રહ્યા છે. ‘જૈન સાહિત્યમાં કથનકળા' ઉપર યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન તરફથી તેમને અનુદાન પ્રાપ્ત થયું છે. તેમના મારવાડી પરિવારમાં ધર્મના સંસ્કારનું ઊંડાણ જોવા મળે છે.
T સેજલ શાહ sejalshah702@gmail.com Mobile : +91 9821533702
8 પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિરોષક જ પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિરોષક # પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ
પ્રબુદ્ધ જીવત
ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
પ્રબુદ્ધ જીવન