SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ યોગી શ્રી પૃષ્ઠ ૪૦ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક ૬ માર્ચ ૨૦૧૭ અવલોકન' વિભાગમાં હાથનોંધની ત્રણ ડાયરીઓ આપવામાં પરિચય મળે છે. આવી છે કે જેમાં શ્રીમદ્જીની અદ્ભુત વિચારશ્રેણીનું પ્રતિબિંબ ઝિલાયેલું છે. આ હાથનોંર્ધામાં આંતર નિરીક્ષણથી ઉદ્ભવેત્તા ઉદ્ગારો સ્વઉપયોગાર્થે ક્રમરહિત લખાયેલા છે. ત્રણે હાથનોંધમાં વચ્ચે ઘણાં પાનાંઓ કોરાં છે, જેથી એમ અનુમાન થાય છે કે જ્યારે જે હાથનોંધ હાથમાં આવી હશે, તેને ઉઘાડતાં જે પાનું નીકળ્યું હશે તે પાને શ્રીમદ્જી પોતાના વિચારો, અનુભવો લખી લેતા હશે. હાથનોંધ-૧માંથી શ્રીમદ્જીને પ્રબળ ઉદાસીનદશા વર્તની હતી તેનો તથા નિર્દોષ નીરખનારી તેમની અતિ સૂક્ષ્મ દૃષ્ટિનો સ્પષ્ટ પરિચય મળે છે. તેમનો આત્મપુરુષાર્થ તથા તેમની આત્યંતર દશાનો કેવો વિશિષ્ટતમ પ્રકાર વર્તતો હતો તે પણ આ હાથનોંધમાંથી જાણવા મળે છે. આ હાથનોંધમાં છ પદની નિઃશંકત્તા, જીવસ્વરૂપ, આત્મસાધન, મન-વચન-કાયાની સંયમ, ધ્યાન, વગેરે વિષ્ણુની વિચારણા જોવા મળે છે. આ ઉદ્ગારો પ્રત્યે દષ્ટિપાત કરતાં શ્રીમદ્જીની તત્ત્વદૃષ્ટિ પ્રત્યે બહુમાન સ્ફુરે છે. આ હાયનોંધમાં ત્રણ કાવ્યો પણ છે. ‘મારા સાચા મિક્ષ ગયા’ કાવ્યમાં શ્રીમદ્જીએ સાચો માર્ગ મળી ગયો, ઇચ્છા દુ:ખનું મૂળ છે આદિ વિચારો વ્યક્ત કર્યા છે. 'હોત આસવા પરિસવા' કાવ્યમાં પરમાર્થ- ભૂત બોધ છે. ત્રીજા ‘ધન્ય રે દિવસ આ અહીં' એ દિવ્ય, આહ્લાદજનક પદમાં તેમણે પોતાની જીવનધન્યતા ગાઈ, પોતાના ક્રમિક ઊર્ધ્વ આત્મવિકાસનો પરિચય આપ્યો છે. હાથનોંધ-૨માં મુખ્યત્વે બોધદાયક, સ્વરૂપચિંતનાત્મક નાનાં નાનાં સુવચનો છે. તેમાં શ્રીમદ્જીએ પ્રાપ્ત કરવા ધારેલ ચારિત્રદળા, આચરવા યોગ્ય ધારેલ નિયમો આદિના લખાણોમાં તેમનો ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાધવાનો મન્ત્રરથ સ્પષ્ટપણૈ જણાય છે. આ હાથનોંધમાં તેમણે છ દ્રવ્ય, રાગ-દ્વેષ, શાનીદશા પ્રત્યે પ્રમોદ, આત્મચિંતન, ગુણસ્થાન આદિનું નિરૂપણ કર્યું છે તથા પોતાના ઉપકારીઓ પ્રત્યે નમસ્કાર વચનો પણ લખ્યાં છે. હાથનોંધ-૩માં મુખ્યત્વે જૈન ધર્મનાં તત્ત્વ અને આચાર વિષેનાં વચનો છે. શ્રીમદ્જીએ તેમાં દેવ-ગુરુ-ધર્મ, જીવ, પરમાણુ, મોક્ષ, કર્મ, કેવળજ્ઞાન તથા તેની પ્રાપ્તિનો ઉપાય, તપ, બ્રહ્મચર્ય, પોતાના મનોરથ આદિનું નિરૂપણ કર્યું છે. આમ, શ્રીમદ્જીની અંગત નોંધો જોતાં તેમાં મુખ્યત્વે આત્મચિંતનને જ સ્થાન અપાયેલું જોઈ શકાય છે અને તે ઉપરથી તેમની અત્યંત વિકસિત આધ્યાત્મિક દશાની જાણ થાય છે. વળી, પોતાને મૂલવવાનાં તેમનાં અત્યંત કડક ધોરણ જોતાં, પોતાના સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષ કાઢવાની તેમની જાગૃતિનો પણ તેમાંથી. પ્રબુદ્ધ જીવત જો તું અમલમાં હોય તો નેપોલિયન પ્રબુદ્ધ જીવ હું પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધજીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન્ત : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતા ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિર્ષાક પ્રબુદ્ધ કું ચંદ્રજી વિર પ્રબુદ્ધ જીવત (૮) શ્રીમદના ઉપદેશની મુક્ષુઓએ કરેલી નોંધો શ્રીમદ્ ના સાહિત્યમાં તેમો પ્રસંગોપાત્ત આપેલ સદુપદેશની જુદા જુદા મુમુક્ષુઓએ ઉતારેલી નોંધોનો સમાવેશ પણ થાય છે. શ્રીમદ્જીનું નિવૃત્તિ અર્થે ચરોતર કે કાઠિયાવાડમાં કે જવાનું થતું ત્યારે તેમના સમાગમમાં આવનાર મુમુક્ષુઓને તેઓ કેટલીક વાર ઉપદેશ આપતા, તેમની સાથે તેઓ તત્ત્વચર્ચા કરતા અને તેમના પ્રશ્નોના ઉત્તર આપતા. તે મુમુક્ષુઓ આ બોધને પોતાની સ્મૃતિના આધારે ઉતારી લેતા. ક્યારેક આ નોંધ તેઓ શ્રીમાને બતાવતા અને શ્રીમદ્જી ક્યારેક તેમાં આવશ્યક સુધારા પણ કરી આપતા. આમ, આ લખાણો શ્રીમદ્જીએ સ્વહસ્તે લખ્યાં નથી, પરંતુ તેમાંના વિચારો શ્રીમદ્ભુનાજ છે. તદુપરાંત આ લખાણોમાં બને ત્યાં સુધી શ્રીમદ્જીની જ ભાષા જાળવી રાખવામાં આવી છે એમ તેમના અન્ય સાહિત્ય સાથે એની સરખામણી કરતાં જણાય છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં ચાર વિભાગોમાં સમાવેશ પામેલ આ નોંધોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. ‘ઉપદેશ નોંધ’માં વિ. સં. ૧૯૪૯ થી ૧૯૫૭ના ગાળા દરમ્યાન જુદી જુદી વ્યક્તિઓને થયેલા શ્રીમદ્જીના પરિચય અંગેની તથા તેમને થયેલ શ્રીમદ્જીના ઉપદેશની નોંધ જોવા મળે છે. એમાં શ્રીમદ્ભુ સાથેની રસિક પ્રશ્નોત્તરી, તેમના અભિપ્રાયો, વિવિધ વિષયો ઉપરના તેમના પ્રેરક વિચારો, તેમની અંગત બાબતો ઇત્યાદિનો સમાવેશ થયો છે. શ્રીમદ્જીના તત્કાલીન પ્રસંગોની શ્રી મનસુખભાઈ કિરતચંદ, શ્રી ત્રિભુવનભાઈ, શ્રી અંબાલાલભાઈ તથા ખંભાતના અન્ય મુમુક્ષુઓએ પોતાની સ્મૃતિના આધારે કરેલ વિવિધ નોંધોના આધારે તૈયાર થયેલ ‘ઉપદેશ નોંધ'ના ૪૧ ભાગ કરવામાં આવ્યા છે. તત્ત્વના વિષયો ઉપર થયેલ શાસ્ત્રોક્ત વિચારણા ઉપરથી પરમ જ્ઞાનિધાન શ્રીમાનું તત્ત્વવિષયો ઉપરનું અસાધારણ સ્વામિત્વ દૃષ્ટિગોચર થાય છે. બુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક “ પ્રબુદ્ધ ‘ઉપદેશ છાયા'એ પ્રાસંગિક બોધનો સંગ્રહ છે. તેના ૧૪ ભાગ છે. વિ. સં. ૧૯૫૨ના શ્રાવણ-ભાદ૨વા માસમાં કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ ક્ષેત્રે શ્રીમદ્જીનું નિવૃત્તિ અર્થે રહેવાનું થયું હતું, તે વખતનો ઉપદેશ તેમના સમીપવાસી અને તીક્ષ્ણ પામવાન શ્રી અંબાલાલભાઈએ પોતાની સ્મૃતિના આધારે સંક્ષેપમાં ઉતાર્યો હતો. એમાં શ્રીમદ્જીના ઉપદેશની છાયા ઝીલવામાં આવી છે, માટે તે સંગ્રહને ‘ઉપદેશ છાયા’એવું યથાર્થ નામ આપવામાં આવ્યું છે. તેમાં શ્રીમદ્જીના આત્મામાં ૨મી રહેલાં વિવિધ વિષયોનાં ચિંતનોની છાયા છે, જે જિજ્ઞાસુ જીવને આત્માર્થપોષક છે. વચ્ચે વચ્ચે આવતાં દૃષ્ટાંતોથી વાંચનનો રસ બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. પ્રબુદ્ધ જીવન
SR No.526104
Book TitlePrabuddha Jivan 2017 03
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages116
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy