SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષર્ણાંક પ્રબુદ્ધ જીવતા : જ્ઞાđયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતા : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાતયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ કુ યોગી શ્રી પૃષ્ઠ ૩૬ તેમને પ્રતિમા અને તેનું પૂજન સત્ય, પ્રમાાસિદ્ધ જણાતાં તેમણે તેનો સ્વીકા૨ કર્યો અને સ્વરૂપશ્રેણીએ ચઢવાના એક પ૨મ અવલંબનભૂત સાધનનો લોપ ન થાય તથા ઇષ્ટ પરમાર્થહંતુ તેનું ગ્રહણ થાય તે અર્થે પોતાના નિર્ણયને નિષ્પક્ષપાતપણે અને નિર્ભયપણે પ્રતિમાસિદ્ધિ ગ્રંથમાં જાહેર કર્યો; જે તેમની અનન્ય સત્યનિષ્ઠા અને અસાધારણ નૈતિક હિંમતનો પરિચય આપે છે. શ્રીમદ્જીએ આ ગ્રંથમાં વસ્તુની રજૂઆત ખૂબ તર્કબદ્ધ અને સ્પષ્ટ રીતે કરી છે. આ ગ્રંથનો પ્રારંભનો પ્રસ્તાવનાદિ ભાગ તથા ઉપસંહારનો ભાગ જ ઉપલબ્ધ છે, ગ્રંથનો મહત્ત્વનો મધ્યભાગ અપ્રાપ્ય છે. જો આ ગ્રંથ સંપૂર્ણ ઉપલબ્ધ થયાં હોત તો મતમતાંતર મટાડવાનું એક મહાન સાધન પ્રાપ્ત થાત. જો કે તેના ઉપલબ્ધ ભાગમાં પણ પ્રતિમાસિદ્ધિ માટે ઉપયોગી સામગ્રી છે જ. પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક માર્ચ ૨૦૧૭ ચંદ્રજી વિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર: આત્માના વિષયમાં મહાગીતાસમું અને આોપનિષદરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રીમદજીના સાહિત્યમાં મુગટમણિ સમાન છે. તેમની સર્વ આત્મોપકારી કૃતિઓમાં તેમની આ પદ્યકૃતિ મૂર્ધન્યસ્થાને બિરાજે છે. તેમની ઉચ્ચ આત્મદશા અને પ્રબળ સર્જનશક્તિનો પુરાવો આપતી તથા શાસ્ત્રીય વિષય ઉપર સુવ્યવસ્થિત રીતે લખાયેલી આ ઉત્તમોત્તમ કૃતિ તેમના સમગ્ર સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. વિ. સં. ૧૯૫૨માં શ્રીમદ્ભુજીએ નડિયાદ મુકામે એક જ બેઠકે, માત્ર દોઢબે કલાકમાં ષદર્શનના સારરૂપ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથાની રચના કરી હતી. અત્યંત પરમાર્થગંભીર, પરમ ભાવદશાપ્રેરક આ દિવ્ય સર્જનનો સવિસ્તર પરિચય પ્રત્યેક મુમુક્ષુ માટે આત્મોપકારી હોવાથી એની વિસ્તૃત છણાવટ પ્રસ્તુત વિશેષાંકના જ એક અન્ય લેખ દ્વારા માણીશું આમ, શ્રીમના ગ્રંથમાં તેમનો દૃઢ ધર્મરંગ, ઉંચ વૈરાગ્ય, અદ્ભૂત જ્ઞાનવૈભવ, અનન્ય વીતરાગશ્રુતભક્તિ તથા સર્વ જીવો પ્રત્યેની નિષ્કારણ કરુણાનું દર્શન થાય છે. તેમની અધ્યાત્મ-ઉદ્ઘોષણા વર્તમાન કાળના વાંની આત્મોપયોગધારાને ભૌતિક વિજ્ઞાસમાં નિમગ્ન થતી અટકાવે છે, દીર્ઘકાળની ગાઢ અજ્ઞાનનિદ્રાને નિવારે છે અને જીવનમાં અપૂર્વ આત્મજાગૃતિ લાવી ૫રમાર્થ પ્રભાત પ્રગટાવે છે. આ દુધમ કાળમાં સર્જિજ્ઞાસુઓને પરમાર્થપ્રાપ્તિમાં શ્રીમના આધ્યાત્મિક ગ્રંથો સન્માર્ગદર્શક છે. (૩) સ્વતંત્ર કાવ્યો કવિ તરીકેની શ્રીમદ્જીની પ્રતિભા નૈસર્ગિક અને ઉચ્ચ પ્રકારની છે. એ પ્રતિભાનો આવિષ્કાર લઘુવયમાં જ થયો હતો. વીસ વર્ષની ઉંમર પૂર્વે લખાયેલી તેમની ઘણી કવિતાઓ ધર્મેત૨ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવત પ્રકારની હતી. તેમણે દેશહિત, સમાજસુધારણા, સુનીતિ, સદ્બોધ વગેરે સંબંધી કાવ્યો લખ્યાં હતાં, જે ‘સૌરાષ્ટ્ર દર્પણ', વિજ્ઞાનવિલાસ' આદિ સામયિકોમાં છપાયાં હતાં. આ ઉપરાંત અવધાન સમયે શીઘ્રતાથી રચાયેલાં ૪૦ જેટલાં કાવ્યો ઉપલબ્ધ છે. તેમણે સમસ્યાપૂર્તિનાં કાવ્યોની પણ રચના કરી છે. આ માર્મિક કાવ્યોમાં તેમની શીઘ્ર કવિત્વશક્તિ, તર્કશક્તિ, શબ્દચમત્કૃતિ, અર્થચમત્કૃતિ, સામાન્ય વિષયમાંથી પણ સુંદર બોધ તારવવાની કળા, તેમનું પિંગળશાસ્ત્ર ઉપરનું પ્રભુત્વ, રચનાકૌશલ આદિ ઉપરાંત તેમની વૈરાગ્યવૃત્તિનું દર્શન પણ થાય છે. તેમણે વીસમે વર્ષે સમાજસુધારણા આદિને લગતી ધર્મતર કવિતાઓની રચના બંધ કરી અને તે પછીથી માત્ર ધર્મને લગતી કૃતિઓની રચના કરી હતી. શ્રીમદ્જીએ તેમના જીવનકાળ દરમ્યાન વીસેક જેટલાં સ્વતંત્ર ધાર્મિક કાવ્યોની રચના કરી હતી. તેમાંનાં કેટલાંક હિંદી ભાષામાં પણ છે. આ કાવ્યો અંતર્ગત મોક્ષમાળા’ અને ભાવનાબંધ'નાં કાર્યો, 'મોક્ષસુબંધ' તથા 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું આગે ‘સ્વતંત્ર ગ્રંથો’ વિભાગમાં તેમજ ‘હાથનોંધ'નાં કાવ્યોનું અંગત નોંધો વિભાગમાં વર્ગીકરણ ક૨વામાં આવ્યું છે. તેમની અન્ય પદ્યરચનાઓ પૈકી મુખ્ય કાવ્યોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. બિના નયન પાવે નહીં: હિંદી ભાષામાં રચાયેલ છ દોહરાનું આ કાવ્ય શ્રીમદ્જન્મ વિ. સં. ૧૯૪૭માં શ્રી સૌભાગ્યભાઈને મોકલ્યું હતું. આ કાવ્યમાં તેમર્દો સદ્ગુરુની મહત્તા દર્શાવી, આત્મકલ્યાણ સાધવાનો સરળ અને સચોટ માર્ગ દર્શાવ્યો છે. એમાં ગુરુગમનો અનન્ય મહિમા સંકીર્તન કર્યો હોવાથી એ સૌને ઉપયોગી થાય તેવું છે. હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું: વિ. સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ્જીએ રાળજમાં ચાર કાવ્યોનું સર્જન કર્યું હતું. એ પૈકીના પ્રથમ, વીશ દોહરા તરીકે સુપ્રસિદ્ધ કાવ્યમાં પ્રભુ આગળ દીન થઈ શ્રીમદ્જીએ પ્રાર્થના કરી છે. હૃદયસોંસરા પૈસી જાય એવા સાદામાં સાદા શબ્દોમાં સદ્દગુરુની ભક્તિનું રહસ્ય દર્શાવતી આ કૃતિ તેમની પદ્યરચનાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આત્મનિરીક્ષણથી ઓતપ્રોત આ કાવ્યમાં તેમણે ૪૫ વાર 'નથી','નહીં' આદિ અભાવાત્મક શબ્દોના પ્રયોગ દ્વારા જીવના દોષોનું વર્ણન કર્યું છે. અત્યંત મનનયોગ્ય, હૃદયસ્પર્શી અને અપૂર્વ ભાવ પ્રેરનાર આ દોહા, બોલનારને પોતાના દોષ પ્રત્યક્ષ થાય અને થયેલા દોષ માટે પશ્ચાત્તાપ થાય તેવા અસરકારક છે. હજારો મુમુક્ષુઓ તેને કંઠસ્થ કરી, નિયમિતપણે તેનો પાઠ કરે છે. યમનિયમ સંજમ આપ કિયોઃ ત્રોટક છંદમાં લખાયેલ આઠ જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભી દૃષ્ટિ કર, પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક - પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન જ્ઞાતયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન
SR No.526104
Book TitlePrabuddha Jivan 2017 03
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages116
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy