SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન: જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક માર્ચ ૨૦૧૭. જિન-વચન દુ:ખ ભોગવતી વખતે રક્ષણ કરવા કોઈ સમર્થ નથી माया पिया ण्हुसा भाया भज्जा पुत्ता य ओरसा। नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ।। | (૩, ૬-૩) માતા, પિતા, પુત્રવધૂઓ, ભાઈઓ, ભાર્યા અને પુત્રો-એ બધાં મારાં કર્મોનું દુ:ખ ભોગવતી વખતે મારું રક્ષણ કરવાને સમર્થ નથી. Mother, father, daughters-in-law, brothers, wife and sons will not be able to give any protection when I am suffering for my own evil deeds. ડૉ. ૨મણલાલ ચી. શાહ ગ્રંથિત “ગિન વવન' માંથી ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૧૯ર૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન કર્યું એટલે નવા નામે ૩. તરૂણ જેન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષ કે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૯૫૩ થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક • ૨૦૧૭ માં ‘પ્રબુદ્ધ જીવન નો ૬૫મા વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન' એક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતીઍોજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૪, કુલ ૬૫મું વર્ષ. • ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. *પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે જેની સાથે તંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં. પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨) ચંદ્રકાંત સુતરિયા ' (૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી ' (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) ડૉ, ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬) કર્મના ઘુમઠાણ તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દેઢ થશે. એક જીવ સુંદર પલંગે પુષ્પશયામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારોથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખ અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઈન્દ્રિયવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂઓ, એક મૂએલો અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે ? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે ? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. -શ્રીમદ્ રાજચંદ્ર પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણોમાં, હો વંદન અગણિત. પ્રબુદ્ધ જીવન આ અંકનું મુખપૃષ્ઠ વવાણિયાબંદરમાં શ્રીમદ્ રાજચંદ્રજીનું જૂનું ઘર. ઈ. સ. ૨૦૦૧ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થતાં એ સ્થળે નવું જન્મભવન બનાવવામાં આવ્યું છે. આ જ ઘરમાં શ્રીમદ્જીનો જન્મ ૧૫૦ વર્ષ પહેલાં થયો હતો..
SR No.526104
Book TitlePrabuddha Jivan 2017 03
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages116
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy