SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવ ોગી શ્રી માર્ચ ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક ૬ પૃષ્ઠ ૧૫ દ્રજી વિશે પરમયોગી અધ્યાત્મપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જીવન ઝરમર જ્ઞ ડૉ. માલતી શાહ [ ભાવનગરસ્થિત માલતીબેન તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપિકા છે. તેમણે ઉપાધ્યાય યશોવિજયજીકૃત 'જ્ઞાનસાર' અને ભગવદ્ગીતાની તુલના વિષય પર પીએચ.ડી. કર્યું છે. હાલમાં યોગનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે જૈન સાહિત્ય સમારોહમાં પણ કુશળતાપૂર્વક સંચાલન કર્યું હતું. } બુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત જ્ઞાતાયોગી શ્રીમદ્ાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવનૢ : જ્ઞાતાયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતા ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષર્ણાંક પ્રબુદ્ધ ‘સન્ની બાંધી પૃથ્વી” એ ન્યાયે આ પૃથ્વી સને કારણે ટકી રહે છે. સહેજ આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે જેમ સિંહોના ટોળાં હોતા નથી તેમ સત્ પુરુષો, સાધુ-સંતો, યોગીઓ જૂજ સંખ્યામાં હોય છે અને તેમના જ્ઞાન, સમજણ તથા ડહાપા પૃથ્વી પર વસતા બહોળા સમાજને મળ્યા કરે છે. 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં જણાવ્યું છે તે પ્રમાર્ગ‘યુવા યવા હિ ધર્મસ્ય, જ્ઞાનિર્ભવતિ મારતા अभ्युत्थानं अधर्मस्य तदात्मानं सृजाभ्यहम्।।' " અર્થાત્ - ‘જ્યારે જ્યારે ધર્મનો ક્ષય અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું.’ આ પૃથ્વી ‘બહુરત્ના વસુંધરા' છે એટલે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈસુ, મહંમદ જેવા રત્નો આપણને સમયે સમર્થ મળ્યા જ કર્યા છે. શ્રીમદ્ રાજચંદ્ર (ઈ. સ. ૧૮૬૭ થી ૧૯૦૧) પણ આ પૃથ્વીના એક અગ્રીમ ન૨૨ત્ન છે. માત્ર ભારતમાં જ નહીં, પણ વિશ્વકક્ષાએ જેની નોંધ લેવી પડે તેવા તેમના સમકાલીનોમાં સ્વામી વિવેકાનંદ (ઈ. સ. ૧૮૬૩ થી ૧૯૦૨), શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (ઈ. સ. ૧૮૬૪ થી ૧૯૦૧), મહાત્મા ગાંધી (ઈ. સ. ૧૮૬૯ થી ૧૯૪૮), મહર્ષિ અરિવંદ (૧૮૭૨ થી ૧૯૫૦) વગેરેના નામો નોંધપાત્ર છે. આયુષ્યની દ્રષ્ટિએ જોઈએ તો શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી અનુક્રમે ૩૩, ૩૯ અને ૩૭ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવીને વિદાય થયા, પણ આટલા ટૂંકા આયુષ્યમાં પણ તેઓના વિચારોની ઊંચાઈ અને ચારિત્રનું ઊંડાણ અગાધ હતા. મહર્ષિ અરવિંદ અને મહાત્મા ગાંધીએ ૭૮ વર્ષ જેટલાં આયુષ્યમાં ભારતની અહિંસક સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. મહર્ષિ અરવિંદે પડદા પાછળ રહીને આધ્યાત્મિક બળ પૂરું પાડ્યું, મહાત્મા ગાંધી દઢતાપૂર્વક અહિંસક માર્ગને વળગી રહ્યા તેમાં શ્રીમદ્ રાજચંદ્ર તેમના અગત્યના પ્રેરણાસ્રોત રહ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી વીરચંદ ગાંધી તથા મહાત્મા ગાંધી સૌરાષ્ટ્ર પ્રદેશના, તો સ્વામી વિવેકાનંદ તથા મહર્ષિ અરવિંદ બંગાળના. શ્રીમદને પરદેશ જવાનો મોકો મળવા છતાં પરદેશ ગયા ન હતાં, પણ ઝવેરાતના વ્યવસાયના લીધે પ્રબુદ્ધ જીવન જચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ પરદેશ સાથે સંકળાયેલા, જ્યારે બાકીના ચારેય એક યા બીજા પ્રોજનથી પરદેશ ગયેલા, પણ ભારતીય સંસ્કૃતિના સંદેશવાહક બનીને રહેલા. આ તો માત્ર તે સમયના ભારતના આપણા સપૂતોની આછેરી ઝલક છે. પ્રત્યેક વિષે ખૂબ કહી શકાય તેમ છે. અત્રે શ્રીમદ્ રાજચંદ્ર જીવનની મુખ્ય મુખ્ય વિગતો ટૂંકમાં જાણવાનો ઉપક્રમ છે. શ્રીમદ્ રાજચંદ્રજી આ યુગમાં આત્મજ્ઞાની મહાત્મા, સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક પુરુષનું સ્થાન ધરાવે છે. શ્રીમદ્ રાજચંદ્રના દાદા શ્રી પંચાલભાઈ મહેતા વેષ્ણવધર્મી હતા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ પાસે આવેલ વવાણિયામાં વહાણવટાનો અને વ્યાજ-વટાવનો ધંધો કરતા. શ્રીમદ્જીના પિતા શ્રી રવજીભાઈના લગ્ન જૈન કુટુંબના શ્રી દેવબાઈ સાથે થયેલ. સ્વભાવે દયાળુ રવજીભાઈ સાધુ-સંત-ફકીરની સેવાભક્તિ કરતા, તો વિનયસંપન્ન દેવબાઈ પણ સરળ, સુશીલ, સેવાભાવી હતા. આવા “માં શ્રોતાં છે... અર્થાત્ પવિત્રતા અને ગુણોથી સભર કુટુંબમાં વિ. સં. ૧૯૨૪ના કાર્તિક માસની પૂર્ણિમા (આ લેખમાં બધી તવારીખો મોટે ભાગે વિક્રમ સંવત પ્રમાણે રજૂ કરી છે.) એટલે કે ઈ. સ. ૧૮૬૭ના નવેમ્બરની નવમી તારીખ અને રવિવારે વવાશિયામાં પૂર્ણ ચંદ્ર જેવા બાળકનો જન્મ થયો. પુત્રજન્મથી સૌ કુટુંબીઓ અતિ આનંદ પામ્યા અને તેનું નામ લક્ષ્મીનંદન રાખ્યું, પરંતુ ચાર વર્ષે વિ. સં. ૧૯૨૮માં આ નામ બદલીને રાયચંદ રાખવામાં આવ્યું. ‘પુત્રના લક્ષણ પારણામાંથી' એ ઉક્તિ મુજબ સરળતા, તેજસ્વિતા, સાત્ત્વિકતા, નિઃસ્પૃહતા જેવા ગુર્ણા રાયચંદમાં બાળપણથી જ ખીલેલા. સાત વર્ષ સુધીનો તેમનો બાલ્યકાળ નિર્દોષ રમતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં સદાય અગ્રેસર રહેવાની ભાવનાઓમાંથી પસાર થશે. રાયચંદને સાત વર્ષની ઉંમરે નિશાળે બેસાડવામાં આવ્યા. શિક્ષક લવભાઈએ નિશાળમાં એકથી પાંચ આંકડા લૂંટાવ્યા. પછી એકથી એકસો સુધી તેઓ જે લખી આપતા તે પ્રમાર્ગ રાયચંદ તરત જ લખતા અને બોલતા ક્રમશ: નિશાળમાં શિખવવામાં આવતા અગિયારા, બારાખડી વગેરે પણ તરત જ લખી નાખતા. બુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષક પ્રબુદ્ધ બુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાં પ્રબુદ્ધ જીવન ભલેતારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો,પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં પબુદ્ધ જીવત
SR No.526104
Book TitlePrabuddha Jivan 2017 03
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages116
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy