SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૭૮ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ૬ ઓગસ્ટ ૨૦૧૬ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેર્ષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર સામાન્ય રીતે જીવ માત્રમાં અનાદિ કાળથી ઈર્ષ્યાઅદેખાઈનો દુર્ગુણ હોય છે. આ દુર્ગંધ દૂર કરી તેના સ્થાને અન્યના સદ્ગા, સુખ, આનંદ અને ઐહિક તેમજ આત્મિક ઉન્નતિ જોઈ ખુશ થવું બહુ જ અઘરું છે. આમ છતાં અનાદિ કાળના એ કુસંસ્કારો ભવિતવ્યતા, તથાભવ્યત્વનો પરિપાક, સદ્ગુરુના સંયોગ અને તેમની પ્રેરણા વગેરે અનેક નિમિત્તો દ્વારા દૂ૨ થઈ શકે છે. આ પ્રકારનો ગુણ ધરાવનાર વ્યક્તિ સંસ્કૃત સાહિત્યમાં બતાવ્યા પ્રમાર્ગે મનસિ વવવમ કાર્ય, પુખ્તપીયૂષપૂર્છા પરનુ પરમાન, પાપ નિયંત્તવ વિશ્વના અનિન અને જિન મન, વચન અને કાયા બન્નેમાં એકવાક્યતા હોય, જેવું વિચારે તેવું જ બોલે અને જેવું બોલે તેવું જ કરે. તેવા મહાપુરુષોને સંસ્કૃત સાહિત્યમાં સંત અર્થાત્ સજ્જન કહે છે. આવા સજ્જન મહાપુરુોના મનમાં શુભભાવ ભર્યા હોય છે. તે અન્યનું ખરાબ કરવાની તો વાત દૂર રહી પણ કોઈનું ખરાબ વિચારી શકતા પણ નથી. આવા સંતો હંમેશા અન્યના નાનાશા ગુણને પણ પર્વત જેવા મોટા કરી વર્ણવે છે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનો સારી રીતે વિકાસ થયો હોય તો જ પ્રમોદ ભાવના આવી શકે છે. બાકી સામાન્ય મનુષ્ય પોતાની આત્મશ્લાઘા, આત્મપ્રશંસામાંથી જ ઊંચા આવતા નથી ત્યાં અન્યના ગુોથી જ ખુશ થવાની વાત જ વિચારી શકાય એમ નથી. અરે! અન્યના ગુણોની પ્રશંસાને પણ તે સહન કરી શકતા નથી. આ અંગે શ્રી ચિત્રભાનુજીએ કહ્યું છે કે ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે। એ સંતોના ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે || કરુણા ભાવના ત્રીજા ક્રમે કરુણા ભાવના આવે છે. કરુણા માટે સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે કે પરવિનાશિની તથા માં અન્યના દોષોને દૂર કરવા રૂપ કરુણા અર્થાત્ જીવદયા એ જૈન દર્શનનો પાયાનો મુખ્ય સિદ્ધાંત છે. તો શાંતસુધારસમાં કહ્યું છે કે હ્રાઘ્યમાર્તાશિનાં અન્ના ફો। અર્થાત્ વિવિધ પ્રકારના દુઃખોથી દુઃખી થયેલ અને રોગી, સુખભંગ થયેલ, ધનહાનિ થયેલ હોય તથા ધર્મવિહીન હોય તેવા જીવો પ્રત્યે દયા રાખવી તે કરુણા. કોઈ પણ દુઃખી જીવ પ્રત્યે મનમાંથી દર્દનો ભાવ ઉત્પન્ન થવો તે કરુણા કહેવાય છે. કરુણાને અનુકંપા પણ કહે છે અને સમ્યક્ત્વના પાંચ લક્ષણો પૈકી અનુકંપા ચોથું લક્ષણ છે. તેથી બાર ભાવનાની પૂર્વભૂમિકારૂપ ચાર ભાવનામાં કરુણાને સ્થાન આપવામાં આવ્યું છે. આજના કાળમાં મનુષ્ય સંવેદનાહીન બની ગયો છે. પરિણામે તેનામાં કરુણા અર્થાત્ વયા - અનુકંપા રહી નથી. જો મનુષ્ય દરેક જીવમાં આત્મભાવ અનુભવે તો કરુણા આર્પોઆપ પ્રગટ થયા વિના રહે નહિ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે અપૂર્યનું તો ભગવદ્ગીતામાં કહ્યું છે કે આપ સપૂતળું - પોતાના આત્મા પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક જેવો જ બીજાનો આત્મા છે. મને જે ગમે તે બીજાને પણ ગમે છે અને મને જે નથી ગમતું તે બીજાને પણ નથી ગમતું. દા.ત. મને જીવવું ગમે છે તેમ દરેક જીવને જીવવું ગમે છે. જેમ મને દુઃખ નથી ગમતું તેમ બીજાને પણ દુઃખ નથી ગમતું. મને જેમ સુખ ગર્મ છે તેમ સૌને સુખ ગમે છે. આ રીતે તેને અન્ય જીવો પ્રત્યે કરુણા પેદા થાય છે. આ કરુણા શરૂઆતમાં પોતાના સ્વજન સંબંધી અંગે પેદા થાય છે અને ત્યાર બાદ તેનો વિસ્તાર થતાં દરેક મનુષ્ય પ્રત્યે કરુણા પેદા થાય છે. છેવટે મનુષ્યેતર અન્ય પ્રાણીઓ જેવાં કે બેઈન્દ્રિય, મેઈન્દ્રિય, ચારિન્દ્રિય અને પંચેન્દ્રિય કે પશુ-પક્ષી વગેરે તથા નરકના જીવો અને તેથીય આગળ વધીને સ્થાવર ો વનસ્પતિ, પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વાયુકાયના જીવો પ્રત્યે પણ કરુણા પેદા થાય છે. તો ક્યારેક કોઈક જીવમાં ઉચ્ચ કક્ષાની કરુણાનો પાદુર્ભાવ થાય તો તેનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. આવી ઉચ્ચ કક્ષાની કરુણામાં તે જીવ દરેક જીવને મોક્ષ પ્રાપ્ત કરાવવાની ભાવના ભાવે છે. પંડિતશ્રી રૂપવિજયજીએ સ્નાત્રપૂજામાં કહ્યું છે કે જો હોતે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી। આ કરુણા ભાવના જ જિનશાસનનું હાર્દ છે. તે માટે શ્રી ચિત્રભાનુજાએ કહ્યું છે કે દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ । કરુણાભીની આંખોમાંથી અશ્રુનો સ્રોત વહે ।। માધ્યસ્થ ભાવના ચોથા ક્રમે માધ્યસ્થ ભાવના આવે છે. માધ્યસ્થ એટલે તટસ્થતા અર્થાત્ સમતા. આ ભાવનામાં રાગ અને દ્વેષ બંને સમપ્રમાણમાં હોય છે અથવા ન તો રાગ વધુ હોય છે કે દ્વેષ વધુ હોય છે. આ ભાવનાને ઉપૈયા ભાવના પણ કહેવામાં આવે છે. આ સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે કે પરીપોપ ને સર્વેક્ષણ) અન્યના દોષોની ઉપેક્ષા કરવી, તેને મહત્ત્વ ન આપવું, તો શાંતસુધારસમાં કહ્યું છે ન છે કે ઉપેક્ષળ દુષ્ટષિયામુપેક્ષા। અર્થાત્ અન્યના ધનની ચોરી કરનાર, પરસ્ત્રીનું સેવન કરનાર, હિંસા અને અન્યાયનું આચરણ કરનાર એવા દુષ્ટ બુદ્ધિવાળાની ઉપેક્ષા કરવી કારણ કે આવા લોકો ઉપદેશને યોગ્ય નથી. જો વ્યક્તિમાં ઉદાસીનતા અર્થાત્ ઔદાસીન્ય ભાવ હોય તો માધ્યસ્થ ભાવના તેના માટે સહજ સાધ્ય બની જાય છે. જ સમાજમાં સજ્જન મનુષ્યો કરતાં દુર્જન મનુષ્યોની સંખ્યા વધારે છે, તે કારણે દુર્જનોના હિતની ચિંતા સજ્જન મહાપુરુષો તેના માટે વધારે પ્રયત્ન કરે છે ત્યારે કોઈક જ તે પ્રયત્નોને હકારાત્મક રીતે ગ્રહણ કરે છે. બાકી બહુધા તે દુર્જનોને સજ્જન પુરુષો દ્વારા કરવામાં આવેલ પરોપકારમાં પણ સ્વાર્થની ગંધ આવે છે અને તે દુર્જનો એમ જ માને છે કે જગતમાં કોઈ નિઃસ્વાર્થભાવે કાર્ય કરતું નથી. આ પરિસ્થતિમાં સજ્જનો તે દુર્જનોને સુધારવા માટે ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તે જીવની ભવિતવ્યતા જે એવા પ્રકારની તે પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ
SR No.526098
Book TitlePrabuddha Jivan 2016 09
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy