________________
પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક
પૃષ્ઠ ૭૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : થઈ જાય. એ દીન હોય, હિંસક હોય, ધર્મ વિનાનું જીવન જીવતા હોય તો એના તરફ જોઈને મનમાં એમ ન થાય કે આ લોકો કેવા આ સામાન્ય છે અને હું કેવો મહાન છું!
ન
એ સાધકને તો એમ થાય કે આ આત્માઓ પણ સત્વરે ધર્મના પંથે ચઢે, મોક્ષગામી બને – જ્યારે એમ થતું જોવા ન મળે ત્યારે સાધકના હૃદયમાંથી કરુણાનો સ્રોત વહે, એ જીવો માટે કલ્યાણની ઝંખનાની અખંડ ધારા હૃદયમાં વહેવા માંડે. આનું નામ છે મધ્યસ્થ ભાવના.
ધર્મના માર્ગે ચાલવા માંડ્યા પછી પાછું વળીને જોવાનું ઉર્ધ્વગમન કરી રહેલી સાધક પોતાની અનેક ભાવશ્રેણીનો સાક્ષી બને છે. અન્યને પણ નિહાળતો રહે છે. કોઈ માર્ગ ભૂલેલો આત્મા મળી જાય તો એને સાર્યા પંથ બતાવે છે જરૂર, પણ જો સામેની વ્યક્તિ તે પંથે ન ચાલે તો તે તટસ્થ રહે છે. આ તટસ્થ રહેવું થોડું મુશ્કેલ છે.
પણ આ ક્ષણ જ કોકટીની છે. સ્વસ્થતા જાળવવી, અંતરથી નિર્લેપ રહેવું અને અન્ય માટેની શુભેચ્છા ક્યારેય ડગવા ન દેવી. એ વિકટ હોવા છતાં સાધકની સાધનાની કોટી છે. એ ક્ષર્ગ સમતા જાળવી રાખવી તેનું નામ કારુણ્ય ભાવના.
પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશ્લેષક પ્રબુદ્ધ જીવન ઃ ભાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર
જ (મૃત્યુ પામેલા આત્માની) પાછળ પાછળ જાય છે. એટલે પોતાની સહાયતા માટે હમેશાં ધર્મનો સતત સંચય કરવો જોઈએ! બૌધ્ધ ધર્મમાં ધર્મભાવના વિશે જોઈએ તો, ધમ્મપદ’(૮૬)માં
કહ્યું છે,
જે લોકો ધર્મને યોગ્ય રીતે સમજે છે, અને તે પ્રમાણે આચરણ કરે છે, તેઓ મૃત્યુના ઘોર કષ્ટથી નિર્ભય બની જાય છે.’ આ ધર્મ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું,
धम्मं चरे सुचरितं न नं दुच्चरितं चरे ।
મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારુણ્ય ભાવનાઓ શીખવતું આ ગીત છે. જેના મન પર આ ભાવનાઓનો સુવર્ણક્ષેપ ચઢી જાય છે તે અંતરમાં ઘૂંટાતા વેર, વિરોધ કે વૈમનસ્યથી સાવ મુક્ત થઈ જાય છે.
ધમ્મ નારી સુરતું સેતિ, અશ્મિ, જો પશ્વિ વા
‘મનને વશ કરીને ધર્મને પોતાનું પ્રધાન ધ્યેય બનાવવું જોઈએ અને જગતના તમામ જીવોની સાથે એવો વર્તાવ કરવો, જેવો આપણે આપણા માટે કરતા હોઈએ.’
આ સંદર્ભમાં બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથ 'ધમ્મપદ' કહે છે, ઉત્તમ ધર્મને નહીં સમજનારી વ્યક્તિના એકસો વર્ષના જીવનની અપેક્ષાએ ઉત્તમ ધર્મને જાણનારા મનુષ્યનો એક દિવસ સારો છે.’
ધર્મનો આવો મહિમા અન્ય ધર્મોએ પણ કર્યો છે. ચીનના કન્ફ્યુશિયસ ધર્મમાં કહ્યું છે, 'જેમ ધનસંપત્તિ ઘરને સુશોભિત કરે છે, એ જ રીતે ધર્મ મનુષ્યને સુશોભિત કરે છે.’
તો યહૂદી ધર્મમાં લખ્યું છે કે, ‘ધર્મનું સાચું પાલન કરનારની ધર્મ સદા રક્ષા કરે છે.’
સિદ્ધસેન દિવાકરસૂરિજી કે હરિભદ્રસૂરિજી જેવા અલૌકિક વિદ્વાનો જૈન ધર્મની પ્રસંશા કરે છે કે તેની સાધના કરવાનું કહે છે તેનું કારણ એ છે કે જૈન ધર્મ મહાનતાનો આવો પંથ બતાવે છે અને તે પંથે ચાલનારને મહાન બનાવે છે. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન કે મહાન નાટ્યકાર બર્નાર્ડ શો જૈન ધર્મની પ્રશંસા
ધર્મ ભાવતા (અનુસંધાન પૃષ્ટ ૫૯ થી ચાલુ)
એટલા માટે કરે છે કે તેની તાત્ત્વિક ભૂમિકા આ સૌ વિદ્વાનો જાણી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે જૈન ધર્મ પોતાના સિદ્ધાંતના બળ ૫૨ વ્યક્તિને પરમેષ્ટિ બનાવે છે. આ વિશ્વ પર જેની મહાન પ્રતિભા છવાઈ છે તેવા મહાત્મા ગાંધી જૈન ધર્મના અહિંસા નામના સિદ્ધાંતને એટલા માટે અપનાવી ચૂક્યા છે કે તેમને પ્રતીતિ થઈ છે કે જૈન ધર્મની અહિંસા આઝાદી પદા આપે છે અને ઉન્નતિ
પણ આપે છે.
મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવના જૈન ધર્મની ઉદારતાની પરાકાષ્ટા છે.
જ્યારે સર્વોચ્ચ ધર્મ વિશે તાઓ ધર્મએ કહ્યું, ‘મનુષ્ય નિર્માણ અને સંરક્ષણ કરે, અહંકાર ત્યાગ કરીને કર્મ કરે, ફળની આશા છોડીને કાર્ય કરે અને વિનાશ વિના વિકસિત થાય, એને સર્વોચ્ચ ધર્મ કહેવામાં આવે છે."
જ્યારે પારસી ધર્મમાં તો કહ્યું છે, જેઓ મારા કથન અનુસાર આચરણ નહીં કરે, એમને માટે જીવનના અંતે નર્ક લખેલું છે.’ જાપાનના ચિન્હો ધર્મએ અધર્મીઓને અંધ સાથે સરખાવતાં કહ્યું, ‘જે લોકો પૃથ્વી પર ધર્મનું આચરણ કરતા નથી, અન્ય લોકોને મદદ કરતા નથી અને પોતાના દિવંગતોનો સ્મરણોત્સવ મનાવતા નથી, એ બધા અંધ છે.”
આ જ રીતે ધર્મના આચરણ અને ધર્મના ફળ વિશે પણ ઘણી વિચારધારા થયેલી છે. એનો મર્મ એટલો જ છે કે ઉમદા આચરણથી ઉત્તમ ધર્મનું પાલન કરવું જોઈએ.
આ રીતે તુલનાત્મક અભ્યાસથી ધર્મ ભાવનામાં જુદા જુદા ધર્મોનો પડતો મંગલ ધ્વનિ સંભળાય છે. વર્તમાન સમયમાં
ધર્મોના તુલનાત્મક અભ્યાસનો સવિશેષ મહિમા છે અને એ રીતે એક ધર્મનું બીજા ધર્મ સાથેનું સામ્ય જોઈને મનુષ્યજાતિ પરસ્પર સંપ અને ભાઈચારાથી રહે એવી આની પાછળની ઉંમદા ભાવના છે.
જીવન : બાર ભાવના વિશેષાંક
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક " પ્રબુદ્ધ
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :