________________
જિન-વચન . ઉપશાંત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે जहा भुयाहि तरिउं दुक्करं रयणायरो । तहा अणुवसन्तेणं दुक्करं दमसागरो ।।
| (૩. ૨૬-૪૨) જેમ ભુજાઓથી સમુદ્ર તરી જવો દુષ્કર છે, તેમ ઉપશાંત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે. Just as it is very difficult to cross the ocean swimming with arms, similarly, it is very difficult for one who is not pacified, to cross the ocean of self-control..
ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “ગિન 4ન' માંથી
‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી
પ્રબુદ્ધ જીવન: બાર ભાવના વિશેષાંક
ઓગસ્ટ ૨૦૧૬ _ આયમન. મોક્ષમાર્ગના દ્વારમાં પ્રવેશ કોને મળે ?
મોક્ષના દ્વારે મોટી ભીડ જામી હતી. મહામાનવ સમુદાયમાંના પ્રત્યેક માનવને મોક્ષમાં જવું હતું. દિગંતમાં જવું હતું. દિગંત એટલે જ્યાં દશે દિશાઓ વલય પામે તે સિદ્ધાલય, પરંતુ દિગંતના માર્ગે જવાનું દ્વાર ખુલતું ન હતું. દ્વારપાળ દ્વાર ખોલતો નહોતો. કેટલાક પંડિતોએ-વિદ્વાનોએ આગળ આવીને કહ્યું, ‘અમે જ્ઞાની છીએ, અમે હજારો શાસ્ત્રો વાંચ્યા છે. લાખો લોકોને ધર્મોપદેશ આપ્યો છે, અમારે મોક્ષમાં જવું છે, દ્વાર ખોલી નાખો !” ' દ્વારપાળે કહ્યું, ‘અહીં શાસ્ત્રોનું મૂલ્ય નથી, અનુભવનું મૂલ્ય છે. સ્વાનુભૂતિનું મૂલ્ય છે. જનોપદેશની કિંમત નથી. ઉપદેશનું મૂલ્ય છે-તમને મોક્ષમાં પ્રવેશ નહીં મળે !' | ભીડમાંથી કુશકાય, તપસ્વી, મુનિ, સંન્યાસીઓ આગળ આવ્યા અને તેઓએ કહ્યું કે, “અમે ઘોર તપસ્યા કરી છે. કેટલાય ઉપવાસ કર્યા છે, કષ્ટદાયી વ્રત-નિયમોનું પાલન કર્યું છે. અમારે માટે મોક્ષનું દ્વાર ખોલો.’ ' દ્વારપાળે કહ્યું કે, ‘આ વ્રત-નિયમોનું પાલન અને તપ-ત્યાગ તમે કઈ ભાવનાથી કર્યું હતું તે જાણવું પડશે...હા તમે તે યશ-પ્રતિષ્ઠા માટે માન-સન્માન પામવાની ઇચ્છાથી અને સ્વર્ગના સુખો પામવાની ઈચ્છાઓથી આ બધું કર્યું હતું. માત્ર તપ-ત્યાગ અને વ્રતનિયમોનું પાલન કરનારાઓ માટે મોક્ષદ્વારમાં પ્રવેશ નથી મળતો. બાહ્યતપ સાથે અંતરતરની જરૂર હતી. કામેચ્છારહિત તપની જરૂર હતી. તમે ધર્મક્રિયાઓ કરી હતી, પરંતુ ધર્મધ્યાન કર્યું ન હતું માટે અહીં પ્રવેશ ન મળે...અહીંથી પાછા જાઓ.’ | ભીડ કંઈક ઓછી થઈ તો કેટલાક લોકો આગળ આવ્યા અને બોલ્યા, ‘અમે સમગ્ર જીવન પરોપકારમાં વ્યતીત કર્યું છે, દાન કર્યું છે માટે અમને પ્રવેશ મળવો જોઈએ. ' દ્વારપાળ કહે, ‘તમારા દાન પાછળ પ્રચ્છન્ન અહંકાર અને પરોપકાર પાછળ પ્રતિષ્ઠા પામવાની ઈચ્છા છુપાયેલી હતી. શુદ્ધ ભાવના વગર કરેલા જીવોપકારની અહીં કશી જ કિંમત નથી !' | ભીડ ચાલી ગઈ, પરંતુ સૌથી પાછળ એક મનુષ્ય ઊભો હતો. દ્વારપાળે એને પૂછ્યું, ‘ભાઈ તું હજુ કેમ ઊભો છે ? અહીં શા માટે આવ્યો છે?' તેણે કહ્યું. “કોણ મને અહીં લઈ આવ્યું છે તેની મને ખબર નથી. મારી પાસે શાસ્ત્રજ્ઞાન નથી. મેં ઘોર તપ કે વ્રતો કર્યા નથી કે કઠોર નિયમો પાળ્યા નથી. આમ મારી પાસે કશું નથી.’ | ‘હા, કોઈ જીવ સાથે શત્રુતા ન હતી. કોઈને હું નડ્યો નથી. સૌને માટે મારા હૃદયમાં પ્રેમ છે. મૈત્રીભાવનું ગાન મારા હૃદયમાં સતત ગુંજન કરે છે, કોઈને દુ:ખી જોઈ મારા નયનો કરુણાજળથી છલકાઈ ઊઠતા. સંતો અને સજ્જનોને જોતાં મારું હૃદય પ્રમોદભાવથી પુલકિત થતું. મારા પ્રત્યે અયોગ્ય વર્તન કરનાર પરત્વે મને દ્વેષ ન આવતો પણ માધ્યસ્થ ભાવ વડે હું તેમની ઉપેક્ષા કરતો, પરંતુ આટલા માત્રથી મોક્ષ માર્ગે જવાની, પ્રવેશદ્વારમાં પ્રવેશની મારી યોગ્યતા પ્રાપ્ત થતી નથી, માટે હું પણ પાછો વળું છું. પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે દ્વારપાળે તેને માટે મોક્ષમાર્ગનું દ્વાર ખોલી નાખ્યું હતું. - આ એક ઉપનય કથા છે. વાસ્તવમાં મોક્ષદ્વારેથી આપણે કરોડો જોજન દૂર છીએ. આપણે તો એ માર્ગે જવા તત્પર છીએ એટલે આ દૃષ્ટાંતકથાનું ચિંતન કરતા જીવનમાં મોક્ષમાર્ગે જવાના ગુણોનું સ્પષ્ટીકરણ થશે.
માત્ર જ્ઞાની કે પંડિત થવાથી એ માર્ગે જઈ શકાશે નહીં. જ્ઞાન સાથે ભાવયુક્ત ક્રિયા ભળે તો મોક્ષદ્વારે જઈ શકાશે.
• ગુણવંત બરવાળિયા
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે નક્કડ્યું એટલે નવા નામે ૩. તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ પ.પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું “પ્રબુદ્ધ જીવન'
૯૫૩ થી 0 શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી
અર્ધમાસિક અને ત્યારબાદ માસિક D ૨૦૧૬ માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૪મા વર્ષમાં પ્રવેશ O ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન’ અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી
અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૪, 0 કુલ ૬૪મું વર્ષ, o ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંસ્થાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. 0 ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે જેની સાથે તંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં.
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મકમચંદ શાહ જભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ ડૉ. ધનવંત તિલકરાય શાહ
પ્ર૪ 0g
આ અંકનું મુખપૃષ્ઠ સત્તરમી સદીમાં લખાયેલી બાર ભાવનાની હસ્તપ્રતનું પ્રથમ પૃષ્ઠ છે. મંગલાચરણમાં કહે છે કે, પ્રથમ પાર્થ પ્રભુને વંદન કરી, આચાર્ય ભગવંતોનો આધાર લઈ જવીજનોના હિત માટે ‘બાર ભાવના'નું વાંચન કરીશ. અને બાર ભાવનાના નામ નિર્દેશ કરી આ કૃતિની શુભ શરૂઆત કરી છે. સૌજન્ય : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-આચાર્ય શ્રી કેલાસ સાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા-ગાંધીનગર.