________________
પૃષ્ઠ ૨ ( પ્રબુદ્ધ જીવન છે જૈન ધર્મ અને અન્ય ધર્મની આવશ્યક ક્રિયાઓ વિશેષાંક - ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૫
યમન
જિન-વચન કોલ અને માતનો ત્યાગ કરે છે તે પૂજ્ય છે.
જાપાધુ ખુમાવવા ઉપર કથા
तहेव डहरं व महल्लगंवा इत्थी
वुमं पव्वइयं गिहिं वा। नो हीलए नो वि य खिंसएज्जा थंभं च कोहं च चए स पुज्जो ।।
(૬, ૬-(૨)-૮)
બાળક હોય કે મોટા માણસ, સ્ત્રી હોય કે પુરુષ દીક્ષિત હોય કે ગૃહસ્થ, ગમે તે હોય, પરંતુ જેઓ કોઈની નિંદા કરતા નથી કે તિરસ્કાર કરતા નથી, તેમ જ જેઓ ક્રોધ કે માનનો ત્યાગ કરે છે તેઓ પૂજ્ય છે.
Whether a child or an elderly person, a man or a woman, a monk or a householder-Whoever he or she may be, but the one who neither backbites nor hales other and who neither loses temper nor becomes arrogant, commands respect.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘fઝન વૈવનમાંથી)
‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી
ઉજ્જયિની નગરીમાં ચંડદ્રાચાર્ય નામે આચાર્ય હતો. કર્મયોગે આચાર્યશ્રી શિષ્યોની અલના સહન કરી શકતા ન હતા. આથી તેમને ઘણો સંતાપ થતો અને ક્રોધી થઈ જતા. આ ક્રોધ એ પોતાનો મહાન દોષ છે, તે એ સમજતા હતા. આવા દોષના પ્રસંગો વારંવાર ન બને તે માટે સમુદાયથી થોડે દૂર રહેતા.
એક દિવસ પાંચ-સાત તોફાની યુવાનો મજાક-મસ્તી કરતા ત્યાં આવી પહોંચ્યાં. એમની સાથે નવો પરણેલો ભદ્રસેન નામનો એક યુવાન હતો. યુવાનોએ મશ્કરી કરતા કરતા સાધુઓને કહ્યું કે, અમારા આ મિત્રને દીક્ષા આપો, તેનું માથું મુંડી નાખો.' સાધુઓ સમજી ગયા કે આ યુવકો ફક્ત ટીખળ કરવા આવ્યા છે. સાધુ સમુદાયે અલગ બેઠેલા ગુરુ મહારાજને બતાવ્યા અને તેમની પાસે જવાનું કહ્યું.
એટલે એ ટોળકી આચાર્યશ્રી ચંડરૂદ્રસૂરિજી પાસે આવીને પણ તેવી જ રીતે ભદ્રસેનની મશ્કરી કરવા લાગ્યા. તેથી આચાર્યશ્રીને ક્રોધ આવતા રાખોડી મંગાવી. ભદ્રસેનના માથે ચોળી વાળનો લોચ કરી નાખ્યો અને નવા પરણેલા ભદ્રસેનને દીક્ષા આપી દીધી. આથી સાથે આવેલા મિત્રો સ્તબ્ધ થઈ ગયા અને ત્યાંથી નાસી ગયા. | નવ દીક્ષિત ભદ્રસેન સાધુએ આચાર્યને કહ્યું, ‘ગુરુજી તમે મારા મિત્રોએ મશ્કરીમાં કહેવાથી મને દીક્ષા તો આપી દીધી પરંતુ મારા લગ્ન તો તાજેતરમાં જ થયેલા છે. મારા સાસરિયાને મારી દીક્ષાની વાતની ખબર પડશે તો તરત જ તેઓ અહીં આવીને ધમાલ કરશે માટે આપણે બંને અહીંથી દૂર જતા રહીએ. એમ કહી, રાત્રિના સમયે આચાર્યશ્રી વયોવૃદ્ધ હોવાથી, પોતાના ખભે બેસાડી ત્યાંથી ચાલી નીકળ્યા. અંધારી રાત્રિ હોવાથી ઊંચા નીચા રસ્તામાં ચાલતા ગુરુ મહારાજને આંચકા લાગતા હતા. તેથી ગુરુ મહારાજને ક્રોધ આવતા પોતાના હાથમાં રહેલો ડાંડો નવદીક્ષિત ભદ્રસેનના માથામાં માર્યો. તાજો જ લોચ કરેલો હોવાથી શિષ્યના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યારે નવદીક્ષિત શિષ્ય સમતા રાખી, મનમાં ચિંતવે છે કે મારા લીધે ગુરુ મહારાજને ખૂબ કષ્ટ થાય છે, મારાથી ગુરુને ઘણી અશાતા થાય છે. એમ નૂતન મુનિ પોતાના દોષોને જોતાં ગુરુ ભક્તિથી શુભ ધ્યાને ચડ્યા અને ક્ષપક શ્રેણી પર ચડીને કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાની એવા ભદ્રસેન મુનિને જ્ઞાનના યોગે રસ્તો બરાબર દેખાતા તે ગુરુને આંચકો ન આવે તેવી રીતે બરાબર ચાલવા લાગ્યા. તેથી આચાર્યશ્રીએ પૂછ્યું, ‘તું હવે આ અંધારી રાત્રિ હોવા છતાં કેવી રીતે બરાબર ચાલવા માંડ્યો.' શિષ્ય નમ્રતાથી કહ્યું, ‘આપની કૃપાથી, જ્ઞાનથી હવે રસ્તો બરાબર જાણી શકાય છે.' ગુરુએ પૂછ્યું, ‘જ્ઞાન પ્રતિપાતી કે અપ્રતિપાતી છે.” શિષ્ય કહ્યું, ‘અપ્રતિપાતી.' આ સાંભળતાં જ આચાર્યશ્રી ભદ્રસેન મુનિના ખભા ઉપરથી ઉતરી ગયા અને કેવળજ્ઞાની શિષ્યને ખમાવે છે. પોતાથી થઈ ગયેલ ક્રોધના કારણે જે અપરાધ થયો તે માટે તેઓ અત્યંત પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપ કરતા પોતાની જાતની નિંદા, ગર્તા કરતા કરતા આચાર્યશ્રી શુભ ધ્યાને ચઢે છે અને ક્ષપક શ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા. આવી રીતે ભાવપૂર્વક પશ્ચાતાપ કરતા, ખામણા ખામતા અનેક ભવ્ય જીવો કેવળજ્ઞાન પામ્યા છે. * * *
૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું
એટલે નવા નામે ૩. તરૂણ જેન - ૧૯૩૪ થી ૧૯૩૭ ૪, પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯- ૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' - ૧૯૫૩ થી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી,
એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
૨૦૧૫ માં 'પ્રબુદ્ધ જીવન’નો ૬૩મા વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન” અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩
એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી *પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૩. • કુલ ૬૩મું વર્ષ. • ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબ સાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો.
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલું મો ક્રમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડો, રમણલાલ ચી. શાહ
પારિભાષીક શબ્દના અર્થની સમજણ : ક્ષપક શ્રેણી = મહનીય કર્મનો ક્ષય કરતો સાધુ ૮થી ૧૨ ગુણસ્થાન પર આરુઢ થાય છે એ પક
શ્રેણી કહેવાય. અપ્રતિપાતિક અવધિજ્ઞાનનો એક પ્રકાર જે આવ્યા પછી જાય નહિ. કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી ટકી
ગુણસ્થાન = મોહ તથા મન, વચન, કાયાની પ્રવૃત્તિને કારણે જીવના અંતરંગ પરિણામોમાં હાનિ
વૃદ્ધિનું નામ ગુણસ્થાન છે. સમ્યગુ દર્શનાદિ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષ તે ગુણસ્થાન. સામાન્ય અલ્પ વીતરાગ પરિણામથી માંડીને ઉત્કૃષ્ટ પરિણામોની વૃદ્ધિના ક્રમને ૧૪ શ્રેણીમાં વિભાજિત કર્યું છે તે ૧૪ ગુણસ્થાન છે.
- ડૉ. રશ્મિ ભેદા
છેઅરજી કરી
રહી શકે
છે.
આ
જ હા