SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ : જીવનધારા દેસાઈ Dડૉ. કુમારપાળ જયભિખ્ખુ ૨૬-૬-૧૯૦૮ : ૨૪-૧૨-૧૯૬૯ હું [‘મા શારદા હવે હું કલમને ખોળે છઉં' સાહિત્ય ક્ષેત્રે આવી પ્રતિજ્ઞા લેનાર અને એવું જીવન જીવનાર વીર નર્મદ પછી બહું ઓછા સાહિત્યકારો ગુજરાતી સાહિત્ય જગતને પ્રાપ્ત થયાં છે. પોતાના જીવન કાળ દરમિયાન સાહિત્યના વિવિધ સ્વરૂપના લગભગ ૩૦૦ પુસ્તકોનું વિપૂલ સાહિત્ય સર્જન કરનાર વિદ્વાન સર્જક 'જયભિખ્ખુ' આવી પ્રતિજ્ઞા લેનારામાંના એક. ગુજરાતી સાહિત્ય અને સમાંતરે જ જૈન સાહિત્યની ‘જયભિખ્ખુ'ની સેવા એક અવિસ્મરણિય અને વિરલ ઘટના છે. માત્ર ૬૧ વર્ષના આયુષ્ય કાળમાં ૪૦ વર્ષ એમણે કલમને ખોળે ધર્યાં. ૯ ‘જયભિખ્ખુ’નું સાહિત્ય જેવું ઉમદા અને પ્રેરક, એવું જ એમનું જીવન. એમના ‘જવા મર્દ”, ‘એક કદમ આગે' અને ‘ગઈ ગુજરી' જેવા પુસ્તકોમાં એમનું બાળ જીવન વાંચીએ તો વાચકને અપેક્ષા જાગે કે આપણને એમની પાસેથી એક ઉત્તમ આત્મકથા કેમ ન મળી? પરંતુ ‘જયભિખ્ખુ' સર્વદા ‘સ્વ’થી પર જ રહ્યા અને ‘સર્વ'ના બની રહેવામાં જ એમણે પોતાનો જીવન આદર્શ માન્યો, એટલે જ એમણે સર્વને માટે સાહિત્ય દીક્ષા લીધી. 'જયભિખ્ખુ' તો એમનું સાહિત્ય નામ. જન્મ નામ તો બાલાભાઈ અને હુલામણું નામ ભીખાલાલ, પત્નીનું નામ શ્રીમતી વિજયાબહેન. આ બન્ને નામોનો સમન્વય કરી સાહિત્ય નામ ધર્યું 'જયભિખ્ખું.' 'ન્યાયતીર્થ' અને 'તર્કભૂષણ' જેવી પદવી પ્રાપ્ત કરનાર અને ધૂપસળી જેવું જેમનું જીવન અને શબ્દો છે, તેમજ પ્રત્યેક પળે ‘પ્રેમના ઊભરા’ જેવું જીવન જીવનારા આ સર્જકના સાહિત્ય સર્જન અને જીવન ઉ૫૨ ડૉ. નટુભાઈ ઠક્કરે પીએચ.ડી. માટે એક શોધ પ્રબંધ તો લખ્યો છે જ, પરંતુ એમના પ્રેરક જીવન પ્રસંગો અને જીવન ચરિત્રથી ગુજરાતી સાહિત્ય વંચિત રહે તો ગુજરાતી પ્રજા માટે એ મોટી ખોટ ગણાય જ. આદર્શ વ્યક્તિનું જીવન ચરિત્ર લખવા માટે માત્ર ત્રણ વ્યક્તિઓ જ અધિકારી છે, એમના સંતાનો, શિષ્યો અને ભક્તો. મિત્ર કુમારપાળભાઈમાં ‘જયભિખ્ખુ' માટે આ ત્રણનો સમન્વય તો ખરો જ ઉપરાંત પોતેય શબ્દશિલ્પી છે. ૨૦૦૮ નું વર્ષ ‘જયભિખ્ખુ'નું શતાબ્દી વર્ષે. આ વર્ષ દરમિયાન જ એમની પ્રેરક જીવનકથા “પ્રબુદ્ધ જીવન'ના વાચકને પ્રાપ્ત થાય એવી અમારા મનમાં મંછા ઊગી, અને કુમારપાળભાઇને અમે પ્રેમાગ્રહ કર્યો. એમણે સંકોચ દર્શાવ્યો, સ્વાભાવિક છે. પણ ચર્ચા-ચિંતનમાં અમે એમને પ્રેમથી મહાત કર્યા. પરિણામે આ અંકથી અર્થ રસ ભરી 'જયભિખ્ખુ જીવન ધારા' વાચકોના હૃદય કમળમાં ધરતા અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. શ્રદ્ધા છે કે આ પ્રે૨ક જીવન કથાના આંદોલનો આપના જીવનને એક પ્રબુદ્ધ ભાવ તરફ નક્કી દોરી જશે. આ કથા અને કુમારપાલભાઈના શબ્દોનું આપણે અંતરથી સ્વાગત કરીએ. -ધનવંત શાહ ] ૧. તારાની સૃષ્ટિમાં માતાની શોધ આજથી એકસો વર્ષ પૂર્વે કાઠિયાવાડના એક ખૂણામાં બોટાદ પાસે આવેલા નાનકડા વિંછીયા ગામમાં ભાલાભાઈ (‘જયભિખ્ખુ')નો જન્મ થયો. એ સમય હતો વિ. સં. ૧૯૬૪ની જેઠ વદ તેરસ અને શુક્રવારની સવારના સાત વાગ્યાનો; પરંતુ એ સમયે ઘરમાં કે આસપાસ પુત્ર જન્મનો લેશ પણ આનંદ નહોતો. માતા પાર્વતીબહેનની એક આંખમાં ઉદાસીનતા અને શ્રી આંખમાં પુત્રજન્મનો ઉલ્લાસ હતો. ઉદાસીનતા એ માટે કે આ અગાઉ એમની ક્રૂખે બે પુત્ર અને ત્રણ પુત્રીઓએમ પાંચ સંતાનો જન્મ્યાં હતાં, પરંતુ એમાંથી ચાર સંતાનો બે કે ચાર વર્ષની વયે ગુજરી ગયાં હતાં. માત્ર એક દીકરી હીરાબહેન (ફુલામકનું નામ શકરીબહેન) જીવતી હતી. એથી પુત્રનો જન્મ થતો ત્યારે પાર્વતીબહેનની આંખમાં માતાને સહજ એવો આનંદ એટલા માટે ઓછો વરતાતો કે એમને મારું આ બાળક વિધાતા છીનવી તો નહીં લે ને એવો ભયનો ઓથાર મન પર સતત ઝળ્યા કરતો હતો. પાર્વતીબહેનની દશા એવી દોહ્યલી હતી કે એક બાજુ પુત્રપ્રાપ્તિ માટે કેટલીય બાધા-માનતા રાખતા હતા અને બીજી બાજુ પુત્ર પ્રાપ્ત થયા પછી એ જીવશે કે નહીં એની ચિંતા એમને કોરી ખાતી હતી. નવજાત શિશુને કોઈ એકાદ રોગ આવીને છીનવી તો નહીં જાય ને એવી દહેશત એમને તી કારભારી વીરચંદભાઈના ભર્યાભાદર્યા કુટુંબમાં સંતાન તરીકે ‘ભીખો' - એવું હુલામણું નામ ધરાવતા એક માત્ર બાલાભાઈ હતા. ‘ભીખો’ નામ પણ નાનકડા બાલાભાઈ પર કોઈની કૂડી
SR No.526005
Book TitlePrabuddha Jivan 2008 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size547 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy