SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ હિંચકે હિંચોળશે એની ખાત્રી. ઈસ્લામ જેવા ઉચ્ચ કોટિના ધર્મને એના જ બંદાઓ અપમાનિત કરી રહ્યાં છે. સાચો ધર્મ સમજ્યા નથી, એટલે એમાંના ‘સાચ'ને સમજાવવાની પાત્રતા એ ધર્મધૂરંધરોમાં નથી. અને ‘કાચા' યુવાનોમાં ‘કાચા’નું આરોપણ થાય છે. ભારતના મુસ્લિમ બંધુઓ ભારતમાં દુઃખી નથી જ. સરકારે એમને ખોબલે ખોબલે આપ્યું છે, એ બધાં અહીં સુરક્ષિત છે. એટલે હવે એ બધાંએ જ જગતના આતંકવાદીઓને પોતાનો સંદેશો પહોંચાડવો પડશે. જે પોતાના ધર્મને સાચી રીતે સમજ્યા છે એમણે આ સંદેશો જગતને પહોંચાડવાનો છે. આ એમનો ‘ધર્મ’ છે. જો એ બધાં આ સંદેશાની ‘બાંગ’ નહિ પોકારે તો એમની બધી બાંગમાં શબ્દો હશે, પણ ખુદાને પામવાનો અને એ પરવરદિગાર પાસે પહોંચવાનો વિન નિહ હોય. પ્રબુદ્ધ જીવન ૨૬ મીની ઘટના વિશે ઘણું લખાયું. ઘણાં આર્કાશ થયા. ભુખ્યા મા વિષ્ટિ, ઉના, કીજાં સુજનનાં કર્મ, આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગ ધર્મ. પાર્થને કહાં ઈડર બાજા, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ બાંધવોના ભાઈચારાને ભયમાં મૂકનાર બધી ‘સેના’ આ દિવસે કયા પાટિયા શણગારવા ગઈ હતી? હજુ ઊંડા ઉતરીએ તો જણાશે કે આપણા સાંસદ સભ્યો અને પ્રધાનો આપણા સનદી અધિકારીઓના કેટલા બધાં ગુલામ છે. એ આપણને ખબર છે? આ પીઢ અને રૂક્ષ ત્વચાના અધિકારીઓ આપણે ચૂંટેલા પ્રતિનિધિને સ્પષ્ટ સંભળાવી દે છે કે ‘તમે તો ત્રણ કે પાંચ વરસ માટે છો પછી તો તમારે તમારા કામ કરાવવા અમારી પાસે જ આવવું પડશે !!' એટલે દેશ ઉપર રાજ તો અમાપ સત્તાધારી આ સનદી અધિકારીઓ જ કરે છે!! એ બધામાં કેટલા ભ્રષ્ટાચારી છે એ પ્રજા જાણે જ છે. અંગ્રેજોએ આપેલી આ સિસ્ટમ'ને મૂળમાંથી બદવાની જરૂર છે. આ અધિકારીઓ પોતાની ફરજમાં ક્યાં ગાફેલ રહ્યાં એની તપાસ શરૂ થઈ? ભ્રષ્ટાચારની નોટોના બંડલો સરકારી અધિકારીઓના ઘરમાંથી મળ્યા છે એ હકીકત પૂરવાર થઈ ચૂકી છે. હવે તો પ્રત્યેક દેશવાસીઓએ પોતાનું રક્ષણ કરવા પોતે જ સક્ષમ થવું પડશે. હવે હર પળ સર્વેએ એક જ પ્રાર્થના કરવાની કે આ સર્વ આતંકવાદીઓ પોતાના ધર્મને (આતંક ધર્મને નહિ) ‘સાચી’ રીતે સમજું. એ 'સાચી' રીતે સમજશે ત્યારે એ સર્વેને સર્બુદ્ધિ પ્રાપ્ત થશે. એવી સબુદ્ધિ એમને પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના પ્રત્યેક જીવ કરે અને આવી ઘટનાઓથી કોઈના પણ મનમાં નફરતના બીજનું રોપણ ન થાવ!! મા, પ્રેમ, કરુણા અને સબુદ્ધિ માટે પ્રાર્થના એ જ સાચા અને સુખના માર્ગો છે. આ ચિંતનમાં જ ભારતની મહાનતા છે. અને એટલે જ જગતે ભારતને મહાન કહ્યો છે. -કવિ ન્હાનાલાલ જ્યારે જ્યારે આવી કોઈ કટોકટી આવે છે ત્યારે આપણને કવિ ન્હાનાલાલે એમના મહાકાવ્ય ‘કુરુક્ષેત્ર’માં કૃષ્ણવિષ્ટિ સંદર્ભે લખેલી ઉપરની પંક્તિ યાદ આવી જાય છે. અને આપો યુદ્ધ એ જ કલ્યાણ' એવા અંતિમ પોકારો પણ કરીએ છીએ. પરંતુ યુદ્ધ એ ક્યારેય કલ્યાણ નથી. એ માત્ર શક્તિ અને અહંનું પ્રદર્શન છે. એ જો ‘કલ્યાા' હોત તો કુરુક્ષેત્રની અગણિત હિંસાનો આનંદ ન ઉઠત અને ઘણું અને ઘણાંને ગુમાવીને બધું મેળવ્યા પછી પણ બધું મૂકીને પાંડવોને હિમાલય જવું ન પડત. 'તમે આમ કર્યું એટલે હવે અમે આમ કરીશું, અમે પણ શક્તિશાળી છીએ' એવા પોકારો બૌદ્ધિક કે સંસ્કારી અભિગમ નથી. એ આક્રોશથી તો આવી ઘટનાના ગુણાકાર જ થવાના, પરંતુ ‘એવું’ અને આવું ન બને એ માટે એના મૂળનો તલસ્પર્શી અભ્યાસ કરવો જરૂરી છે. નિર્દોષ અને વફાદારોની આ શહદી માટે મહારાષ્ટ્ર કે રાષ્ટ્રના પ્રધાન મંડળે સામૂહિક પ્રાર્થના કરી? એ બધાં તો નવા નેતા ચૂંટવાની સ્વાર્થી કસરત કરવામાં વ્યસ્ત હતા!! આપણો દેશ અને આપણી જાત જેમને આપો સોંપી છે એમની આ સંસ્કારિતા!! એમના કરતાં તો શહિદ થયેલા અધિકારીઓના કુટુંબીજનોને સલામ કે જેમણે કોઈ આર્થિક મદદ લેવાની વિનયપૂર્વક ના પાડી આવા સમયે એક કરોડની કે લાખોની મદદની અને પોતાના હમદર્દી સ્વભાવની પબ્લિસિટીની તર્ક કયા રાજકારણી જતી કરે ? કોના જતી કરે ? આવા છે આપણા મહાનુભાવો ! ભાષાના નામે દેશના જે જે નિર્દોષ માનવ જીવોની હત્યા થઈ છે એ સર્વેના આત્માને પ્રભુ શાંતિ અર્પે. એ સર્વના કુટુંબીજનોને અને મિત્રોને આ દુ:ખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ અર્પે. આપણે બધાં કિંચિત રૂપે એ સર્વેને ઉપયોગી થઈએ. વ્યથિત હૃદયે મુંબઈ જૈન યુવક સંઘ પરિવારની આ શ્રદ્ધાંજલિ! અને ફરી નિષ્ક્રિય રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ આપણાથી ચૂંટાઈ ન જાય એના માટે સજાગ અને સતર્ક રહીએ. મતદાનના દિવસે રજા ગાળવા બહારગામ જવું અને મત આપવા ન જવું એ રાષ્ટ્રીય અપરાધ છે. આપણે સજાગ નિહ એ તો પછી આવી ઘટના વારે વારે થવાની જ. લોકશાહીમાં ફેરફાર કરવાનો તેમજ યૌવન લોહી જેમનામાં થનગનતું હોય, જેમનામાં સર્જનાત્મકતા અને દેશને સર્વ રીતે અર્પણ કરવાની ભાવના હોય એવી નિષ્ઠાવાન વ્યક્તિઓને રાજકારણમાં પ્રવેશવાનો અને એવા નવા પક્ષના ઉદયનો સમય પાક્યો હોય એવું લાગ છે. ૐ શાંતિ... ૐ શાંતિ... -ધનવંત શાહ
SR No.526005
Book TitlePrabuddha Jivan 2008 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size547 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy