________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
અદ્વૈત એવા આનંદને પામે છે.’ ૧૬મા શ્લોકમાં કહે છેઃ ‘પ્રેમના યોગ વિના વિજ્ઞાન પણ મારા સ્વરૂપને જોઈ શકતો નથી. જે અંતરમાં અને બહાર (વિશ્વમાં પ્રકટ) પ્રભુને નિરખતો ભક્ત (છેવટ) પ્રભુરૂપ
બની જાય છે.’
પ્રેમનું જીવનમાં મહત્ત્વ અનેરું છે. જીવનના અને જગતના તમામ ક્ષેત્રોમાં પ્રેમની ગુંજ કોઈ ને કોઈ રૂપે સંભળાતી જ હોય છે. બાળકને સ્નેહથી બોલાવીએ ત્યારે તેના મુખ પર જે સ્મિત પથરાય છે તે પ્રેમનું કેવું નિર્મળ સ્વરૂપ છે! આકાશમાંથી વરસતા જળબિંદુ ધરતીને હરિયાળી બનાવે છે. ધરતી પરનો એ કેવો સુંદર પ્રેમ છે! સંગીતના મધુર સૂરથી મનમાં ચૈતન્ય પ્રકટે છે. જીવન પ્રત્યેનો કેવો સુંદર પ્રેમ છે એ! પ્રેમના આમ અનેક પર્યાય નિહાળવા મળે છે. જૈન ધર્મમાં આત્માના અનંત ગુણ કહ્યાં છે. નવપદજીની પૂજામાં શ્રી પદ્મવિજયજી ‘જિનગુણ અનંત અનંત છે' તેમ કહે છે. શ્રી જૈન મહાવીર ગીતાના ‘પ્રેમયોગ’માં એક વિશિષ્ટ વિધાન ૧૮મા શ્લોકમાં જોવા મળે છેઃ અનના : પ્રેમ પાયા: શુદ્ધારયુદ્ધ ચાઃ એટલે કે શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપી પ્રેમના અનંત પર્યાય છે અને કર્માનુસાર જીવ ભોગવે છે. સંસાર પરિભ્રમણમાં આત્માને મહત્ત્વનો ભાગ આંતરિક સંવેદન ભજવે છે. પ્રભુ પ્રીત્યર્થ સેવેલો ઉત્કૃષ્ટ પ્રેમ શુદ્ધ હોય છે અને તે જ તારક બની શકે. મનના ખેલ પારખ્યા વિના સાધક સાો સાધક બનતો નથી અને ઉન્નતિ પામતો નથી.
પ્રબુદ્ધ જીવન
ધર્મશાસ્ત્રો હંમેશાં કહે છે કે જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે. ધર્મો રક્ષતિ રક્ષિતના પ્રયોગના ૨૧માં શ્લોકમાં આ વિધાન આવું છેઃ ‘મારો પ્રેમી ધર્મના રક્ષણ માટે જીવનની આહૂતિ આપી દે છે.” અને પછી તરત કહ્યું છે, 'એ વાસના તરફથી આકર્ષાઈને મોહાંધ થતો નથી.' ૨૦માં શ્લોકમાં કહે છે; ‘મૃત્યુ માટે જેને દ્વેષ નથી અને જીવન પ્રત્યે જે રાગી નથી તેવો મારા પ્રત્યે પ્રેમવાળો ભક્ત જૈન શાસનના વિકાસ માટે જીવે છે.’ સાચો ધર્મી કદીય દુઃખથી ગભરાય નહિ, ઉલટું, દુઃખનેં સામેથી આમંત્રણ આપીને પડકારે અને કર્મને ખપાવવા માટે પ્રચંડ આત્મિક પુરૂષાર્થ કરે, ‘પ્રેમોગ’ના ૧૯૦/૧૯૧માં શ્લોકમાં શ્રી મહાવીર વાણી આમ છે: “જે થાય છે તે બધું જ સારા માટે જ થાય છે, એમ ભક્ત માને છે છે છે. આથી જ તે મોહ પામતો નથી અને આત્માની ઉન્નતિ કરી શકે છે. મારા ભક્તની ઉપર પડતા મહાન દુઃખો તેમને માટે મોટા ઉત્સવ રૂપ હોય છે. તેનાથી તેમના કર્મનો નાશ થાય છે અને આત્માની ઉન્નતિ થાય છે.’
૨૧
તીર્થયાત્રા માટે કહ્યું છે. ‘સર્વ જાતિના મારા ભક્તો વિશ્વને શાંતિ આપનારા તીર્થોની સારી રીતે યાત્રા કરીને આત્મોન્નતિ પામે છે.’ (પ્રેમયોગ, ૨૬૨
પ્રભુ અને ભક્તનો આત્મા એક સમાન છે વાળી વાતનો નિર્દેશ જુઓઃ શ્રી મહાવીર કહે છેઃ ‘તેઓ (ભક્તો) દેહમંદિરના દેવો છે, મારૂં રૂપ અને તેમનું રૂપ એક જ છે, તેઓ સંસારના સર્વ કાર્યો કરતાં હોવા છતાં તેમાં તન્મય થતાં નથી.’ (પ્રેમયોગ, ૨૭૪) જૈનધર્મ માને છે કે સાચો ધર્મી સંસારમાં નિર્દોષ રહીને, ધર્મકાર્યો કરીને, છે ઉન્નતિ માટે પર્યત્નશીલ હોય છે. સમકિતી જીવ માટેની એક પ્રાચીન કડી જુઓ એટલે ઉપર્યુક્ત શ્લોકાર્થનો મહિમા વધુ સ્પષ્ટ થશેઃ સમકિતવંતો જીવડો, કરે કુટુંબ પ્રતિ પાળ અંતર્ગત ન્યારો રહે, અમ ધાવ ખિલાવત બાળ સિમકિતી આત્મા સાંસારિક કાર્યો કરે પણ મનથી તેમાં વિઘ્ન થાય નહિઃ જેમ ધાવમાતા રાજરાણીના પુત્રને તેની સગી માતાથી સવાયો સાચવે, ઉછેરે પણ મનથી જાણે કે આ મારો પુત્ર નથી, તેમ !)
શ્રી મહાવીર સ્વામી બોલ્યાઃ
શ્રી જૈન મહાવીર ગીતાનો ‘પ્રેમયોગ’ ભક્તિ માટે સતત પ્રેરણા આપે છે. શ્રી મહાવીર સ્વામી ભક્તની સાથે છે અને ભક્ત પ્રભુની છે સાથે છે તેવી એકાત્મતા અહીં વારંવાર પ્રકટ થાય છેઃ “હું ભક્તનો ભક્તિ છું, સત્કર્મ કરનારનો કર્મયજ્ઞ છું, જ્ઞાની માટે જ્ઞાનયજ્ઞ છું અને સર્વ દેહધારી માટે પ્રેમયજ્ઞ છું.’ (પ્રેમયોગ, ૧૯૨)
છું
‘જેઓ ભોગ્ય પદાર્થો અને ભોગમાંથી મમતા છોડી દે છે તેઓ મારામાં પ્રેમ રાખીને જીવે છે. તેમને હું શાંતિ આપું છું.' (પ્રેમાગ, ૨૭૫)
‘મારા ભક્તો કદી દેહભાવથી જીવતા નથી, તેઓ સાચા પ્રેમથી દેહધારી બનીને આત્મ ભાવમાં જીવે છે.' (પ્રેમગ, ૨૭૬)
‘મારા પ્રેમરૂપી અમૃતને પ્રાપ્ત કરનારા ભકતો પૈસા, શરીર, ભોગ વગેરેમાં મમત્વનો ત્યાગ કરીને ભક્તિ કરે છે અને કદી મોહ પામતા નથી.’ (પ્રેમયોગ, ૨૭૭)
ભગવાનને કયા નામે આપણે જાણીએ છીએ ? અનેક નામે જાણીએ છીએ. શ્રી મહાવીર સ્વામી કહે છે: “સર્વ દેશ, કાળ અને ભાષાઓમાં મારા અનંત નામો તમે જાણો.’ (પ્રેમયોગ, ૨૯૫) આ નિર્દેશમાંથી મળતી વ્યાપકતા જુઓઃ 'આથી સમગ્ર વિશ્વના લોકો દ્વારા હું સામ્યત્વથી પ્રાપ્ય છું. સર્વ લોકોમાં સામ્યત્વથી હું મુક્તિ આપું છું.' (પ્રેમયોગ, ૨૯૬) ‘સમગ્ર વિશ્વના લોકો દ્વારા પ્રેમભક્તિના પ્રચારથી મહાવીર એવા મારા નામથી મારૂં ધ્યાન ધરવું જોઇએ.' (પ્રમોગ, ૨૯૭)
જૈન શાસનની પ્રભાવનાનું લક્ષ્ય પ્રત્યેક ધર્મીના અંતરમાં હોય તે માની શકાય તેવું છે, પરંતુ તે વિશે વર્તમાનકાળમાં નક્કર અથવા નોંધનીય કાર્ય ઓછું થાય છે તે પણ સત્ય છે. શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ જિન શાસનની પ્રભાવનાના અનેક કાર્યો કર્યા છે અને તે માટે ઘણું લખ્યું પણ છે. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ’ નામક ગ્રંથમાં તેમણે પ્રમાણિત કર્યું છે કે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે જૈનોની સંખ્યા ૪૦ કરોડ હતી! આજે સમગ્ર વિશ્વમાં કદાચ ૧ કરોડથી વધારે નથી! શ્રીમદ્