SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન લોક સેવક સંઘ, થોરડી શ્રી મુંબઈ જૈન યુવક સંધ છેલ્લા ૭૮ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે. તેણે છેલ્લા ૨૭ વર્ષોથી એક ખૂબ જ ઉમદા માનવતાનું કામ શરૂ કર્યું છે જે અવિરત ચાલુ છે. ગુજરાત રાજ્યની કોઈપણ અવિકસિત, પછાત અને અંતરિયાળ પ્રદેશમાં આવેલી શૈક સંસ્થાને આર્થિક સહાય માટે અપીલ કરવામાં આવે છે. તે મુજબ આપશે લોક સેવક સંધ-થોરડીને આર્થિક સહાય કરવી એમ ઠરાવવામાં આવ્યું. સંસ્થાનો પરિચ સંસ્થાના સ્થાપક શ્રી કાંતિભાઈ પ૨સાણાએ નવેમ્બર ૨૦૦૩માં ગઢડાસ્વામીના ગ્રામ ઉદ્યોગ મંદિરમાંથી નિવૃત્ત થતાં પોતે સ્વતંત્ર રીતે સમાજને ઉપયોગી થાય માટે લોક સેવક સંઘની સ્થાપના કરી. સંસ્થાના રજિસ્ટ્રેશનની કાર્યવાહી પતાવી જૂન ૨૦૦૪માં ઘોરડી મુકામે સરકાર તરફ્થી ૪ એકર જમીન રૂા. ૧/-ના પટે મળી ત્યાં પ્રવૃત્તિ શરૂ કરી. એમની સાથે લોક વિદ્યાલયવાળા શ્રી નાનુભાઈ શિરોયા જોડાયા અને બીજા કાર્યકર શ્રી વિરજીભાઈ ભીખાભાઈ પણ સસ્થિ થયા. શ્રી કાંતિભાઈ અને એમના પદાધિકારીઓ પાસે ૫૦ વર્ષનું રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમ જ અનુભવનું ભાથું છે જે લોક સેવક સંઘને વિકસાવવામાં ખૂબ કામે લાગ્યું, સંસ્થાના ઉદ્દેશો કાળજી અને સંભાળ રાખવા માટે નિષ્ણાત કાર્યકરોની નિમણૂક કરી છે. અંધ વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી ચાંટ મળે છે, સાથે તેમને લાયક હુગર શિખવાડવામાં આવે છે. સંકુલમાં બહારની પ્રવૃત્તિ આજુબાજુના ૫ ગામોમાં ૨ થી ૫ વર્ષના બાળકોને તેમના ગામમાં શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થા આ બાળકોને સંકુલમાં પ્રેમથી અને હુંફથી પુરી સમજણ આપે છે. આશરે ૨૦૦ ૨૫૦ બાળકો દર અઠવાડિયે આવે છે. નપરાંત ૫, ૬, ૭ ધોરણમાં ભણાતા જે બાળકોને ભણવામાં અનેક મુશ્કેલીઓ હોય છે તેમને પ્રેમપૂર્વક અને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવે છે. ૧૫૦/૨૦૦ બાળકો લાભ લેવા આવે છે. આજુબાજુના ગામડાના બાળકો પ્રેમપૂર્વક સંકુલમાં આવી શિલા છે છે. આ રીતની તાલીમથી બાળકો પોતાના ધોરણમાં સારા માર્ક્સ લાવે છે. સાથે સાથે ભવિષ્યમાં લઘુ ઉદ્યોગમાં કેવી રીતે રસ લેવો તેની તાલીમ ધર્મ એક સંકુલમાં આપવામાં આવે છે. સંસ્થાની મુલાકાતે મહાનુભાવો સંવારી બેક પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ ૨૦૦૭માં સર્વ મંગળ સંકુલન તેમ જ ૨૦૦૮માં શ્રીમતી આર. એમ. ઝવેરી લોક વિદ્યામંદિરનું ભૂમિપૂજન કર્યું. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના હસ્તે કન્યા છાત્રાલયનું અને લઘુ ઉદ્યોગ તાલીમ કેન્દ્રનું ૨૦૦૯માં લોકાર્પણ કર્યું. સરકાર તરફથી સંસ્થાને કંઈ પણ ગ્રાંટ મળતી નથી. અંધ વિદ્યાર્થીઓ માટે ગ્રાંટ મળે છે તે પણ અપૂરતી હોય છે. ખર્ચ વધારે થાય છે. સંકુલમાં આધુનિક કૉમ્પ્યુટર રૂમ અને આધુનિક પ્રોગ શાળા તેમજ ૧૦ વર્ષથી બંધાયેલા છાત્રાલય, રસોઈ ઘર, આશ્રમ શાળામાં સુધારા-વધારા કરવા માટે આર્થિક સહાયની જરૂર છે. બાળકોના શિક્ષા, જીવન-ઘડતર તેમજ સર્વાંગી વિકાસમાં જીંડાવા રૂ।. ૫૦૦૦/- કે તેથી વધુ યથાશક્તિ અનુદાન આપી પુણ્યની પ્રાપ્તિ કરીએ. છેવાડેના ગ્રામ વિસ્તારમાં પછાત અને વંચિત રહી ગયેલા બાળકોને સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે જીવન ઘડતરની કેળવણી આપવી. તેમજ તેમનામાં માનવીય ગુણો વિકસે, રચનાત્મક શક્તિ ખીલે, શારીરિક કૌશલ્ય વિકસે એ દિશામાં આગળ વધવું. આર્થિક તેમજ સામાજિક દૃષ્ટિએ પછાત ગણાતા લોકોને પોતાના પરિવારના વિકાસ માટે કૃષિ-ગોપાલન-ગૃહ ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ, સહકાર, સમાજ સુધારણા, સ્વાવલંબન, જાગૃતિ વગેરેમાં સહકાર આપવો. સમાજના વિકલાંગ, મંદબુદ્ધિ તેમજ અંધ બાળકોને જરૂરી શિક્ષા આપી રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સહાયભૂત થઈ એમના જીવનમાં પ્રકાશ લાવવો. સંસ્થાની આજની પ્રવૃત્તિઓ સ્કુલની પ્રવૃત્તિ હાલમાં ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, એમ ૫ ધોરણના કુલ ૨૩૦ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવન ઘડતરના સંસ્કારો આપવામાં આવે છે. શિક્ષણનું પરિણામ ૧૦૦% આવે છે. બહેનોના છાત્રાલયમાં હાલમાં ૨૪ બહેનો રહે છે. તેમજ કુમાર છાત્રાલયમાં હાલમાં ૫૫ બાળકો રહે છે. બન્ને છાત્રાલયને ખર્ચ સંસ્થા આપે છે. બધા આનંદમાં રહે છે. સંકુલમાં લઘુ ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, જળ સંચય અને ટપક પદ્ધતિથી સિંચાઈ, સવ ખેતી, પવન ચક્કી દ્વારા ઉર્જા ઉત્પાદન વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે. સાથે શારીરિક કૌશષ્યની તાલીમ આપવામાં આવે છે. અંધ શાળા ઑક્ટોબર, ૨૦૧૨ આજુબાજુમાં ગામડાના ૪૦ દૃષ્ટિહિન-જેમણે પ્રકાશ કોઈ દિવસ જોયો નથી અને દુનિયા શું છે એનો ખ્યાલ નથી એવા અંધ કુમા/કુમારિકાને સંસ્થાના સંકુલમાં યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. તેમને માટે ખાસ દાનની ૨કમ ચેક અથવા રોકડેથી સ્વીકારવામાં આવશે. ચેક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામનો આપવા નમ્ર વિનંતી. સંસ્થાને આપેલ દાન આવકવેરા ધારાની કલમ ૮૦-જી અન્વયે કર રાહત પાત્ર છે. બહારગામના દાતાઓ દાનની રકમ બેંક ઑફ ઇંડિયાની કોઈ પણ શાખામાં અમારા કરંટ એકાઉન્ટ નં. ૦૦૩૯૨૦૧૦૦૦-૨૦૨૬૦ પ્રાર્થના સમાજ બ્રાન્ચ,મુંબઈમાં ભરી શકો છો. રૂપિયા ભરીને બેંકની સ્લીપ અમને મોકલશો તો તરત જ આપને સંસ્થાની રસીદ મોકલી આપશું. ***
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy