SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૨ ३० ગમે તેવી મોટી વસ્તુ હોય, પણ તે વર્તમાન કે ભાવિને ન પડતી હોય તો એની કશી કિંમત નથી; પછી એ દર્શન હોય, વિદ્યા હોય, શસ્ત્ર હોય કે શાસ્ત્ર હોય. આ કૃતિ આપણા વર્તમાનને ભાવિ વિષે ઘણું માર્ગદર્શન આપે છે. સહૃદય વાચક જરૂર એ શોધી લે !' એ સમયે ધાર્યું હોત તો એમણે ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’ કે ‘ભરત બાહુબલિ’ કોઈ શ્રેષ્ઠિને અર્પણ કરીને સારી એવી ક્રમ પ્રાપ્ત કરી હોત. જયભિખ્ખુએ પોતાની પહેલી નવલકથા ‘ભાગ્યનિર્માણ’ પિતાને અર્પણ કરી હતી, પરંતુ એ પછી વધુ કસાયેલી અને પછી પ્રાગ્ઐતિહાસિક કાળને આલેખતી ‘ભગવાન ઋષભદેવ’કલમે લખાયેલી નવલકથા ‘ભગવાન ઋષભદેવ’ પણ એમના ચરણે નવલકથાનો લેખક એમની છટાદાર શૈલીથી પ્રારંભ કરે છે. એ સમયના વાતાવરણને વાચકના ચિત્તમાં ખડું કરે છે અને જેમ ચિત્રકાર પીંછીનો એક એક લસરકો મારે અને આખું ચિત્ર સર્જ, એ રીતે ટૂંકાં ટૂંકાં વાક્યો દ્વારા લેખક પ્રાચીન કથાની સાથોસાથ અર્વાચીન યુગને સંદેશ આપે છે. જેમકે, ‘રાજા એટલે કુળવાસીઓનો મોટામાં મોટો સેવક અને રક્ષક... પ્રજાનાં સુખ-દુઃખને એ જવાબદાર પ્રજાની સમૃદ્ધિનો એ ચોકીદાર... કર્તવ્યની આઠે પહોરે જાગતી વેદી એનું નામ રાજ્યપદ' ('ભગવાન ૠષભદેવ', પૃ. ૧૮૭) અર્પણ કરી. વિ.સ. ૨૦૦૩ની ગુરુપૂર્ણિમાને દિવસે એટલે કે ઈ.સ. ૧૯૪૭માં ‘ભગવાન ઋષભદેવ' પ્રગટ થઈ, તો વિ.સં. ૨૦૦૯ની દ્વી વૈશાખીપૂર્ણિમાએ એટલે કે ઈ.સ. ૧૯૫૩માં 'ચક્રવર્તી ભરતદેવ' પ્રગટ કરી અને ઈ.સ. ૧૯૫૮માં ‘ભરત-બાહુબલિ’ (રાજવિદ્રોહ) પ્રગટ થયું. એ જ રીતે માનવતાના ચાહક જયભિખ્ખુ રાજા ઋષભદેવના મનની એક જ ચિંતાને આલેખતા દર્શાવે છે, આ માનવજાતનો ઉદ્ધાર કેમ થાય ? એક જ ભાષા, એક જ ભાવ, એક જ દેશ ને એક જ આચારવિચારવાળા એ કેમ થાય ? સંસ્કૃતિનું સૂત્ર સહુને ઐક્યના ભાવે કેમ બાંધે ? સંસ્કારનાં બંધન સહુને સુખને ઝૂલે કેમ ઝુલાવે ?’ (‘ભગવાન ૠષભદેવ', પૃ. ૧૩૬) આ એવો સમય હતો કે જ્યારે માદલપુરના પટેલના માઢમાં ઓતા યુવાન સર્જકને આજીવિકા માટે પ્રબળ સંઘર્ષ ખેલવો પડતો હતો. મુંબઈથી પ્રસિદ્ધ થતા ‘રવિવાર’ સાપ્તાહિકમાં દર અઠવાડિયે જે લેખ પ્રગટ થતો, એનો પુરસ્કાર એ ઘરખર્ચનો મુખ્ય આધાર હતો. રેડિયોમાં વાર્તા લખવાનો પંદર રૂપિયાનો પુરસ્કાર મોટા સધિયારારૂપે બનતો. આ સમયે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી ગોવિંદભાઈ શાહ સાથે સંબંધ થતાં એમણે આ યુવાન સર્જકને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત થનારા મહત્ત્વના લેખકોનાં મૂ જોવા વિનંતી કરી અને એ મૂવાચનની રકમ મળવા લાગી. પ્રબુદ્ધ જીવન સૌરાષ્ટ્રની આતિથ્યની ભાવના અને અમદાવાદમાં સઘળી આરોગ્યસુવિધાઓ મળતી હોવાથી સૌરાષ્ટ્રમાંથી બીમાર સ્વજનો સારવાર અર્થે અહીં આવતા, ક્યારેક આર્થિક ભીંસ વધી જતી. મસ્ત મિજાજથી જીવવા ટેવાયેલા આ સર્જક ગરીબી બતાવવાની તો ક્યાંથી પસંદ કરે? એથીય વિશેષ કોઈને માટે ખર્ચો કરવાનો આવે ત્યારે એ સૌથી પહેલાં ઉમળકાભેર મદદ કરે. ક્યારેક ખર્ચ અત્યંત વધી જતાં પોતાના મિત્ર અંબાલાલભાઈ પાસેથી એકસો રૂપિયા ઉછીના લાવતા આ સમયે એમનાં પત્ની જયાબહેન કહેતા, 'આવી પરિસ્થિતિ છે, તો મારો એકાદ દાગીનો વેંચી નાખીએ.' આ યુવાન લેખકને ખબર નહોતી કે એમના ઘરમાં કેટલા પરેશ છે! શ્વશુર પક્ષ તરફથી શું મળેલું છે, એ તરફ નજર પણ કરી નહોતી અને એ બાબતમાં રસ પણ નહોતો. આમ છતાં આ આર્થિક વિટંબણા જોઈને પત્ની જયાબહેન અતિ આગ્રહ કરે, તો હસતાં હસતાં કહે, ‘અરે તને ક્યાં ખબર છે, આ સ્ત્રી-ધન કહેવાય, મારાથી તે ન લેવાય.’ આમ પાંચ-છ વર્ષના ગાળા બાદ બીજી નવલકથા પ્રગટ થાય છે કે એનું કારણ જ એ કે સાપ્તાહિકોમાં લખવું અનિવાર્ય હતું અને જીવન બસર કરવાનો એ મુખ્ય આધાર હતો. એ સમયે કોઈ શ્રેષ્ઠીને નવલકથા અર્પણ કરીને સારી એવી રકમ મેળવાતી હતી. કેટલાક તો એમનો પુસ્તકોનો સોળ પાનાંનો આગળનો ફરો જ આવા દાનવીરોની તસવીરોથી ભરી દેતા હતા. જેમાં દાનેશ્વરી' પતિ-પત્નીનું નામ હોય અને નીચે બે પંક્તિમાં એમની પ્રશસ્તિ કરવામાં આવી હોય. જયભિખ્ખુ નોંધે છે કે ઘણી વાર અર્પણ પત્રિકા એ અર્થપત્રિકા બનતી હોય છે. એમનું સ્પષ્ટ માનવું હતું, ‘પોતાના આત્મામાંથી જન્મેલી કૃતિ તો આત્મીયજન વા ગુડ્ડાશાથી અધિકારી જનને જ અર્પણ કરવી જોઈએ અને તે નિઃસ્વાર્થ ભાવે.' આથી 'ચક્રવર્તી ભરતદેવ' શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને અર્પણ કરતાં જયભિખ્ખુ સ્પષ્ટતા કરે છે કે ‘રાજ્ઞકપુર અને ગિરિરાજ આબુ પરનાં દેલવાડાનાં મંદિરોનો કરેલો જીર્ણોદ્વાર જોઈને એમનું મન અત્યંત પ્રસન્ન થઈ ગયું, જૂનાં સદ્-અંશોને રક્ષવાની કાળજી અને નવી કારીગરીને એમાં આમેજ કરવાની આવડત અપૂર્વ લાગી, શિલ્પવિજ્ઞાન અને કલાસૌંદર્ય ભરી કોઈ આંખ એના પર સતત પહેરો રાખી રહેલી મને જણાઈ' અને તેથી એ શ્રેયના સર્વપ્રથમ અધિકારી એવા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને આ કૃતિ અર્પણ કરતાં જયભિખ્ખુ નોંધે છે. ‘એમની જર્ણોદ્વાર વિશેની ઝીણવટભરી સૃષ્ટિ, પ્રાચીન કળા વિશેનો ખ્યાલ ને તીર્થરક્ષાની તમન્ના - આ સર્વેએ મારું મન આકર્યું છે, એ અદ્યતન છતાં પુરાતન દ્દષ્ટિએ મારા મને પ્રશંસી છે : ને એ કારણે આ પુસ્તક તેઓશ્રીને વગર રજાએ અર્પણ કર્યું છે.’ નોંધપાત્ર બાબત એ છે કે આ પૂર્વે સર્જક જયભિખ્ખુ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને ક્યારેય મળ્યા નહોતા અને માત્ર એમની કલાપ્રિયતાને જોઈને એમણે આ પુસ્તક અર્પણ કર્યું, 'ચક્રવર્તી ભરતદેવ' પુસ્તકને મુંબઈના અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક અર્પણ થયો અને મુંબઈમાં પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર અને વિવેચક રામનારાયણ પાઠકની ઉપસ્થિતિમાં એક સમારંભ યોજાયો. આ નવલત્રયીયી સર્જક જયભિખ્ખુએ જૈનસાહિત્યના કથાવસ્તુઓને એક નવો ઉઘાડ આપ્યો અને એ પ્રાચીન કથાઓમાં પ્રાણ પૂરીને અર્વાચીન સંદર્ભ પ્રગટાવ્યો. (ક્રમશઃ) (૧૩/બી, ચંદ્રનગર સૉસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy