SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૨ મત્સ્યગલાગતનો ન્યાય પ્રવર્તતો હતો. મોટો જીવ નાના જીવને ખાય. જેમ મોટું માછલું નાના માછલાને ખાય અને એ મોટા માછલાને વળી પાછું એનાથી મોટું માછલું ગળી જાય. એકલા અટૂલા માનવીની એક આંખમાં કુદરતી આપત્તિનો ભય અને બીજી આંખમાં અાધાર્યા મૃત્યુનો ભય હતો. ‘દિવસો સુધી અંધકાર રહેતો. અંધકાર હોય કે પ્રકાશ હોય માનવીને એની સાથે કોઈ સંબંધ નહોતો. ક્યાંકથી વાવાઝોડું આવશે અને એનું વહાલું જીવન હરી લેશે એ દહેશતથી એ સતત ફફડતો હતો. અતિવૃષ્ટિથી તણાઈ જશે એવો એને ડર હતો. વિરાટકાય પ્રાણીના જડબામાં ચવાઈ જશે એવી એને ભીતિ હતી. આ રીતે યુગલિકકાળ પૂરો થવાની તૈયારી હતી. એવા સમથનું આલેખન કરીને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું, ‘જમાનાની આહમાંથી, પૃથ્વીની માગમાંથી અને સમયના તકાજાથી તીર્થં કરનું પ્રાગટ્ય થતું હોય છે. એ સમયે માનવીના અણઘડ જીવનને કોઈ શૈલી નહોતી. માતાની કૂખેથી યુગલ જન્મતું એ યુવાનીમાં પતિ-પત્નીનો વ્યવહાર નિભાવતું અને અંતે સાથે જ મૃત્યુ પામતું. માનવ સંસ્કૃતિનો ઉદય થવા માટે એક એવા યુગપુરુષની વાટ જોવાતી હતી કે જે ભોગમાર્ગમાં જીવતી પ્રજાને કર્મમાર્ગની ગરિમા, પ્રવૃત્તિમાર્ગની શક્તિ અને યોગમાર્ગનું અમૃત બતાવે છે.' ‘એ સમયે પ્રથમ કુલકર વિમલવાહને માનવીની અપરાધી મનોવૃત્તિ જોઈને દંડવ્યવસ્થા કરી હતી. પહેલાં માત્ર હાકાર નીતિ હતી, જ્યાં અપરાધીને ભેદપૂર્વક કહેવામાં આવે કે ‘તમે આવું કેમ કર્યું ? અને એ શબ્દનો ઉપાલંભ જ મહાન દંડ બનતો. પણ હાકાર નીતિ ધીરે ધીરે નિષ્ફળ જતાં માકાર નીતિનો પ્રયોગ શરૂ થયો. જેમાં સામાન્ય અપરાધ માટે હાકા૨ નીતિ અને મોટા અપરાધ માટે માકાર નીતિ એટલે કે આ કો નહીં !” એવી નિષેધની આશા એ જ મહાન દંડ સમજવામાં આવતો હતો. પરંતુ એ પછી પાંચમા ફૂલકર પ્રસેનજીત, છઠ્ઠા કુલકર મરુદેવ અને સાતમા કુલકર નાભિના સમયમાં ધિક્કાર નીતિનું અનુસરણ થતું હતું. ‘આવું કાર્ય કર્યું તે માટે તને ધિક્કાર છે' એટલો તિરસ્કાર જ વ્યક્તિ માટે મૃત્યુદંડથી વધુ ગણાતો હતો. પ્રતિભાસંપન્ન નાભિકુલકરના સમયમાં યૌગલિક સભ્યતા ક્ષીણ થઈ ગઈ હતી અને નવા યુગનું પરોઢ આવવાના એંધાણ મળતા હતા. સાતમા કુલકર નાભિરાજના સમયમાં ઘણે સ્થળે અશાંતિ અને ઉત્કૃખલતા હતી, પરંતુ સુવ્યવસ્થાનું ગુલાબી પ્રભાત આવવા માટે ડોકિયાં કરતું હતું. એક નવી વિચારણા પ્રસ્તુત કરતાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું, અનેક આચાર્યોએ નાભિરાયને ઉદયાદ્રિ અને એમના મહારાણી મરુદેવીને પ્રાચી દિશા કહ્યા છે. આનો મર્મ એ છે કે પૂર્વ દિશામાં આવેલા ઉદયાદિ પરથી સૂર્ય પ્રગટ થાય છે, એ રીતે નાભિરાય સૌથી વધુ પુણ્યવાન અને મરુદેવી પુષ્પવતી હોવાથી જ ઋષભદેવ જેવા પ્રબુદ્ધ જીવન ૧૭ મહાન પુત્રને જન્મ આપી શક્યા. પ્રાચી દિશા એટલે કે પૂર્વ દિશા જ સૂર્યને જન્મ આપે છે, બીજી કોઈ નહીં. ૠષભદેવના જન્મસમયને વર્ણવતાં કહ્યું, એ સમયે ઉત્તરાષાઢા નક્ષત્ર હતું, કૃષ્ણ પક્ષની ચતુર્થી હતી, વાદળોનાં સમૂહને ભેદીને ચંદ્ર પૃથ્વી પર કૌમુદી રેલાવી રહ્યો હતો, ત્યારે નાભિદેવના પત્ની મરુદેવાને રાત્રીએ પ્રભાવશાળી ચૌદ સ્વપ્નો દેખાયાં. શરદઋતુના ચંચળ મેધ જેવી, ક્રાંતિના ધારક મનોહર શૃંગ અને સુંદર ખરીવાળા વૈતાઢ્ય પર્વત જેવી કાયાના ધારક વૃષભને એમણે નીરખ્યો. ધેનુઓ-ગાયો એ તો એમના જીવનનો પ્રાણ હતી અને વૃષભ તો એમણે કેટલાંય નીરખ્યાં હતાં, પણ આવો વૃષભ કદી નીરખ્યો નહોતો અને પછી બીજાં સ્વપ્નો પણ જોયાં. જગતપાલક તીર્થંક૨ ૫૨માત્માના જન્મ પૂર્વ એમની માતાને ૧૪ સ્વપ્ન આવે છે. મરુદેવા માતા પ્રથમ ઋષભનું સ્વપ્ન જુએ છે. અહીં ડૉ. કુમારપાળ દેસીએ વર્તમાન 'ડ્રીમ સાયકોલોજી' સાથે જૈન સ્વપ્નશાસ્ત્રની છણાવટ કરી છે. ‘સ્થાનોંગસૂત્ર’, ‘ભગવતીસૂત્ર’ અને ‘મહાપુરાણ' જેવા શાસ્ત્રગ્રંથોમાં આલેખાયેલાં સ્વપ્નો અને તેના ફળ વિશે વિગતે વાત કરી છે. જુદા જુદા ગ્રંથોમાં મળતાં સ્વપ્નના પ્રકા૨ોની છણાવટ કરી અને પછી સ્વપ્ન વિશે એક નવીન ૨જૂઆત કરતાં કહ્યું કે ગર્ભમાં જે બાળક હોય છે તેના પર માતાની ભાવનાસૃષ્ટિ અને જીવનપદ્ધતિનો પ્રભાવ પડતો હોય છે. પરંતુ ગર્ભમાં રહેલા શિશુનો પણ માતા પર પ્રભાવ પડતો હોય છે એ એક નવી વાત છે.’ એ પછી કહ્યું, ‘મંગલકારી સ્વપ્નનો ભારતીય પરંપરામાં સર્વત્ર ઉલ્લેખ મળે છે. શ્રી રામ ગર્ભમાં આવતા માતા કૌશલ્યા ચાર સ્વપ્ન જુએ છે. શ્રી કૃષ્ણ ગર્ભમાં આવ્યા, ત્યારે દેવકીએ સાત સ્વપ્ન જોયાં હતાં. ભગવાન બુદ્ધે ગર્ભમાં આવ્યા ત્યારે એમની માતા માયાદેવીએ છ દાંતવાળા હાથીનું સ્વપ્ન જોયું હતું. દિગંબરાચાર્ય જિનસેન મરુદેવાનાં સોળસ્વપ્નોનો ઉલ્લેખ કરે છે અને પ્રથમ સ્વપ્ન તરીકે હાથીને બનાવે છે ‘કલ્પસૂત્ર” પણ ચૌદ મંગલમય સ્વપ્નોમાં પ્રથમ હાથીનું સ્વપ્ન કહે છે. માત્ર એ યાદ રાખવું જોઈએ કે બધા તીર્થંકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં ગજરાજને મુખમાં પ્રવેશતો જુએ છે, પરંતુ ૠષભદેવની માતા મરુદેવા પ્રથમ સ્વપ્નમાં વૃષભને પોતાના મુખમાં પ્રવેશનો જુએ છે, આ પછી વૃષભના સ્વપ્નનો ગહન મર્મ પ્રગટ કરતાં શ્રી કુમારપાળ દેસાઈએ કહ્યું, 'ભારત ખેતીપ્રાધાન દેશ છે, વર્ષા અને વૃષભ બંનેનું મૂળ એક છે. વળી વૃષભ એ સૌજન્યનું સૂચક છે, તો વૃષભ એ ખળની સાથે પૌરુષત્વનું પ્રતીક છે. આ રીતે વૃષભનું સ્વપ્ન શ્રેષ્ઠતા, સૌજન્ય, કૃષિ અને ઉત્પાદકતાનું સૂચક છે. એના બે અણિયાળાં શીંગ મનુષ્યની શક્તિ અને કીર્તિના સૂચક છે. આમ સ્વપ્નોના નવા અર્થો પ્રગટ કરીને પ્રભાવક વક્તા ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું, ‘અસિ, મિસ અને કૃષિ રાજા ઋષભ પ્રજાને
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy