________________
એપ્રિલ ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
વિશ્વના મુખ્ય ધર્મોમાં જગત કર્તૃત્વ-વિનાશ મિમાંસાઃ
ઘડૉ. હંસા એસ. શાહ
(વિભાગ-૧)
વિશ્વના દરેક ધર્મમાં જગત કર્તૃત્વ અને વિનાશ વિષે સમજાવવાની એક ઐતિહાસિક રીત હતી. ખાસ કરીને પૌરાણિક કથાઓમાં જગતને દેવોએ કેવી રીતે બનાવ્યું તેની વાત કહે છે. દેવોનું જગત એ તેઓ માટે એક કીર્તિ મંદિર છે એમ આપણે
ઓળખીએ.
વૈજ્ઞાનિકોએ જે રીતે જગતને જોયું તે રીતે તેનું વર્ણન તેઓએ કર્યું. ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકો પાસે જેનો જવાબ નથી તે તેઓએ છોડી દીધું. આપણે ભૌતિકશાસ્ત્ર વર્ણિત કેટલું સમજી શકીએ છીએ તે આપણે પોતે જ જાણતા નથી.
એ વાત બરાબર છે કે ધર્મ એ આત્માનું વિજ્ઞાન છે. જ્યારે ભૌતિક વિજ્ઞાન બાહ્ય કુદરતમાં રહેલા પદાર્થો સાથેના સંબંધની વાત કરે છે. જૈન ધર્મ માને છે કે આખું જગત ચેતન અને જડ પદાર્થોથી ભરેલું છે. ધર્મે જગતના પદાર્થોનું અને તેની રચના વિષેના મુશ્કેલ સવાલોનું આકલન કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલસૂફોને તેમજ વૈજ્ઞાનિકોને ઇતિહાસની શરૂઆતથી જ મનમાં ઘૂંટાતો સવાલ એ રહ્યો છે કે બહારથી દેખાતા જગતના પદાર્થો, જેવા કે, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, પૃથ્વી, પાણી, વાયુ વગેરેના બનાવનાર મૂળ જવાબદાર તત્ત્વો કયા છે? તેનો વિકાસ કેવી રીતે થયો અને તેનો અંત ક્યારે આવશે ?
૧૧ માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલો ધરતીકંપ અને સુનામીનો અનુભવ કર્યો. ૨૩ ઑક્ટોબર ૨૦૧૧માં તુર્કીમાં ધરતીકંપ આવ્યો. આજે પણ ધરતીકંપ, સુનામી જેવી અનેક કુદરતી આપત્તિઓ આવવાનું મૂળ કારણ શું, તે વૈજ્ઞાનિકો હજી શોધી શક્યા નથી. પણ આ કુદરતી આફતથી માનવ સર્જિત મકાનો પડી ગયા અને અણુભઠ્ઠીઓમાં આગ લાગી. જેના કારણે તેમાંથી વિકિરણો ઉત્પન્ન થઈ હવામાં અને પાણીમાં ફેલાયા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વિકિરણો માનવ જાત માટે ખૂબ જ નુકશાનકર્તા છે. આ અનુમાન ભૂતકાળમાં થયેલા અનુભવોથી તેઓમાં એક જાતનો ભય ફેલાયો છે, તેથી તેઓ લોકોને સાવધાન રહેવા અને તેઓ સૂચવે એમ સાવધાની રાખવા સમજાવી રહ્યા છે. એટલું જ નહિ, આવી ગમખ્વાર હકીકતોને ધ્યાનમાં લઈને કેટલાક દેશોએ અણુભઠ્ઠીઓ બંધ કરી અને કેટલાક દેશોના લોકોએ નવી અણુભઠ્ઠીઓ નહીં બાંધવા વિરોધ દર્શાવ્યો.
આમ સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધમાં, તેના વિકાસ અને ખાસ કરીને વિનાશના સંબંધમાં છેલ્લા સાડાચા૨ અબજ વર્ષના પૃથ્વીના ઇતિહાસમાં આવા કંઈક નાટકીય ફેરફારોના અનુભવોના આપણે સાક્ષી છીએ. આજના લોકો એવા ગુંચવણભર્યા વિચારોમાં છે કે વિશ્વના ધર્મમાં આપેલી વિગતોને સાચી માનવી કે પછી આધુનિક
૨૭
વિજ્ઞાન આ બાબતમાં જે બતાવી રહ્યું છે તે સાચું માનવું!
આપણને જાણવા મળ્યું કે ‘મયન કેલેન્ડર’ના આધારે ૨૧ ડિસેમ્બર ૨૦૧૨માં જગતનો વિનાશ થશે. આમ આ તારીખ પછીનું કેલન્ડરમાં તારીખો આપવાનું હજારો વર્ષ પહેલાંથી જ બંધ કર્યું. આ વિનાશ ઉપર જણાવેલ તારીખે જ આવશે તેના કારણો નીચે મુજબ આપ્યા છે
૧. ચંદ્રરાશિ પ્રમાણે તેઓએ હજારો વર્ષ પહેલાં આગાહી કરી હતી. કે ૩૨૯.૫૩૦૨૦ દિવસોમાં ૩૪ મિનિટ ઓછીએ જગતનો વિનાશ થશે. અને તે દિવસ તેઓ ઈ. સ. ૨૧ ડિસેમ્બર-૨૦૧૧ માને છે.
૨. સૂર્યરાશિ પ્રમાણે સૂર્ય આપણને જીવન આપે છે. વચ્ચેના મધ્ય વખતમાં તે સ્થિરતાપૂર્વક આપતો હતો. પણ સ્થિર થયેલા સૂર્યમાં સંઘર્ષ થશે, જેથી મનુષ્ય અને પ્રાણીઓને હાનિકર્તા એવા સીધા કિરણોને રોકનાર જાળ અને ઉપગ્રહો નાશ પામશે. આને કારણે સૂર્યના વિકિરણો પૃથ્વી પર તોપમા૨ો ચલાવશે. સૂર્યની આ પ્રવૃત્તિની અસ૨ ઈ. સ. ૨૦૧૨માં લગભગ ભયંક૨ થશે, જેથી પૃથ્વીનો નાશ થશે.
૩. ભવ્ય જ્વાળામુખી જે યુ.એસ.માં યલોસ્ટોન નેશનલ પાર્કના નામે જાણીતો છે, તેમાં રહેલો ગરમ પાણીનો ફુવારો જગવિખ્યાત છે. આ ફુવારાનું સ્થાન જગતના મોટામાં મોટા જ્વાળામુખી પર્વત પર આવેલું છે. ભૂસ્તરશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે દરેક ૬,૫૦,૦૦૦ વર્ષે તે ફાટે છે. જ્યારે એ ફાટે ત્યારે વાતાવરણ ગાઢ ધૂળના ગોટાઓથી ભરાઈ જાય છે ને સૂર્યને પણ ઢાંકી દે છે. તેથી પૃથ્વી શીત લહેરોમાં જકડાયેલી રહે છે. આવું વાતાવરણ ૧૫,૦૦૦ હજાર વર્ષ સુધી ચાલે છે. ભૂસ્તરશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે ઈ. સ. ૨૦૧૨ માં તેમાં મોટો ધડાકો થશે ને ફાટશે. ફાટવાના પરિણામથી વૈજ્ઞાનિકોમાં ભયથી તેમના શરીરમાંથી પરસેવો છૂટી જાય છે.
૪. ભૌતિકશાસ્ત્ર પ્રમાણે બર્કલે યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રીઓની ગણિતશાસ્ત્ર પ્રમાણેની ગણત્રીથી વિનાશક અણધારી આપત્તિની મુદત વીતી ગઈ છે. તેઓનું માનવું છે કે આ ગણત્રી પ્રમાણે તેઓનું મોત ખૂબ જ નજદીક છે. વિશ્વાસપૂર્વક તેઓ કહે છે કે ૯૯ ટકા તેઓની ગણત્રી સાચી પડી છે. તેઓના અનુમાન પ્રમાણે ૨૦૧૨માં અણધારી વિનાશક આપત્તિ આવશે જ. એટલું નહિ તેઓનો મત સાચો પડશે જ એમ કહે છે.
૫. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર : આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વીની આસપાસ વીંટળાયેલું પ્રકાશનું ચુંબકીય ક્ષેત્ર છે તે સૂર્યના સીધા પડતા વિકિરણોની ઢાલ બની આપણને રક્ષણ આપે છે. આ ચુંબકીય તત્ત્વને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સાથે મસ્તી કરવાની ટેવ છે. એટલે કે લગભગ ૭૫,૦૦૦ હજાર વર્ષે ધ્રુવ પ્રદેશ અદલાબદલી