SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ કલાકની હવાઈ સફરમાં, આ પુસ્તક વંચાઈ ગયું, અને દિલ્હી ઍરપોર્ટ પર હું ઊતર્યો ત્યારે આ ‘હું’ કોઈ ‘બીજો’ બની ગયો હતો. મન શાંત, પ્રફુલ્લિત બની ગયું હતું. બુદ્ધિના હથિયારો મ્યાનમાં સમાઈ ગયા હતા, કેટલાંક પ્રશ્ન મને સતાવતા હતા તે અત્યારે ઉકેલાયા તો ન હતાં, પણ શાંત બનીને ખીંટીએ ટીંગાઈ ગયા હતા. કેટલાંક પ્રશ્નો યથા સમયે કાળ જ ઉકેલનો હોય છે. બહુ મનોમંથનમાં પડી વર્તમાનને અશાંત ન ક૨વો. કાળ પાકે ત્યારે બીજમાંથી વૃક્ષ ફૂટે જ છે. પ્રબુદ્ધ જીવન સ્વીકાર્યો. પ્રારંભમાં આબુ ઉપર સ્થિત થયા, પછી પંચગીની અને વર્તમાનમાં ૯૦થી ઉપરની વયે ઉદયપૂરમાં સાધનામયી જીવનમાં સ્વસ્થ છે. પૂજ્યશ્રીના સાનિધ્યમાં માત્ર પાંચ જ મિનિટ બેસો, માત્ર મૌનનો વાર્તાલાપ એક અલકિક શાંતિની અનુભૂતિ કરાવે. ‘નિયતિ કી અનન્ત રેખાએઁ' ૧૯૯૦, પછી અન્ય અનુભવ વાણીના પુસ્તકો ઉપરાંત ‘નિયતિ'ની શ્રેણીમાં જ ૧૯૯૭માં ‘નિયતિ કી અમિટ રેખાએઁ' આપણને પૂજ્યશ્રી પાસેથી મળ્યું. આ 'નિયતિ કી અનન્ત રેખાએઁ' નિયનિ વિશે સરળ ભાષામાં કેટલીક એવી સચોટ ચિંતનધારા વહાવે છે કે આપણે અભિભૂત થઈ જઈએ. ગૂંચો ઉકલી જાય. મન સ્વસ્થ થઈ જાય. વિચારનો વંટોળ સમી જાય અને પવનની માફક લહે૨ બનીને મન-બુદ્ધિને શીતળતા અર્પી દે.. એ પુસ્તક સંત અમિતાભનું ‘નિયતિ કી અનન્ત રેખાએઁ'! સંત અમિતાભજી પ. પૂ. આચાર્ય તુલસીના તેરાપંથના સાધુભગવંત, પણ પૂ. આચાર્યજીની સંમતિથી એઓએ સાધના માર્ગભાર્માદો સર્વોદય: ભાગ્ય નાશં સર્વ નાશં, (૧) આ પુસ્તકમાંથી કેટલાંક વિચારો આપને અર્પણ : નિયતિનો શાબ્દિક અર્થ છે, થવાનું. નિયતિનો ભાવાર્થ છેઃ થવાનું છે તે થશે, નહિ થવાનું હોય તે નહિ જ થાય. એક શિકારી છે, કુશળ તિરંદાઝ છે, હરણ જૂએ છે, શિકારી બરોબર નિશાન તાકે છે, હરણનું મૃત્યુ નિશ્ચિત છે, શિકારીને શિકાર મળવામાં જ છે, અને એ જ ક્ષણે શિકારીના પગમાં સાપ ડંશ દે છે. હરણ બચી જાય છે, શિકારી મૃત્યુ પામે છે. આ નિયતિ, જે થાય છે, થયું છે, થવાનું છે, આ બધું ક્રમબદ્ધ છે. બીજથી વૃક્ષની અવસ્થા મબદ્ધ છે, એ જ રીતે પ્રત્યેની નિયતિ છે. નિયતિ બદલી શકાતી નથી, જો બદલી શકાય તો તે નિયતિ નથી. એપ્રિલ, ૨૦૧૨ પરિણામ મળે છે તો કેટલાંકને પ્રબળ પુરુષાર્થ કરવા છતાં પરિણામ શૂન્ય મળે છે. આ જ તો પ્રત્યેકની નિયતિ. વ્યક્તિ આધ્યાત્મિક બને એ પણ એની નિયતિ છે. કોઈ વસ્તુનું સ્વતંત્ર કર્તૃત્વ જ નથી. આપણે જોઈએ છીએ કે કેટલાંકને થોડાં પુરુષાર્થથી ઉત્તમ કોઈ કોઈને સુખી કે દુઃખી બનાવી શકતું નથી. બધાંજ નિયતિના રમકડાં છે. સફળતા કે નિષ્ફળતા નિયતિ યોજિત જ છે. એક મોટી શિલા છે. એના ત્રણ ભાગ પડે છે. એક મોટી મૂર્તિ બની પૂજાય છે. બીજું દાદરનું પગથિયું બની ઘસાય છે. ત્રીજું શૌચાલયમાં મૂકાય છે. ત્રણેની આ નિયતિ છે. ઓચિંતું ધન કે કીર્તિ કમાવાય, તો એને ભાગ્યોદય કહેવાય છે, પણ નિયતિમાં લખાયેલું હોય તો જ ભાગ્યોદય થાય છે. પ્રેરણા અને પ્રોત્સાહનથી બધાં જ મહાન નથી બનતાં. ઉપદેશ તો બધાં જ સાંભળે છે. પુરુષાર્થ તો બધાં કરે છે પણ જેના ભાગ્યમાં નિયતિમાં લખાયેલું હોય એ જ મહાન બને છે. મારવું એ હિંસા છે, પણ સ્વદેશના રક્ષણ માટે લડાઈમાં શત્રુને મારવા એને હિંસા નહિ દેશભક્તિ કહેવાય છે. કર્મ એક જ છે, દૃષ્ટિ અલગ છે. ઉપયોગિતા બદલાય એટલે માન્યતા બદલાય છે. આ જ નિયતિ. મીરાં, ઈસુ, સોક્રેટીસ, ગાંધી બધાં જ સત્કર્મી અને મહાન હતા છતાં એમને ઝે૨, વધસ્તંભ અને ગોળી શા માટે? એમણે કોઈ ખરાબ કર્મ કર્યાં નથી, છતાં આવું કેમ? આ જ નિયતિ. નિયતિની રેખાઓ માત્ર અનંત જ નથી, પણ અમિટ છે. જગતમાં આકસ્મિક કશું જ નથી, આકસ્મિક શબ્દ જ આકસ્મિક છે. આકસ્મિક માનવું એ જ આકસ્મિક છે. બધું જ પૂર્વ આયોજિત છે. આ આોજન કોઈ બુદ્ધિમાન વ્યક્તિ દ્વારા નહિ પણ નિયતિ દ્વારા જ થયું છે. બુદ્ધિમાન વ્યક્તિ ઉ૫૨ નિયતિનો જ અધિકા૨ છે. નિયતિનો નિયમ સ્વીકારવાથી વ્યક્તિ અહંભાવ અને કર્તુત્વભાવથી મુક્ત થાય છે. નિયતિની સાચી સમજણ આપણને દુઃખમુક્ત કરે છે સફળતા-નિફ્ળતા નિયતિને કારણે છે પછી એના પરિણામથી સુખ શું ? દુઃખ શું? નિયતિના સ્વીકારથી ચોર, પાપી, વગેરેને દોષિત માનવાના દ્વેષભાવથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. કોઈ દોષી નથી, કોઈ નિર્દોષ નથી. એ જે છે એ એની નિયતિ પ્રમાણે છે. શુભ-અશુભ કર્મની નિર્માત્રી પણ નિયતિ જ છે. દેહના મૃત્યુ પછી જવનો નવો જન્મ અને જન્મોજન્મ નિમિત છે, એ જ એની નિયતિ છે. વર્તમાન, ભૂત, ભવિષ્ય આ ત્રિકાલિત નિયતિ નિશ્ચિત છે. ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $40) * ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy