SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૨ ત્યારે સંતોષના ફૂલ ખીલે છે. (૨૫) શ્રી વીર વિજયજીની સ્નાત્રપૂજાની વાતો કરતાં કરતાં આપણે અહીં સુધી આવી ગયા. સ્નાત્રપૂજા એક ક્રિયા છે. આત્મામાં વ્યક્તિનો ઉદય થવો તે ક્રાન્તિ છે. સંસારમાં બધું જ નિરર્થક નથી. જિંદગી સરસ જીવીએ તો બધું સાર્થક છે. આ ગીત સાંભળોઃ જિંદગી છે મુસાફિરખાનું, કોઈ આવે ને કોઈએ જવાનું; કોઈ કાયમ ના રહેવાનું, કોઈ આવે ને કોઈએ જવાનું. સ્વારથના સૌ છે સાથી, સાચું ના કોઈ સંગાથી; એ સાથને શું કરવાનો, કોઈ આવે ને કોઈએ જવાનું. જીવન છે, સરિતા જેવું, કવિઓની કવિતા જેવું; નિશદિન એ વહેતું રહેવાનું, કોઈ આવે ને કોઈએ જવાનું જીનવરના ગુણલા ગાશું, છોને દુનિયા પાગલ કહેતી; નહિ સંસારે ફરવાનું, કોઈ આવે ને કોઈએ જવાનું. મનુષ્ય જીવનનો ક્યારેક તો અંત આવશે. એ અંત આવે તે પૂર્વે પ્રભુના શરણમાં ઝૂકીને પ્રભુ જેવા થવાનો પ્રયાસ શરૂ કરી દઈએ તો? ૫. પૂ. મારા ગુરુ મહારાજ, આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગર સૂરીશ્વરજી મહારાજનું રચેલું એક સ્તવન મને યાદ આવે છે. પ્રભુને હૃદયમાં રાખીને આ પંક્તિઓનું રટણ કરો: નેયા ઝૂકાવી તો, જો જે ડૂબી જાય ના ઝાંખો ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાય ના નૈયા ઝૂકાવી... સ્વારથનું સંગીત ચારે કોર બાજે કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે તનનો તંબુરો જો જે બેસૂરો થાય ના ઝાંખો ઝાંખો... પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના ઝાંખો ઝાંખો... શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે નિશ દિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે મનના મંદિરે જો જે અંધારું થાય ના ઝાંખો ઝાંખો... સ્નાત્રપૂજા એટલે ભક્તિની સંસ્કારધારા. સ્નાત્રપૂજા એટલે ભક્તિનો મહોત્સવ. સ્નાત્રપૂજા એટલે ભક્તિનું ગુંજન. શ્રી વીરવિજયજી મહારાજ સ્નાત્રપૂજાના અંતમાં કહે છે કે ઉત્કૃષ્ટ ભાવે ૧૭૦ જિનેશ્વર ભગવાન હોય છે. વર્તમાનકાળે ૨૦ જિનેશ્વર ભગવાન વિચરી રહ્યા છે. ભૂતકાળમાં અનંતા જિનેશ્વર ભગવાન થયા છે. ભવિષ્યકાળમાં અનંતા જિનેશ્વર ભગવાન થશે. આ સ્નાત્રપૂજા સર્વ જિનેશ્વર ભગવાનના નામ પર અર્પણ છે. શ્રી વીરવિજયજી કહે છે કે આ નાત્ર જે ગાશે, આ કળશ જે ગાશે તે મંગળલીલા પામશે, ઘર ઘર હર્ષ છવાશે ! * * * વિચરતા સમુદાય સમર્થન મંચ (આર્થિક સહાય કરવા માટે નોંધાયેલી રકમની યાદી) રૂપિયા નામ ૫૦૮૧૫૫૮ આગળનો સરવાળો જાન્યુ '૧૨ ૨૫૦૦૦ શ્રીમતિ સવિતાબેન શાંતિલાલ શાહ, (U.K.) ૨૫૦૦૦ શ્રી કુમાર એચ. ધામી અને રીટાબેન ધામી (U.S.A.) $ 500 ૫૦૦૦ શ્રીમતી પુષ્પાબેન હર્ષદભાઈ શાહ હસ્તે : શ્રી ગિરિશભાઈ શાહ ૧૦0000 શ્રી કાકુલાલ સી. મહેતા ૫૨૩૬૫૫૮ પ્રબુદ્ધ જીવન સૌજન્ય રૂપિયા નામ ૨૦,૦૦૦ શ્રી દિલીપભાઈ એમ. શાહ (C.A.). ૨૦,૦૦૦ . * * * • શ્રી ગોતમ ગુરુવર્ય પુનઃ કહેવા લાગ્યા, ‘નવપદમાંના એક એક પદની પણ ભક્તિ કરવાથી દેવપાલ વગેરેએ વિવિધ સુખોને પ્રાપ્ત કર્યા છે માટે સંપૂર્ણ નવપદજીનો મહિમા તો અતિ મહાન • વળી હે મગધનરેશ! વધારે શું કહીએ ? તું પણ નવપદના એક સમ્યગદર્શન પદની જ અદ્ભૂત ભક્તિના પ્રભાવે આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થઈશ. એ સત્ય હકીકતને તું તારા મનમાં નિશ્ચયપૂર્વક ભાવિત કર.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy