SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ માર્ચ ૨૦૦૭ સત્ય, સમાજ, સમષ્ટિ સમન્વય અને સંસ્કૃતિના ઉદ્ઘોષક n પદ્મશ્રી કુમારપાળ દેસાઈ પંડિત સુખલાલજીની સત્યનિષ્ઠાનું સ્મરણ થાય એટલે ચિત્તમાં સત્યને કાજે ખાંડાની ધારે ચાલતા ગ્રીક તત્ત્વવેત્તા સૉક્રેટિસનું સ્મરણ થાય. સૉક્રેટિસની સત્યની ખેવના સાથે પંડિત સુખલાલજીની સત્યનિષ્ઠા યાદ આવે, સમયે સમયે ધર્મના સત્ય પર કાટ લાગી જતો હોય છે. એ અંધશ્રદ્ધા, જડ આધાર કે અજ્ઞાનનો કાટ દૂર થાય, તાંજ સત્ય પ્રગટ થાય. સત્યને કદી કાટ લાગતો નથી, પરંતુ કાટમાળથી સત્યને દબાવી દેવાનો પ્રયાસ થાય છે. પંડિત સુખલાલજીએ માન્યતાઓ અને ગતાનુંગતિકતાને સત્ય માનીને ચાલતા સમાજને સત્યનો પ્રકાશ દર્શાવ્યો. રૂઢિચુસ્તોની આંખો અંજાઈ જતી હોવાથી તેઓ સત્યનો પ્રકાશ સહન કરી શકતા નથી તેથી તેઓ આંખોમીંચીને એ સત્યનો વિરોધ કરે છે. પંડિત સુખલાલજી આવા વિરોધ સહન કરીને પણ ધીંગી, સ્પષ્ટ, માનવસંવેદનાયુક્ત અને તડજોડ વિનાની નાર્કિકતાથી સ્વતંત્ર ચિંતન આપતા રહ્યા, સાંપ્રદાયિક્તાની સંકીર્ણ દીવાલો ધર્મોમાં ભેદ ઊભા કરે છે. પંડિત સુખલાલજીએ આને માટે પ્રતિકાર કર્યો અને એ કાજે જે કંઈ સહેવું પડે તે લેશમાત્ર ફરિયાદ વિના સહન કર્યું. પણ સત્ય સાથે એમણે ક્યારેય બાંધછોડ કે તડજોડ કરી ન ગ્રીસના સૉક્રેટિસ પ્લેટી જેવા કેટલાય તોમાં પ્રિય હતા. એમણે સેંકડો તરુણોને જીવનશિક્ષણ આપ્યું, તો સુખલાલજીએ પણ આ રીતે કેટલાય તરુણોના જીવનમાં વિદ્યાવ્યાસંગ જગાવ્યો. જેને પરિણામે પદ્મભૂષણ દલસુખભાઈ માલવણિયા, ડૉ. પદ્મનાભ જૈની, ડૉ. ઈન્દુકલાબહેન ઝવેરી, ડૉ. નગીનભાઈ શાહ જેવા કૈયલાય વિદ્વાનો સમાજને પ્રાપ્ત થયા. પં. સુખલાલજીની આ સત્યોપાસના મર્મસ્પર્શી, સર્વસ્પર્શી અને સારગ્રાહી હતી. તેઓ માનતા કે સાચું જ્ઞાન તેને કહેવાય કે જેના ઉદય પછી રાગદ્વેષ વગેરેની પરિણતિ મંદ પડવા લાગે. જવનમાં એમણે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કર્યો, એમાં ક્યાંય પલાયનવૃત્તિનો આશરો લીધો નહીં, એવું જ ‘ન દૈત્યમ્, ન પલાયનમ' એમના વિચાર, આચાર, વક્તવ્ય અને લેખનમાં જવા મળે છે. તેઓ ધર્મના બે પ્રકાર બતાવે છે, એક છે તેનો દેહ અને બીજો છે તેનો આત્મા. બાહ્ય ક્રિયાકાંડ અને વિધિવિધાનો એ ધર્મનો દેહ છે જ્યારે સત્ય, પ્રેમ, ઉદારતા, વિવેક, વિનય આદિ સદ્ગુર્ગા એ ધરમનો આત્મા છે. ગમે તેવો મહાન ધર્મ હોય, પણ જ્યારે તે બાઠા ક્રિયામાં અટવાઈ જાય છે ત્યારે તેનો આત્મા વિલીન થવા લાગે છે છે અને પીરે ધીરે એનું અસ્તિત્વ ગુમાવે છે. પં. સુખલાલજી એમ માનતા કે સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં ઇચ્છે તેને માટે તેનો સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે. એમી એક મહત્ત્વની વાત એ કરી કે દાર્શનિકતા એ રાષ્ટ્ર કે સમાજના વાસ્તવિક પ્રશ્નોથી વિમુખ રહી શકે નહીં. અન્ય દર્શનોના અભ્યાસ વિના જૈન દર્શનનું રહસ્ય સમજવું પણ મુશ્કેલ છે. વળી એની સાથોસાથ પં. સુખલાલજીએ એ સમયે શ્રી પરમાનંદ કાપડિયાની સામાજિક પ્રવૃત્તિઓને પણ ટેકો આપ્યો હતો અને એથી જ તત્ત્વજ્ઞાન એ સત્યની શોધમાંથી ફલિત થયેલા સિદ્ધાંતો છે અને ધર્મ એવા સિદ્ધાંતોને અનુસરીને નિર્માણ થયેલો વ્યક્તિગત તેમજ સામૂહિક જીવનવ્યવહાર છે. તેઓની જૈન માટેની વ્યાખ્યા વિશિષ્ટ છે. તેઓ કહે છે, જે પારકાના નો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હતી, * આનું મુલ્ય પિરવતો હોય અને જે લોભ-લયની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જે જૈન પર્મ અને દર્શન” બાજર, પંડિત સુખલાલ ?. ૩1e} પં. સુખલાલજી દાર્શનિક હોવા છતાં વિશ્વચેતના સાથે સતત અનુબંધ ધરાવે છે. એમણે નવ વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કર્યો. વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના તેઓ સમર્થ વિદ્વાન હતા. દર્શન અને તત્ત્વજ્ઞાનના પારગામી પંડિત હતા, પરંતુ એ સમયે પણ બંગભંગની ચળવળથી તેઓ વાર્કક હતા અને એ પછી ભારતના આઝાદી-દીનના પ્રત્યેક તબક્કાઓને તેઓ જાણતા હતા. એટલું જ નહીં પણ ૧૯૩૮ના પર્યુષણ પર્વના વ્યાખ્યાનમાં આ બધા સંપ્રદાર્થો પોતપોતાના ચીકામાં રહીને અથવા ચીકામાંથી આ બહાર નીકળીને વાસ્તવિક ઉદાર સાથે આઝાદીના આંદોલનની આગેવાની સંભાળતી રાષ્ટ્રીય મહાસભા સાથે સહયોગ સાધવો જોઈએ એમ તેઓ માનતા હતા. વળી આ મહાસભા એ રાષ્ટ્રીય સંસ્થા હોઈ ધાર્મિક નથી એવી ભ્રમણાથી મુક્ત થવા ભલમાં કરતા હતા. બધા પોતાની સ્વતંત્ર દષ્ટિએ વિચાર કરતા થાય એવી એમની ઇચ્છા હતી અને તેથી તેઓ અર્થશાસ્ત્ર, ઇતિહાસ કે રાજકારણના ઊંડા જ્ઞાતા નહોતા, તેમ છતાં દેશની સ્થિતિના રાહત પરિચયમાં રહીને એ વિશે સ્વતંત્ર ચિંતન કરતા હતા. એમણે સ્વતંત્રતાનો અર્થ સમજાવતાં કહ્યું કે, સ્વતંત્રતામાં શાસકોએ જનતાના હિતને પોતાનું હિત સમજવું જોઈએ એમ ગરીબ અને અભીર વચ્ચેનું અંતર મિટાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો સંપત્તિ અને ગરીબીનો ભેદ ભૂંસાય નહીં, તો લોકતંત્ર નામનું જ એ છે એમ તેઓ માનતા હતા. તેઓ કહે છે કે – જ સ્વરાજ અને સુરાજ્ય એક નથી. આ ઉપરાંત બાળશિક્ષણની મૉન્ટેસોરી પદ્ધતિ અને પુરુષ સ્ત્રીની સમાનતા જેવા વિષયો અંગે પણ એમાં પ્રતિભાવ આપ્યા છે. ૧૯૫૬ના મે મહિનામાં 'ભૂહમાધુરી' સામયિકમાં એમણે લખ્યું : ‘સ્ત્રી અને પુરુષનાં જીવનક્ષેત્રો અમુક અંશે જુદા હોવા છતાં તે બંનેની સમાન શક્તિોને દબાવના કામ કરવાની બી તકો પૂરી પાડવી. સૂરજની પેઠે સ્ત્રી પા કાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારીઓ સંભાળી શકે, સ્ત્રી
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy