SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ માર્ચ ૨૦૦૭ મારું પહેલું વ્યાખ્યાન અને તે પણ જૈન ધર્મના બહુન્નુત વિદ્વાન પંડિતજીના અધ્યક્ષપદે હતું. મને મૂંઝવણ થતી હતી. પરંતુ પંડિતજીને સંતોષ થયો. તેથી મને હિંમત આવી. ત્યારથી દર વર્ષે રમણભાઈનાં અને મારાં વ્યાખ્યાનો જૈન ધર્મના જુદા જુદા વિષય પર થતા રહ્યાં. જૈન ધર્મના વિષય માટે હું પંડિતજીનાં પુસ્તકો ‘જૈન ધર્મનો પ્રાણ’, ‘દર્શન અને ચિંતન'ના બન્ને ભાગ, 'ચાર તીર્થંકરો' અને અન્ય પુસ્તકો હું વાંચી જાઉં. વિષયની તૈયારી માટે તે બહુ ઉપયોગી થતા. જૈનધર્મનો પ્રાણ' એ મારું અત્યંત પ્રિય પુસ્તક છે. ‘અનેકાંતવાદ' પર તૈયારી કરતા પંડિતજીના વિચારોથી મને ઘણી સહાય મળી. ભગવાન મહાવીરની ‘અનેકાંતવાદ' વિષયક ચાર શરતો પંડિતજીએ એટલી સરળ ભાષામાં સમજાવી છે કે તે માત્ર વ્યાખ્યાન પૂરતી જ નહિ જાગ્રત રહીએ તો જીવનમાં પણ બહુ ઉપયોગી થાય. ડૉ. રમણભાઈના જીવન વિકાસમાં પૂ. પંડિતજીનો ફાળો ઘણો મોટો છે. રમણભાઈ ‘મહાવીર જૈન વિદ્યાલય’માં રહેતા હતા ત્યારે પંડિતજી અનુવાદિત વાચક ઉમાસ્વાતિ કૃત્ત ‘તત્ત્વાર્થસૂત્ર' ભળવાનું આવ્યું. તેના પરથી પંડિતજીની લેખનશક્તિનો અને ધર્મદ્રષ્ટિનો પરિચય તેમને થયો. પ્રબુદ્ધ જીવન ૧૯૫૫-૫૬ના વર્ષોમાં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજે અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ શરૂ કરવા એક વર્ષ માટે રમણભાઇને મોકલ્યા. ત્યાં રમણભાઇએ સમયનો સદુપયોગ કર્યો. કૉલેજનું કામ પૂરું થાય પછી રોજ પંડિતજી પાસે જાય. સાંજે તેમને ફરવા લઈ જાય. અને બાકીના સમયમાં પંક્તિØની પસંદગીનાં પુસ્તકો અને વર્તમાનપત્રો વાંચી સંભળાવે. રજાના દિવસોમાં વધારે સમય આપે. રમણભાઈ કહેતા કે પંડિતજીનો હાથ પકડી ચાયું ત્યારે એમના હાથના સ્પર્શમાં પવિત્રતા અને હૂંફનો અનુભવ થાય. હું એમને દોરું એના કરતાં એ મને દીતા હોય તેવું લાગે, અને વિશાળ દૃષ્ટિએ વિચારતા એ સાચું જ છે કે પંડિતજીએ પોતાનાં આધ્યાત્મિક લખાણો, વક્તવ્યો અને પોતાના પુરુષાર્થી જીવન દ્વારા આપણને સહુને સાથી ’દિશામાં દોર્યા છે. રમાભાઈ અમદાવાદમાં એક વર્ષ માટે એકલા રહ્યા તેથી લોજમાં જમે. પંડિતજી તેમના સ્વાસ્થ્ય માટે ચિંતા કરે. એક દિવસ ફરવા ગયા ત્યારે પંડિતજીએ ઓળખીતાની દુકાનેથી કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ વગેરે સુકો મેવો રમણભાઇને અપાવ્યાં. અખૂટ વાત્સલ્ય વિના આવું સૂઝે નહિ. સુકો મેવા જઈ રમણભાઈ ભાવથી ગદ્ ગદ્ થઈ ગયા. આ સુકો મેવા તેમને માટે અમૂલ્ય આશીર્વાદનું પ્રતીક હતો. તે જીવનભર આ પ્રસંગ ભૂલ્યા નહિ. આવું વિરલ વાત્સલ્ય અને પંડિતજીનો પવિત્ર સ્પર્શ અમારો બન્ને બાળકો પણ પામ્યાં. આઠ મહિનાની શૈલજાને માથે હાથ ફેરવી અત્યંત ભાવથી તેમણે આશીર્વાદ આપ્યા. એ આશીર્વાદ ફળ્યા છે. અમદાવાદમાં સરિતકુંજમાં પંડિતજી પાસે અગિયાર મહિનાના પુત્ર અમિતાભને લઈ ગયા. પંડિતજીના આશીર્વાદ તે પામ્યો અને તેમને વળગીને રમ્યો પણ ખરી. પંડિત પાસે મોટાં આવે, બાળકો બહુ ઓછાં આવે. ચિ. અમિતાભ સાથે રમતા પંડિતજીના ચહેરા પર અનેરો આનંદ પ્રગટ્યો. આજે અમિતાભે પણ પોતાના ક્ષેત્રમાં ધણી પ્રગતિ સાપ છે. પંડિતજી પાસે રમણભાઈ મહામહોપાધ્યાય કાીનું અંગ્રેજીમાં લખેલું ધર્મશાસ્ત્રના ઇતિહાસ વિશેનું પુસ્તક વાંચતા. પંડિત અંગ્રેજ ભાષા વ્યવસ્થિત રીતે ભણ્યા નહોતા પણ મહાવરાથી બરાબર સમજતા. એક પણ અંગ્રેજ શબ્દનો અર્થ ન સમજાય તે ચલાવે નહિ. તે તેથી રમણભાઈ શબ્દકોષ લઈને વાંચવા બેસતા. પંડિતજીની અધ્યયન, અધ્યાપનની આવી ચોક્કસાઈ અને ચીવટ રમાભાઈમાં પણ આવી.. પંડિનજી પાસે માાં ક્ષેત્રની ધણી મોટી વ્યક્તિઓ મળવા, સલામ લેવા આવે. તેથી રમાભાઇને તેમને મળવાનો લાભ મળ્યો. ઉમાશંકરભાઈ, સ્નેહરશ્ચિમ અને જયંતી દલાલ વગેરે સાહિત્ય પરિષદના નવા બંધારણની ચર્ચા કરવા આવે. જયંતી દલાલ ઘણી વાર ઉગ્ર થઈ જતા. પણ પંડિતજી તેમને શાંત પાડે. રમણભાઇએ પોતે પણ બંધારણની ચર્ચામાં ભાગ લઈ કેટલાક ઉપયોગી સૂચનો કર્યા હતાં. એક વાર પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. નીકળતા પહેલા એક બાજુ ઊભા હી નવકાર મંત્ર બોઠ્યા. તે માટે રમાભાઇને પોતાની ખુશી વ્યક્ત કરી. રમણભાઈ પણ આ રીતે પણ સારું કાર્ય શરૂ કરતાં બોલી, પંડિતજીએ કહ્યું, ધર્મમાં શ્રદ્ધા રાખવાથી બળ મળે છે. ધર્મમાં શ્રદ્ધા હોય, કામ ઉત્તમં હોય અને એ સફળ થશે જ તેવું Positive thinking-હકારાત્મક થતા હોય તો સફળતા મળે છે. પંડિત તેમના નવા યુગ તરફી વિચાર વલઠ્ઠાથી બળવાખોર પંડિત તરીકે ઓળખાતા. કેટલાક કહેતા કે તેઓ ભષા માં તેમણે લખ્યું ઘણું પણ સામાયિક-પ્રતિક્રમણ કરતા જોવા મળે છે ? છે? પંડિતજીનો સાચો પરિચય ન હોય તે બોલે પણ પંડિતજીનો અપ્રતિમ તે સમતાભાવ જોતાં તેમ લાગે કે તેમને તો સાધુની માફક આખુંય જીવન સામાયિક વ્રત હતું. તેમનો બળવો તો અનીષ્ટ તત્ત્વો સામે હતો. એક વખત તેમણે રમણભાઇને કહ્યું કે આ વર્ષે હું યુવક સંધની એમની આજની સિદ્ધિઓ એમના પૂર્વજન્મનું જ કેમ ન હોૐ ભાર પુરુઞાર્થ રીતે તે માાર બન્યો છે. તે ભારતનું એક અમૂલું રત્ન છે. પૂ. શ્રી રવિશંકર મહારાજે
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy