SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૭ પ્રબુદ્ધ સર્વયોગશાસ્ત્રોનું અવગાહન કરી તેમાંથી સારા સારા પારમાર્થિક વચનો રૂપી બિંદુઓને એકઠા કરી આ ‘યોગબિંદુ’ ગ્રંથની રચના કરી છે. જુદા જુદા શાસ્ત્રીના દર્શનકારીના ભિન્નભિન્ન વિચારો અને મોની સૂક્ષ્મદ્રષ્ટિપૂર્વક મીમાંસા કરી તેમાં આવતા વિસંવાદને જુદા પાડીને આ પોગર્ભિદુ ગ્રંથમાં તેનો સંગ્રહ કર્યો છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિએ આત્મસ્વરૂપને પ્રગટાવનારા, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ સંશય-એમ યોગના પાંચ ભેદો વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. જીવાત્માઓ સંસારના પરિભ્રમણ રૂપ મિથ્યાત્વને ત્યાગી સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર રૂપ અંતરાત્મભાવોને પ્રાપ્ત કરી ઉત્તમ પુરુષાર્થ સહિત અપ્રમાદિભાવે ચાર્જિંત્ર યોગ વર્ક પરમાભાવને પ્રાપ્ત કરે એવો યોગમાર્ગ આ ‘ધોબિંદુ' ગ્રંથમાં વર્ણવાયો છે. શ્રીમતી નલીની શાહ : અધ્યાત્મયોગી કવિ ચિદાનંદજીના પદોમાં યોગ વિષયક વિચારણા વીસમી સદીમાં વિદ્યમાન અને ઓછા જાણીતા જૈન યોગી કવિ ચિદાનંદજીની ‘બહોતરી'ના પદોમાં જ્ઞાન, ધ્યાન અને યોગનું નિરૂપા કેવી રીતે થયું છે તે અહીં આલેખ્યું છે. ચિદાનંદજી અધ્યાત્મયોગી કવિ હતા. તેઓ અધ્યાત્મ અને યોગશાસ્ત્રમાં પારંગત અને એક ઉત્તમ સાધક હતા. આત્માનું સ્વરૂપ પામી આત્માનુભવ, આનંદાનુભવ તેમણે કર્યો હતો. ચિદાનંદ રચિત બોંતેરીના કેટલાંક પોમાં યોગના વિષયનું નિરુપણ કરીને કવિશ્રીને આત્મ સ્વરૂપની અનુભૂતિનું કાવ્યમય આલેખન કર્યું છે. અધ્યાત્મયોગી કવિ ચિદાનંદજી 'બોની'ના કેટલાંક પદમાં યોગના વિષયનું નિરુપણ કરીને કવિશ્રીએ આત્મ સ્વરૂપની અનુભૂતિનું કાવ્યમય આલેખન કર્યું છે. અધ્યાત્મયોગી કવિ ચિદાનંદજી ‘બહોંતેરી'ના એક પદમાં કહે છે, છે.' ‘ક્રિયા વિનાનું જ્ઞાન લુખ્ખું છે અને જ્ઞાન વિનાની ક્રિયા શુષ્ક - બહોતેરીના ૨૩માં પદમાં કવિ યોગના વિષયનું નિરુપણ કરીને આત્મસ્વરૂપની અનુભૂતિ વર્ણવે છે. અધ્યાત્મના માર્ગે વિહરેલા માનવના મગજમાં સોહં સોહંની રટણા ચાલી રહે છે. આ રટણા શબ્દાતીત હોય છે. અંતરમાં સતત ચાલતા આ નાદને એનો આત્મા જ સાંભળી શકે છે. ધ્યાનના પદની રચનામાં કવિ મોક્ષ માર્ગના સાધન તરીકે આત્મધ્યાન સિવાય અન્ય કોઈ માર્ગ નથી એ વાત સમજાવે છે. તે ઉપરાંત પિંડસ્થ અને પર્થ ધ્યાન કેવી રીતે કરવું તે વાત પણ પદમાં કાવ્યમય બાનીમાં સમજાવે છે. ધ્યાનનો અભ્યાસ ગુરુના સાન્નિધ્યમાં કરવાથી લાભ થાય છે અને શુભધ્યાનના યોગે જીવ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. આ વાત આત્મધ્યાનમાં લીન થનાર ભરતચક્રીની કથાના દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. જૈન પદ સાહિત્યમાં કવિ ચિદાનંદના અધ્યાત્મરસથી ભરપૂર એવા યોગ અને ધ્યાન વિષયક પદો-વિશિષ્ટ સ્થાને બિરાજે તેવા છે. ડૉ. માલતી શાહ : આનંદઘનજી તથા યશોવિજયજી−‘જ્ઞાનસાર'ના સંદર્ભે અવધૂ કવિ આનંદઘનજી અને ઉપાધ્યાય યશોવિજયજી બંને પોતપોતાના ક્ષેત્રની સમર્ગી પ્રતિભાઓ હતી. બન્ને યુગપુરુષોના કાર્યક્ષેત્રમાં ઘણી ભિન્નતા હતી. આનંદઘનજી યોગી હતા તો ઉપાધ્યાય યશોવિજયજી કર્મયોગી હતી. એકની વાણી ગુઢ અને મર્મજ્ઞ તો બીજાની તાર્કિક અને વિદ્રત્તાસભર હતી. એક મહાત્મા-ઉન્નતિનો વિચાર કરનાર, બીજો પરોપકાર દ્વારા આત્માની પ્રગતિ સાધનાર, એકને દુનિયાની દરકાર ન હતી બીજાને કૉમ, શાસન, જીવન ૧૫ ગચ્છની સ્થિતિ લક્ષમાં હતી. બન્નેની દિશા જુદી હતી પણ બંને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ હતા. આનંદઘનજીનો યોગ અને અધ્યાત્મ પ્રશંસનીય હતા જ્યારે વિજયજીની શાસનર્સવા અપ્રતિમ હતી. ઉપાધ્યાય યશેવિજયજીની એક પ્રગલ્ભ કૃતિ ‘જ્ઞાનસાર’ છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મના વિશાળ સાગરમાંથી સારતત્ત્વ ઝીલીને આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં જેને પરિભાષાના ભાર વગરની આધ્યાત્મિક વાતો અને આનંદઘનજીની રચનાઓ સાથે વત્તાઓછા પ્રમાણમાં સામ્ય છે. આનંદઘનજીના સાહિત્યમાં એકસો આઠ પદો અને બાવીસ સ્તવનોનો સમાવેશ થાય છે. આ પદો અને સ્તવનોમાં અપૂર્વ યોગજ્ઞાન અને અધ્યાત્મ રજૂ થયા છે. જ્ઞાનસાર અને આનંદધનજીની કૃતિઓ બંનેની શૈલીમાં ઘણો તફાવત હોવા છતાં બંનેની વિચારધારામાં સામ્ય છે. લેખિકાએ બંનેની કૃતિઓમાંથી રાંતો આપી નીચેના વિષયોની સમાનતાઓ દર્શાવવામાં આવી છે. હીરા અને ચિંતામણીનો ત્યાગ, આથારૂપી જંજીર, મમત્વપાશ, ોહમાયા અને મમતાનું આકર્ષણ, સાચા કુટુંબીજનો, મોક્ષ અને પૂજા, આગમ અને પરંપરાનો સ્વીકાર, યોગ, અનુભવદશા તથા નિર્ભય નગર, કીર્તિબેન દોશી : જૈન ધોગ ઃ 'હું સાધનોમાં આત્માની સિદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે જૈન પોંગ છે.' લેખિકા ઉપરની વાત સમજાવીને કહે છે કે યોગની ક્રિયાઓ આપણી સર્નવી ચેતના શક્તિ જામત કરી તેનો વિકાસ કેવી રીતે કરે છે અને રોગમાંથી કેવી રીતે મુક્તિ અપાવે છે તે વાત સૂક્ષ્મ રીતે સમજાવે છે. આસન, પ્રાણાયમ દ્વારા શરીરમાં કેવી રીતે સ્ફૂર્તિ આવે છે, યોગ દ્વારા હૃદય રોગ જેવી ભયંક૨ બિમારીમાંથી મુક્ત થવાય છે અને યોગ દ્વારા શરીરને કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય છે તેનું આલેખન કર્યું છે. છે તે ઉપરાંત આ લેખમાં તેમણે સમજાવ્યું છે કે યોગના કયા આસનો કોણે ક૨વા જોઈએ અને કોણે ન કરવા જોઈએ. યોગની સિદ્ધિ ગુરુકૃપા દ્વારા જ થઈ શકે છે અને યોગના પંદર આસનનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવામાં આવ્યો છે. આશાબેન ગાંધી : જૈન યોગ : આ નિબંધમાં યુજ્જુ ધાતુ પરથી બનેલા યોગ શબ્દનો અર્થ સમજાવી તેની વ્યાખ્યા આપતાં કહ્યું છે, ‘આત્માની સ્વરૂપ પૂજા કરાવી આપે તે યોગ.’ હેમચંદ્રાચાર્યે પોતાના ‘યોગશાસ્ત્ર' ગ્રંથમાં રત્નત્રયીને યોગના શાસ્ત્ર સાથે જોડ્યા છે. યોગના પ્રકારો બતાવ્યા છે. રત્નત્રયી યોગ, પંચાસાર, વિશિષ્ઠ સમ્યક્દર્શન, ચારિત્રોત્ર, અહિંસાોળ, આશ્રય, સેવર, નિર્જા યોગ, શુદ્ધિ, પુરુષાર્થ, ક્રિયાયોગ, ભાવના, ધ્યાનયોગ. આ સર્વયોગના ભેદો-મભેદો વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. અંતમાં કહ્યું છે કે જીવને સાધ્ય પ્રાપ્તિ કરવા માટે યોગ એ એકલું જ સાધન નથી પણ ઘણાં સાધનો પૈકી એક અગત્યનું સાધન છે. મોક્ષનો મુખ્ય હેતુ ધ્યાનમાં રહી જે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે અને તે મોક્ષ સાથે જોડનાર હોય તો તેને ‘યોગ' કહેવામાં આવે છે. બીજી બેઠક : તા. ૮-૯--૦૬, શુક્રવાર : બપોરે ૩-૩૦ વાગે આ દિવસની બપો૨ની બેઠકનો વિષય હતો ‘જૈન પત્રકારિત્વ.’ આ બેઠકના અધ્યક્ષપદે પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ 'જૈન પત્રકારત્વની દશા
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy