________________
તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૭
પ્રબુદ્ધ જીવન
ગ્રામ સ્વરાજ સંઘ-નીલપર-કચ્છ : ચેક અર્પણ વિધિનો કાર્યક્રમ
D મથુરાદાસ એમ. ટાંક
શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી છેલ્લા ૨૨ વર્ષથી પર્યુષા વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રોતાઓને દાન માટે અપીલ કરી ગુજરાત રાજ્યના અંતરિયાળ-આદિવાસી કે પછાત વિસ્તારમાં આવેલી માનવસેવા-લોકસેવા-વિકલાંગ કે શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાને આર્થિક સહાય કરવામાં આવે છે. આવી રીતે આર્થિક સહાય કરવાનો શુભ ઉમદા વિચાર સંઘના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમાલાલ ચી. શાહને ર્યો જેના ફળ સ્વરૂપે આપી ૨૨ વર્ષથી સતત આર્થિક સહાય કરતાં આવ્યાં છીએ. ડૉ. રમણલાલ ચી. શાહની ઈચ્છા હતી કે આપણે એક વર્ષ કચ્છનો પ્રોજેક્ટ લઈએ જે એમની હયાતી પછી ફળીભૂત થયો તેનો સંઘને ખૂબ જ આનંદ છે. આ વર્ષે ગ્રામ સ્વરાજ સંઘ, નીલપર-કચ્છને આર્થિક સહાય કરવી એમ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
અમને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે કચ્છ માટે આપ રૂા. ૨૦,૧૫,૪૨૧/- જેવી માતબર રકમ એકઠી કરી શક્યાં જેને અર્પણ કરવાનો કાર્યક્રમ શુક્રવાર તા. ૧૨મી જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ સોનટેકરી, નીલપર–કચ્છ મુકામે યોજવામાં આવ્યો હતો.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના હોદ્દેદારો, સભ્યો, દાતાઓ અને શુભેચ્છકો સહિત કુલ ૨૧ ભાઈ-બહેનો ગુરૂવારતા. ૧૧મી જાન્યુઆરી ૨૦૦૭ના રોજ કચ્છ એક્ષપ્રેસમાં સાંજના ૫-૧૦ કલાકે રવાના થઈ. શુક્રવાર તા. ૧૨મી જાન્યુઆરી ૨૦૦૭ના સવારે ૭-૦૦ કલાકે’ ભચાઉ સ્ટેશને ઉતર્યા.
ભચાઉ સ્ટેશને પહોંચતાં ગ્રામ સ્વરાજ સંઘના સર્વશ્રી રમેશભાઈ સંઘવી, મંત્રી શ્રી દિનેશભાઈ સંઘવી તેમજ સામાજીક કાર્યકર શ્રી લીલાધરભાઈ ગડા અમને બધાને આવકારવા હાજર હતા. ભચાઉ સ્ટેશનની સામે જ ‘વિસામો' કરીને આધુનિક સગવડવાળા ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યો. સ્નાનાદિ ક્રિયાઓ પતાવી, ચા-નાસ્તાને ન્યાય આપી અમે સૌ સોનટેકરી, નીલ૫૨ પરિસર માટે બે મોટરોમાં રવાના
થયા.
સોનટેકરી પરિસરમાં પીંગનો સર્વશ્રી મણિભાઈ સંઘવી, રમેશભાઈ સંઘવી, દિનેશભાઈ સંઘવી અને ઈતર કાર્યકર્તાઓ તેમજ સ્કૂલના બાળકો-બાલિકાઓએ બેંડવાજા અને દાંડિયા રાસની રમઝટ સાથે તિલક કરી અમારું બધાનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. ચા-નાસ્તાના કાર્યક્રમ પછી તરત જ સંચાલકો અમને પરિસરનું નિરીક્ષણ ક૨વા માટે આગ્રહપૂર્વક લઈ ગયા.
સંકુલના પ્રિન્સીપાલ શ્રી નકુલભાઈ ભાવસાર જેઓ ખેતી તેમજ પશુપાલન બાબત ખૂબ સારી જાણકારી ધરાવે છે, તેમણે સંકુલમાં ચાલતી ગૌશાળા, ઉદ્યોગશાળા, કસ્તુરબા બાલવાડી, આદિવાસી કન્યા આશ્રમશાળા, વગેરે વિશે વિશેષ માહિતી સરળ ભાષામાં આપી હતી. ૨૦૦૧ના ધરતીકંપમાં સંકુલના બધા મકાનો ધરાશાયી થયાં હતાં.
૧૧
પણ ગૌશાળાના મક્રાનને ઊની આંચ પણ આવી ન હતી. એ ચમત્કાર સમાન છે. સંસ્થા પાસે ૧૨ એકર જમીન છે જેમાં ધાસચારો-ઘઉં, બાજરી વગેરે ઉગાડવામાં આવે છે.
સંસ્થા તરફથી આજસુધી નાના મોટા જેટલા પ્રોજેક્ટ લીધા તેની વિસ્તૃત માહિતી આપતું પ્રદર્શન ‘પરમ સમીપે' બનાવવામાં આવ્યું. જેનું આબેહૂબ વર્ણન પ્રિન્સિપાલ શ્રી નકુલભાઈ ભાવસારે આપ્યું.
સંસ્થા દર્શન પછી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી એક ટૂંકી CD ફિલ્મ રજૂ કરવામાં આવી. સંસ્થાની શરૂઆતથી, ભૂકંપ પહેલા અને ભૂકંપ પછી જે સ્વરૂપ હાલમાં છે તેનું આબેહુબ વાસ્તવિક ચિત્ર સંગીત સાથે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું. ફિલ્મ ખરેખર અદ્ભુત છે.
બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા પ્રાંગણમાં ગોઠવવામાં આવી હતી. સર્વશ્રી ખેશભાઈ સંધવી, દિનેશભાઈ સંઘવી, નકુલભાઈ ભાવસાર, મુક્તાબેન અને અન્ય કાર્યકરોએ ખૂબ જ પ્રેમપૂર્વક બધાને પીરસીને જમાડ્યા હતા.
મોજનાડી ક્રિયાઓ પતાવી, સૌ મઢમાનો થોડો આરામ કરી, બપોરના ૨-૩૦ કલાકે ચા-કોફીની મજા માણી સો સહયોગ રાશી અર્પણ વિધિ ‘પાથેય સમારોહ’માં ઉપસ્થિત થયા હતા.
કાર્યક્રમની શરૂઆત, પવનપુત્ર શ્રી હનુમાનજીના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરી બાળકો તરફથી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
ગ્રામ સ્વરાજ સંઘના કાર્યકર તેમજ સુનીલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક શ્રી રમેશભાઈ સંઘવીએ મુંબઈથી પધારેલા બધા મહેમાનોનું અભિવાદન કર્યું હતું, તેમજ ડૉ. રઘુવીર ચૌધરી, લંડનથી પધારેલા ઓપીનીઅન મેગેઝીનના પત્રકાર શ્રી વિપુલભાઈ કલ્યાણી, સાહિત્ય પરિષદ-અમદાવાદના નિયામક શ્રી રમેશભાઈનું તેમણે ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુંબઈથી કચ્છના ગામડે સામે ચાલીને રૂપિયા આપવાવાળી કદાચ આ એક માત્ર સંસ્થા હશે. રૂપિયા આપે છતાં પણ કોઈપણ જાતની પૂર્વ શરત નહીં. શ્રી રમેશભાઈ સંઘવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સ્વ. રમણલાલ ચી. શાહ અહીં સદેહે ઉપસ્થિત નથી છતાં પણ તેઓ આહીં સૂક્ષ્મ સ્વરૂપે હાજર જ છે એવો ભાસ થાય છે. ડૉ. ધનવંતરાય શાહનો ટેલીફોનથી આવેલો સંદેશો, ‘હું સમારંભમાં હાજર નથી તેની મને રંજ છે પણ હમણાંની રાશીથી બમણી રાશી લઈને ફરી આવીએ એવી ભાવના છે,' કહી સંભળાવ્યો હતો.
સંઘના પ્રમુખ શ્રી રસિકલાલ શાહે પોતાની હારાક શૈલીમાં બધાને હસાવ્યાં હતાં. અહીં બાળકો સુંદર વાતાવરણામાં, સારી આહાર લઈ, ખંતથી ભણીને સારા નાગરિક બને એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ભારતનું અર્થતંત્ર બરોબર કામ કરે તો ગાંધીજીની ધોતીના બદલે દરેકને ચર્ચીલના શ્રી પીસ સુટ મળે.
શ્રી લીલાધરભાઈ ગડાએ તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું કે હું મુંબઈમાં હતો ત્યારે પયુંપણ વ્યાખ્યાનમાળાના પૌત્ર પાછી પીપા