SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ રણધીર, રણવીર, રણસ્થિર ને રણજીત બનાવી દઈ સવા રૂપિયો લઈ ગયેલો તે યાદ આવે છે. આવી શબ્દરમત, વિધાભાસ સર્જીને શામળ નામ-મક્રિયામાં કરી છેઃ 'દા. ત. : કુબેર નામ કહેવાય, ખજાને દીઠા ખાલી, કરે ધર્મો બહુ પાપ, ન્યાલ આવે ઘર ઘાલી; . વ્હાલો રાખે વેર, ઝેર જેવો તે મીઠો, અંગી કરે વેપાર, ભાંગી ભીખતો દીઠો. નામ હોય સુ¥શિની ને હોય બોડી, નામ હોય સુભાષિની ને હોય કર્કશા, નામ હોય સુહાસિની ને ડાચાં હોય દીવેલિયાં, નામ હોય પ્રિયબાલા ને હોય બલા રૂપ ! વિરોધાભાસની જેમ કેટલીક બાબતોમાં ગુણ-સામ્યને ઉપસાવી–વિકસાવી તુલના કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ પણ થઈ જાય ! દા. ત. કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું પ્રશસ્તિકાવ્ય નામે 'જામધણી કાં રામધણી'. જેમના નામની રણજી ટ્રોફી રમાય છે એવા જામનગરના રાજવી માર્જિનસિંહજીની તુલના કવિ રને અર્થાધ્યાના રાજા રામ સાથે કરી છેઃ ‘અવધપુરી નવીના પુરી, દશરથ વીભો જામ તખત મેળવે તપ કરી કાં રણજીત કાં રામ. બેટ ધનુષ બરાબરી વસુધા વિજય તમામ, કિરતી રૂપ સીતા વરે કાં રણજીત કાં રામ. એકપત્નીવ્રતમાં અડગ, સૂર ધીર સંગ્રામ. કળીમાં જીતે કામને, કાં રણજીત કાં રામ. પીતુ વચનને પાળવા હરદમ રાખે હામ, પિતૃભક્ત આ પૃથ્વી ૫૨, કાં રણજીત કાં રામ. ભુરા ગોરા વાંદરા, ભજતા સીતા રામ, ભુરા ગોરા વશ કરે, કાં રણજીત કાં રામ. અંતર પ્રેમ ધરી અતિ જયતિ રમત જાય, રામરાજ્ય વરતાવતા. કાં રણજીત કાં રામ. કવિ રતના કાવ્યનો કેટલોક અંશ વાસ્તવિક ને કેટલોક પ્રશ્નાતિ પ્રધાન ને અતિશયોક્તિભર્યો છે, પણ શ્લેષાત્મક શબ્દરમતમાં એ સહ્ય બને છે. કેટલીક વાર કવિઓ, પાદપૂર્તિમાં પદ્મ આવી શબ્દરમત કરતા હોય છે. રાવળજામના દરબારમાં એકવાર પાદપૂર્તિનો કાર્યક્રમ હતો. દોહાની પ્રથમ પંક્તિ આપેલી તે આ પ્રમાણેની હતી : ‘અધર ગયણ વળંભરહિ, કવ ચઢીયા તોખાર' અધર એટલે ઊંચી, ગયણ એટલે પૃથ્વીની રજ, વળુંભ રહી એટલે ઉડી રહી અને તોખાર એટલે ઘોડા. એક ચારણે બીજું ચરણ રચી આ પ્રમાણે પાદપૂર્તિ કરીઃ મેં ઉતાર્યો લખધીર ો, મોરંગ શરૂથી ભાર. તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૭ લખધીર રા એટલે લાખાજીના પુત્ર, ભારંગ એટલે શેષનાગ અને ભાર એટલે બોજો જીવન. ચારણે એનો અર્થ કહ્યોઃ-‘હે જામ લખધીરજીના કુંવર રાવળજી! તે એટલાં બધા કવિઓને (દાનમાં ઘોડા આપી) ઘોડે ચઢતા કર્યા કે તે ઘોડાઓના ચાલવાથી આકાશમાં, એટલી બધી ધૂળ ઉપર ચડી કે જાણે પૃથ્વીનું બીજું પડ કેમ બ્રેઈ ન રહ્યું હોય! તે રાવળજી! એ ખુબ ઊંચે ચઢવાથી, તેં શેષનાગના માથા પરથી પૃથ્વીનો ભાર (ઉતાર્યો છે) ધો જ ઓછો કર્યો છે.' રાજ્યાશ્રયી કવિઓ એમના ‘પેટ્રોન'ની આવી પ્રશસ્તિ કરે નહીં તો ધોડે ચઢવા ક્યાંથી મળે.' કેટલીક વાર કેવળ શબ્દ-રમત જ નહીં પણ એક જ શબ્દના પ્રતીકાત્મક, અર્થસ્ફોટથી ક્લ્પનાને અવકાશ મળે. દા. ત.- ‘અંધ કોણ ?' એ પ્રશ્નના પ્રતિભાવરૂપે શામળ એની ચોપાઇમાં આઠ આંધળાઓનો ઉલ્લેખ કરે છેઃ જોબનમદ પહેલો આંધળો, બીજો અંધ કામે આકળો ત્રીજું અંધ ધનમદ જેહને, ચોથો અંધ મદ જેની દેહને ’ પંચમ અંધ અને આદર્યો, છઠ્ઠો અંધ જે કોર્ષ ભર્યો, સાતમો રાજપદ કય જે આઠમાં અંધ વ્યસની હોય તે એટલા અંધ વિચાર ન કરે,' અને છે. તે નિશ્ચે મરે, પહેલાંના રાજા–મહારાજા કે ઠાકોરો પોતાની પ્રશસ્તિ ક૨ના૨ા ભાટ-ચારક રાખતા હતા. એક રીયાસતનો ઠાકોર એની મારાકી ઘોડી પર સવારી કરી, એના ચારણ સાથે નીકળેલો...વનમાં એને તરસ લાગી...એક કૂવે પનિહારીઓ પાક્ષી ભરતી હતી ને નજીકના ખેતરમાં એક ભરવાડ ગાયો ચરાવતો હતો. પનિહારીઓને જોઈ ઠાકોર મૂછો મરડતો હતો એટલે ભરવાડની ગાયો, ઠાકોરની ઘોડી, ઠાકર અને પનિહારીઓને વણી લેતું એક કવિત પેલા ચારી કહ્યુંઃ ગાર્યા તો શીંગ નાંકી, રંગ નાંકી ઘોડિયાં, મરદ તો મૂછ બોકા, નૈન બાંકી ગોરિયાં.' ગાયો શીંગે, ઘોડી અંગે, મરદ મૂછે ને ગોરી નયને-બાંકી હોય તો શોભે. ચારણના આ કવિતને નકારતાં પેલા ભરવાડે એના જવાબમાં આ કવિત કહ્યું:– ગાયાં તો દૂધ બાંકી, ચાલ બાંકી ઘોડિયાં, મરદ તો રણ–બાંકા, શીલ બાંકી ગોરિયાં. દૂધથી ગાય, ચાલી ઘોડી, રણમેદાને મરદ અને શીલથી સ્ત્રીઓ. બાંકી એટલે શોભા આપનારી ને પ્રભાવક હોય. નિરીક્ષા- પરીક્ષણ પર નિર્ભર સમસ્યા-પ્રધાન શબ્દ રમતનો આ પણ એક પ્રકાર છે. પ્રશ્નોત્તરી સમસ્યા પ્રધાન શબ્દ રમતમાં કવિ શામળ હિંદી કવિઓથી જાય તેવો નથી. એના બે છપ્પામાં સમસ્યાઓના સવાલ-જવાબ આવી જાય છે. દા. ત. : કોણ પૃથ્વીથી પ્રોઢ ? કોણ અણુથી નાનો ? કોણ પવનથી પહેલ ? કોણ દૈવીથી દાન કોણ ઇન્દ્રથી વિમળ ? કોણ અગ્નિથી તાતો ? કોણ દૂધથી ઉજ્જવળ ? કોણ મંદિરાથી યાતો ?
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy