SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/ જ ૧૧:૧૫ 2. નોએ ૭ વર્ષ (૫૦) – ૧૮૦૦ અંકર, તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૦૭૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રબુદ્ધ જીવ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ૦૦ વાર્ષિક લવાજમ રૂા.૧ ૨ ૫/- ૭ © છૂટક નકલ રૂા. ૧૦/- આ તંત્રી ધનવંત તિ. શાહ જ્યાં જ્યાં વસે ગુજરાતી ગૌરવવંત ત્યાં ત્યાં સાદ્યંત ‘વિશ્વકોશ' હોય કેટલીક પ્રવૃત્તિ અને યજ્ઞો એવા હોય છે કે જેના ઉપર વારે વારે વારી જવાનું મન થાય. અમદાવાદ સ્થિત જ્ઞાનોપાસક યજ્ઞ ‘ગુજરાતી વિશ્વકોશ'ની પ્રવૃત્તિ એવો જ્ઞાન યોગ છે, એવી જ્ઞાન યાત્રા છે. ગયા વર્ષે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને ૨૧મા ગ્રંથનું વિમોચન મુંબઈમાં કરવાનું આમંત્રણ આપ્યું. એ આમંત્રણ ટ્રસ્ટના મહાનુભાવ ટ્રસ્ટીઓએ સ્વીકાર્યું અને પરિણામે ૨૦૦૬ના ૨૯મી એપ્રિલે મુંબઈના પાટકર હૉલમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ‘ગુજરાત વિશ્વકોશ' ટ્રસ્ટ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે ૨૧મા ગ્રંથનું વિમોચન થયું અને આ ‘જગન્નાથના રથ'ને ગુજરાતની બહાર લઈ જવાનો શુભારંભ થયો. જિજ્ઞાસુ ગુજરાતીના ચિત્તને ચેતન યાત્રા કરાવતા આ ૠષિ કર્મના જ્ઞાન હિમાલયને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં એની પાલખીને લઈ જવી એ સર્વ ગુજરાતીનો ગુજરાત ધર્મ છે. અને આ અવાજનો પડઘો તરત જ ત્યારે ત્યાં એ દિવસે પડ્યો અને ૨૨મા ગ્રંથનું લોકાર્પણ કોલકત્તામાં થાય એવા નિમંત્રણ સાથે આ બાવીશમા ગ્રંથના પ્રકાશન માટે ધનરાશિ સ્વીકારવા ઉદ્યોગપતિ શ્રી સી. કે. મહેતાએ ટ્રસ્ટને વિનંતિ કરી અને આ ૨૨ મો ગ્રંથ પોતાના ગુરુવર્ય નમસ્કાર મહામંત્રના આરાધક પ. પૂ. પન્યાસ પ્રવ૨ ભદ્રંકર વિજયજી ગણિવર્યને અર્પણ કરાય એવો ભાવ પ્રગટ કર્યો. અત્યાર સુધી પ. પૂ. મોટા, પ. પૂ. પ્રમુખ સ્વામી અને પ. પૂ. યોગેશ્વરજી જેવા સંતોને ગુજરાતી વિશ્વકોશના ગ્રંથો અર્પણ થયા છે. આ દૃષ્ટિએ એક જૈન મુનિ ભગવંતને આ બાવીસમો ગ્રંથ અર્પણ થાય છે એ જૈન સમાજ માટે એક અદ્વિતીય ઘટના છે. પરિણામે ૨૧ જાન્યુઆરી ૨૦૦૭ના શુભ દિવસે આ બાવીશમા ગ્રંથના વિમોચન સમારંભનું આયોજન કોલકત્તાની જેન એકેડેમી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે થયું. ૧૯ મીની રાત્રે અમદાવાદથી આ ગુજરાતી વિશ્વકોશના પ્રણેતા ૠષિતુલ્ય ડૉ. ધીરુભાઈ ઠાકર, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, કવિ ચંદ્રકાંત શેઠ, ડૉ. શિલીન શુકલ, ગુર્જર ગ્રંથ રત્નના શ્રી મનુભાઈ શાહ, ડૉ. પ્રીતિ શાહ. પ્રા. વી. પી. ત્રિવેદી, ડૉ. રક્ષાબહેન વ્યાસ, ડૉ. નલિનીબહેન દેસાઈ અને મર્મી હાસ્ય સમ્રાટ શ્રી શાહબુદ્દીન રાઠોડ તેમજ અન્ય ઉત્સાહી સહાયકો, લંડનથી શ્રી દિલીપભાઈ ઠાકર, દિલ્હીથી શ્રી નિતીનભાઈ શુકલ અને મુંબઈથી સમારંભના અધ્યક્ષ જ્ઞાનપૂજક ઉદ્યોગપતિ શ્રી સી. કે. મહેતા, એઓશ્રીના કલામર્મી પુત્રવધૂ ઇલાબહેન મહેતા, હીરાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વિશ્વકોશ ટ્રસ્ટની ‘ધન્ય ગુર્જરી' કેન્દ્રના મુખ્ય દાતા અને આ પ્રસંગે પ્રકાશિત થનારા ‘ગુજરાત' ગ્રંથના વિમોચક ગુર્જર સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ શ્રીનવનીતભાઈ શાહ અને આ લખનાર એમ આ બધાનો કાલો ગુર્જર ભાષાના આ ઐતિહાસિક ભવ્ય પ્રસંગ માટે કોલકત્તા પહોંચ્યો. કોલકત્તાના ગુજરાતીજનોએ આ સર્વેનું જે ઉષ્મા અને જે ભાવ-ભવ્યતાથી સ્વાગત કર્યું, ગુજરાતના ઉમદા આતિથ્ય ભાવનો જે પરિચય કરાવ્યો એ માટે તો શબ્દો ઓછા પડે. એ વિગતમાં આગળ વધતા પહેલા, મુખ્ય સમારંભની વાત કરીએ. ૨૧ જાન્યુઆરીના સવારે દશ વાગે કોલકત્તાના કલામંદિરનું ભવ્ય સભાગૃહ ગુજરાતીઓથી છલકાયું. મુંબઈમાં પાટકર હૉલમાં સંખ્યા હતી એનાથી વધુ ગુજરાતી ભાષી અહીં ઊમળકાથી પધાર્યાં હતા. વક્તા, શ્રોતા અને આયોજકોનો ઉત્સાહ એક ઉત્સવ જેવો હતો.
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy