SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૭ પ્રબુદ્ધ જીવન ગુણજ્ઞ આચાર્ય n ડૉ. રણજિત એમ. પટેલ (અનામી) સને ૧૯૨૯માં હું જ્યારે ઉત્તર ગુજરાતની પ્રખ્યાત રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા, ‘સર્વ વિદ્યાલય-કડી'માં ભણતો હતો ત્યારે આજથી લગભગ આઠેક દાયકા પૂર્વે અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે, મુંબઈ યુનિવર્સિટીના ઓનર્સ ગ્રેજ્યુએટ, પાટણના શ્રી બાબુભાઈ વી. ગામી અમારા આચાર્ય હતા. જેમનાં આચાર-આચરણ આદર્શ હતાં એવા જ્ઞાની ને શીલવંત આચાર્ય સહકાર્યકરો, વિદ્યાર્થીગણ, કારોબારીના સભ્યો ને વિદ્યાર્થીઓના વાલીઓ આચાર્યશ્રી ગામી પર પ્રસન્ન હતા. પૂ. ગાંધીજીની વિદ્યાપીઠના બે સ્નાતકો-શ્રી પોપટભાઈ ગુલાબદાસ પટેલ ને શ્રી છગનભાઈ કાલિદાસ પટેલ, શ્રી બાપુભાઈ ગામીના ડાબા જમકા હસ્ત જેવા હતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વિશ્વ ભારતીના શ્રી ઉમેદભાઈ ર. પટેલ ‘યાત્રિક', 'પરિમલ', (તખલ્લુસવાળા) પણ સર્વ વિદ્યાલયના ભૂષણરૂપ હતા. હવે બન્યું એવું કે સને ૧૯૩૨માં એક નવા અધ્યાપક શ્રી ડાહ્યાભાઈ . જાનીનો સ્ટાફમાં ઉમેરો થયો. આમ તો તેઓ બી.એ. ના પણ ભાવનગરની ગુજરાત-ખ્યાત સંસ્થા 'દક્ષિણામૂર્તિભવન' વઢવાણની રાષ્ટ્રીય શાળા અને અમદાવાદની પ્રસિદ્ધ કેળવણી સંસ્થા શારદા મંદિરમાં શિક્ષક તરીકે તેમણે યશસ્વી કામગીરી બજાવેલી અને બી.એ. હોવા છતાં પણ શિક્ષણશાસ્ત્ર વિષયક કેટલીક પરીક્ષાઓ (દાિમૂર્તિ સંચાલિત) પસાર કરેલી. એમને સંસ્કૃત, અંગ્રેજી, હિંદી, ગુજરાતી, ઇતિહાસ, ગણિત અને વિજ્ઞાનની અનેક શાખાઓમાં વં રસ હતો ખેતી વિજ્ઞાનના એ ગ્રેજ્યુએટ હતા પણ અનેક ભાષાઓમાં એ અસરકારક ભાષણો આપી શકતા અને આકર્ષક રંગદર્શી શૈલીમાં લેખો લખી શકતા. અંગ્રેજીમાં `Romance of the Cow' એમનો ૌરવપ્રદ દળદાર ગ્રંથ છે. ‘દાયકે દશ વર્ષ', ‘વાસીદામાં સાંબેલું', ‘ઋણમુક્તિ' વગેરે એમનાં લોકોપયોગી પ્રકાશનો છે. શ્રી સર્વ વિદ્યાલયમાં એ રા એ સમય દરમિયાન એમણે સંસ્થામાં નવચેતન રેડયું. તેઓ જાતે જ એક સંસ્થા સમાન હતા. જીવંત વાતાવરણ સર્જવામાં શ્રી જાની અજોડ હતા. એમનામાં એક પ્રકારની મૌલિકતા હતી. વિચારોની તાજગી હતી. ક્ષણેક્ષણે નવા નવા ઉન્મેષો દર્શાવતી બુદ્ધિને કારણે સર્વત્ર નવીનતા ને રમણીયતા અનુભવવા મળતાં. એમના વિદ્યાવ્યાસંગી જવનમાંથી અનેક છા અને શિક્ષકોને પ્રેરણા મળતી અમારા આત્માર્થી આચાર્ય શ્રીગામી સાહેબ શ્રી જાની સાહેબ પર મુગ્ધ હતા. તા. ૨૩-૩-૧૯૩૩ના શ્રી જાની પરના પત્રમાં શ્રી ગામી સાહેબ લખે છે : ‘તમારી યાશી ને વિચાર સાંભળવા ક હંમેશાં એક બાળકની જેમ આતુર છું. તો માનશો? તો હંમેશાં કહ્યા કરો ને હું સાંભળ્યા જ કરું એમ થઈ જાય છે. તમારા વિચાર ને વાણી ઉપર હું એટલો બધે મુગ્ધ બની ગયો છું...તમારા શબ્દોએ ખરેખર મારા પૂર્વજન્મના પડળી ખોલ્યાં છે. મારા-તમારા સંબંધમાં ખરેખર કંઈ ઐશ્વરી હાથ છે...હું દરેક કામ તમારી ગણતરીથી જ કરું છું. મારી જાનમાં તમારી સમાસ કરી જ દઉં છું...જ્યાં આત્મા-આત્માનું મિલન હોય ત્યાં શબ્દોના જાળાં ન આડાં આવવા દેવાં એ ઠીક નથી...તમારાં ખારાં વચનો મારી જીવન-મીઠાશને ખારી નહીં બનાવે પણ મીઠાની માફક તેને પીઠાશ આપશે.' શ્રી ગામી સાહેબ શ્રી જાની સાહેબ પર એટલા બધા મુળા હતા કે એમણે કારોબારીને કાગળ લખ્યો જેમાં શ્રી જાનીને આચાર્યપદ આપવા ભારપૂર્વક ભલામણ કરી ને એમના વડપણ નીચે કામ કરવાની તૈયારી દર્શાવી. કારોબારીના સભ્યોએ શ્રી ગામીની ભલામનો અસ્વીકાર કર્યો પણ શ્રી જાની સાહેબને ઉપાચાર્ય તરીકે નીમ્યા. જ્યારે જ્યારે હું અમારા ગુણજ્ઞ આચાર્યશ્રી ગામી સાહેબની આ વિવેકદૃષ્ટિ ને દિલાવરીનો વિચાર કરું છું. તયારે ત્યારે હૃદય ભાવવિભોર બની જાય છે. મારા જીવન-ઘડતરમાં મારા આ બે ગુરુજનોનો જેટલો હિસ્સો છે તેટલો કોઈનો પણ નથી ૨૨/૨, અોદય સોસાયટી, અલકા પુરી, વડોદરા-૭. *** પ્રાચીન હસ્તપ્રત વિધિ શિખવા માટેની શિબિર એસ.એન.ડી.ટી. વિષેન્સ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગ અને મુંબઈ જૈન યુવł સંઘનાં સંયુક્ત ઉપક્રમે ‘પ્રાચીન લિપિ અને હસ્તપ્રત વિદ્યા' વિષય ઉપર પાંચ દિવસની (તા. ૭-૧-૦૮ થી તા. ૧૧-૧-૦૮) શિબિરનું આોજન કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક પ્રવેશ. સ્થળ : એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, ચર્ચગેટ- મુંબઈ. વિષી : પ્રાચીન લિપિ ઓળખની આવશ્યકતા, લેખન કલાનો વિનિયોગ: દેવનાગરી લિપિ, હસ્તપ્રત વિદ્યા, પાઠ સંપાદન, હસ્તપ્રતોનો ઇતિહાસ, હસ્તપ્રતના પ્રકારો, ઉપરાંત પ્રાચીન લિપિના વર્ગોનું આયોજન. વક્તા : પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, ડૉ. જીતેન્દ્રભાઈ શાહ, પ્રો. ડૉ. બળવંતભાઈ જાની, ડૉ. પ્રીતિબહેન પંચોળી. શિબિરમાં ભાગ લેવા ઇચ્છનારે નીચે આપેલ સંપર્ક પર પોતાના નામ નોંધાવી લેવા વિનંતિ. (૧) ડૉ. નૂતન જાની-9869783770 (૨) ડૉ. દર્શના ઓઝા-9957579393
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy