________________
*
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
(no
૧૮૭૬ ( અંક ૨ ૦ ૩૦ તા. ૧૬૨પ્ટેમ્બર, ૨૦૦૭ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રભુટ્ટુ જીવન
વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/
© પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
તંત્રી ધનવંત તિ. શાહ
૧૪
પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈટ્ટો; ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ. ૧ પાંચમે ફૂલની માળા, છઠ્ઠ ચંદ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ મ્હોટો, પૂરણ કળશ નહિ છોટો. ૨ દશમે પદ્મ સરોવ૨, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જી. ૩ સ્વપ્ન લહી જઈ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થંક૨ ત્રિભુવન નમશે, સકલ મનો૨થ ફળશે.
મહાસ્વપ્નો
‘ગુજરાતી વિશ્વકોશ’ના લોકાર્પણ પ્રસંગે જાન્યુઆરીમાં કોલકતા જવાનું થયું ત્યારે પાછા ફરતી વખતે, અમારા યજમાન અને જૈન અકાદમી કલકત્તાના પ્રમુખ મિત્ર હર્ષદ દોશીએ હાથમાં ત્રણ પુસ્તકોનો સંગ આપ્યો, ‘કહો કેવા હતા પ્રભુ મહાવીર?’, ‘૧૪ મંગલ સ્વપ્નો—મહિમા અને રહસ્ય’ તેમજ ‘સાધુતાનું શિખર અને માનવતાની ટેંક પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિની પાવન જીવન કથા.' પ્રથમ બે પુસ્તકના પ્રવચનકાર પૂ. શ્રી જયંત મુનિજી અને સંપાદક શ્રી હર્ષદ દોશી અને ત્રીજા પુસ્તકના કર્તા પણ એઓશ્રી જ. તીર્થંકરોની પવિત્ર ભૂમિ પૂર્વ ભારતના ગામે ગામ ફરી પૂજ્યશ્રીએ જ્ઞાન અને સેવાનો અદ્ભુત યજ્ઞ પ્રગટાવ્યો છે. એ જીવન કથા વિશે–તેમ જ ‘કહો મહાવીર' પુસ્તક વિશે ક્યારેક આપણે વાત કરીશું.
પણ અઢી કલાકની હવાઈ મુસાફરી દરમિયાન મુરબ્બી શેઠશ્રી સી. કે. મહેતા અને એઓશ્રીના પુત્રવધૂ સાથે જ્ઞાનગોષ્ઠી કરતા કરતા ‘૧૪ સ્વપ્નાનું રહસ્ય અને મહિમા'એ તો મારું હૃદય પકડી લીધું ! એ ભાવ તેમ જ મારી યથામતિથી જે જે વિચાર્યું છે તે પૂજ્યશ્રીનો ૠણ સ્વીકાર અને મિત્ર હર્ષદ દોશીનો આભાર માની આપની
પાસે વિનમ્ર ભાવે પ્રસ્તુત કરું છું.
માનવ પાસે ભાષા કે બોલી ન હતી ત્યારે સર્વ પ્રથમ એણેપોતાના શરીરની ચેષ્ટા અને સંકેતોથી કામ ચલાવ્યું, પછી એની પાસે રેખા આવી. આ રેખાથી રેખાચિત્રો આવ્યા, પણ આ રેખાઓથી સ્થૂળનું જ નિર્દેશન થતું. જેમકે હાથી, ઘોડો, ચંદ્ર, સૂરજ વગેરે. પછી જ્યારે બુદ્ધિનો વિકાસ થયો અને બોલી તેમજ ભાષા જન્મી ત્યારે એ રેખામાં ભાવ દર્શાવવા, એણે રંગીન ચિત્રોનું સર્જન કર્યું. ભાષા જ્યારે પ્રદેશે પ્રદેશે પોતાના અલગ વ્યક્તિત્વ સાથે જન્મી ત્યારે પોતાના વિચારો અન્ય ભાષામાં પહોંચાડવા આ ચિત્રોની મદદ લીધી. દા.ત. તામિલ ભાષાના ચિત્રકારે કોઈ પ્રસંગ દોર્યા હોય તો, એ પ્રસંગ કોઈ પણ ભાષાની વ્યક્તિ તામિલ ન જાણતો હોય તો પણ એ ચિત્રના કથા ભાવને સમજી શકે.
પરંતુ આ ચિત્રોના ભાવ સમજવા માટે માત્ર ચર્મચક્ષુ જ નહિ,. આંતરચક્ષુ અને પ્રજ્ઞાચક્ષુની જરૂર પડે. ચર્મચક્ષુ પ્રવેશાવે, આંતરચક્ષુ મનન કરાવે, ચિંતન કરાવે અને પ્રજ્ઞાચક્ષુ ચિત્રમાં રહેલાં ગોપનીય ભાવ અને ચિંતનથી એક અદૃશ્ય દૃશ્યનું દર્શન કરાવે. આવું દર્શન અનુભવે તેને આપણે દૃષ્ટા કહીશું.
આ સ્વપ્નો પણ ચિત્રો જ છે, પણ બધાંને એક સરખા સ્વપ્ના નથી આવતા. તો એ ક્યું રહસ્ય છે? પશ્ચિમના વિચારપ્રદેશમાં વર્તમાનમાં ફ્રોઈડે આવા સ્વપ્નો ઉપર ઘણું સંશોધન કર્યું, પણ એનું સંશોધનમાં સ્થૂળ દૃષ્ટિ જ હતી, જ્યારે ભારતીય પુરાણો અને શાસ્ત્રોએ આ સ્વપ્ન સૃષ્ટિના ઊંડાણમાં ઊતરીને માનવનાં જાગૃત, અર્ધજાગૃત, વગેરે મન અને શરીરની અનેક ભૂમિકાને સ્પર્શીને એના સ્થૂળ અને સૂક્ષ્મ રહસ્યો આપણી સમક્ષ મૂક્યા છે. આપણે ત્યાં સ્વપ્નશાસ્ત્રના જાણકાર વિદ્વાન તજજ્ઞો હતા. જે ‘નૈમિત્તિક' કહેવાયા.
સ્વપ્ન ઉપરથી માનવીની પ્રકૃતિ અને સ્વભાવનો અંદાજ આવેછે,