SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૭, ૧૬ જુલાઈ, ૨૦૦૭ નથી. સ્વાભાવિક પણ અંદરથી આનંદની લાગણી અનુભવી લીધી, બહાર વ્યક્ત કરવાની જરૂર નથી. ત્યાંથી વિદાય થયા પછી સાવ ભૂલી જાઓ. કોઈને લખવાની સંભળાવવાની જરૂર નથી. ભોગવટાની અનુમોદનાને લીધે કુસંસ્કારોની જડ આત્મામાં ખૂબ ઊંડી જાય છે જેને લીધે આજે સાચું સમજવા છતાં મન સ્વીકારવા તૈયાર નથી માટે કુસંસ્કારોને દઢ કરતાં અટકાવો. આ ભવ પૂરતું આટલું કામ થઈ જાય તો પણ ઘણું છે. ભવાંતરમાં જરૂર સદ્બુદ્ધિ જાગશે. મોક્ષ સ્વરૂપની આગળ બતાવ્યા પ્રમાો રોજરોજ આત્માએ વિચારણા કરી કરીને સંસારસુખની લાલસા મોળી પાડવી પડશે અને તેમ કરવામાં અનંતગુણી કર્મની નિર્જરા થાય છે આવી વિચારણા પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે. પ્રબુદ્ધ જીવન મોક્ષસુખનો અનુભવ તો મોક્ષે ગયા પછી થાય પણ મોક્ષસુખનું દર્શન આજે પણ વિવેકી – સમક્તિ આત્માને થઈ શકે છે. મને કેમ વિસરે રે - યાદ રહે કે મોક્ષમાં પહોંચેલા સિદ્ધ ભગવંતોએ– મેળવવા લાયક બધું મેળવ્યું છે – છોડવા લાયક બધું છોડવું છે. માણવા લાયક બધું માણી રહ્યા છે કરવા લાયક બધુ કરી રહ્યા છે. મનમાં આવી અનુભૂતિ થાય તો સિદ્ધપદનું આકર્ષણ ઉભું થાય. અનાદિ જીવોએ ગ્રંથિ બાંધી છે કે સંસારના સુખો વગર ભોગવ્યે આનંદ કયાંથી આપે ? úતિક સાધનો વિના સુખ ક્યાંથી? આવી ગ્રંથિઓના કારણે જ સુખનાં લાલચુ બનેલો છે અને આ ભ્રમણા તૂટે ત્યારે જ આવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવાની રૂચિ થાય. સમજી રાખો કે મોક્ષના દ્વાર ખોલવાની ચાવી મોતની તાત્ત્વિક ઇચ્છા છે. તે વિના સંસાર પરિભ્રમણ કોઈ કાળે અટકવાનું નથી. પ્રભુ સર્વેને આવી તાત્ત્વિક મોક્ષરૂચિ જન્માવે એ જ અભ્યર્થના. *** ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. àડૉ. રણજિત પટેલ 'અનામી' ‘ભાવનામૂર્તિ’ નામે સ્વામી આનંદનો લેખ વાંચતો હતો. એમાં ભાવનામૂર્તિનું આ શબ્દચિત્ર વાંચવા મળ્યું. '૩૦-૩૨ વરસની ઉમ્મર, ઢીંગણો મરેઠી બાંધી ને રોતલ દયામણા ચહેરા પર વૈષ્ણવ બૈરાંઓની વેવલી ઘેલછા. પણ આંખો તેજ તેજના અંબાર, વેધક બુદ્ધિમત્તા જાણે ડોળામાં સમાય નહિ. હું અવાક્ બની ગયો. આંખ-ચહેરા વચ્ચે આવડો - ફેર! મનમાં થયું આ કઈ કોટિનું પ્રાણી હશે ? પ્રાણીનું નામ હતું સાને ગુરુજી !' પ્રથમ વાર સાને ગુરુજીને સ્વામી આનંદે જેલમાં જોયા. જેલમાં અઠવાડિક ઈન્સ્પેક્શન વેળાએ રૂમાલ કમ્મરે વીટીને ઉભા રહેવાનું કોઈએ સૂચવેલું. તે મુજબ ઉભા રહેલા. જેલરે ધમકાવ્યા. જવાબમાં એમ કહેવાની એમણે 'ધૃષ્ટતા' કરેલી કે 'નવો આવ્યો છું. અહીંના નિયમની ખબર નથી. એકવાર સમજાવશો પછી તે મુજબ વરતીશ. એમાં ફેર નહિ પડે.' ૧૩ નિર્દયતાની વાત આટલેથી જ અટકી નહીં. વળતે દિવસે બપોરે જેલ૨ રોશે એમને દરવાજે બોલાવ્યા ને સાને ગુરુજી પાસે લખાવી લીધું, ‘હું આદર્શ સત્યાગ્રહી કેદીનથી.' અને પછી એમને લઈ જેલર બરાકે બરાડે ફ્ળ ને જાહેર કર્યું કે સાર્નેએ માફી માગી છે. આ કરુણ ઘટના નાશિક જેલમાં ઘટી. આ ઘટના પછી તો એ જેલર રોશે નારડોલીના એક જુવાન સત્યાગ્રહીને મરણતોલ ઢોરમાર માર્યો. કેસ ચાલ્યો ને જેલર જેલ ભેગો થઈ ગયો. સાને ગુરુજીવાળી ઘટના સને ૧૯૩૨માં ઘટી, ત્યાં સુધી એમનું કોઈપણ પ્રકાશન થયું નહોતું. પણ એમનું પ્રથમ પુસ્તક ‘શ્યામચી આઈ' પ્રગટ થયું એથી તેઓ સાહિત્યકાર તરીકે ખૂબ ખૂબ પ્રતિષ્ઠા પામ્યા. લેખક ઉપરાંત તેઓ કવિ, સંત ને સમાજસેવક પણ હતા.. 'આંતરભારતી'ના તેઓ પ્રણેતા હતા. ગુરુજી માટે સ્વામી આનંદ જેલર કહે, ‘મુજોરી કરે છે. ઈંસકો ખટલે પર લાઓ.' દરવાજે લખે છે, ‘સાને ગુરુજી એ જ સંતમાળાના મણિ હતા!' લઈ ગયા. સુપ્રિન્ટેન્ડન્ટે નિયાવ ન કીન્હ કિહિન ઠકુરાઈ, બિન બૂઝે લિખ દીન્હ બુરાઈ. જેલમાં અઠવાડિક ઈન્સ્પેક્શન વખતે કમ્મરે રૂમાલ વીટીને ઊભા રહેવાની સૂચના કોણે આપી હશે ? શા આશયથી આપી હશે ? ન જાને...હું માનું છું કે કોઈએ ટીખળ કરવા આ કર્યું હશે કે કેમ જે તે વખતે બીજા કેદીઓએ ક્રૂરે રુમાલ વીંટાળ્યો નહીં હોય. અને અક્ષર બોલ્યા વગર સજા લખી દીધી. ઠંડા બેડી ઢોકાઈ, સાને ગુરુજી, કોરી બેડીઓ હેઠળ છોલાતી પગની ઘૂંટીઓથી ડંડા બેડીને ઊંચી રાખવા બંને હાથે મથતા હતા. હળવે ઢગલે મુશ્કેલીથી ચાલતા હતા. સ્વામી પાસે આવીને ગુરુજી પૂછે છે, “એને કહ્યું એમાં અવિનય, કશું ગેરશિસ્ત આચરણ કર્યું ગણાય ?' બેડી ઘસાય નહીં એટલે ચીંથરાની માગણી કરી. ન મળ્યાં. જેલર કહે, ‘ઝાડનું પાતરું બાંધો. જેલર જારાતો હતો કે જે વોર્ડમાં સ્વામી આનંદ અને સાને ગુરુજીને રાખવામાં આવ્યા હતા ત્યાં એકેય ઝાડ નહોતું. ક્રૂરતા, સાને ગુરુજીની જેમ હું પણ ૧૯૩૨ ફેબ્રુઆરીએ વિરમગામથી સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન નિમિત્તે ઉજવાયેલા કો‘રેડ-શર્ટ-ડે'ના કાર્યક્રમ નિમિત્તે પકડાયેલો. ૧૯ દિવસ વિરમગામની કાચી જેલમાં રહેલા. કેસ ચાલ્યા બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયેલો ને મારી બાબતમાં પણ ગુરુજી જેવી જ ઘટના ઘટેલી પણ એમાં તો મારોજ દોષ હતો. થયું એવું કે અઠવાડિક ઈન્સ્પેક્શનમાં જ્યારે જેલર સાથે ડૉક્ટર
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy