SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રબુદ્ધે જીવન વધારીઓ'ની વ્યથા અને અનુપ્રેક્ષાની ભાવનાઓ ]ડૉ. રશ્મિભાઈ જે. ઝવેરી ડૉ. રણજિત એમ. પટેલ ‘અનામી'નો હૃદયસ્પર્શી લેખ વધારી (પ્ર. જી. ૧૬-૫-૨૦૦૭) વૃદ્ધ મા-બાપની કરુણ સ્થિતિનો વાસ્તવિક ચિતાર–એમના હૃદયની વેદનાને વાચા આપે છે. લેખ વાંચીને ગંભીર ચિંતન કર્યું અને ‘અનામી' જેવા પ્રકાંડ વિદ્વાનના લેખનો પ્રતિભાવ આપવાની ધૃષ્ટતા કરું છું. જૈન ધર્મમાં મૂળ બાર અનુપ્રેક્ષાઓ અને એની પુષ્ટિમાં બીજી ચાર અનુપ્રેક્ષાઓનું વર્ણન આવે છે. આ બાર અનુપ્રેક્ષાઓ છેઅનિત્ય, અશરા, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મ, લોકસ્વરૂપ અને બૌધિદુર્લભ, બીજી ચાર અનુપ્રેક્ષાઓ છે-મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્ય. સૂક્તાંગ સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથા ભગવાને મહાવીરના ગણધર અને સૂત્રધાર સુધર્માસ્વામી અને એમના શિષ્ય જંબુસ્વામી વચ્ચેના પ્રશ્નોત્તરથી શરૂ થાય છે. સુધર્માસ્વામી કહે છે‘બુજ્સજ્જ ! તિઉદ્ધેજા, બંદાં પરિજાણિયા; કિટ્ટુ બંધણું વીરે ? કિંમ્ વા જાણે તિઉત્કૃઈ ?' પ્રથમ 'સંબોધિ' પાર્મો અને પછી કર્મનાં બંધનને જાણી અને તોડો. ત્યારે જંબુસ્વામી પૂછે છે કે ભગવાને કર્મબંધન કોને કહ્યું–એનું કારણ શું અને એને કેમ તોડાય ? આના ઉત્તરમાં સુધર્માસ્વામી ત્યાર પછીની ગાથાઓમાં કહે છે કે ભગવાને આરંભ અને પરિણા અથવા હિંસા અને મત્વને બંધન કહ્યું છે. અને એને તોડવા માટે અશરણ, અનિત્ય આદિ ભાવનાઓ (અનુપ્રેક્ષાઓ) બતાવી છે. એ જ પ્રમાણે આચારાંગ, ઉત્તરાધ્યયન, દાવૈકાલિક આ આગમોમાં પા આ અનુપ્રેક્ષાઓ ખાસ કરીને એકત્વ અને અન્યત્વ તથા મધ્યસ્થ ભાવનાઓની ચર્ચા કરવામાં આવી છે. અનુપ્રેક્ષાની ભાવનાઓ મનુષ્યના જીવનમાં વિવેક જગાડે છે, કષાયો-રાગદ્વેષને ઉપશાંત બનાવે છે. દુર્લભ મનુષ્ય ભવને સફળ બનાવવાની પ્રેરણા આપે છે. ‘વધારી'ના સંદર્ભમાં આપણે બે ચિત્રો જોઈએ. એક માણસ યુવાન છે, તંદુરસ્ત છે, ભણેલો છે. સારા પગારનીનોકરી મળી છે, પ્રેમાળ પત્ની અને સમજુ બાળકો પર છે. એ સવારે ઊઠે છે ત્યાં સુધી એની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે ઘરના બધાં સાવચેત રહે છે. ઉઠતાંની સાથે છાપું, બાથરૂમ આદિ પર એનો પહેલો હક હોય છે. એનો નાસ્તાનો, ચાનો, તૈયાર થવાનો—બધાંનો સમય સાચવી લેવામાં આવે છે. બધી બાબતમાં એને પ્રાથમિકતા મળે છે. ઑફિસે જવા નીકળે એટલે એના હાથમાં ઑફિસની બેગ, રૂમાલ, મોટરની ચાવી આદિ હાજર જ હોય છે. ઑફિસેથી પાછા આવે ત્યારે ચા-નાસ્તો તૈયાર હોય છે. ટીવી પર એની પસંદગીની ચેનલ શરૂ થાય છે. સમયસર 'ડીનર' તૈયાર થઈ જાય છે.આમ દરેક બાબતમાં ઘરના માલિકની દરેક જરૂરીયાતોનું ઘરના દરેક સભ્ય ચીવટાઈપૂર્વક ધ્યાન રાખે છે. હવે બીજું ચિત્ર-વર્ષો વીતી જાય છે, એની યુવાની જતી રહે છે. નોકરીમાંથી પણ નિવૃત્ત થવું પડે છે. ઘેર બેસવાનો વારો આવે છે. હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે, સમીકરણો બદલાઈ ગયા છે. પુત્રો માતા થઈ ગયા છે. પૌત્રો શાળાએ જતાં થઈ ગયા છે.રાત્રે ટીવીની છેલ્લી સીરીયલ જોઈ મોડેથી સૂઈ જનારી અને સવારના મોઢેથી ઉકનારી પુત્રવધૂઓ રઘવાઈ થઈ પતિ અને સંતાનોનો સમય સાચવવામાં પડી છે. વૃદ્ધ પત્ની બિમાર રહે છે. ત્યારે નિવૃત્ત થયેલા, એક વખતના કમાતા-ધમાતા ઘરના માલિકની શી દશા થાય છે ? સવારે ચા માર્ગ નો પુત્રવધૂ કહેશે, ‘અત્યારે તમારા માટે ચા બનાવવા માટેનો સમય ક્યાં છે ? તમારા પુત્રને ફિસે જવાનો અને છોકરાઓને શાળાએ જવાનો સમય અમારે સાચવવાનો છે. જ્યારે પ૨વા૨ીશ ત્યારે ચા બનશે.' દાદાજી બાથરૂમમાં જવા જાય ત્યાં નાનો પૌત્ર એની પહેલાં બાથરૂમમાં ઘૂસી જઈ કહેશે કે, ‘મને શાળાએ જવાનું મોડું થાય છે; તમારે ક્યાં કશે જવાનું છે?' છાપું માગશે તો જવાબ મળશે કે એ તો તમારા પુત્ર વાંચે છે. તર્ક પછી વાંચજો.. જે જે કામો માટે એને પ્રાથમિકતા મળતી એ બધામાં હવે એને કોઈ દાદ નથી આપતું કોઈ પર્યુષણ વ્યાખ્યાનમાળા ,૨૦૦૭ ૨૦૦૭ શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી શનિવાર તા. ૮-૯-૨૦૦૭થી રવિવાર તા. ૧૬-૯૨૦૦૭ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ, પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦૦૨૦ મધ્યે યોજવામાં આવી છે, એની નોંધ લેશો.
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy