________________
એક સંસ્કૃત સુભાષિત છે:
✩
સમુદ્ર જીવન
કવિતાસંસ્કૃતિનું કા
एकस्तपों द्विरध्यायी श्रीभिर्गीति चतुःपथम् । सप्त पंच कृषीणां च संग्रामो बहुभिर्जन : ||
અર્થાત
એકલાએ તપ કરવું, બેએ અધ્યયન, ત્રણે ગાવું, ચારે પ્રવાસ; બારૈ ખેતી ખેડવી અને સંગ્રામમાં બહુ જન હોય.
અહીં વ્યકિતની એકલ અવસ્થાથી માંડીને બેથી બારના જુથરૂપે કે તેથી વિશેષ, બહુના સમૂહરૂપે તેના સમવાય જેવું કંઈક રચાય છે: અને તેને અર્થેની કોઈ ઈષ્ટ પ્રવૃત્તિનું અહીં સૂચન છે. એ પ્રવૃત્તિચિત્રદ્વારા તે જમાનાનું અમુક સામાન્ય પ્રકારનું સમાજદર્શન આ સુભાષિતમાં છે. તેની અર્થવીગતા વિચારીએ.
એકલા હાય તે તપ કરે: અહીં તપના રૂઢ વિશિષ્ટાર્થી જણાય છે: ધ્યત્મિકતાનું- ઈશ્વરસાક્ષાત્કારનું તપ, એવે. કારણ તે પછી, બે માણસાના ઉલ્લેખ જે અધ્યયનઅર્થે કર્યો છે, તે ય એક પ્રકારનું તપ-જ્ઞાનસાધના તો છે જ. જો કે, બે જણ વિશેનું એ મંતવ્ય, તેને સર્વાંશે સત્ય કહી શકાય ખરું? કારણ, કોઈક દષ્ટાંતમાં બે જણ ધ્યયનમાં પરસ્પરને પ્રેરક ઉપકારક બને; કોઈકમાં તે વિક્ષેપક કે બને,
ત્રણ ભેળાં મળે તો ગીત ગાય; એ ય સાપેક્ષ સત્ય છે. હજી બે જ વ્યકિત સાથે હોય તો ત્યાંલગી કોઈક ગંભીર અંતર્મુખીય પ્રવૃત્તિ શકય ખરી: પણ અંગ્રેજી કહતી અનુસાર Three is crowd' માં રહેલું બેથી વિશેષ વ્યકિતનું જુથ જો મેાજીલું, રંગીલું બની જાય તો લલકારે- ગાવાનીમાજ માણે, એ અર્થમાં ત્રણ હાય તો આનંદપ્રમોદ કરે, તેવા અર્થ મિપ્રેત છે. બાકી તો એક યે ગાય ને બે ય ગાઈ શકે; તે સમુદાયગાનના આનંદના કેફ તા કર્યાં અજાણ્યો છે?
આગળ કહે છે, વાટમાર્ગ ચાર મળીને વાટ વળાટે. આ સૂચનને એ યુગના સંદર્ભમાં સમજવું જોઈએ. વણખેડાયેલ, અલ્પવાહનસાધન અને અલ્પરક્ષિત એ જમાનાના પ્રવાસમાં અનેક અડચણા સહજપણે નડે; ત્યારે ‘એકથી દો ભલા’ના અનુભવવાનથી ડસટ્ટ ચારના આંકડો કે પછી કોઈક-પાથી અજાણે-સવીગત વિચારાથી ચારના 'ક મૂકેલા છે. ધાડ વ. પ્રાસપંથની વિવિધ વિટંબણાઓના અનુલક્ષમાં, એટલા ઝાઝા જનની ઉપયોગિતાનો અહીં ખ્યાલ કરાયો છે.
એવી જ ઝાઝા જનની ઉપયોગીતા ખેતમજૂરીમાં નાવશ્યક લેખી, પાંચ કે સાત અથવા પાંચ વત્તા સાત મળીને કુલ બાર જણાંનું સૂચન છે. એ મંતવ્યની તથ્યતા, પન્નાલાલની ‘માનવીની ભવાઈ' નવલકથાના નિવેદનવાકયથી પ્રતીત થાય છે, “ખેતી એ તો ભાઈ, ઝાઝાં માનવીની ભવાઈ (મિલકત) છે.”
પણ બહુ માણસો હોય તો? સુભાષિત કહે છે, યુદ્ધ! બીજું શું? હકીકત પરથી મુખ્ય અર્થ તે એ જ છે કે સંગ્રામમાં અનેક માણસા હોય. શું કામ? યુદ્ધમાં ઘણા માણસા ખપે છે: ખપે, તેના બન્ને અર્થમાં ઉપયોગ અને નાશ, સંગ્રામમાં ઘણાના ખુડદા બોલે છે, એટલે ઝાઝાની જરૂર પડે; વળી દ્વેષથી પ્રેરાયેલ યુદ્ધમાં ઘણાં ના સાચવવાં અને નાશ કરવા જરૂરી હાઈને પણ ઝાઝા માણસાના ખપનું સૂચન જણાય છે. એથી વિપરીતપણે પણ તેમાં આક એર તથ્ય નથી જણાતું ? માનવવ્યવહાર જોતાં, જ્યાં સમુદાય હોય ત્યાં અનેકતા, બુદ્ધિભેદ, ૨ારાજકતા અને તેનાં દૂષણરૂપે વિવિધ સ્વાર્થીના સંઘર્ષ સરજાય છે. ખાસ કરીને જે પ્રજા શિસ્તબદ્ધપણે કેળવાઈ ન હાય તેવા સમાજ માટે એ ભય વિશેષ લેખાય. એટલે દૂર સુધી જતા અર્થ ઘટાવી શકાય.
આમ આ સુમાષિત તેને માટે અપેક્ષિત- સામાજિક સંદર્ભમાં વ્યકિગત પારસ્પરિક ાચારનું દર્શન ધરે છે. તેના છંદ સુભાષિતને રાનુરૂપ અનુષ્ટુપ છે.
હવે તેની નજીકના ભાવાર્થના એક ગુજરાતી દુહા જુઓ: “એકલ ભલાં તપસ્વિએ, રસિયાં ભલાં જ દાય, બીજા ત્રણ, ત્રણ કે અધિક, જો. દિલ દંભ ન હોય.”
–શેષ.
તા. ૧-૧૧-૭૩
✩
પ્રસ્તુત દુહાનું ઉપરના સુભાષિત જેડ઼ે સામ્ય જણાશે, પણ આંશિક જ: તેટલા પૂરનું દેખીતું. અહીં પણ વ્યકિતના પારસર્પરિક સંબંધઆચારનું સૂચન છે: તૉ વળી તેના વિશિષ્ટ દષ્ટાંતમાં પણ કયાંક સામ્ય છે. કેવી રીતે, તે જોઈએ. દુહાના અર્થ સરળ છે.
તપસ્વીઓ એક! સારાં, રસિયાં બે હોય તે સારાં, અને ત્રણ કે ત્રણથી વિશેષ જનો તે સારી કે જેમના દિલમાં દંભ ન હોય. આમ કવિ વ્યકિતત્સંબંધવ્યવહારÇારા સમાજનિરીક્ષણ અને તે નિમિત્તે તેના નૈતિક આચારનું ધારણ ધરે છે.
અહીં પણ પેલા સુભાષિતની જેમ તપસ્વીને એકલા પ્રમાણ્યો છે: કોઈપણ પ્રકારની ઉર્ધ્વ સાધનાની એકાગ્રતાથે એકાન્તએકાકીપણ આવશ્યક છે, એ ભાવના છે. સંસ્કૃત શ્લેકને ઈ તે પણ હીં ઉર્દિષ્ટ છે: તેટલે અંશે તેની સાથેનું સામ્ય વરતાશે.
કોઈપણ બે જણ-સજાતીય કે વિજાતીય, વળી નાનાં કે, અથવા, તેની જોડે મોટાં-ભેળાં મળી વિવિધ પ્રયોજને પણ રસપૂર્વક આનંદ: લહાણ કરી શકે, તે તમામ રસિકના વર્ગમાં આવી શકે; અને તેવાં બે જન હાય તે તે પોતે સારાં છે, અને એમ હાલું યે સારું છે. પેલી અંગ્રેજી કહેતીના પૂર્વાર્ધ ‘Two is company'ના ભાવની અહીં ચરિતાર્થતા છે.
આ ઉપરાંત, બેથી અધિક ત્રણ જણાં કે તેથી મેં અધિકના સમુદાય જે સાચા અર્થમાં સમવાય બની રહે તે તેય સારાં છે. અર્થાત ભેળાં મળેલાંનાં હ્રદયમાં દંભ, દંભમાંથી જન્મતા દ્વેષ વા ડંખ ન હોય અને નિર્મળ હૃદયની સભરતા હોય તો તે સમવાય પણ ભલા એટલે કે ઈષ્ટ—સારો છે.
ત્રીજા પ્રડારના માનવવ્યવહારસંબંધમાં આપણી અર્ધકે વા યેલી પ્રજાના સામુદાયિક જીવનમાંનાં,અને સામાન્યપણે જોવા જઈએ તો માનવસમાજનાં દંભ વ.-મલિનતાનું નિ વિના ધ્યાનમાં ન હોય એમ તો કેમ બને ? એથી તે ભયસ્થાનના પરીક્ષા ઉલ્લેખથી, કવિ સમુદાય સાચારની નિરોગી પ્રણાલીદ્વારા, તેવી નૈતિકતાની મહત્તાને પ્રમાણે છે. કવિએ પુનરોલ્લેખ કરેલા એક શબ્દ તરફ આપણે લા આપવાનું છે: તે છે ‘ભલાં’ શબ્દ. ત્રણે પ્રકારનાં માનવવ્યકિતત્વઅર્થે કવિ આ ‘ભલાં' શબ્દ સાર્થ સંદર્ભમાં સંયો છે. અને ત્યાં તેને શ્લેષાર્થ- દ્વિઅર્થદ્વારા બન્ને બાજુના અર્થ સમજવાના છે. સમાજઅત્રે તેવું વ્યકિતત્વ હિતાવહ હોઈ ઈ છે, માટે ભલા: તે વ્યકિત અર્થે ય તેમ હોવું તે હિતાવહ હોઈ ઈષ્ટ છે, એ અર્થમાં પણ ‘ભલાં’ છે. આમ સમાજ અને વ્યકિત સઁય પક્ષથી ‘ભલા’ના અર્થ ઘટાવવાના છે. દુહામાં જે ત્રીજો પ્રકાર છે ત્યાં એ શબ્દ અનુક્ત છે, પણ તેને અધ્યાહાર લેખવાનાં છે.
અહીં જે ત્રણ જુદાજુદા પ્રકારનાં માનવવ્યકિતત્વના વિચાર થયા છે, તેનાં છૂટાંછૂટાં દષ્ટાંતો સમાજમાં મેજૂદ હોય જ; પણ જેમ જુદીજુદી વ્યકિતપરત્વે તેમજ એકજ વ્યકિતની પ્રકૃત્તિનાં પણ આવાં ત્રણ પાસાં હોઈ શકે. અથવા કહો કે સભાનપણે કરતાં સાહજિકપણે, તે અમુક અંશે હાઈ શકે છે. સંસ્કારી ને સન્નિષ્ઠ જીવ માટે તે હોવાં આવશ્યક પણ છે. સાધનાથે ગંભીરભાવે એકાકીપણું, રાજીવનમાં મૈત્રીસહચારની ઉલ્લાસમય લહાણ અને સામુદાયિક જીવનમાં નિર્દે-નિષ સહયોગ એ જ સમૃદ્ધ વ્યકિતત્વ.
‘શેષ' કદાચ સંસ્કૃત સુભાષિતથી જાણકાર હોય, પણ એ સુભા ષિતની સામગ્રીને કેળવીને દુહાને આગવા એપ ચડાવેલો છે. કહે। કે તે ચડેલા છે. એમાંની વિગતાના ઉપયોગ કરેલા છે. પણ તેમાંથી જ તાત્ત્વિક દર્શન શકય કરી, મિતાક્ષરી સૂત્રાત્મકતાને સાધેલી છે. સુભાષિત છે સમાજદર્શન: દુહા છે, તેદ્રારા જીવનના વિશિષ્ટ વલણની વાત. અને તેથી છે ચાર્થાન્તરાસીસૂત્ર, સંસ્કૃત સુભાષિતના અક્ષરમેળ અનુષ્ટુપ છંદની જેમ માત્રામેળ દુહા છંદ પણ ભાવનુરૂપ છે. રૉસ્કૃત સુભાષિતમાં વાચ્ચાર્થદર્શન છે: દુહામાં તાર્કિક યથાર્થતાથી વિચારની ચેટ અને ભાવસુબદ્ધતા સાધેલી છે. તેમાં એક રીતે ઉભયના ઐતિહાસિક સંબંધ પડેલા છે. એકની સામગ્રીવડે અન્યમાં આગળ ચાલી ભાવની સૂક્ષ્મતા ને ઊંડાણ પ્રયોજવાનું પ્રગતિસતત એવી કવિતાસંસ્કૃતિનું એ કાર્ય છે.
– હીરા રા. પાઠ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે નં ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧૮
12