SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૭૩. અને કવરેની યોગ્ય ડિઝાઈન બને તથા ટપાલની ટિકિટ અને કવરેની ડિઝાઈન તૈયાર કરવામાં જૈન સમાજના વિચારો પ્રત્યે થગ્ય આદર બતાવવામાં આવે એવું થવું જોઈએ. ટપાલની ટિકિટ અને કવરની ડિઝાઈન તૈયાર કરવામાં જૈન સમાજના નીચેના ઐતિહાસિક સ્થાન પર ધ્યાન આપવું જોઈએ. ' - (૧) રાણકપુર મંદિર, (૨) પાલિતાણા હિલ્સ, (૩) કીતિઢાંભ, ચિતોડ, (૪) શ્રવણ બેલગાળ, (૫) પારસનાથ મંદિર, ખજૂરા, (૬) પાવાપુરી મંદિર, (૭). અહિંસાનું કેઈક પ્રતીક. " પ્રત્યેક ટપાલટિકિટ અને કવરો પર ભગવાન મહાવીરને ૨૫૦૦મે નિર્વાણ મહોત્સવ એ ઉલ્લેખ કરવો જોઈએ. " (ઘ) યુનેસ્કો' દ્વારા આયોજિત સમારંભમાં નિર્વાણ મહાત્સવ કાર્યક્રમ તથા યુનેસ્કો દ્વારા પ્રકાશિત ‘કુરિયર ' સામયિકને વિશેષાંક આ બેઠકમાં જણાવવામાં અાવ્યું કે ‘યુનેસ્કોએ પોતાના સમ. રંભની યાદીમાં નિર્વાણ મહોત્સવનો સમાવેશ કરી લીધો છે. આ બાબતમાં આઈ. એન. સી. ડિવિઝનના પ્રતિનિધિઓએ એ વાત પ્રત્યે ધ્યાન ખેંચ્યું કે વિશેષાંકમાં પ્રગટ થનારા લેખેના સ્વરૂપ અને પ્રકાર વિશે જલદીથી કંઈક માહિતી મળે તે એ સંબંધમાં યુનેસ્કો કાર્યાલયને સંપર્ક સાધી શકાય. આ સંબંધમાં એ નિર્ણય કરવામાં આવ્યો કે સંપાદકમંડળ લેખની પસંદગી વગેરે વિશે વિચાર કરે અને પોતાનાં સૂચન આપે. (ચ) વિશ્વવિદ્યાલયમાં ભગવાન મહાવીર અને જૈનધર્મ વિશે ચર્ચાઓ તથા ગેષ્ઠિઓનું આયોજન. આ સંબંધમાં ‘વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ ’ને એવી વિનંતિ કરવામાં આવી છે કે એ દેશના જુદાં જુદાં વિશ્વવિદ્યાલોને આવી ગેષ્ઠિઓ અને ચર્ચાએ જવા માટે લખે તથા જરૂર પડે એ આવી બેઠકો યોજવા માટે ગ્ય અને પ્રબંધ કરે. વિશ્વવિદ્યાલય અનુદાન આગ સાથે જરૂરી સંપર્ક રાખવા તથા આ કાર્યક્રમના સંચાલન માટે એક ઉપ-સમિતિ નીમવામાં આવી છે, જેના સભ્યો નીચે પ્રમાણે છે: (૧) શ્રી કલ્યાણમલ લોઢા (સંયોજક), (૨) શ્રી યશપાલ જૈન, (૩) શ્રી અક્ષયકુમાર જૈન, (છ) વ્યાખ્યાન આપવા માટે જૈન વિદ્ધાને વિદેશમાં મેકલવા તથા વિદેશી વિદ્રાને ભારતમાં આમંત્રણ આપવું. - જૈનસમાજ, વ્યાખ્યાન આપવા માટે બહાર મોકલી શકાય એવા વિદ્વાનની તથા જેને ભારત આવવા માટે આમંત્રણ આપી શકાય તેમ છે એવા વિદેશી વિદ્વાનોની એક યાદી તૈયાર કરશે. જૈનસમાજ આ યાદીની સાથે એ પણ જણાવશે કે વ્યાખ્યાન કયા કયા વિષય પર થવા જોઈએ. આ યાદી આઈ. સી. સી. આર.ને આપવામાં આવશે કે જેથી કરીને એ આ સંબંધમાં આગળ પગલું ભરી શકે. આ વિશે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી કે આ કાર્યક્રમ માટે જે નાણાંની જરૂર પડશે એની વ્યવસ્થા આઈ. સી. સી. આર. પિતાના બજેટની અંતર્ગત કરશે: શ્રી અક્ષયકુમાર જૈને આ બાબતમાં શ્રી ઈમામ રહેમાન સાથે પુન: ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યું. આ દષ્ટિએ એવો નિર્ણય પણ લેવામાં આવ્યો કે આઈ. સી. સી. આર. ના મંત્રીને એક પત્ર લખીને આ કાર્યક્રમ વિશે સવિસ્તર માહિતી આપવી જોઈએ. " (જ.) નિર્વાણ મહોત્સવ વર્ષને અહિંસા (શાંતિ) વર્ષ તરીકે જાહેર કરવું તથા નિર્વાણ મહોત્સવ દિવસને શરાબ અને માંસમુકત દિવસ તરીકે જાહેર કરશે. બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ સંબંધમાં ગૃહપ્રધાનને એક પત્ર લખીને ૧૯૭૪-૭૫ના વર્ષને અહિંસા વર્ષ” તરીકે જાહેર કરવાની વિનંતિ કરવામાં આવે. ગૃહ- પ્રધાનને એવો અનુરોધ પણ કરવામાં આવે કે એ રાજ્યસઋારો તેમ જ કેન્દ્રશાસિત વિસ્તારની સરકારને ૧૩ નવેમ્બર ૧૯૭૪ તથા ૧૯૭૫માં શતાબ્દીના સમાપન દિવસને માંસ અને શરાબમુકત દિવસ તરીકે પાલન કરવાને તથા તે બંને દિવસ દેશનાં બધાં કસાઈખાનાં બંધ રહે અને સરકાર દ્વારા સંચાલિત બધી હોટેલ અને ભોજનશાળાઓમાં આ બંને દિવસ શાકાહારી લેજો જ આપવામાં આવૅ એવો આદેશ આપે. (ઝ) વિદેશમાં નિર્વાણ મહેન્સવ સમારંભનું આયોજન આ સંબંધમાં સમિતિએ એવું સૂચન કર્યું છે કે વિદેશપ્રધાનને એક પત્ર લખીને એમને એવી વિનંતિ કરવી કે આપણા બધા દૂતાવાસે અને બીજી સંસ્થા પિતપોતાના દેશમાં આ સમાંરંભનું યોગ્ય રીતે આયોજન કરે એ માટે એમને જણાવવામાં આવે તથા કામમાં સ્થાનિક સમાજને પૂરેપૂરો સહકાર મેળવવામાં આવે. () રેલવે કન્સેશન અને હરનું - ફરતું રેલવે પ્રદર્શન બેઠકમાં રેલવેપ્રધાનને એવું સૂચન કરવાનું નક્કી કરવામાં રાવ્યું કે તેઓ શતાબ્દી વર્ષમાં જૈન તીર્થસ્થાનની આમજનતા યાત્રા કરી શકે એ માટે આ સ્થાનોએ આવવા-જવા માટે યોગ્ય રેલવે કન્સેશનની સગવડતા આપે. રેલવેપ્રધાનને એવી વિનંતિ પણ કરવામાં આવશે કે શતાબ્દી વર્ષમાં એક હરતા - ફરતા રેલવે પ્રદર્શનના આયોજનની વ્યવસ્થા કરવી જોઈએ. આઈટમ નં. (જ), (ઝ) અને (ટ) નાં કાર્યોના કુશળતાપૂર્વકના સંચાલનમાં સહકાર આપવાની દષ્ટિએ એક ઉપ-સમિતિ નીમવામાં આવી, જેના સભ્યો નીચે મુજબ છે: (૧) શ્રી શાંતિપ્રસાદ જૈન, (૨) શેઠ અચલસિહ, (૩) શ્રી મેહનલાલ કઠોતિયા, (૪) શ્રી આનંદરાજ સુરાણા, (૫) શ્રી પ્રભુદયાળ ડાબડીવાલા, (૬) શ્રી રતનલાલ જૈન, કોર સમિતિના ઉપરોકત નિર્ણયોને સ્વીકાર કર્યા પછી બેઠકે બીજા કેટલાક મહત્ત્વપૂર્ણ વિષયો પર વિચારણા કરી અને નીચે મુળના નિણાવા વાયા બેઠકમાં સમગ્ર જૈન સમાજની એક ધ્વજા તથા બોધચિહનના પ્રશ્ન પર વિચાર કરવામાં આવ્યો. આ દષ્ટિએ આચાર્યશ્રી દેશભૂણજી, મુનિશ્રી વિદ્યાનન્દજી તથા મુનિશ્રી યશોવિજયજી ' પાસેથી મળેલા અલગ અલગ ધ્વજો પર વિચારણા કરવામાં આવી. છેવટે સર્વાનુમતે એ નિર્ણય કરવામાં આવ્યો કે કાર્યાધ્યા સાહ શ્રી શાંતિપ્રસાદજી ચારે સમાજને સંપર્ક સાધીને બધાને માન્ય ધ્વજ તથા બોધચિહનનું સ્વરૂપ નક્કી કરે તથા એને મહાસમિતિની હવે પછીની બેઠક સમક્ષ રજૂ કરે. - નિર્વાણ શતાબ્દીનાં જુદાં જુદાં મહત્ત્વપૂર્ણ કાર્યોનું કુશળતાથી સંચાલન કરવાના ઉદેશથી એ નિર્ણય લેવામાં આવ્યો કે અલગ અલગ કામ માટે ઉપ સમિતિઓની નિમણુંક કરવામાં આવે પણ બધી રીમિતિઓ પોતાના નિર્ણય છેવટે મહાસમિતિ સમક્ષ રજૂ કરશે. મહાસમિતિને ઉપ-સમિતિએ લીધેલા નિર્ણયમાં આવશ્યક સુધારા કરવાને અધિકાર રહેશે. ' , આ બેઠકમાં ભગવાન મહાવીર સ્મારકની ડિઝાઈન તૈયાર કરવાનું કામ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન એન્ડ પ્લાનિંગ, અમદાવાદને સેંપવાનો નિર્ણય કરવામાં આવ્યા. બેઠક ડિઝાઈન તૈયાર કરાવવા તથા યોગ્ય આર્કિટેકટોની પસંદગી કરવાની દષ્ટિએ મુંબઈની બેઠકમાં નીમવામાં આવેલી ઉપ-સમિતિને એનું આ કાર્ય ત્વરાથી પૂરું કરવાને અનુરોધ કરવામાં આવ્યું. મુંબઈમાં રચવામાં આવેલી ઉપ-સમિતિના સભ્યો નીચે પ્રમાણે છે : (૧) શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, (૨) શ્રી શ્રેયાંરાપ્રસાદ જૈન, (૩) શ્રી શાંતિપ્રસાદ જૈન, (૪) શ્રી સી. સી. શાહ, (૧૫) શ્રી જેઠાભાઈ ઝવેરી. છે. કામ કરે કુમાર “ (અંકા, છેવિટામિને ન લા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy