________________
૧૨૨
પ્રબુદ્ધ જીવન
અનુકરણ કરવું તે વાજબી નથી. તેમ કરવામાં કૃત્રિમતા આવવાની જ. ઝાલાસાહેબ પછી પ્રમુખ તરીકે કોને ચૂકવા તેની ભારે વિમા સણ હતી ત્યારે મને લાગ્યું કે શ્રી રમણભાઈ આ સ્થાનને દીપાવશે, અને એમણે મારો અંદાજ સાચો પાડયો. તેમનામાં વિદ્રત્તા સાથે નમ્રતાનો મોટો ગુણ રહેલા છે. તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
તેમણે જેમ વ્યાખ્યાનમાળાના બોજો ઉપાડયો છે તેમ ‘પ્રબુદ્ધ જીવન’ના બાજો પણ ભવિષ્યમાં તેમણે જ ઉપાડવાના છે,તેમ આજે જાહેર રીતે હું તેમને કહું છું.
“પ્રબુદ્ધ જીવન’સંભાળ્યું ત્યારે હું તેને કેવો ન્યાય આપી શકીશ તે નક્કી નહોતું. કેમકે લખવાની મને બિલકુલ ટેવ નહોતી. પ્રથમ લખતો કર્યો મને રામનારાયણ પાઠકે - તેમના ‘પ્રસ્થાન’ પત્ર માટે. તે બંધ થયું અને મારું લખવાનું બંધ થયું. પરંતુ ત્યારબાદ મારી પાછળ પડીને મને લખતા કર્યો સ્વ. પરમાનંદભાઈએ.
માણસમાં વિચારધન હાય તો ભાષા તેનામાં આવી શકે છે. મારી પાસે એવું ભાષાશાન નથી, પરંતુ હું એની ચિંતાકરતા નથી. હું તે। સચાટ રીતે લખવાની જ ચિંતા કરું છું.
‘પ્રબુદ્ધ જીવન’ના લેખો મેળવવાનું વિ. કામ આપણે શ્રી ત્ર્યંબકભાઈ મહેતાને સોંપ્યું છે, તે બાજો તેમણે ઉપાડી લીધા છે ને ‘પ્રબુદ્ધ જીવન’ની સફળતાના અમુક યશ તેમને ફાળે જાય છે. મારે કહેવું જોઈએ કે મને યોગ્ય વ્યકિત મળી ગઈ છે, અને તેના મને સંતોષ છે.
વ્યાખ્યાનમાળામાં આપણને ભારતીય વિદ્યાભવન પણ નાનું પડે છે તેને યશ શ્રોતાઓને ફાળે જાય છે. આપણા શ્રોતાગણ વિશિષ્ટ છે. કમિટીના બધા સભ્યોએ જે ઉત્સાહપૂર્વક કામ ઉપાડી લીધું છે તેનો મને સંતોષ છે.
ત્યાર બાદ સુખડના હારથી ડૉ. રમણભાઈનું તેમણે અભિનંદન કર્યું હતું.
ડૉ. રમણલાલ શાહે સન્માનનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યુંકે, બધા વકતાઓએ અાજની સભામાં મારા વિષે જે કહ્યું તે ઉપસર્ગ બરાબર હતું. એમ કહું તો ચાલે.
ઉપસર્ગો બે જાતના છે. પ્રતિકૂળ અને અનુકૂળ—નિંદા
અને પ્રશંસાવાળા.
બધાં બાલતાં હતાં ત્યારે મારું આત્મનિરીક્ષણ ચાલી રહ્યું હતું. હું વિચારતા હતા કે જે કહેવાય છે તે અને હું જે છું તે - બે વચ્ચે કેટલું બધું અંતર છે. પરંતુ આ તો બધાની સદ્ભાવના અને પ્રેમનું પરિણામ છે એમ મેં માન્યું.
વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે તે મારા માટે સાવ નવા જ અનુભવ હતો. :
માઈક પાસે બેસવું, બે વ્યાખ્યાનો ચુપચાપ સાંભળવા તે પણ સ્વાધ્યાય જેવું થયું. મારા માટે તો આ ખૂબ જ લાભદાયી બન્યું છે. દરરોજ બે વ્યાખ્યાને ચિત્તની તલ્લીનતાપૂર્વક સાંભળવા એ તા એક લહાવેા છે.
કાર્યકરોએ આટલા બધા વિશ્વાસ મારામાં 'ચૂકયો તેને હું તેમની સદ્ભાવના ગણું છું.
ખરેખર તા કાર્યકર્તાઓએ કાર્ય કર્યું છે—એટલે સફળતામાં તે હું અંશમાત્ર ગણા
સ્વ. પરમાનંદભાઈ કહેતા કે ચારિત્ર્યમાં બુઠ્ઠો હોય તેને વકતા તરીકે આપણી વ્યાખ્યાનમાળામાં સ્થાન ન હાય - એટલે મારે મારી જવાબદારી માટે વિશેષ સભાન રહેવું જોઈએ - . અને રહીશ .
આપણા શ્રોતાઓ એટલા બધા શિસ્તબદ્ધ છે કે, વકતાઓને પણ વિચાર કરતા કરે. વકતા જો તૈયારી વગર આવ્યા હોય તો તેને ક્ષાભ થાય.
આપણા શ્રોતાઓ! ખરેખરા શ્રોતાઓ છે.
મારાં પત્નીનો પણ મારે જાહેરમાં આભાર માનવો જોઈએ;
10
તા. ૧-૧૦-૭૩
કેમકે અમારી દરરોજની આ અંગેની ચર્ચામાં તેમનાં ઘણાં સૂચના મને ઉપયોગી નીવડયાં છે.
આપણી વ્યાખ્યાનમાળા એક જ્ઞાનસત્ર છે. આને સ્વાધ્યાયની પર પરા ગણાવી શકાય.
વ્યાખ્યાનમાળાના વિવિધ વિષયો સાથે જૈનદર્શન અંગેના બે-ત્રણ વ્યાખ્યાનો રાખવા માટે અમારું લક્ષ્ય હાય જ છે.
તમારા બધાની આટલી બધી સદ્ભાવનાઓથી હું ખરેખર કૃતકૃત્યતા અનુભવું છું.
સંઘના મંત્રી શ્રીસુબોધભાઈ શાહે કહ્યું કે આગળના બધા જ વકતાઓએ પ્રમુખનો આભાર માન્યો છે, તેમાં હું પણ મારો સૂર પુરાણું છું.
ચાને વ્યાખ્યાનમાળાની સફળતા માટેહું કૃતકૃ યતા અનુભવું છું. સંકલન : શાન્તિલાલ ટી. શેઠ
મેડિક
સ્વ. તારાબહેન
શિક્ષણશાસ્ત્રી શ્રી તારાબહેન માઢકનું ૮૧ વર્ષની પાકટ વયે અવસાન થયું, એમ થતાં બુનિયાદી શિક્ષણક્ષેત્રે એક મોટી
ખોટ પડી.
• શ્રી તારાબહેન મેાહકના જન્મ ૧૯-૪-૧૮૯૨ના રોજ મુંબઈમાં મહારાષ્ટ્રિયન કુટુંબમાં થયો હતો. તેઓ વિલ્સન કૉલેજમાં ગ્રેજ્યુયેટ થયાં હતાં અને મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલના પ્રથમ હિંદીના પ્રિન્સિપાલ શ્રી વામન એ. મેાડકના પુત્ર, સુપ્રસિદ્ધ વકીલ શ્રી કૃ. વા. મેડિક સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં .
નાગપુર કોંગ્રેસં વખતે ગાંધીજીએ યુવાનોને સેવાક્ષેત્રે અપલાવવાની હાકલ કરેલી તેને માન આપીને તેમણે બાળશિક્ષણક્ષેત્રે ઝંપલાવ્યું અને એ ક્ષેત્રે તેમણે જીવનના અંતપર્યંત સેવા આપી.
શ્રી ગિજુભાઈના બાળશિક્ષણસેવાયજ્ઞમાં જોડાઈને એ ક્ષેત્રે અવનવા પ્રયોગો કર્યા. શિશુશિક્ષણનો સંગીન પાયો નાખવામાં તેઓ સહભાગી થયાં. દક્ષિણામૂર્તિના બાળમંદિરના પ્રથમ આદર્શ નમૂના ગિજુભાઈ અને તારાબહેને, સંયુકત પ્રયાસથી ખડો કર્યો. અને એ ધોરણે અનેક બાળમંદિરો ગુજરાતમાં સ્થપાયાં.
નૂતન બાળશિક્ષણ સંઘ તરફથી ‘શિક્ષણ-પત્રિકા’ નામનું સામયિક શરૂ થયેલ, તેના તંત્રી તરીકે તેઓએ દાયકાઓ સુધી સેવા આપી.
પેાતાની કારકિર્દીના એક દાયકા જેટલાં કોષ્ઠ વર્ષે ગુજરાતમાં ગાળીને, અમરાવતી - વાસદ વગેરે સ્થળાએ થોડા ઘડા સમય ગાળ્યો અને ત્યાર બાદ ૧૯૩૬માં તેમણે દાદરમાં શિશુવિહારની સ્થાપના કરી, જે સંસ્થા ફાલીલીને આજે અધ્યાપનમંદિર અને માધ્યમિક શાળા સુધી વિકાસ પામી છે.
ત્યાર બાદ ૧૯૪૬માં ગાંધીજીના આશીર્વાદ મેળવી પ્રથમ થાણા જિલ્લાના બારડી અને ત્યાર બાદ દહાાણના ‘કોસબાડ ટેકરી'ના વિસ્તારમાં, ખેડૂતો તેમ જ આદિવાસીઓનાં બાળકોમાં શિક્ષણના સંસ્કાર રેડવાના અણખેડાયેલા ક્ષેત્રમાં તેમણે પ્રવેશ કર્યો. ત્યાં તેમણે પારણાંઘરો, બાળવાડીઓ, જંગલશાળાઓ, પૂર્વપ્રાથમિક મંદિર – જેવી વિવિધ શાળાઓ, ઉદ્યોગવર્ગ અને અધ્યાપન પ્રવૃત્તિઓની શરૂઆત કરી. આગળ જતાં એ સ્થળ એક વિદ્યાધામ બની ગયું.
મેન્ટેસેરી સંમેલન અંગે તેમણે યુરોપના દેશાનો પણ પ્રવાસ કર્યો. તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાનાં સભ્ય પણ બન્યાં. બાળશિક્ષણ અંગેનાં એમનાં બે અંગ્રેજી પુસ્તકો કેન્દ્ર સરકારે પ્રગટ કર્યા છે. એ સિવાય પણ તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. આ રીતે કેળવીક્ષેત્રે તેઓ એક વ્યકિત મટી સંસ્થારૂપ બની ગયાં.
એમની સેવાની કદરરૂપે ભારત સરકારે તેમને પદ્મવિભૂષણના ખિતાબ એનાયત કર્યો છે.
યુવક સંઘના સભ્યોનું એક પર્યટન તા. ૨૮ - ૨૯ ઓગસ્ટ, ૧૯૬૪ના રોજ અમે કોસબાડ ટેકરી પર લઈ ગયેલા, ત્યારે ત્યાંના તેમના કાર્યક્ષેત્રના દર્શનથી અમે ખૂબ પ્રભાવિત થયેલા અને તેમનું પ્રેમપૂર્વકનું આતિથ્ય અમે માણેલું.
એમના શિક્ષણરસેવાયજ્ઞથી નવું કલેવર પામેલ અનેક વ્યકિતએની આશિષ સદાય તેમના પર વરસતી રહેશે.
શાન્તિલાલ ટી. શેઠ