________________
તા. ૧-૩-૧૭
છે તેને અનુભવ કરવાનું શકય બને છે.” બૌદ્ધધર્મીઓ માફક તેમણે પણ કહ્યું છે કે જીવન દુ:ખસમુચ્ચય છે. “આપણે જન્મ્યા ત્યારથી આપણે મરીએ ત્યાં સુધી વર્ષ પ્રતિ વર્ષ આપણુ' જીવન સંઘર્ષ, દુ:ખ, વેદના અને ભયની પ્રક્રિયા માત્ર છે. આપણે આપણા અજ્ઞાનને લીધે દુ:ખ ભાગવીએ છીએ. અજ્ઞાન એ અર્થમાં કેઆપણે આપણી જાતને જાણતા નથી, આપણા સ્વરૂપ વિષેના અજ્ઞાનમાંથી વાસના પેદા થાય છે અથવા તે કૃષ્ણમૂર્તિ કહે છે તે મુજબ “જેને આપણે અનુભવ કહીએ છીએ તે પ્રકારની ઈન્દ્રિયજન્ય સંવેદનની શેાધ ઉદ્ભવે છે.” આ વાસનાતૃપ્તિ દ્વારા નિર્માણ થતા અનુભવના સંચય સમય જતાં ભ્રામક અહીં તરફ અથવા તે હુંપણાના કેન્દ્ર તરફ આપણને લઈ જાય છે. “જો તમે બારીકીથી નિહાળશે! તો તમને માલુમ પડશે કે એ વૈચારિક પ્રક્રિયા છે કે જેમાંથી હુંપણાનું કેન્દ્ર પૈદા થયું છે.” બૌદ્ધધર્મી મા કૃષ્ણમૂર્તિ પણ ઉપદેશે છે કે કોઈ કોઈના ઉદ્ધાર કરી શકતા નથી. તમારો ઉદ્ધાર તમારે પાતાએ જ કરવાનો છે. તેમને અતિપ્રિય એવા ઉદ્ગાર આ પ્રમાણેના રહેતા. “જાઓ અને જાતે કૂવો ખોદો.” જે અન્ય પ્રત્યેની આંધળી શરણાગતી ઉપર અને અન્ય સત્તાના સ્વીકાર ઉપર ભાર મૂકે છે એવી ‘ગુરૂ’ પદ્ધતિ વિષે તેમને અત્યત્ન અણગમા – એક પ્રકારનો તિરસ્કાર છે. “શિક્ષકો અને ગુરૂઓ જે કાંઈ જ્ઞાત છે તે જ માત્ર શિખવી શકે છે, અને જે મન જ્ઞાતના ભાર નીચે દબાયેલું છે તે અજ્ઞાતને કદિ પણ પ્રાપ્ત કરી શકે નહિ.” આ જ પ્રમાણે તેઓ કોઈ ધાર્મિક
ક્રિયાકાંડ કે શિસ્તપાલનમાં માનતા નથી. “જે મન શાન્તિ શે!ધે છે અને શાન્તિના ચાલુ રૂઢ ખ્યાલે ઉપર સ્થિર થઈ બેસે છે તે મન ખરા અર્થમાં શાન્ત હોઈ શકતું નથી; તે મન એક ચાક્કસ ચેાગઠામાં શેઠવાયલું છે, તે કોઈ એક ઢાળામાં ઢળાયલું છે અને આણું મન જાગૃતજીવતું મન નથી; તે નથી નિર્મળ કે નથી ચેતનવન્તુ; માત્ર જે મન નિર્મળ છે, તાજગીથી ભરેલું છે, શોધ કરવાને સર્વથા મુકત છે તે જ મન સર્જનશીલ બની શકે છે.”
બુદ્ધ જીવન
આપણને અનુભવ દ્રારા કશું પ્રાપ્ત થતું નથી, કોઈ સત્ય લાધતું નથી. ભૂતકાળ મરી ગયા છે. “સત્ય તે તે બધા ભાર—બાજથી મનને મુક્ત કરવાથી પ્રાપ્ત થતી awareness-સજાગપણું છે.”
તો પછી આવી કોઈ ફરિયાદ કરે કે “તમે ભારે ભંજક છે, ભારે નિષેધવાદી છે. તમે અમારું બધું લઈ લ્યો છે. પણ તેના બદલામાં તમે આપે છે! શું ?.... માણસની નબળાઈ અંગે, ક્ષતિ અંગે શું તમારે વધારે ઉદાર થવું ન જોઈએ?” તે એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે ખરું? પણ કૃષ્ણમૂર્તિમાં આવી નબળાઈ માટે કોઈ કુણાપણું નથી. તેઓ એમ કહેશે કે નબળા નબળાની ભલે સંભાળ લે; માણસની નબળાઈ સાથે મને કઈ નિસબત નથી. જે બળવાન હોય તેણે સંચિત અનુભવોના સંસ્કારથી મુકત એવા સજાગપણાના અભ્યાસ વડે અના ભ્રામક કેન્દ્ર સાથે સધાયલી આત્મીયતામાંથી મુકિત મેળવવી ઘટે. બૌદ્ધો આ સજાગપણને mindfulness કહે છે.
દિલ્હીમાં હું તેમને પહેલી વાર સાંભળવા ગઈ ત્યારે શ્રોતાસમુદાયમાંથી પૂછાતા સવાલોને તેઓ જવાબ આપતા હતા. મિયાણાના એક છેડે એ ઊંચા આસન ઉપર બેઠેલા, સાઠથી સીતેર વર્ષ વચ્ચેની ઉમ્મરના ભૂખરા વાળ વાળા તેમને મે' જોયા અને તેમની આજની મુદ્રામાં તેમની આગળની સુન્દર મુખાકૃતિની ઝાંખી થતી હતી. તેમની આંખો ચમકતી હતી અને તેમના મેઢાની નીચેના ભાગ નબળા દેખાતા હતા અને પ્રે!ફાઈલમાં એક કૃપાપરાયણ ધ્રુવડનો ભાસ થતો હતો. જ્યારે સૌથી પહેલા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે તેઓ પૂરી શાન્ત અને સ્વસ્થતાપૂર્વક બેઠા હતા.
કોઈ એક જણે પૂછવાની હિંમત કરી કે “આત્માના ખુનર્ભવમાં તમે માને છે?” ભૃકુટી ચઢાવીને તથા હોઠ દબાવીને તેઓ
P
૨૨૧
બાલ્યા “આ તે ભારે અદ્ભુત સવાલ છે.” એમને અવાજ સામાને એટલે બધા દબાવી દે એવા હતા કે જયારે “આ અણુયુગમાં જીવનને કેવી રીતે ગોઠવવું?” એવા સવાલ અન્ય કોઈએ કરવાની હિંમત કરી ત્યારે મને ભારે આશ્ચર્ય થયું. આ બે સવાલેમાંના એકેને જવાબ આપવાનું કૃષ્ણમૂર્તિએ ઉચિત ધાર્યું નહિ. ત્રીજી વ્યકિતએ ફરીથી પ્રયત્ન કર્યા, “ સજાગપણુ–Awarenass - શું છે ?” કૃષ્ણમૂર્તિએ સ્પષ્ટ અને સંપૂર્ણપણે શુદ્ધ એવા અંગ્રેજીમાં જવાબ આપ્યો. એક પંડિત જવાબ આપે એવી રીતે સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં તેમણે જવાબ આપ્યો કે “તમારા પ્રશ્નને ટાળવા માંગું છું એવી છાપ તમારા ઉપર પડે એમ હું નથી ઈચ્છતા. આ બધા પ્રશ્નોને આપણે એકઠા કરીએ અને તેમાંથી કોઈ સમાન અર્થ નીકળે છે કે નહિ તે આપણે જોઈએ.” અને ચર્ચાના વિષયને ધીમે ધીમે ગૂંચવતાં ગૂંચવતાં તેમણે પ્રજ્ઞા વિષે કહેવા માંડયું. કોઈએ તેમને પ્રજ્ઞા વિષે પૂછ્યું જ નહોતું, તેઓ તે વિષે જ ચર્ચા કરવા માંગતા હતા. તેમણે જણાવ્યું.
“આપણે આપણાં બાળકોને સારું શિક્ષણ આપવા માંગીએ છીએ, ખરું કે નહિ ? પણ આજનું શિક્ષણ આપણને બુદ્ધિમત્તા આપે છે ખરું? આજનું શિક્ષણ સર્જક ચિન્તનની અટકાયત કરતું હોઈને બુદ્ધિમત્તાને શું ખરી રીતે રૂધી નાખતું નથી ...?” ચોક્કસ અવાજમાં તેમની વાણી વહેતી રહી. તેનાં ચરણા આગળ સાડીમાં સજ્જ થયેલી કેટલીક પાશ્ચાત્ય સ્રીઓનું જૂથ બેઠું હતું અને તેમને એધ્યાનથી અને ભકિતભાવપૂર્વક સાંભળી રહ્યું હતું. શ્રોતાસમુદાયમાંથી કેટલાક અધીરાઈ દાખવતા હતા. મને એકાએક કૃષ્ણમૂર્તિ ઉપર કંટાળા આવવા લાગ્યા, હું ઊભી થઈ અને ચાલતી થઈ. અનુવાદ : (પૂર્ણ) મૂળ અંગ્રેજી: પરમાનંદ શ્રીમતી એની માર્શલ
ભારતનાં ભયસ્થાના
‘હિંસાની વિરુદ્ધમાં પ્રજામત જાગૃત થવા જ જોઈ એ.’ (તા. ૮-૧-૬૭ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ ).
છેલ્લાં ૨૦ વર્ષથી ભારતમાં, પશ્ચિમના દેશે જેને માને છે, તેવી લોકશાહી અમલમાં છે. પુખ્ત મતાધિકારનાં પાયા પર અને મુકત તથા ગુપ્ત મતદાન દ્વારા દર પાંચ વરસે લાકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ એક બીજાની સાથે ચર્ચા-વિચારણા કરીને નિર્ણયો કરે, એ આ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત છે.
એ ખર્' છે કે, બ્રિટન-અમેરિકાની જેમ હજી સુધી આપણે ત્યાં દ્રિ-પક્ષીય પદ્ધતિ વિકસી નથી. અને એ પણ સાચું છે કે, કેરળ સિવાય ઘણાખરા પ્રાન્તામાં કાગ્રેસને જ મેાટી બહુમતી મળેલી છે, પણ તે માટે કેટલાંક ઐતિહાસિક કારણા છે.
આપણે ત્યાં જે રીતે લોકશાસન ચાલી રહ્યું છે તેની બીજી એક બાજુને વિચાર કરીએ. સંરક્ષણ ધારાના ચાલુ રહેવ. વિષે ઘણી વાત ચાલે છે. છેલ્લાં ચાર વર્ષથી સરકારે સંરક્ષણ ધારા હેઠળ લોકોને પકડવાની સત્તાનું શસ્ત્ર તૈયાર રાખ્યું છે, પરંતુ રાજકીય નેતાઓ કે પક્ષે સામે આ સત્તાનો ઉપયોગ એ કચિત જ કર્યો છે. ડાબેરી સામ્યવાદી પક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકયો નથી એ જ એક હક્કીકત પુરવાર કરે છે કે સરકાર એ શસ્રના ઉપયોગ કરવામાં કેટલી સજાગ છે.
સરકાર અને અખબારોના સંબંધ જોઈએ. પાકિસ્તાન જેવા બીજા એશિયાઈ દેશોની સરખામણીમાં આપણે ત્યાં ભારતમાં વર્તમાનપત્રા સ્વતંત્ર છે. તાજેતરમાં દિલ્હી ખાતે મળી ગયેલી ઈન્ટરનેશનલ પ્રેસ ઈન્સ્ટીટયૂટ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની બેઠકમાં પણ તેના પ્રતિનિધિઓએ ભારતનાં અખબારી સ્વાતંત્ર્યને અંજલિ આપી હતી.
આટલું વિચાર્યા પછી, નિર્ણય લેવાની પદ્ધતિ વિષે વિચારીએ