________________
તા. ૧૬-૧-૬૭
Br
મહાપ્રસ્થાન”ના પંથ પર ૧૯
પથના સાથી નમું વારંવાર, પથિક જનના લેજો નમસ્કાર. . :
હવે વિદાય, જે જે ભૂલ કરી કે હા, દિનશેષના પતિ,
!
પ્રભુવન
ભાંગ્યાગૃહના લેજો. નમસ્કાર, ૨ે હે! નવપ્રભાત જ્યોતિ, રે હો ચિરદિનની ગતિ, નૂતન આશાના લેજો નમસ્કાર, જીવનરથના હે સારથિ, હું તો હંમેશનો છું પથી, યાત્રીના આ લેજો નમસ્કાર.
ત્રણ દિવસ રહીને જેઠ શુદ પૂનમની સવારે અમે બધાએ આખરી વિદાય લઈને અને વન્દન કરીને. પુણ્યસંચય કરીને પરિતૃપ્ત મનથી રવાના થયા. લથડી ગયેલી તબિયત અને લુપ્ત થયેલી શકિત જાણે કોઈ મંત્રની શકિતથી ફરી પાછાં આવ્યાં હતાં. નૂતન ઉત્સાહ ને નવી પ્રેરણા, સતેજ પ્રાણધારા, એ બધાથી જે સ્વસ્થતા ને સહજસ્થિતિને મેં તે દિવસે અનુભવ કર્યા તેવા કદિયે મને થયા નહતા. મારી ખરાબ તબિયત, ખેદ વગેરે હું બદરીનાથ રાખી આવ્યો. ફતિમય શરીર, ઉલ્લસિત મન, ચાલવાની શકિતવાળા બે પગ, લેાહીના ઉછાળ, અને એક અપરિસીમ પ્રાણલીલા લઇને હું બધાની જોડે ચાલતા હતા. મારો નવો જન્મ થયા હતા. સવારના પહેારમાં ઝાળા ખાંધ પર નાંખીને લાઠી હલાવતા હલાવતા જાણે દોડતા દોડતા હું ચાલતા હતા. બે કલાકમાં તો હનુમાનચટ્ટી આવ્યો, ને બપોરે આવ્યો પાંડુકેશ્વર. સાંજના તે। વિષ્ણુપ્રયાગ ને જોશીમઠ વટાવીને હું સીધા સિંહદ્રારે આવી પહોંચ્યો. રાતે સૂતી વખતે મેં હિસાબ કરીને જોયું તે તે દિવસે હું ઓગણીશ માઈલ ચાલ્યા હતા. મારા પગમાં અસીમ શકિત આવી ગઈ હતી. પરિચિત રસ્તા હતા. કઈ તરફ શું આવ્યું છે તે હું જાણતા હતા. હમણાં તા મારે તરત લાલસાંગા તરફ ફરવાનું હતું, ને ત્યાંથી નવે રસ્તે કર્ણપ્રયાગ જવાનું નક્કી કર્યું હતું. બધાને હવે ઉતાવળ હતી. તીર્થયાત્રા પૂરી થઈ ગઈ હતી, હવે પહાડી પ્રદેશ અકળાવતા હતા. હવે 'દશ અગિયાર દિવસ ચાલીએ ત્યારે ટ્રેનમાં બેસાશે. સમતલ જમીન જોવાને બધાનાં મન આળાં બની ગયાં હતાં; હવે તે અમે બપોરનું ભાજન કર્યાં લઈશું, ને કયાં રાતવાસે કરીશું. એ બધું નક્કી કરી શકતા હતા, કારણકે આખા રસ્તાનો ખ્યાલ મને આવી ગયા હતા. બીજે દિવસે અમે ગડગંગામાં રાત વીતાવી, સિંહદ્ગારથી ગરૂડગંગા સાળ માઈલ હતી. બીજે દિવસે બપોરે બાબલા ચટ્ટી પહોંચ્યા, ખાઈ કરીને પાછા ચાલવા લાગ્યા ને બપારે લાલસાંગા આવી પહેાંચ્યા. ત્રણ દિવસ ચાલીને હવે અમે થાકનો અનુભવ કરતા હતા. ચાલતાં ચાલતાં પાછા કાને જાણે તાળાં લાગી ગયાં હતાં, મન ઉદાસ બની ગયું હતું, ને સ્મરણશકિત ઓછી થઈ ગઈ હતી. જે હોય તે. ઘણી તપાસ કરીને નિર્મળાએ પેાતાનું પેલું ફાનસ પાછું મેળવી લીધું હતું.. સાંજ પડવાને હજી ઘેાડી વાર હતી. એથી લાલસાંગા રોકાયા વિના પાછું ચાલવાનું શરૂ કર્યું. હવે અમે નવા રસ્તા લીધા હતા, એ રસ્તા હરદ્વારથી કર્ણપ્રયાગ થઈને અહીં આવતા હતા. નવે રસ્તે અમે બે માઈલ ગયા ને તે દિવસની યાત્રા પૂરી કરી કુબેર ચટ્ટીમાં રાતવાસા કર્યો. ત્રણ દિવસમાં અમે પચાસ માઈલના રસ્તે કાપ્યા હતા.
સવારના પહેારમાં પાછી યાત્રા શરૂ કરી, થોડો રસ્તે કાપીને ગારામ લેવા, ગેાપાળદાની તમાકુ ખાવી, અફીણ લેવું, ને પાછા ચાલવાનું. ડોશીઓમાંથી બેએક જણ સિવાય બધા જ કંડીમાં આવતાં હતાં. ને કંડીવાળા એકની પાછળ એક એમ હારમાં ચાલતા હતા. સવારમાં અમે શ્રીનંદપ્રયાગ આવ્યા. અહીં નન્દા ને અલકાનંદાના સત્સંગમ હતા. એવી કથા છે કે, પુરાણકાળમાં નન્દરાજાએ અહીં યજ્ઞ કર્યો હતો. શહેર તા ઘણું નાનું છે. અહીંથી ગરુડ જવાના નવા રસ્તો શરૂ થાય :
૧૮૯
છે. નંદપ્રયાગમાં મહેશાનંદ શર્માની દુકાનમાંથી થેાડાં હિમાલયનાં ચિત્રા ખરીદ્યાં. આ દુકાન ઉત્તમ પ્રકારના શિલાજીત માટે વખણાય છે. ઠંડી ઓછી થઈ ગઈ હતી, ને હવે તો સખ્ત તાપ પડતો હતો. કયારેક એક પહાડ ઊતરીને બીજો પહાડ ચઢવા પડતા તો કયારેક એક પહાડપરથી બીજા પહાડ પર જતા. હજી રસ્તા ઘણા બાકી હતા. બપોરના સાનલ ચટ્ટી આવી પહોંચ્યા. ને સાંજે તે જકડીમાં જઈ પહોંચ્યા. વચમાં લોંગાસુ ચટ્ટી હતી.
બીજે દિવસે લગભગ નવ વાગે કર્ણપ્રયાગની લગોલગ આવી પહોંચ્યા. સામે જ પથ્થરમાંથી વહેતી વિશાળ નદી હતી. ત્યાં પિડરગંગા ને અલકનંદાનો સંગમ હતો. પુરાણમાં કથા છે કે આ નદીને તીરે, પર્વતની પાસે એક વાર કુંતીપુત્ર કર્ણે એના પિતા સૂર્યદેવનાં દર્શન કરેલાં. ને એની પાસે અભેદ્ય કવચ વગે૨ે વરદાન પ્રાપ્ત કરેલાં. નદીની પેલી તરફ દક્ષિણ તરફનો માર્ગ જાય છે રૂદ્રપ્રયાગ તરફ ને ડાબી તરફના રસ્તો સીધા જાય છે. મહલચૌકી તરફ અમે હવે અહીંથી અલકનંદાની વિદાય લેવાના હતા. યાત્રીઓ નદીના સંગમ આગળ પિતૃશ્રાદ્ધ કરે છે.
નદીના પુલ પાર કર્યો કે સામે જ એક મેટું ચઢાણ જોયું. પાછા ફરવાને રસ્તે ચઢાણ જોઈને શરીરમાં જરા કંપારી ચઢી. બીજો ઉપાય નહાતા. એટલે હાંફતાં હાંફતાં ચઢીને એક શહેરમાં આવી પહોંચ્યા. ઠીક ઠીક માટું શહેર હતું. ચારેબાજુ મોટા મોટા પહાડો હતા. રસ્તાઓ હતા, સરકારી બંગલા, હાસ્પિટલ, દુકાનો, બજાર, એક ખૂણામાં પણ આંખે ઊડીને વળગે એવી પોસ્ટ ઑફિસ, ને પેલીસથાણું હતું. હવાપાણી ખૂબ સરસ હતાં. ઘણી તપાસ કર્યાં પછી એક ધર્મશાળામાં બીજે માળે સ્વચ્છ જગ્યા મળી. સરસ ગરમ દુધ અને સ્વાદિષ્ટ જલેબી એ કર્ણપ્રયાગમાં મળતી બે ચીજો હતી.
રોજ પ્રમાણે રાંધી કરીને અમે જમ્યા. અહીં એક વિયોગને પ્રસંગ ઊભો થયો. મારા દુ:ખસુખના સાથી, આફતમાં ને ખરાબ સમયમાં અમારા અંતરંગ મિત્ર, અમારા રાહબર, છડીદાર અમરાસિહ અહીંથી અમારી વિદાય લેવાના હતા. આજે મને મનમાં થયું કે અમરાસિંહ અમારા આત્મીય સ્વજન નહોતા, એ પર હતા. એટલે અને તે મારાથી છૂટા પડવાનું જ રહ્યું. દેવપ્રયાગની તરફ કોઈ એક પર્વતના શિખર પર તેનું નાનુંસરખું ગામ હતું. ત્યાં એના માબાપ હતાં, ભાઈ - બહેન તથા નવવધૂ હતી. યાત્રીદલની મહેલચારીના રસ્તેથી વિદાય લેવી પડશે. મનુષ્યના પરિચય એની જોડેના સંબંધથી થાય છે, અને એ પરિચય ધનિષ્ઠ બનતાં એ મનુષ્ય આત્મીય બની જાય છે. દુ:ખના દિવસેામાં, મુશ્કેલીઓની વચ્ચે જેની જોડે રાત વીતાવી છે, એ અમારા મિત્ર, એ આત્મીય સ્વજન, એને છેડતાં હ્રદય ફાટી જતું હતું, મનમાંથી જાણે જબરદસ્તીથી કોઈ એને દોરડાંથી બાંધીને ખેંચી કાઢતું હતું. અમરાસિંહે રસ્તે ચાલતા માનવીએનાં હ્રદય જીતી લીધાં હતાં. એ ભાગ્યશાળી હતા. વિનયી હતા.
જેની પાસે જે કાંઈ હતું, કપડું, ચાદર, પહેરણ, ટુવાલ, કામળા ને પૈસા—તે બધું ઉદારતાથી એની ઝોળીમાં ભરી દીધું. બદરીનાથને જે ન મળ્યું, તે મળ્યું અમરાસિંહને—દેવને પૂજા મળે, માણસને પ્રેમ. અમરાસિંહ અમારો ઘણા આત્મીય બની ગયો હતો, એ સ્વજનોના પણ સ્વજન બની ગયા હતા.
ચાત્રીઓને દોરવણી આપવાના ભાર હવે મારી ઉપર આવ્યો. મારી જોડે જ્ઞાનાનંદનું દંલ ચાલતું હતું. જ્ઞાનાનંદની વિષે લોકો જાતજાતની વાત કરતા હતા. અમરાસિંહ પાસે રસ્તા સંબંધી જાતજાતની માહિતી મેળવી, લગભગ ત્રણ વાગે અમે યાત્રા શરૂ કરી. એમ નક્કી થયું કે મારે સૌની પાછળ રહેવું. અત્યારે તે રસ્તે બહુ સખ્ત તડકા પડતા હતા.
ગાડ નદીને તીરે તીરે રસ્તા સમતલ હતા. નદીમાં ઉતરીને તરસ લાગે તે પાણી પી શકાય તેમ હતું. ધીરે ધીરેં ચાલતા હતા.. બધાની