SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ પ્રબુદ્ધ જીવન જંગલમાં પડેલાં ફળ, ફ ુલા પણ તે ગ્રહણ કરે નહિં. તે પોતે કોઈએ આપ્યા વિનાનું લે નહિં, બીજાંને લેવાનું કહે નહિં, અને લેનું હાય તેને અનુમાદે નહિ, ભિક્ષા લેવા જતી વખતે પણ એટલા સાવધ રહેવાનું તેને શીખવવામાં આવે છે કે પોતાની જરૂરિયાત હોય તેનાથી જરા પણ વધારે તે લે નહિ, કેમકે જીવનની જરૂરિયાત કરતાં થોડું પણ વધારે પોતાની પાસે રાખવું તે પણ ચારી છે. ચોથું મહાવ્રત તે બ્રહ્મચર્ય અથવા મૈથુન—વિરમણ વ્રત. જાતીય સંબંધના ત્યાગ, સાધુએ આ વ્રતનું સંપૂર્ણ અને કડકપણે પાલન કરવાનું હાય છે. સાધુ સ્ત્રીસંબંધ પોતે કરે નહિ, કરવાની પ્રેરણા આપે નહિં કે અનુમોદે નહિં, ગૃહસ્થાશ્રમમાં ભાગવેલા એ સંબં ધને યાદ કરે નહિં, અને જાગૃતિપૂર્વક અક્ષરશ: આ વ્રતનું પાલન કરે. આ વ્રત પાળવું કઠણ છે. એટલે તેના રક્ષણ માટે સ્ત્રી બેઠી હોય તે આસન ઉપર બેસવાની સાધુને મના ફરમાવી છે, બહુ સ્વાદિષ્ટ કે માદક પદાર્થના આહાર લેવાની ના કહી છે, જેથી વાસનાએ ઉત્તેજિત થાય નહિ વગેરે. આ વ્રતના પાલન માટે બીજા પણ અનેક નિયમા ઘડવામાં આવ્યા છે. પાંચમું મહાવ્રત તે અપરિગ્રહ અથવા પરિગ્રહ—વિરમણ વ્રત. દુનિયાદારીની - ભાગા૫ભાગની - બધી વસ્તુઓના ત્યાગ. સાધુને ધન, ધાન્ય, મકાન, જમીન કશા ઉપર મમતા ન હોય. પોતે પોતા માટે આવી કોઈ વસ્તુ રાખે નહિ, કોઈને રાખવાનો ઉપદેશ આપે નહિં કે કોઈ રાખતું હોય તેને અનુમોદે નહિ. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુકત કોઈપણ પદાર્થ ઉપર માહ રાખે નહિ, અને એ રીતે સાધુ આ વ્રતનું અત્યન્ત કડકપણે પાલન કરે. ઉપરનાં પાંચ મહાવ્રતો ઉપરાંત સાધુના દશ પ્રકારનો યતિધર્મ કહ્યો છે. ૧ ક્ષમા (માફી આપવી), ૨ માર્દવ (નમ્રતા), ૩ આર્જવ (સરળતા), ૪ નિર્લોભતા (કાઈ વસ્તુ માટે આકાંક્ષા નહિં), ૫ અકિંચન (ધનરહિતતા), ૬ સત્ય (સચ્ચાઈ), ૭ સંયમ (મન અને ઈંદ્રિયો ઉપર કાબુ), ૮ તપ (કષ્ટ સહન કરવું), ૯ શૌચ (પવિત્રતા), ૧૦ બ્રહ્મચર્ય (શિયળ પાળવું). સાધુ નિરંતર શત્રુ કે મિત્ર બંને ઉપર સમભાવ રાખે, રાત્રિભાજન ન કરે. ભિક્ષા માગીને નિર્વાહ કરે. એક સ્થળેથી બીજા સ્થળે જતાં વાહનનો ઉપયોગ ન કરે, પૈસા રાખે નહિં, કોઈ આપે તે સ્વીકારે નહિ, તેની પોતાની માલિકીનાં ઘરબાર કે ચીજ જેવું કંઈ હોય નહિ. સાધુને સતત પોતાની ઈંદ્રિયો ઉપર કાબુ રાખવાના હોય છે. તે કાબુ સરળ બને તે માટે ત્રણ પ્રકારની ગુપ્તિ પાળવાની શાસ્ત્રમાં દર્શાવી છે. ૧ મનગુપ્તિ, મનને કાબુમાં રાખવું. મનમાં અયોગ્ય કામનાઓ જાગે તો તેને દૂર કરવી. સાધુએ શુભ વિચાર તરફ મનને વાળી લેવું. ૨ વચનગુપ્તિ. વાણીના સંયમ. આ વચનગુપ્તિના અર્થ સંપૂર્ણ મૌન પાળવા સુધી વિસ્તૃત છે. ૩ કાયગુપ્તિ શરીર દ્વારા થતી પ્રવૃત્તિઓ ઉપર સયમ. આ ત્રણ ગુપ્તિએ ઉપરાંત સાધુએ પાંચ સમિતિઓ પણ પાળવાની છે. ૧ ઈર્યા સમિતિ - ચાલવા હાલવામાં ઉપયોગ, ૨ ભાષા સમિતિ - બાલવામાં ઉપયોગ, ૩ એષણા સમિતિ - ભિક્ષા લેવામાં ઉપયોગ, ૪ આદાન ભંડ નિક્ષેપણ સમિતિકોઈ પણ વસ્તુ લેતાં મૂકતાં ઉપયોગ રાખવો. ૫ ઉત્સર્ગ સમિતિમળમૂત્ર કે અન્ય વસ્તુના ત્યાગ કરવામાં ઉપયોગ રાખવા. જતાં આવતાં ઊઠતાં બેસતાં કોઈ જીવની હિંસા ન થાય તેના સતત ઉપયોગ રાખવા તે ઈર્યા સમિતિ, સત્ય અને પ્રિય બેલવાને ઉપયોગ રાખવા તે ભાષા સિંમિત, જરૂર પૂરો નિર્દોષ આહાર લેવા તે એષણા સિંમિત. ચીજ વસ્તુ લેતાં મૂકતાં કે કોઈને આપતાં ઉપયોગ રાખવા તે આદાન નિક્ષેપણ સમિતિ. અને તજી દેવા યોગ્ય વસ્તુ જોઈ તપાસી યોગ્ય સ્થળે ત્યાગ કરવા તે ઉત્સર્ગ સિમિત, ઉપયોગ રાખવો એટલે કોઈ પણ નાના મેટા જીવની વિરાધના ન થાય, હિંસા ન થાય તેની પૂરી સંભાળ રાખવી, તા. ૧-૯-૬૭ અશુભ વિચારોને દૂર કરી શુભ વિચારોમાં મન પરોવવા સાધુએ સતત ચિંતન કરતા રહેવું ઘટે. આ ચિંતન કરવા માટે બાર પ્રકારની ભાવનાએ શાસ્ત્રમાં કહી છે. (૧) ધન, યૌવન, માલ મિલકત વગેરેની નશ્વરતાને વિચાર કરવા એ પહેલી અનિત્ય ભાવના, આનું ચિંતન કરવાથી ઐહિક પદાર્થો પ્રત્યેના માહ આછા થઈ જાય. (૨) રોગ અને મૃત્યુ આગળ જીવ લાચાર છે એવી ભાવના ભાવવી તે શરણ ભાવના. આવું વિચારવાથી જીવને કર્મબંધ થતા હોય એવી પ્રવૃત્તિ કરવાથી તે અટકે. (૩) માતા, પિતા, બંધુ, પરિવાર એ બધા પરિમિત કાળના સંબંધી છે. ખરી રીતે જોતાં કોઈ કોઈનું નથી. જીવે ઊભી કરેલી આ માયા છે. સંસા રનો આવે જ ક્રમ છે. આવી જે વિચારણા કરવી તે સાંસાર ભાવના. (૪) જીવ એકલા જન્મ્યો છે અને એકલા જવાના છે. જે કંઈ મે ભૂતકાળમાં કર્યું હશે અને હમણાં કરૂ છું તેનું ફળ મારે એકલાયે જ ભાગવવાનું છે—એવું વિચારવું તે એકત્વ ભાવના. એમ વિચારવાથી કર્મબંધનથી છૂટવાના પ્રયત્નાને બળ મળશે. (૫) દેહ અને આત્મા જુદા છે, દેહ જડ છે, આત્મા ચેતનમય છે. દેહ તે જ આત્મા અને આત્મા તે જ દેહ એમ માનવું તે અજ્ઞાન છે. આવું ચિંતન કરવું તે અન્યત્વ ભાવના. (૬) શરીર લેાહી, માંસ વગેરે અપવિત્ર ખુદ્ગલાનું બનેલું છે. શરીરમાંથી નિરંતર મળમૂત્ર વગેરે મલીન પદાર્થો વહ્યા કરે છે એવા આ શરીર ઉપર મમતા ન રાખવી એવી જે ભાવના તે અશુચિ ભાવના. (૭) કર્મના કેવી રીતે આત્મા સાથે સંબંધ થાય છે, એ કર્મ ઈંદ્રિયોના વિષયોના ભાગાપભાગ દ્વારા નિરંતર બંધાયા જ કરે છે એવી ભાવના ભાવવી તે આસ્રવ ભાવના. (૮) નવાં કર્મો આવતાં કેવી રીતે રોકાય તેની વિચારણા કરવી તે સંવર ભાવના. (૯) કર્મોના કેવાં ફળ ભાગવવા પડે છે અને પૂર્વે જે કર્મો બંધાએલા છે તેને તપ અને ધ્યાન વડે કેવી રીતે ખપાવવા તેની વિચારણા તે નિર્જરા ભાવના. (૧૦) આ જગત શું છે? નિશ્ચયદષ્ટિએ તે શાશ્વત છે, વ્યવહારદષ્ટિએ નાશવંત છે, જગતના પદાર્થોની ઉત્પત્તિ અને નાશ ચાલ્યા જ કરે છે—આવું વિચારવું તે લોકભાવના. (૧૧) પદાર્થને તેના સત સ્વરૂપે સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થવું અને સદ્ આચરણ ચરવાની શકિત હોવી એ બન્ને બહુ દુર્લભ વસ્તુ છે. એ વિષે ચિંતન કરવું તે બાધિદુર્લભ ભાવના, (૧૨) દુ:ખભર્યા આ સાંસારમાં જગતના જીવાને એક ધર્મ જ આધાર છે, તે જ એક શરણ છે એવું વિચારવું તે ધર્મભાવના. આ બારે ભાવનાઓને આ રીતે વિચારતાં જીવોને સત્ય સ્વરૂપનું ભાન થાય છે, તે શુભ કર્મા તરફ વળે છે, ઈંદ્રિયોને સંયમમાં રાખતાં શીખે છે અને કર્મબંધનથી મુકત થવા તરફ તેની ગતિ થાય છે. આ ઉપરાંત ક્ષુધા, તૃષા, તાપ, ઠંડી વગેરે બાવીસ પ્રકારના પરિષહા સાધુને સહન કરવાના હોય છે. સાધ્વીને પણ સાધુ જેવા જ આચાર - વિચાર પાળવાના હોય છે. આવા પ્રકારના સાધુઓ અને સાધ્વીઓ કે જેમણે બધા પ્રકા૨ની તૃષ્ણા મમતા વગેરે તજ્યાં છે અને સંપૂર્ણપણે સંયમમાં રહે તે ગુરુ ગણાય છે. જૈનધર્મ પાળતા ગૃહસ્થા શ્રાવક અને સ્રીઓ શ્રાવિકા કહેવાય છે, તેમને સાધુની જેમ સર્વ પરિત્યાગ કરવાનો હોતો નથી, પણ પ્રમાણિકતાપૂર્વક આજીવિકા મેળવવાની અને પવિત્ર જીવન જીવવાની તેમની ફરજ મનાય છે. તેઓ સૌમ્યતા, ઉદારતા, નમ્રતા, પરોપકારીપણ, દયાળુપણું, માયાળુપણું, સરળતા, નિષ્પક્ષતા વગેરે ગુણાથીયુકત હોવા જોઈએ એવી અપેક્ષા રખાય છે. તેમના માટે બાર પ્રકારના વ્રત શાસ્ત્રમાં કહ્યાં છે, જે નીચે મુજબ છે : (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, કોઈ પણ નિર્દોષ જીવને ઈરાદાપૂર્વક દુ:ખી ન કરવા કે હિંસા ન કરવી, (૨) સ્થુળ મૃષાવાદ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy