________________
પ્રબુદ્ધ જીવન
१७८
શેખીન દિકિ વાત પણ કહેતા ર ંજે, હું જીવતો ન હોઉં ત્યારે....”
બધા હસી પડયા. મેં કહ્યું, “પણ ગમે તે કહો, એક વાતની તમારી અદેખાઈ આવે છે. તે આપનાં વસ્ત્રોની સફાઈ જોઈને.” પેલી મહિલા. એક વાર ઝડપથી બધા પર નજર ફેરવી, ને પછી બાલી, “હું કાંઈ થોડી વૈરાગી થવા આવી છું? બધા સાજ સરંજામ લઈને તો આવી છું.”
એની વાત સામાન્ય નહતી. એ તા ચાબુકનો ફટકો હતા. એનાં પગમાં મોજાં હતાં, સફેદ જોડા હતા, શરીર પર પશ્મીનાની સરસ ચાદર ઓઢી હતી, એ ઐશ્વર્યમાં જ ઉછરી હતી. એની વાતચીત ઉપરથી એક ઉચ્ચ કુટુંબમાંથી એ આવી છે એમ સહેજે માલુમ પડે.
ગોપાલદાને લઈને હું ચાલ્યો જતે હતા ત્યાં તેણે પાસેથી એક ન ધારેલું એવું વાકય ઉચ્ચાર્યું. “તમે બધા તીર્થ કરવા આવ્યા છે, હું તો ફરવા માટે આવી છું.”
મેં ઝડપથી પગલાં આગળ માંડતાં કહ્યું, “હાસ્તા, ફરવાનું મન થાય એવા જ આ પ્રદેશ છેને? ચાલા ગેાપાલદા. બીજો એક પ્યાલા ચા પીએ.”
ચા પીને ગરમ પૂરી લઈને ઠંડા પવનથી ધ્રૂજતા ક્રૂ જતા પાછા ઉતારે આવ્યા. તે વખતે પ્રત્યેક પહાડ પર અંધકાર ઉતરતા હતા. ને સાથે સાથે બરફ પરથી આવતા પવન પણ વાતા હતા. અંદર આગ જલતી હતી. એની ચારે બાજુએ ડોશીનું દલ તદન હલકી વાર્તામાં મશગુલ હતું. જે ઉચ્ચ પ્રકારની રુચિ અને વાતનો સૂર થોડા વખત પહેલાં રસ્તા પર ઊભા રહીને મેં મારા મનમાં સીંચ્યા હતા, તેની આ વાતોની જોડે સરખામણી કરતાં મારું મન એકાએક તિરસ્કારથી ભરાઈ ગયું. હું જાણું છું કે, આ મારા અન્યાયભરેલા પક્ષપાત છે, પણ એ શું નિતાન્ત અસ્વાભાવિક છે? મનમાં થયું કે આ કુત્સિત, હલકી રુચિવાળા ખરાબ સંગ છોડીને કયાંક નાસી જાઉં. એમના બાજો હું હવે ધારણ કરી શકતો નહોતો.
હું કોઈ દલની જોડે જોડાતા નથી. પણ દલની વિભિન્નતા તરફ મારુ મન તે આકર્ષાય છે. વિભિન્નતા પ્રત્યેનું માનવીનું આકર્ષણ સ્વાભાવિક છે. એને વિભિન્નતામાંથી જ આંતરિક આનંદ પ્રાપ્ત થાય છે. પ્રતિક્ષણે એ નૂતનતર જીવન માટે ઝ ંખે છે, અભિનવ ચરિત્ર ચાહે છે, ને વિસ્મયકર પ્રસંગના આઘાત-પ્રતિઘાત અને જોઈએ છે. ક્લાકારનું મન એવું જ હોય છે. એ કાંય પણ બંધનના સ્વીકાર કરતા નથી. સ્નેહનું નહિ, પ્રેમનું નહિ, તેમ જ અવસ્થાનું પણ નહિ. એ બધાંના જ સ્પર્શ કરે છે અને બધાને અતિક્રમીને ચાલે છે. સામાજિક વિધિનિષેધ, નીતિ અને ધર્મની બાધા અને વિપત્તિ, મનુષ્યત્ત્વનો માપદંડ–એ બધું એને માટે નથી. કલાકાર એક વિચિત્ર જગતમાં રહે છે, માનવસમાજમાં તે એ અમર્ત્ય દેવદ ત છે.
જોતજોતામાં તો ડોશીના દલની વાતા બંધ થઈ ગઈ. એકએક કરતાં બધાં સૂઈ ગયાં હતાં. ઓરડાના ખૂણામાં ફાનસની વાટ ધીરી કરી નાંખી હતી. એક તરફ લાકડાંની આગ સળગતી હતી. અંદર તા સારી પેઠે ગરમી પેદા થઈ ચૂકી હતી. પાસે જ ગેાપાલદા કામળાની અંદર ક્યાં ખોવાઈ ગયા હતા તેને કાંઈ પત્તો નહોતા. તેમની ધારણા એવી હતી કે આ બંધ ઓરડાની અંદર પણ કામળામાંથી માઢું બહાર કાઢે તે પેાતાને ડબલ ન્યુમોનિયા થઈ જાય. અમારી આંખો પણ ઘેરાવા લાગી હતી.
બહાર ઘોંઘાટ મચી રહેલા કાને પડયો અને એ સાથે સમજી ગયા કે આ કોલાહલ બંગાળીઆની એક મંડળીના હતા.
“કોણ છે ભાઈ, જરા પ્રકાશ તે દેખાડો! રસ્તે માલુમ નથી બેટા, જરા દયા લાવીને રોશની પ્રગટાવા! ભારે અંધકાર છે.”
“કોઈ દિશામાં કશું પણ સુઝતું નથી. એ સીઢીએ કયાં ગઈ? દિદિમા એકતા છે ઘેર અંધારી રાત ! આ બાજુ એ બાજુ
તા. ૧-૧-૧૭
બબુચકની માફ્ક દિદિમા ન ચાલો, હમણાં પડશો. ખૂબ સંભાળી સંભાળીને ચાલજો. આપણે બધાં હારાધન બાજુના દશ છેકરાં સાથે તો છીએ ને? કોઈ ખોવાઈ તે નથી ગયું ને ?”
“કાણી તો હતી અને આ વખતે પ્રકાશ વિના હું આંધળી થઈ ગઈ છું. અરે ભલા માણસા, બે!લા તે ખરા? કોઈ છે કે નહિ? બત્તી લઈને બહાર તા આવા! અમે તે હવે આ અંધારામાં આગળ ચાલી શકીએ તેમ છીએ જ નહિ." કામળા છોડીને ઉઠ્યા અને રાશની વધારે પેટાવીને લાલટેન હાથમાં લઈને બહાર આવ્યો. “આહા, આવા બાબા, આવા, નાની ઉમર છે, પણ કેટલા ગુણવાન છે?” મને જોઈને તેણે કહ્યું.
“આ બાજુ જરા દીવા ધરો, ઠીક છે. થેંકયુ.”
“અરે બાબા, તમે ઊઠીને આવ્યા છે, અરે જીવતા રહો!” લાગે છે કે હવે દિદિમાએ તેમને ઓળખી કાઢયા છે! ખૂબ સાવધાનીપૂર્વક, ચૌધરી મહાશય ચાલજો, સીઢીમાં ઠોકર ન ખાતા. એ બાજુ કદાચ વિજયા દિદિ વગેરે ચિન્તા કરતી હશે. આપણે કાંક ખાવાઈ ગયા છીએ. સાચું છે, બાપુ, ચોપડીએ ખરીદવામાં આપણે ખૂબ જ મોડું કર્યું.”
એકે કહ્યું, “અરે બાબા, તમારું કૈલાસ જવાનું નિશ્ચિત છે ને ?” દિદિમા સીઢીઓ ઉપર ચઢી રહી હતી. ફાનસ ઊંચું કરીને હું બાલ્યા, “અત્યારે ચાક્કસ કહી શકતો નથી. એ તો એક ખ્યાલ છે.
"
બધાને છેડે પેલી ભદ્ર મહિલા—દિદિમાની ભત્રીજી—લાઠી લઈને ઊભી થઈ, મોઢું ફેરવીને થોડું ગળું નમાવીને બોલી “ ખ્યાલ નહિ, બદખ્યાલ છે! કૈલાસ જઈને શું કરવું છે? દેશના યુવાન પાતાના દેશમાં ચાલ્યા જાય.”
કેટલેક દૂર જઈને ફરીથી બોલી “ હવે અમારો મુકામ ધ્યાનમાં આવી ગયો. આપ જઈ શકો છે. અરે, કેટલી બધી ઠંડી છે, બાબા રે બાબા.”
અંદર આવીને દરવાજો બંધ કરીને કામળાની અંદર હું લપાઈ ગયો. ગાપાળદા ધીમેથી બાલ્યા “માલુમ પડે છે કે પેલી વાચાળ છેકરીવાળા પરિવાર છે, તે છેકરીને ચેન જ પડતું નથી; બેઠી બેઠી પગ નચાવતી હોય છે ... જુવાનીનું લોહી એવું જ હોય છે.
થોડી વાર શાંત રહીને પછી હું બાલ્યો “કાલે હું જાઉં છું, ગોપાળદા.’ ગેટપાલદાએ એકદમ મારો હાથ પકડયો ને કહ્યું. “આવા શરીરે? ત્રણ રાત તે અહીં રહેવું જોઈએ ભાઈ ! ”
મનમાં કોણ જાણે કર્યાંથી એક પ્રકારનો રોષ અને અભિમાન ધીરે ધીરે ઉપસી આવ્યાં. મેં કહ્યું, “હું અહીંથી કૈલાસ તરફ જ જઈશ. તમે દેશમાં જઈને મારે ઘેર ખબર આપજો. તમને સરનામું આપીશ.'
“ઊભા રહો. થોડી તમાકુ ખાવા દો” એમ કહીને ગેાપાલદા ઊઠીને બેઠા થયા.
રાત્રે જે વાવાઝોડું થયું, તેનું બીજે દિવસે સવારે ઊઠીને જોઉં છું તો કશું જ ચિહ્ન નહોતું. બધું શાંત થઈ ગયું હતું. આકાશ સ્વચ્છ હતું. દરેક દિશા સ્વચ્છ નીલપ્રકાશથી ઝળહળતી હતી. યાત્રીઓ આજે પોતપોતાના દેશ વિષે વિચાર કરતા હતા, ને આત્મીય સ્વજનોના કુશળની ચિંતામાં પડયા હતા. ગાઢી નિદ્રામાંથી આજે સૌ જાગી ઊઠ્યા હતા. હવે સૌ કોઈ ઠીક લાગે તે એકઠું કરવાની ચિંતામાં પડયા હતા. કોઈએ તીર્થનું “ “ સુફળ” લીધું, કોઈએ ભગવાનના પ્રસાદ લીધા, તો કોઈએ છબી ને ચોપડીએ લીધી. ઘણાએ રસ્તામાંથી કાચી ભાંગના છેડને ઉખેડીને તડકામાં સૂકવવા નાંખ્યા હતા. જેમને ધીરજ નહોતી, તેઓ કાગળ લખવા બેસી ગયા હતા. અહીંની પાસ્ટઑફિસની છાપ લગડાવીને કાગળ માકલવા ઈચ્છતા હતા. આજે હવે કોઈ ઉતાવળ નહાતી, બધા આરામ લેતા હતા. કોઈ વાતો કરતા તો કોઈ ગાળાગાળી પણ કરતા હતા. કોઈ ઔષધિ ભેગી કરતા હતા, કોઈ કંડીની શેાધમાં હતા. તેમનામાં હવે ચાલીને પાછા જવાની શકિત નહાતી. વચ્ચે વચ્ચે સૂર્યપ્રસાદ ને રામપ્રસાદ મધુર વાર્તાલાપથી ને મીઠાશભર્યા વ્યવહારથી યાત્રાને ચિરસ્મરણીય બનાવતા હતા. એમના જેવા હૃદયવાન ને સંસ્કારી પંડાઓ ભારતવર્ષના કોઈ પણ તીર્થમાં ભાગ્યે જ મળે. અનુવાદક : મૂળ બંગાળી : ડો, ચન્દ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ
loc