SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પ્રભુ એક અખબારી મુલાકાતમાં ભારોભાર અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, “ર્ડા. રોયના જેવું સંશોધન તે દુનિયાભરમાં થયું નથી, પણ એ જાણે છે કોણ? અને ડો. ડેવિસે જે સંશાધન કર્યું છે તેમાં ભારત કરતાં સિલેને વધારે રસ દાખવ્યો છે એ પણ એક જાણવા જેવી વાત છે!” ડૉ હૉલ્ડન નાનામાં નાના સંશોધનને પણ મોટાં સંશેાંધન જેવી અગત્ય આપતા, કોઈએ એમને એક વખત પૂછ્યું કે શરીરની પ્રક્રિયા અંગેના શાસ્ત્ર પરત્ત્વેની તમારી મોટામાં મોટી શોધ કઈ ત્યારે તેમણે જવાબ આપ્યો : “એમાનિયમ કલેરાઈડ પીવાથી ઝેર જેવી અસર થાય છે, અને શ્વાસ પણ રૂંધાવા માંડે છે એ!” વિજ્ઞાનમાં સત્યની શોધ માટે પોતાના શરીર પર પ્રયોગા કરનાર વૈજ્ઞાનિકો નથી થયા એવું નથી, પણ એ બધામાં ડૅા હૂઁાલ્ડનની તાસીર જુદી જ હતી. ઈંગ્લેન્ડમાં “થેટિસ” નામની સબમરીન જ્યારે ડૂબી ગઈ ત્યારે, એ અંગેની તપાસમાં, ડા॰ હાલ્ડેનને એક નિષ્ણાત સાક્ષી તરીકે બાલાવવામાં આવ્યા હતા. આ જુબાની આપવા જતાં પહેલાં ડા॰ હાલ્ડને જુબાનીમાં કશું અસત્ય ન રહી જાય એટલા માટે પોતાની જાત પર વિવિધ પ્રયોગા કર્યા હતા, જેમાં એક હવાબંધ લાખંડના કબાટમાં સાડાચૌદ કલાક સુધી પુરાઈ રહેવાના પ્રયોગનો પણ સમાવેશ થતો હતો ! ડાયાબિટિસ સારો કરનારી દવાની શોધમાં એમણે જાતજાતના એસીડોના પોતાની જાત પર પ્રયોગો કર્યા હતા અને માનવીઓને બેભાન કર્યા વિના કે એમની ઈન્દ્રિયાને બહેરી બનાવી દીધા વિના જો એમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તેમને કેવી લાગણી થાય એ જાણવા માટે, કોઈ પણ જાતનાં સંમોહન વિના તેમણે પોતાની જાત ઉપર શસ્ત્રક્રિયા કરાવી હતી. ધ્રુવ સમુદ્રમાં મનવાર ડૂબી જાય તો એ બરફના પાણીમાં ખલાસીઓને શી શી યાતના ભાગવવી પડે એ જાણવા માટે તે આવાં બરફના પાણીમાં ૨૦ મિનિટ સુધી પડયા રહ્યા હતા. સામાન્યત: આવી ઠંડી પાંચ મિનિટથી વધારે કોઈ સહન કરી શકતું નથી. પોતાની જાત ઉપર પ્રયોગા કરવાની ડૉ હૉલ્ડનની પ્રકૃતિએ એમના સહકાર્યકરોને કાવ્યની પણ પ્રેરણા આપી હતી અને તેમણે ડી॰ હાલ્ડેન માટે નીચેનું જોડકણુ જોડી કાઢયું હતું: "What teacher can that be, inside a plate-glass drum, that is Prof. Haldane, whom you see testing a vacuum, ભાવાર્થ: સાહેબ, પેલી બંધ કાચની પેટીમાં શું છે? અરે એ તો પ્રń. હાલ્ડેન છે. તે હવાવિહોણી સ્થિતિના પ્રયોગ કરી રહ્યા છે! ડ હોલ્ડેનનું સંશોધનનું ક્ષેત્ર ખૂબ વ્યાપક હતું. પ્રાણીશાસ્ત્ર અંગે, શરીરની પ્રક્રિયા અંગે અને બીજા એવા આનુષંગિક વિષયો અંગેનું સંશોધન એ એમના મુખ્ય રસના વિષય હતા. પણ ખગાળથી માંડીને ગ્રીક, લેટિન કે સંસ્કૃત ભાષા સુધીના વિષયો પણ તેમને આકર્ષતા અને એ બધા સાથે તેમણે એક વૈજ્ઞાનિકની અદાથી પરિચય કેળવ્યો હતો. ખચ્ચર જેવી વર્ણસંકર પ્રજાની જાતિ અંગે તેમણે જે નિયમ શેાધી કાઢયા છે તે પ્રાણીશાસ્ત્રની તેમની મોટામાં મોટી શેોધ ગણાય છે અને તેથી જ પ્રાણીશાસ્ત્રીઓએ તે નિયમને “હોલ્ડન પ્રિન્સિપલ” એવું નામ આપ્યું છે. ૐ હાલ્ડનના પ્રયોગની વાત એમની જીવમાત્ર પ્રત્યેની હમદર્દીના એક દૃષ્ટાંત સાથે પૂરી કરીશું અને પછી એક માનવ તરીકેના એમના ગુણા પર થોડો દષ્ટિપાત કરી લઈશું. કાર્બન મોનોકસાઈડ એક ઝેરી વાયુ છે. એ ઝેરી વાયુ અંગે સંશાધન કરતાં તેમને જણાયું કે પતંગિયાના સૂક્ષ્મ મગજમાં જીવન જે એક પ્રકારના પદાર્થ છે. તેની કાર્બન મોનોકસાઈડ સાથે વિશિષ્ટ પ્રક્રિયા થાય છે. આ શેાધ તેમણે પતંગિયાને મારી નાખ્યા વિના કરી હતી. તા. ૧૬-૧૨-૧૪ ડૉ. હાલ્ડ્રન હજી બે વર્ષ પહેલાં તો શરીરે સ્વસ્થ હતા. એમના પડછંદ દેહ અને દુર્વાસા જેવા સ્વભાવને કારણે કેટલાકો તો એમને charging buffalo—ધસમસતા આવતા પાડો—જ કહેતા. એમના આવા સ્વભાવને કારણે તેઓ અથડામણમાં પણ ઘણી વખત આવતા. ભારત આવ્યા પછીની એમની સૌથી જાણવા જેવી અથડામણ ભારત સરકાર સાથેની હતી. ભારત આવ્યા પછી તેઓ ૧૯૫૭માં ઈન્ડિયન સ્ટેટીસ્ટીક્લ ઈન્સ્ટિટયૂટ (સરકારી સંસ્થા) માં જોડાયા હતા, પણ ત્યાં જે તુમારશાહી શિથિલતા વગેરે ચાલતું હતું તેથી કંટાળીને તેમણે ત્યાંથી રાજીનામું આપ્યું હતું. આવા જ કારણેાસર તેમણે અખિલ ભારત વૈજ્ઞાનિક સિતિમાંથી પણ રાજીનામું આપ્યું હતું. એ પછી તેઓ ભુવનેશ્વર આવીને રહ્યા હતા. તેમને પંજાબ યુનિવર્સિટીએ પણ બાલાવ્યા હતા, પણ તેઓ ત્યાં એ માટે નહોતા ગયા કે જે શહેરમાં માનવીને દરજ્જો એના રહેઠાણના લત્તાને આધારે નક્કી થતા હાય—ત્યાં મારે નથી જવું! આવા, ભૂતમાત્ર પ્રત્યે પ્રેમ રાખનારો આદમી, સામ્યવાદ તરફ આકર્ષાય એ સ્વાભાવિક હતું. ડૉ. હૉલ્ડન પ્રારંભમાં સામ્યવાદી હતા, પણ ક્રુથ્રોવની સ્ટાલિનવાદના અનિષ્ઠ પ્રત્યે આંખ ખુલી તેના વરસા પહેલાં, ડા. હાલ્ડેનની આંખ ખુલી ગઈ હતી, અને સ્ટાલિનવાદના તેઓ પ્રખર ટીકાકાર બની રહ્યા હતા. છતાં તેઓ માકર્સવાદી તા છેવટ સુધી રહ્યા હતા; ભારતમાં આવ્યા પછી તો આ માકર્સવાદ સાથે થોડો થોડો ગાંધીવાદ પણ ભળ્યા હતા. એક વખત એક પત્રકાર સાથે ઉદ્ધત વર્તન કરવાના પ્રાયશ્ચિત તરીકે તેમણે ઉપવાસ કરેલા અને બીજી વખત, પોતાને ત્યાં જમવા નોતરેલા બે અમેરિકન વિદ્યાર્થીઓને લકત્તાના અમેરિકી અધિકારીએ અટકાવેલા તેના વિરોધમાં પણ, તેમણે લાંબા ઉપવાસ કરેલા. ભારતમાં આવ્યા પછી તેઓ લુંગી અને કફની જ પહેરતા. બહારગામ જાય ત્યારે લુંગીની જગ્યાએ તેઓ પાયજામા પહેરતા. બહારગામમાં તો ખાસ કરીને તેમને દિલ્હી જવાનું થતું. દિલ્હીમાં તેઓ ઘણી વખત પંગપાળા જ પ્રવાસ કરતા જણાતા. વાહનના ઉપયોગ તેઓ ઓછા કરતા. પેાતાના કંફની—પાયજામાના પોષાક વિષે તેઓ કહેતા, “અહીંની હવા માટે આ જ પોષાક ઉત્તમ જ છે. મને એમાં ખૂબ “ઈઝી” લાગે છે.” તે ઘરમાં પાનના ડબ્બા પણ રાખતા. તેઓ કહેતા: “મર્યાદિત પ્રમાણમાં પાન ખાવાની ટેવ ખોટી નથી.” અલબત્ત, પાનમાં તંબાકુ ખાવાની તે કદી હિમાયત ન કરતા. અખબારોમાં લોકોને સમજાય એ રીતે લેખ લખવાના એમને શોખ હતા અને એ રીતે તેઓ એક પત્રકાર પણ હતા. આ પત્રકારના પાઠમાં તેઓ બ્રિટનના લૉર્ડ બર્કનહેડ સાથે એક વાર ખૂબ અથડામણમાં આવ્યા હતા. બર્કનહેડ તમતમતા કટાક્ષ અને દાહક ટીકા કરવા માટે નામચીન હતા. એણે વૈજ્ઞાનિક વિષય ઉપર એક લેખ પ્રગટ કર્યો. પ્રા. હાલ્ડને કહ્યું: “આ લેખ તો મારાં પુસ્તકોના ઉતારો છે.” બર્કનહેડે જવાબ આપ્યો : “મારે હાલ્ડેનને પગલે ચાલવાની જરૂર નથી.” હાલ્ડને સામે તીખા ઉત્તર આપ્યા: “બર્કનહેડ મારે પગલે પગલે ચાલે ત્યાં મને વાંધો નથી જ, પણ ચાલતાં ચાલતાં તેઓ મારા જોડા પણ ચારી લે તેની સામે મારા વાંધે છે. આવા આ પત્રકાર, પ્રાણીશાસ્ત્રી, અન્ન - નિષ્ણાત, નૌકાદળના સલાહકાર, માકર્સવાદી, સંસ્કૃતશાસ્ત્રી, નિરીશ્વરવાદી અને સત્યના પરમ આગ્રહી ' આદમીની જીવનની મહેચ્છા ભારતમાં આવીને વસવાની અને ૧૦૦ વર્ષ જીવવાની હતી. આ મહેચ્છા સંપૂર્ણ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy