SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રબુદ્ધ જૈન તા. ૧-૪-પર આપણે. રહેશે. પણ તે સાથે આમ જનતાના ગાઢ સંપર્કમાં રહેવુ તે એટલુંજ—કદાચ એથી પણ વધુ અગત્યનું છે. ધારાસભાના સભ્યા એ સ્થાનિક કોંગ્રેસ સમિતિના સંપર્કમાં રહેવું જોઇએ, કાંઈ નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ‘વચગાળાના સમય માટે હું એક એવી સૂચના કરૂં છુ. કે પ્રાંતિય ધારાસભા તથા લોકસભાના સભ્યોએ જીલ્લા કે તાલુકા કૉંગ્રેસ સમિતિમાં જોડાઈ જવું જોઈએ. આથી પાતાના વ્યક્તિગત જનસ'પક ઉપરાંત સ્થાનિક કૉંગ્રેસ દ્વારા ધારાસભાના સભ્યો જનતાના સપર્ક સાધી શકરો. આ ચૂંટણીમાંથી એક સારૂ પરિણામ આવ્યુ છે કે કામવાદના સીધા સામને કર્યો છે, અને કામી ખળાને શિસ્ત આપી છે. આ વિજય જેટલા સૂચક છે તેટલે જ આનદપ્રેરક છે. પણ તે વિજય હજી સ`પૂર્ણ વિજય ન કહેવાય અને આપણે સજાગ રહેવું જોઇશે, કેમકે આપણા કેટલાક ક્રાંગ્રેસી સભ્યોનાં હૃદયમાં કામવાદીઓ સાથે હાથ મિલાવવાની લાગણી પ્રવર્તતી હતી તે કેટલાક કોંગ્રેસી પરિણામના ભયથી કામવાદ સામે આંખમિચામણા કરતા હતા. હવે કામવાદ સામે કાઇ પણ સમાધાન ચાલી શકશે ન≠િ, જ્યાં આપણે કામવાદ સામે સીધી અને પ્રમાણિક લડત આદરી છે, ત્યાં આપણે જીત્યા છીએ, જ્યાં ઢીલા પડયા છીએ ત્યાં પરાજ્ય થયા છે. દરેક ધારાસભ્ય પોતાના મતદાર વિભાગની શકય હોય તેટલી નિયમિત સમયે મુલાકાત લે તે અત્યંત જરૂરનુ છે. અને મધ્યસ્થ ધારાસભાના સભ્યે ઓછામાં એછી છ મહિને એકવાર પોતે જે વિભાગમાંથી ચૂંટાયા હોય તેના પ્રત્યેક મતદાન ક્ષેત્રોની પ્રજાના સંપર્ક માં આવવું જોઇએ. છેલ્લા કેટલાક સમયથી આપણી કાંગ્રેસે મુખ્યત્વે છેક જ ટાંચ પર રહીને કાર્ય કર્યુ છે. આથી કેટલેક અંશે તેણે જનતાનાં સૌંપર્ક ગુમાવ્યો છે. મારૂં એમ માનવું છે કે કાંગ્રેસનું બુનિયાદી એકમ ૨૦-૩૦ ગામડાંના સમુહનું બનાવવુ જોઇએ. આ કેન્દ્રે અસરકારક રીતે કામ કરવુ ોઇએ અને પેાતાના વિસ્તારના એકેએક કુટું*બના પરિચયમાં રહેવું જોઇએ. સંયુક્ત પ્રાંતમાં આવી નાની નાની મંડળ સમિતિ રચાઈ હતી અને તેને લીધે કાંગ્રેસમાં ખુબ શક્તિ આવી હતી. પણ કોણુ જાણે શા કારણે આ મંડળ સમિતિ નાબુદ કરવામાં આવી, અને આથી આપણતે ખુબ નુકસાન થયું છે. હું આશા રાખુ છુ કે આપણા દરેક સંસ્થાને માં. આવી મ`ડળીઓ કે કેન્દ્ર રચાય અને ગતિશીલ અને ક્રિયાશીલ એકમ બને. એક એવી સૂચના કરવામાં આવી છે કે આપણી જીલ્લા સમિતિ અને તાલુકાસમિતિ ચૂંટણીના મતદાન ક્ષેત્રો પ્રમાણે રચવી જોઇએ. આ સૂચના વિશે ઘણું કહી શકાય. તેમ છે. પણ તેમાં ઘણી મુશ્કેલીઓ પણ છે. પરંતું કાઈ પણ્ ગુંચવણુ-નિય ઉપર આવતાં પહેલાં આપણે એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે કે કોંગ્રેસ એ માત્ર ચૂંટણીનુંજ કામ કરતી સંસ્થા નથી, પણ તેથી વિશેષ અગત્યનાં કાર્યાં ઉપર પણ તેણે લક્ષ આપવાનુ છે. આ વસ્તુ પર ચીવટપૂર્વક વિચારણા કરવી જોઈએ અને સ`તષકારક ઉકેલ શોધવા જોઈએ. તમારી વિચારણા માટે આ મારા થોડા વિચારા તમારી સમક્ષ મેં રજુ કર્યાં છે. - જ્ઞાતિવાદનું દૂષણ આપણે હળાહળ કામવાદના પડકાર સફળતાપૂર્વક ઝીલ્યા છે, પણ દુર્ભાગ્યે અત્યારે સંકીણું. જ્ઞાતિવાદ પ્રસરતાં જાય છે, તેના પરિણામેા અત્યંત દુ:ખદ આવશે. આ સામે આપણે લડવું જ પડશે. કેમકે તે અત્યાર સુધી કાંગ્રેસ જે સિદ્ધાંત માટે કાર્ય કરી રહી છે તેને નકારે છે; એટલુ જ નહિ પણ તે જ્ઞાતિવાદ આપણા રાષ્ટ્રના અંધારણની વિરૂધ્ધ છે. મને લાગે છે કે આપણે એવી વ્યવસ્થા કરવી જોઇએ કે જેથી હિન્દમાં જ્ઞાતિવાદને ઉત્તેજન આપતી કે જ્ઞાતિવાદ પર આધાર રાખતી વ્યકિત કોંગ્રેસના કોઈ પણ હાદા પર આવી શકે નહિ. ૧ શિસ્તપાલનની આવશ્યતા ૨ આમપ્રજા સાથે નિકટના સંપક બ ૩. પ્રજાની સાથે રહીને સતત શ્રમની આવશ્યકતા આપણે પ્રજાના અત્યંત નિકટના સંપર્કમાં રહીને કામ કરવાનું છે. છેલ્લા થાડા મહિનાઓમાં જે આપણને અનુભવ પચે છે તે પરથી નીચેના મુદ્દાઓ તારવી શકાય. ૪ આપણી રાજનીતિ, આપણી મુશ્કેલી અને ભર્યાં પ્રશ્નોની પ્રજાને માહિતી આપવી ૫ યુવાને અને એજસ્વી વ્યકિતને કૉંગ્રેસ તરફ ખેંચવી. એ વસ્તુ વિશે હું સંપૂર્ણ પણે સ્પષ્ટ છું કે આજની કોંગ્રેસ તદ્દન નાકામયાબ છે, તેને એક વન્ત સંસ્થા બનાવવા માટે અંધારણમાં શા ફેરફાર કરવા જોઇએ તેને ગંભીરતાથી. અને કાળજીપૂર્વક વિચાર કરવાનો છે. આ પ્રશ્નને વિચાર કરવા આપણી કાર્યવાહક સમિતિએ એક પેટાસમિતિ નીમી છે. પણ તેનુ પરિણામ આવતાં વખત લાગશે. મહાન' સસ્થા હમેશા બહુ ધીમી ચાલે છે, અને તેઓ એક જ ધરેડમાં પડી જાય છે. તેમાં સર્વ પ્રકારનાં વ્યકિતગત સ્થાપિત હિતેા ઉગી નીકળે છે. વ્યકિતની ગણતરી છે અને થવી જ જોઈએ. આગેવાનાની પણ કિંમત છે. પણ લેાકશાહીનું સાચું અને કાઈ એકાદ આગેવાન નથી મળતુ એ તે નીચલા દરજ્જાના કાર્ય કરાના વધુ ઉંચા ધારણમાંથી જ આવે છે, મને યાદ છે કે ત્રીશ વર્ષો પહેલાં અમારા સંયુક્ત પ્રાંતમાં એક એવા કાયદા હતા કે કોઈ પણ વ્યક્તિ એક સાથે એક વર્ષથી વધારે મહાસભા સમિતિ, પ્રાંતિક સમિતિ, કે જીલ્લા સમિતિના પ્રમુખ તરીકે રહી શકે નહિ અને એક સાથે એ વર્ષથી વધારે કાઈ પણ વ્યકિત કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે રહી શકે નહિ. આ એક બહુ જ હિતકારી કાયદો હતો અને તેથી આપણી સંસ્થાને ધણા ફાયદે થયેા છે. આ પ્રથાથી ઘણી વ્યક્તિને સ્થાનિક નેતાગીરીની તાલીમ મળી છે. મને લાગે છે કે આપણી કાંગ્રેસની દરેક સમિતિમાં આવા કાયદો હાવા જોઇએ. આમ જનતાના સપ દ્વારા મહદ્ અંશે આપણે જુદી જુદી ધારાસભામાં કાય કરવાનુ આપણે એ યાદ રાખવું જોઈએ કે આ વિષે નિરાંતે લાંબા ચર્ચા કરીએ તે પડે તેમ નથી. સમયના વહેણ સાથે તક પણું વહી જાય છે. આપણી સંસ્થાને ઉંચે લાવવાની અને અસરકારક રીતે કાર્ય કરવાની તક આપણને સાંપડી છે. હિન્દી પ્રજાની આગેમમાં ક્રાંગ્રેસે જે બ્રેમ અને જુસ્સાથી આગેવાનીભ ભાગ લીધો હતો એ જુસ્સાપૂર્ણાંક કાર્ય કરવુ જોઈએ. સાંપડેલી આ તક આપણે તુરત જ ઝડપી લેવી જોઇએ. આપણે તેને નિરક વહી જવા દઇશું નહિ. તુરત કામે લાગી જવાની હું તમને સલાહ આપું છું. ચૂંટણી દરમિયાન નિમાયેલી કામમાઉ સમિતિએ વિષે મે તમને આગળ કહ્યું છે. આ કામચલાઉ સમિતિનું વિસર્જન ન થાય એ જોવુ જોઇએ. આથી પ્રત્યેક સફળ કે નિષ્ફળ કાંગ્રેસ ઉમેદવારે આ ચુંટણી માટે ભેગા કરેલા કાર્યકર્તાઓને ખીજા કામે લગાડી દેવા જોઇએ. અને આ વસ્તુ ચરિતાર્થ · કરવા તાત્કાલિક પગલાં લેવા જોઇએ. એ સંભવિત છે કે આ ચૂંટણીકાર્યકરો પોતાના બહૂ . સમય ન આપી શકે. પણ તેમાં ઘણાએ એવા હશે કે જેએ આ તક ઝડપી લેવાને તૈયાર હાય. એ સૌને આપણે સ્પષ્ટતાથી કહી દેવુ જોઈએ કે કૉંગ્રેસના સભ્ય હા કે ન હો, આપણે તેમને આવકારીએ છીએ,
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy