SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 8p પ્રબુદ્ધ જૈન શિક્ષિત વર્ગ ઉ`ડા આદરભાવ ધરાવે છે. તેમનાં દર્શન કરવાની મણિભાઈના દિલમાં ઉદ્ભવેલી ઈચ્છા પાóળ આવા જ કાઈ ભાવ રહેલા હતા. પણ સવાલ તેા એ હતા કે આ તેમની Üચ્છા પુરી કેમ કરવી ? મણિભાઇના હૃદયની સ્થિતિ બહુ નાજુક હતી. તેમને હેરવવા ફેરવવામાં જોખમ હતું. અને મહાજશ્રીની પણ જર્જરિત કાયા, આંખે દેખાય નહિ, તેમને પણ મણિભાઇ પાસે લાવવાનું, એટલું જ મુશ્કેલ. આખરે થાડુ જોખમ ખેડીને પણ મણિભાઇને એમ્બ્યુલન્સમાં ગાડી”ના ઉપાશ્રયે લઈ જવાનું નક્કી કર્યું". એ તા. ૨૦ ઓગસ્ટ રવિવારના દિવસ હતો. બપોરે બે વાગે તેમને મહારાજશ્રી પાસે લઈ જવાના હતા. સદ્ભાગ્યે સવારથી તેમની શરીરની સ્થિતિ કાંઇક એછી ચિન્તાજનકપ્રમાણમાં સારી હતી. મનથી પણ તેઓ ઠીક ઠીક પ્રફુલ્લ હતા. સ્ટેચરવાળા ઉપર આવ્યા અને તેમને ઠીકઠાક કરીને લઇ જવાની તૈયારી થઈ. એવામાં મણિભાઈએ મને ખેલાવીને પૂછ્યું કે “ મહારાજશ્રીને આપણે શું કહીશું ? મને એમ ઈચ્છા થઇ આવી છે કે મુંબઇના બધાં જૈન છાત્રાલયા એકંત્ર કરવામાં આવે તે માપણે દશથી બાર હજાર રૂપિયા સ ંયુક્ત 'સસ્થાને આપીએ. ” મેં કહ્યું “ જેથી તમારી મરજી. '' ઘેરથી ઉપાશ્રયે જવા ઉપડયા અને મહારાજશ્રી સમક્ષ સ્ટ્રેચર લાવીને મણિભાઈને ટેકા આપી એસાડયા. મણિભાઈના આવવાથી મહારાજશ્રી બહુ રાજી થયા. તેમણે મણિભાઈના માથે વાસક્ષેપ મસળ્યે, શાન્તિ અને સમભાવ જાળવવાનુ અને પ્રસન્ન રહેવાનુ કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે “ જેણે આખી જીંદગી પારકાની સેવામાં ગાંળી છે તેને અસંતોષ ચિત્તવવાનું કે અપ્રસન્ન રહેવાનુ કશું કારણુ ન હોય. તમે તેા જી ંદગીને સફળ કરી છે. આનદમાં રહેા અને નવકારમંત્ર ગણ્યા કરે, ” “મણિભાઈએ ભાવનાપ્રભાવિત શબ્દો વડે મહારાજશ્રી પાસે આવવાનું બન્યુ તે માટે પોતાના દિલના આનંદ વ્યકત કર્યો અને ભાંગીતૂટી ભાષામાં જે વિન ંતિ કરી તેના સાર એ હતા કે “હું તે આપને એ વિનતિ કરવા આવ્યો છું કે આપ બધા જૈનાને એક કરી, ફીરકાભેદ ઢાળે, મુંબઇમાં આજે જેનાનાં ચાર જુદાં જુદાં છાત્રાલય છે અને તેમાંથી એક સિવાય બાકીનાં ત્રણ પોતપોતાના ફીરકાના વિધાર્થીઓને રાખે છે. આ ચારે છાત્રાલયાનું એકીકરણ કરા અને એમ જો આપ કરા તો હું મારી તરફથી દશ બાર હજાર રૂપિયા આપવાની ઈચ્છા ધરાવું છું. કોઇ રીતે બધાને એક કા. જુદાઇ સહન થતી નથી. અને મારી જીંદગીના ભરેસા નથી. માટે જેમ અને તેમ ` જલ્દિથી કરેા કે જેથી આવું એકીકરણ જોને હુ જાઉં.” મહારાજશ્રીએ મણિભાઇની એકતાની ભાવનાનું પુરા ઉમંગથી અનુમાદન કર્યુ” અને “આવી એકતા અમને પણ સમત અને ઇષ્ટ છે” એમ જણાવીને એ દિશાએ પોતાયી બનતું કરવાની ખાત્રી આપી. પછી મહારાજશ્રીએ મ`ગળ સભળાવ્યુ. અને મણિભાને ઘેર લઇ જવામાં આવ્યાં. આપણે સૌ જાણીએ છીએ કે આવું એકીકરણ કઇ એકાએક નિર્માણ થવું શકય નથી, એમ છતાં પણ જીવનના શેષ દિવસોમાં મણિભાઈને તે એ જ વાતનું રટણ રહ્યું. આ દિવસે અરધી સચેત અરધી અચેત અવસ્થાના હતા. ‘· મહારાજશ્રીને મળી આવ્યા, કે નહિ ? ' - તેમણે શું કર્યું?' ચીમનભાઈને દીલ્હીથી તાર કરીને ખેલાવે,’‘તમે’ અને તારાચંદ મળીને યેાજના ઘડી કાઢો' · મહારાજ શ્રીને હમણાં જઈને કહી આવા કે ઢીલ ન કરે' આ રટણામાં અને રટણામાં તેમણે સચેત અવસ્થામાંથી બાર પંદર કલાક માટે લગભગ અચેત અવસ્થામાં પ્રવેશ કર્યાં અને ઓગસ્ટની ૨૫મી, તારીખની સવારે છેલ્લે શ્વાસ ખેંચી આ ક્ષણભંગુર દેહને ત્યાગ 19 તા. ૧૫-૮૫૨ કર્યું. કાઇ એમ પૂછે કે મણિભાઈના જીવનના છેલ્લા સંદેશ શુ હતા તેા તેને એકજ ઉત્તર આપી શકાય કે “જૈન સમાજની એકતાના-મુબઈની જેનેાની શિક્ષણ સંસ્થાએના એકીકરણના "" પરમાનદ માનવમૂર્તિ મણિભાઈ • સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી. બચુભાઇ પી. દોશી સદ્ગત મણિભાઈને નીચે મુજબ શ્રધ્ધાંજલિ આપે છે. E પોતાની ભાગીદારીમાં ચાલતી પેઢીમાંથી સારી એવી રકમ કાઢી સદ્દગત વાડીલાલ મેતીલાલ શાહે અને સદ્ગત મણિભાઈએ મુંબઈથી પ્રીન્સેસ સ્ટ્રીટ પર આવેલા પીરભાઇ ખીલ્ડીંગમાં સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના કરી. આજે પણ આ સ’સ્થા જુલી કાલી રહી છે. આ સંસ્થાની સ્થાપનાના સમયથી મણિભાઈ તેમાં ડેા રસ લઇ રહ્યા હતા. સંખ્યાબંધ વિદ્યાર્થીએ જીવનપર્યંત સંપ્રદાય, જ્ઞાતિ ધર્મના ભેદભાવ વિના સ્મા સંસ્થાનો લાભ લઈ ગયા છે. તેમાંથી આજે કેટલા પ્રખ્યાત ડાકટરો, વકીલ, વ્યાપારી છે અને દેશના ખૂણે ખૂણે આવેલા' છે, જૈનેતર વિદ્યાર્થી એ પણ આ સ્થાને લાભ લઈ ગયા છે તેમાં સ્વ. મહાદેવ દેશાઇ, સુપ્રસિધ્ધ નૃત્યકાર ઉદયશંકર મા. પ્રેસીડેન્સી મેજીસ્ટ્રેટ બારોટ, શ્રી અમૃતલાલ શેઠ વિ. નામાંકિત આગેવાનાનો સમાવેશ થાય છે. 'સ’યુકત જૈન વિદ્યાર્થીગૃહના વિદ્યાથી ઓના અભ્યાસના વિકાસમાં પણ તેટલો ઉ`ડે! રસ લેતા, જયાં સુધી તબીયત સારી રહેતી ત્યાં સુધી તો તેએ વિદ્યાર્થીગૃહમાં આવી. વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવતા, પરંતુ જ્યારે ડોકટરોએ દાદરા ચડવાની ના પાડી ત્યારે તેઓ મકાન પાસે નીચે માટરમાં બેસતા અને વિદ્યાથી ઓના સુપ્રીટેન્ડન્ટને મેાલાવી દરેક બાબત સમજી લેતા, `પ્રસ`ગે પાત કાઇપણ જાતની જાહેરાત વિના વિદ્યાથી ઓને અભ્યાસમાં મદદરૂપ થવા સ્કોલરશીપની પણ વ્યવસ્થા કરી આપતા. પૈસાના અભાવે તેજસ્વી વિદ્યાથીએ અભ્યાસ વિના રખડી ન પડે તેની તે કાળજી ધરાવતા, પાતાના ઘરે મેલાની દરેકના વ્યક્તિગત પરિશ્રય મેળવતા, વિધાર્થીવરસમાં એ ત્રણ વખત વિદ્યાર્થી ગૃહના બધા વિદ્યાથી ઓના એના આરેગ્યમાં પણ ઊંડા રસ લેતા. વિદ્યાર્થીઓની તરપ્રવૃત્તિ એના વિકાસમાં પણ ઉતેજન આપતા, સાહિત્યમાં પણ સારા રસ લેતા, સારા સારા ગુજરાતી માસિક સામયિકા પોતે ધરે મગાવી વાંચી વિદ્યાથી ગૃહના વિદ્યાથી આને વાંચવા માકલી આપતા. વિઘાથીએને ધરે ખેલાવી એકજ ઉપદેશ આપતા કે સૌ વિદ્યાર્થી એ સ’૫, સંગઠ્ઠન અને સહકારથી જૈન સમાજની એકતામાં પોતાના ફાળા આપે. આવા મણિભાઇના અવસાનથી સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના વિદ્યાથીએએ એક શિરછત્ર ગુમાવ્યુ` છે.. મણિભાઇના જીવનમાંથી આપણે ઘણી પ્રેરણા લેવાની‘ છે. એક.જ વ્યકિતના પુરૂષાથ સમાજહિતનું કેટલું કાય કરી શકે છે. તેનુ ઉજવળ દૃષ્ટાંત મણિભાઈ હતા. માનવતાથી સભર તેમનુ હૃદયહતું. સ્નેહ અને મમતાથી ચરાયેલી તેમની વાણી આજે પણ કાનમાં ગુજે છે. સૌજન્યશીલ મણિભાઈના માયાળુ સ્વભાવ હજુ પણ નજર સમક્ષ તરવરે છે અને એમ થાય છે કે શું મણિભાઇ અવસાન પામ્યાં? ના, ના, મણિભાઈ તે એમની સંસ્થાઓના પ્રાણરૂપે અને આત્મારૂપે સુક્ષ્મરૂપે. મુંબઈ જૈન યુવક સ ંઘ પ્રબુદ્ધ જૈન’ અને ‘સયુકત જૈન વિદ્યાથીગૃહ, દ્વારા આપણા હૃદયમંદિરમાં જીવતા છે અને યુવાનાને પ્રેરણાના પયપાન કરાવતા રહેવાના છે. બચુભાઈ પી. ઢાક્ષી સ્ટ્રીટ મુ બઈ, ૩ શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવચ્છ કાપડિયા, ૪૫-૪૭ ધનજી મુદ્રણસ્થાન; શ્રી મહાંવીર પ્રીન્ટીંગ વર્કસ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy