________________
પ્રભુ જેન
‘ઝાંસીની રાણીની
ટુકડી’માંની બે બહેનેાનુ
સન્માન
તા. ૨૯-૪-૪૬ સેમવારના રાજ શ્રી મુબઈ જૈન યુવક સંધ તરફથી પાયની ઉપર આવેલા જૈન શ્વે. મૂ. કાન્ફરન્સના કાર્યાલયમાં આઝાદ હિંદ ફોજની ‘ઝાંસીની રાણીની ટુકડી'માંની એ જૈન સ્ત્રી સૈનિકા-શ્રી લીલાવતી બહેન તથા તેમનાં પુત્રી શ્રી મા બહેનના સન્માન સમારંભ યોજવામાં આવ્યા હતા. સંધના પ્રમુખશ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એ બન્ને બહેતનું અભિનન્દન કરતાં હિંદની આજ સુધીની રાષ્ટ્રીય લડતમાં ખંહેનેાએ આપેલા કાળા, ૧૯૪૨ ની લડત, આઝદ હિંદ ફેાજની રચના, ઝાંસીની રાણીની ટુકડીની વિશેષતા વગેરે બાબતે ઉપર વિવેચન કર્યું' હતું. અને એ બન્ને બહેરાને સંધ તરફથી આવકાર આપ્યા હતે. આ સન્માનના ઉત્તરમાં શ્રી લીલાવતી બહેને તેમ જ શ્રી મા બહેને પોતાના કેટલાક અનુભવે રજુ કર્યાં હતાં. તે બન્ને વ્યાખ્યાને અહીં પ્રગટ કરેલ છે. ત્યારબાદ કેટલીક ચર્ચા અને વિચારવિનિમય થયા હતા. સંધના મ ંત્રી શ્રી વેણીમ્હેન કાપડીયાએ શકિતના પ્રતીકસમા શ્રી. લીલાવતી વ્હેન તથા રમામ્હેનને। આભાર માન્યા હતા અને તેમને ફુલહાર સમર્પણ કરવામાં આવ્યા હતા. આઝાદ હિંદ ફ઼ાજના સમુહગીતથી સભાને પ્રારંભ કરવામાં આવ્યા હતા અને વન્દેમાતરમ્' બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી. · —તંત્રી ] શ્રી લીલાવતી બહેનનુ પ્રવચન, · માનવતા પ્રમુખશ્રી, ભાઇઓ તથા બહેનો !
તા. ૧૫-૫-૪૬
તમને બધાંને અહી ભેગા થયેલાં જોઇ મને ખૂબ આનંદ થાય છે. નેતાજી સુભષચંદ્ર ઝ પણ આવીજ રીતે હિન્દીમેને ભેગાં કરી આઝાદીની ધૂન લગાવતા. તમે સૌએ આઝાદ હિન્દ ફાજ માટે ઘણું વાંચ્યું અને સાંભળ્યુ તેા છે. પરન્તુ આજે હું આપસમક્ષ ‘ ઝાંસીની રાણો રેજીમેન્ટના ' મારા થોડાક અનુભવી કહીશ.
જ્યારે બ્રીટીશરા ર'ગુન છેડી ચાલ્યા ગયા અને જાપાનીસાએ - ગુનના કબજો લીધો ત્યારે થોડા વખત માટે તે ખૂબજ અધાધુંધી તે ત્રાસ ફેલાઇ રહ્યો હતા. કેણ હિન્દી સ્ત્રીએ મહીના સુધી ધરબહાર નીકળી શકતી નહેતી. અમે અમારા ઘર પર એક પાટિયુ લગાવેલ હતું કે ‘ આ ઘરમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી, પડિત જવાહરલાલ નેહરૂ તથા દ્વિન્દના અન્ય નેતા આવીને ઉતર્યો હતા; આ ઘરમાં તેશનાલીસ્ટ હિન્દી રહે છે. ' આ વાંચી જાપાનીસ સેલજરે। અમને કંઇપણ બાબત માટે હેરાન કરતા. નહેતા, આ પુરવાર કરે છે કે હિન્દી નેતાઓ કે જેઓ રાષ્ટ્રની સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. તેગ્માનું પરદેશમાં પણ કેટલું માન છે. ત્યાર પછી શ્રી સુભાષબાબુએ મલાયા અને બરમામાં ધી ઇન્ડીઅન ઇન્ડીપેન્ડન્ટ લીંગ, ‘ આઝાદ હિન્દ ફ઼ાજ અને ઝાંસીની રાણી રેજીમેન્ટ', શરૂ કરવા માટે ત્યાંની પ્રથમ મુલાકાત લીધી. બધાં ભાઈ બહેનને તેમના દેશ તથા વિચારે જણાવ્યા અને રાષ્ટ્રની આઝાદી હાંસલ કરવા માટે સર્વસ્વની ભેગ આપવાની હાકલ કરી. એમના શબ્દોમાં એટલી શકિત, એટલી તીવ્ર રાષ્ટ્રભાવના અને પેાતાના દેશળ ધુએ પ્રતિ ઉત્કટ પ્રેમભાવ હતેા કે તેમણે અમારા દીલમાં હિંદની આઝાદી માટે જ્વાળા પ્રગટાવી. એમના શબ્દો અમારૂં હૃદય વીંધી આરપાર ઉતરી ગયાં. તેમની દેશાટે પેાતાનુ સર્વસ્વ હોમવાની ઇચ્છા અને નિસ્વાય બુદ્ધિએ અમને તેમની સાથે કાય કરવા પ્રેરણા આપી.
અમારૂં” આખુ’ કુટુ’બ ‘હિંદી સ્વાતંત્ર્ય સ’ધમાં જોડાયું’. ૧૯૪૩ એકટેમ્બરની તા. ૨૧ મીએ ભરમા તથા સલાયામાં ‘ઝાંસીની રાણી ‘રેજીમેન્ટ’ સ્થાપવાનુ કામ શરૂ કર્યું. રંગુનમાં દશ બાળા સાથે મારે હાથે કેમ્પ ખુલ્લો મૂકાયો. કેમ્પમાં ટ્રેનિંગ શરૂ થયા પછી ધીરે ધીરે બરમા તથા મલાયાની મળી એક હજાર હિંદી મ્હેનેા તથા બાળાઓની સંખ્યા હતી. કેમ્પની ટ્રેનિ’ગ વિષે શ્રી રમાબ્ડેન આપને ટુંકમાં કહેશે.
અમે તે। આઝદ હિંદ ફોજમાં નાના સૈનિક હતાં છતાં કેટલીક વાતો અને મુદ્દાએએ અમારા ઉપર 'ડી છાપ પાડી છે, અને આશા રાખું છું કે એ મુદ્દાને આપ પણ જીવનમાં ઉતારશે.
પહેલો મુદ્દા :-એકતા–આ નાના શબ્દને શ્રી સુભાષબાબુએ અજબ અસરકારક રીતે હિંદી સમક્ષ રજુ કર્યાં હતા. નાત, જાત, ધર્મ ગરીબ, તવગર, રૂપ, રંગ, નાનાં, મેટાં એવા કોઇ ભેદભાવ . ત્યાં નહેા. અમે સર્વે એક જ હતા; હળીમળી એક બીજા તરફ ખૂબ પ્રેમથી વર્તતા અને એક જ આશ ને પહોંચવા માટે
સૌ સાથે મળી પ્રયત્ન કરતાં હતાં. અમારી ભાવના કે હેતુ સિદ્ધિની આડે એક પણ જાતને ભેદભાવ નડતરરૂપ થતા નહેાતા. હિંદુ, મુસ્લીમ, પ'જાબી, બંગાળી, મદ્રાસી એ સૌ ભાઈ-હુને, શરીરનાં જુદાં જુદાં અવયા તપોતાનું કામ બજાવે તેમ, અમને સોંપા એલુ કાર્ય બજાવતાં હતાં. અત્યારે હિંદમાં જે ન્યાતજાત અને ધર્માંના ઝઘડા ચાલી રહ્યા છે, એ જોઇ અમને ભ્રૂણ દુ:ખ થાય છે, અને જ્યારે આપણે આ ભેદભાવ કાઢી નાખીશું ત્યારે જ આપણે ખરા આઝાદ બનીશુ !
બીજો મુદ્દોઃ-શ્રદ્ધા-આઝાદ હિંદ ફોજમાં દરેક વ્યકિતને પેાતાના ધ્યેયમાં અડગ શ્રદ્ઘા અને વિશ્વાસ હતાં. · ચલો દિલ્હી'ની હાકલે અમારા અંતરના એકેએક તારને અણુઝણાવી મૂકયેર્યા હતા; એ જ અમારા શ્વાસ અને એ જ અમારે પાકાર હતા; એમાં જ અમને અપૂર્વ શ્રદ્વા, ઉડે વિશ્વસ અને અચળ પ્રતીતિ હતી.
ત્રીજો મુદ્દો:-આત્મભેગ-આઝાદ હિંદ ફોજના દરેક સૈનિકમાં પોતાનું સર્વા અપણુ કરવાની તથા પૂર્ણ આત્મભાગ આપવાની તૈયારી કઇ ઓર જ હતી. અમે બધાં નેતાજીના એક ખેલે અમારૂ' સર્વસ્વ અપતા જરા પણ ખેંચાતાં નહિ. આજ કાલના ભાડૂતી સિપાઇ આઝાદ હિંદ ફેજમાં નડ્ડાના, તેથી ઉપરના ત્રણ મુદ્દા અમારા જીવનમંત્ર બની રહ્યા હતા. આ મત્રી અમે બધાં સાવ નિર્ભય અન્યાં હતાં. જેને દાખલો આપું છું.
રાત દિવસ એમ્બિંગ ચાલતું હોય તે વખતે પણ જરૂર પડયે અમે ખુલ્લા મેદાનમાં હથિયાર સાથે ઉભાં રહેતાં તે ઘણી વખત ધાયલ થએલા માણસાની સારવાર કરતા અથવા તેમને હાસ્પિતાલમાં લઈ જવાનુ કામ કરતાં.. મારૂ કાર્ય તે રાજ સવારનાં સાડા સાતથી સાંજના પાંચ સુધી ઘેર ઘેર ફરી મ્હેતા, બાળાઓ અને પુરૂષોને આઝાદ હિંદ ફોજમાં જોડાવા માટે સમજાવવાનું હતું.
ભાઇએ અને હુને ! તેતાજીએ આપેલ આ મંત્ર હિંદમાં નિરંતર જવલત કેમ રહે એ જ અમારી તમન્ના છે. અને આપ બધાં તેને અમર કરવામાં સાથ આપશે એવી મને ખાતરી છે.
મુંબઇમાં આઝાદ હિંદ ફ઼ાજ ’ તથા ‘ઝાંસીની રાણી રેજીમેટ માટે અહીંની જનતા તથા કોંગ્રેસ તરફથી જે મદદ, લાગણી તથા માન મળ્યાં છે તે જોઇ અમને ખૂબ આનંદ થાય છે, અને મને આશા છે કે આ ત્રણ મુદ્દાઓનું પાલન કરવા બધાં ભાઈ, મ્હેન અને બાળકો જરૂર તૈયાર થઇ સ્વયંસેવક ો, શરૂ કરશે.
તમે બધાંએ આજે અમને માન આપીને અમારા અનુભવે સાંબન્યા તેથી હું તમારા બધાને ખૂબ આભાર માનું છું. ‘“જય હિંદુ’ શ્રા રમામ્હેનનુ પ્રવચન માનનીય પ્રમુખશ્રી, ભાઇઓ તથા વ્હેના,
આજે આપ સર્વેએ અમને અહીં ખેલાવી. N. A. તથા તેતાજી સુભાષચંદ્ર ખેઝને જે માન અને આદર આપ્યાં છે, (અનુસધાન પૃષ્ટ ૧૨. બ્રુ )