SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જૈન કરવાનું સૂત્ર વહેતુ મૂક્યું. યુદ્ધમાં બ્રિટનને સહકાર જણાવ્યું. આ બાબત કાંગ્રેસ નીતિની વિરૂદ્ધની હતી. આપવાનુ સમ્યવાદીઓ પણુ પરનો પ્રતિબંધ સરકાર ઉઠાવી લીધો. આથી સામ્યવાદી પક્ષ કાંગ્રેસ - સાથે વધુ સીધા ઝઘડામાં આવી પડયા. સામ્યવાદીઓએ હિંસાના ઉપયોગ કરવા માંડયા. ૧૯૪૨ માં કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો અને ઠરાવ અનુસાર કાઇ પણ માણસ એ સંસ્થાના સભ્ય એક સાથે રહી શકે નહિ એવુ નક્કી થયેલું. હેવાલમાં ૧૯૪૨ ના ઠરાવ પસાર થયા પછીના બનાવા વગેરેના ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે જ્યારે આ લેકક્રાંતિમાં હજારો લોક ગોળીઓ ખાતા, નિઃશસ્ત્ર પ્રજા, પર હુમલા થતા ત્યારે સામ્યવાદીએ સરકાર સાથે મળી ગયેલા. ૧૯૪૨ ના સેપ્ટેમ્બરમાં સામ્યવાદીઓની પહેલી મીટીંગમાં સામ્યવાદીઓએ ૧૯૪૨ ના તાકાના માટેની જવાબદારી કૉંગ્રેસ કારાખારી પર ઢળેલી, આ વખતે તે ટાટનહામુની પુસ્તિકા પણ પ્રસિદ્ધ નહિ થયેલી, પેલીસને મદદ કરતા સામ્યવાદીઓની પ્રવૃત્તિએ આટલેથી અટકી હાત તે સારૂં, પરંતુ એથી આગળ વધીને સામ્યવાદીઓએ સરકારને સંપૂર્ણ મદદ કરવા માંડી અને તમામ વર્ગો જેમાં કિસાતાં, વિદ્યાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે તેમની સમક્ષ યુદ્ધ પ્રયાસમાં અદદ કરવાની હિભાયત કરી. કેટલાક કિસ્સાઐમાં તે સામ્યવાદીઓએ આગેવાન કાંગ્રેસ કાર્યકરાને સખ્ત ગાળો દેતા એટલું જ નહિ પરંતુ કોંગ્રેસવાદી સામેની પેલીસની પ્રવૃત્તિમાં તે પોલીસને મદદ પણ કરતાં. આ હેવાલમાં શ્રી. ભુલભાઇ દેસાઇએ કરેલી તપાસને પણ ટાંકકવામાં આવી છે. હેવાલના અંત ભાગમાં જણાવવામાં આવ્યુ છે કે જ્યારે દેશ દમન અને ત્રાસ તળે કચડાઇ રહ્યા હતા ત્યારે કૉંગ્રેસ -સાથે રહેનાર કાપણુ સસ્થા કરે નહિં એવુ ભયંકર કાય -સામ્યવાદીઓએ કયુ છે.” અહિંસાનુ પુન: સમન તા. ૧૧-૧૨-૪૫ ના રાજ કલકત્તા ખાતે મળેલી કૉંગ્રેસની કારાબારી સમિતિએ કૉંગ્રેસની અહિંસાતી નીતિ વિષે નીચે મુજબ રાવ કર્યો છે. ન ‘૧૯૪૨ ના ઓગસ્ટ માસમાં મુખ્ય મહાસભાવાદીઓની ધરપકડ થયા પછી દારવણીવિહાણા લોકોએ કામકાજની લગામ પોતાના હાયમાં લીધી હતી અને સ્વયંસ્ફુરણાથી અનેક પરાક્રમે કર્યાં હતા. આ પરાક્રમામાં કેટલાક શુરવીરતા અને આત્મબલિદાનના નમુન! પ હેાને તેમને યશ આપનારા હતા તે કેટલાક એવાં પણ હતાં કે જેને અહિંસામાં સમાવેશ થઇ શકે નહિ. આથી કરીને ૧૯૨૦ માં અખત્યાર કરવામાં આવેલી અહિંસાની નીતિ આજે પણ અધ્ ચાલુ છે અને આવી અહિંસામાં જાહેર મિલકત ખાળવાના, તારનાં દેદરડાં કાપવાનાં, ટ્રેન ઉથલાવી પાડવાનાં અને દમદાટી આપવાનાં કૃત્યોના સંમાવેશ થઈ શકતા નથી એમ સૌ કોઇની દેારવણી અર્થે પ્રતિપાદન કરવું' એ કોંગ્રેસની કારાબારી માટી જરૂરી છે. કારોબારી સંમિતિ એવા અભિપ્રાય ધરાવે છે કે અહિં સાની નીતિ ૧૯૨૦ના મહાસભાના ઠરાવમાં દર્શાવવામાં આવેલી છે અને તે પછી તેમાં વખતેવખત સુધારા અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યા છે. અને તેને અનુસરીને કરવામાં આવેલા કાયે એ અગાઉ કદી નહિ. પ્રાપ્ત કરેલું' એવુ ઉચ્ચ સ્થાન હિંદને અપાવ્યું છે. વળી સમિતિના એત્રે પણ અભિપ્રાય છે કે મહાસભાની રચનાત્મક પ્રવૃત્તિઓ જેની શરૂઆત રેટીયા ને ખાદીને મધ્યબિંદુએ રાખીને કરવામાં આવી છે. તે અહિંસાની નીતિના પ્રતીકરૂપ છે અને મહાસભાની બીજી દરેક પ્રવૃત્તિ જેમાં પાર્લામેન્ટરી કાર્યક્રમ તરીકે જે ઓળખાય છે તે બાબતના પણ સમાવેશ થાય છે, તે મહાત્મા ગાંધી છએ સમજાવ્યુ છે તેમ ચમક પ્રવૃત્તિએની અપેક્ષાએ ગૌણ સ્થાન ધરાવે છે. અને રચનાત્મક કાર્યક્રમને પોષક બને એ હેતુપૂર્વક જ તેને તા. ૧-૧-૪૬ ઉપયોગ કરવાના છે. કારાબારીને એવા પણ અભિપ્રાય છે કે જ્યાં સુધી હિંદની આમજનતા શકય તેટલા ખહેાળા પ્રમાણમાં રચનાત્મક કાયક્રમને અપનાવે નહી ત્યાં સુધી આઝાદી પ્રાપ્ત કરવા માટે સત્યાગ્રહ-સામુદાયિક કે બીજી કાષ્ટ રીતને-કલ્પી શકાય જ નહિ.” આના અનુસ ́ધાનમાં આઝાદ હિંદ ફ઼ાજ વિષે . ઠરાવ કરતાં કૉંગ્રેસની કારાબારી જણાવે છે કે, “શ્રી સુભાષચંદ્ર ખેઝે અપૂર્વ સંયોગા હેઠળ સ્વતંત્ર લશ્કર તરીકે વિદેશમાં ઉભી કરેલી આઝદ હિંદ ફો જે આત્મભે, શિસ્ત, સ્વદેશાભિ ાન, શૂરવીરતા અને ઐકયની ભાવના દેખાડી આપ્યા છે તેથી કોંગ્રેસે ગૌરવ લેવુ જોઇએ અને અત્યારે જેના પર કામ ચાી રહ્યું છે એવી આઝાદ હિંદ ફ઼ાજના સભ્યાના બચાવ કરવા તથા તેના પીડિતાને સહાય કરવી એ કાંગ્રેસ માટે સચુ ને યૈગ્ય છે. પણ સાથે સાથે કૉંગ્રેસીઓએ ભૂલવુ' ન જોઇએ કે આ ટેકા તથા સહાનુભૂતિને અથ એ નથી થતુ કે શાન્તિમય અને ન્યાય્ય સાધના વડે સ્વરાજ હાંસલ કરવાની તેની નાંતિમાંથી કોંગ્રેસ કાઇ પણ રીતે ચલાયમાન થઇ છે. આજે જ્યારે ધાર હિ'સાથી ભરેલા યુદ્ધના ભણકારા સભળાતા હજુ બંધ થયા નથી અને બાંમાં શ્રી. સુભાષચંદ્ર ખે!ઝની આગેવાની હેઠળ ચેાાયલી અને હિંસાના પાયા ઉપર રચાયેલી દેશને આઝાદ કરવાની વ્યુહરચનાને લગતી અનેક કથાઓ લેાકકલ્પનાને ઉત્તેર્જાજત કરી રહેલ છે ત્યારે અહિંસાવિષયક કૉંગ્રેસની નીતિનું ઉપર મુજબનું સમન અને સ્પષ્ટના સમયસરના હાંને અત્યન્ત આવકારદાયક છે. જેવી રીતે વ્યકિતનાં તેવીજ રીતે આપણી આખી પ્રજાના પગ હજુ હિંસામાં આશા અને ખુ ચેલા છે અને માનસ' પણ હજુ 'િસાના સંસ્કારથી રંગાયલુ` છે, જ્યારે ગાંધીજી જેવાની દોરવણીના પરિણામે હિંદી પ્રજાનું મસ્તક અહિંસાન્મુખ બન્યુ છે. આવી દ્વિધ સ્થિતિમ પ્રજાનું ચિત્ત અગ્નિસા માંથી હિંસા તરફ ઢળી જતાં--તે દિશાએ - સફળતા મળશે એવી કલ્પના આવતાં અહિંસક ભાગની ઉપેક્ષા કરતાંવાર લગાડતું નથી અને જેવુ સુભષચંદ્ર એઝે કર્યું તેવું આપણે પણ જો કરીએ તેા ઘડીના છઠ્ઠા ભાગમાં આપણે સ્વર જ્ય હાંસલ કરી શકીએ આવી ભ્રામક માન્યતા તરફ આપણે ધસડાઈ જઈએ છીએ. પશુ સાથે સાથે એ ભૂલી જઇએ છીએ કે -યુધ્ધને લગતી અસાધારણ પરિસ્થિતિ અને જાપાનની મદદ-આ બે યોગા વચ્ચે સુભાષચંદ્ર એઝ માટે જે શકય હતું તે આજની આપણી પરિસ્થિતિ વચ્ચે શકય નથી અને તેથી અહિંસા જેને સિધ્ધાન્ત રૂપે, માન્ય ન હોય પણ વ્યવહાં નીતિ તરીકે અહિંસા સિવાય ખીજો કોઇ ઉદ્ધાર માગ નથી. આ વાસ્તવિકતાનું આપણે વિસ્મરણ કે ઉપેક્ષા ન કરીએ અને એ રીતે અદ્ઘિ સાતે જ માગ દશક દીવાદાંડી તરીકે સ્વીકારીને રાષ્ટ્રની આઝાદી હાંસલ કરવાના ભિન્ન ભિન્ને ભાર્ગાના અને ઉપાયાનો આપણે વિચાર કરતા રહીએ. એ ઉપર જણાવેલ-કોંગ્રેસની કારોબારીએ કરેલ અહિંસાના પુનઃ સમ”નનું રહસ્ય છે. કાળભૈરવને માઢ ઇસુપ્રીસ્તની વાણી તેના માટે એટમ ખેાંબવડે બે લાખ માનવીઓની વસ્તીવાળા નાગાસાકી શહેરતે સહાર કરીને મલકાતા પ્રેસીડેન્ટ ટ્રુમેન અમેરીકાની પ્રજાને ઉદ્દેશીને ક્રીમ્મસને સદેશ આપે છે કે ‘‘લાંબા અને કટાળાભરેલાં વર્ષો બાદ યુદ્ધથી ત્રાસેલી અને થાકેલી દુનિયા આજે ક્રીસ્મસમાં પ્રવેશ કરે છે. રાન્તિના સ્વામી (ઇસુપ્રીસ્ત) ના જીવનસંદેશના રહસ્યરૂપ પ્રેમતત્ત્વમાં જ જંગના સત્ર દુઃખાતા નિવારણને ઉપાય રહેશે છે. હું નથી માતતે કે આ દેશમાં જગમાં— આજે એવા એક પણ પ્રશ્ન હૈય કે જો તેને ગિરિપ્રવચનના શિક્ષાસૂત્ર દ્વારા સ્પવામાં આવે તે તેના નિકાલ થઇ ન શકે. ભૂતકાળના ઇતિહાસમાંથી આપણે આપણાં ભાવી જીવનનિર્માણુ માટે દક્ષના અને પ્રેરણા પ્રાપ્ત કરીએ. દુશ્મને પરાસ્ત થયેલા હાઇને 'આપણા માથે જે કાય. આવીને ઉભું છે તે માટે આપણે કટિબદ્ધ થઇએ.’'
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy