________________
૪૪
પ્રશુદ્ધ જેન
“દારૂની બદીનેા ઉપાય”
તા. ૧૫-૬-૪૬ ના ‘ભાવનગર સમાચાર'માં ઉપરના મથાળાના લેખ પ્રગટ થયા છે. એ લેખના લેખક શ્રી. પીરે જશાહ પાલનજી દમરી પારસી ગૃહસ્થ છે, ભાવનગરના એક માન્યવર શહેરી છે અને ભાવનગરના નામદાર મહારાજાના ખાનગી ખાતાના મંત્રી છે. ઉપર જણાવેલ લેખ એમ પ્રતિપાદન કરે છે કે “દારૂ નુકસાનકારક છે એ એશક ખરી વાત છે, પણ હદમાં રહીને સારી જાતને દારૂ પીએ તે તે નુકસાનકારક નથી'' અને સાથે સાથે એવા નિણૅય જાહેર છે કે મનિષેધના કાયદા એ દારૂની બદી અટકાવવાને ખરા ઉપાય નથી, પણ લકાને જિયાત કેળવણી આપવી કે જેથી હબહારના દારૂ પીવાનાં માઠાં પરિણામ તે સમજે અને દારૂની બદીથી સ્વેચ્છાએ દૂર રહે એ જ દારૂની બદી અટકાવવાને ખરા ઉપાય છે. આ મતવ્યાના સમર્થનમાં તેમણે કેટલીક દલીલા રજુ કરી છે.
પહેલાં તે હદમાં રહીને સારી જાતને દારૂ પીએ તે તે નુકસાનકારક નથી” એ તેમનું મંતવ્ય જ બાબર નથી. સારી જાતના દારૂ" હદમાં રહીને પીવામાં આવે તે તે દ્વારા થતુ નુકસાન પ્રમાણમાં અલ્પ હોય છે, તેથી તે લાંબા વખત સુધી પ્રગટ થતુ નથી. પણ મધપાનથી કઢિ પણ કાછને કાંઇ નુકસાન થતું નથી • તે શરીરસ્થાસ્થ્ય માટે સારી જાતને દારૂ હદમાં રહીને પીવાય તે લાભકારક છે એમ હજુ કાઇ કહેવાની હીંમત ધરતું નથી. આમ છતાં પણ હદમાં રહીને પીવાતે સારા દારૂ નુકસાનકારક નથી એમ આપણે સ્વીકારી લઇએ. તેપણુ કાયદા તે સામાન્ય જનતાને ધ્યાનમાં લઇને જ કરવામાં આવે છે. સામાન્ય જનતાને સારી જાતને દારૂ મળે અને તેને હદમાં રહીને ઉપયોગ કરે એ અંતે બાબત અસંભવિત છે. દારૂનાં માઠાં પરિણામે શ્રીમત કુટુંબના શિરત-、 બુધ્ધજીવન અને તેમાં થતા મદ્યના અતિશય મર્યાદિત્ત :ઉપયોગ ઉપરથી માપી ન શકાય...જો કે શ્રીમત સ્થિતિની અનેક વ્યકિત દારૂમાં બરબાદ થયેલી આપણે જાણીએ છીએ-પશુ દારૂના માઠાં પરિણામે તા મજુરા, કારીગરો અને મધ્યમ કેાટિના કુટુંબેની આ કારણે થઈ રહેલી આર્થિક તેમજ શારીરિક બરબાદી ઉપરથી જ આપણે માપવા રહ્યાં. અને આ દુર્દશા જ્યાં જ્યાં દારૂની છુટ છે ત્યાં ત્યાં આપણે હરહંમેશ અનુભવતા રહ્યા છીએ, એમ છતાં પણુ મનિષેધના કાયદાના આવી રીતે વિરેધ થતા જોઇને ભારે આશ્ચય થાય છે. જેવી દલીલ મદ્યપાનની નિર્દોષતા સબંધમાં કરવામાં આવી છે તેવી જ દલીલ જીંગાર સંબંધમાં પણ થઈ શકે તેમ છે અને માનવીની કોઇપણ ઉન્માર્ગગામની પ્રવૃત્તિ વિષે પણ એવી દલીલ કરી શકાય કે હદનાં રહીને જુગાર કે એવી કાઇ સદેશ પ્રવૃત્તિ આચરવામાં આવે તે નુકસાનકારક નથી. એમ છતાં પણ સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં લઇને આવી બાબતના નિષેધ કરવાને લગતા કાયદાઓ હંમેશા વિચારાતા, ઘડાતા અને અમલમાં મુકાતા આવ્યા છે. મનિષેધના કાયદા પાછળ પણ આજ આશય રહેલા છે. શ્રી. દમરી સાહેબ આ બાબતમાં વ્યાપક અને ફરજિયાત કેળવણી ઉપર ભાર મુકે છે એ સામે કાઇને કશુ કહેવાનું ન હાય, પણ ત્યાં સુધી મનિષેધ સંબંધમાં રાજ્યે કે સમાજે કશુ જ ન કરવાનું 'કહેવું–એ તેમના મદ્યવિષયક વધારે પડતે પક્ષપાત સૂચવે છે. જ્યાં જ્યાં મનિષેધનો કાયદો અમલમાં મુકાયા હોય છે ત્યાં ત્યાં હલકા દારૂ ચેરીછુપીથી લાવવામાં આવે છે અને મેથેલેટેડ સ્પીરીટ અને એવાં જ ટીંચરો દ્વારા કેટલાક લોકો પેાતાની મદ્યતૃષા છીપાવે છે અને એ માટે વધારે પડતા પૈસા આપી પૈસેટકે ખુવાર થાય છે— આટલા માટે મનિષેધ ઇચ્છવા યોગ્ય નથી એવી તેમની દલીલ પણ ભારે વિચિત્ર છે. જ્યાં જ્યાં આવે કાયદો હાય છે ત્યાં ત્યાં ઘેાડુ ‘સ્મગલી’ગ’ ચાલવાનું જ. એમ છતાં પણ મેટા ભાગના લોક મદ્ય સહેલાઇથી મળી નહિ શકવાના કારણે આ દુષ્ટ બદીથી બચી
તા. ૧૫-૭૪૬
જાય છે. કાઇ પણ કલ્યાણકારી કાયદાના પુરા અમલ ન થઈ શકતા હાય એ કારણે એ કાયદા રદ કરવા યોગ્ય છે. એમ કહેવાને બદલે તેમણે એ કાયદાના અમલ વધારે સંગીન કેમ ખતે તેને લગતી સૂચનાએ તેમણે કરવી જોઇતી હતી અને માર્ગ બતાવવા જોઇતા હતા.
દવા તરીકે દારૂની ઉપયોગીતા કેટલી બધી છે એ સમજાવવા પ્રસ્તુત લેખમાં શ્રી દમરી સાહેબે કેટલાક પ્રયત્ન કર્યો છે. જેની કી જરૂર હતી જ નહિં, મનિષેધને કાયદો મધના વૈદ્યકીય ઉપયોગની હમેશા છુટ જ આપે છે.
તેઓ પોતાના લેખના અંત ભાગમાં જણાવે છે કે “મહાત્માજી . અને કોંગ્રેસના મુદ્રાલેખ છે કે કાઇના જન્મસિદ્ધ હક: ક્રાઇ સરકારથી છીનવી શકાય નહિ, તે પછી જે કામેામાં દારૂ તાડી પીવાના ધમ થી બાધ ન હોય તેઓના હક તેમની ઇચ્છિા વિરૂધ્ધ કૉંગ્રેસ સરકારે શા માટે છીનવી લેવા જોઇએ ?” આ દલીલ અદ્ભુત છે. લેખકે એમ માનતા લાગે છે કે કાઈપણ બાબતને જન્મસિધ્ધ હકકનું લેબલ લગાડવામાં આવે એટલે તેનું ઔચિત્ય સદાને માટે નિરપવાદ બને છે. વ્યકિત સ્વાતં ત્ર્યને એવા અર્થ નથી કે સમાજમાં વસતી દરેક વ્યકિત કાવે તેમ વતવાની છુટ છે. વ્યકિતના સ્વાત ંત્ર્યનુ જ્યારે જ્યારે તે વ્યકિતના કે સમગ્ર સમાજની તિમાં નિયમન કરવાની જરૂર જણાઇ છે ત્યારે ત્યારે ધમ, સમાજ અને રાજ્ય તે સ્વાત’ત્ર્યનું સતત નિયમન કરતું આવેલ છે. દારૂની બદી વ્યકિતને, તેના કુટુંબને તેમજ આખા સમાજને ભયંકર નુકસાન કરતી આવી છે એ આપણા આજ સુધીના અનુભવનો વિષય છે. આ દારૂ પાછળ અનેક માનવીઓને પાયમાલ થતા આપણે નિહાળ્યા છે. આ કારણે જ "મનિષેધના કાયદાની આવશ્યકતા ઉભી થાય છે. લેખક પોતે પણ કબુલ કરે છે કે “ દારૂ નુકસાનકારક છે એ બેશક ખરી વાત છે ” એમ છતાં ની અટકાયતને લાગતા કાયદાની વાત આવે છે ત્યારે તેના તેઓ વિરાધ કરે છે. આ ઉપરાંત જેના ઉપયોગ સબંધે અમુક ધર્મના બાધ ન હેાય તે વસ્તુના ઉપયોગની તે ધર્મના અનુયાયીઓને પુરી છુટ હાવી જોઇએ એમ તેએ જણાવે છે. આ પણ ઉપરથી ઠીકઠીક લાગતા પણ ખરી રીતે બહુ જ વાંધા પડતા સિધ્ધાન્ત છે. જુદા જુદા ધર્મોએ કેટલીક બાબતે વિષે વિધિનિષેધ ફરમાવ્યા છે તે કેટલીક બાબતે માં ઉપેક્ષા દાખવી છે. મદ્ય એક એવી વસ્તુ છે કે જેના ઉપયાગ સબંધે અમુક ધર્મોએ સ્પષ્ટ નિષેધ કર્યાં છે તે અમુક ધર્મોએ તે સબંધમાં ઉપેક્ષા દાખવી છે. કાઇ પણ ધમે` મદ્યપાન કરવાનું કરમાન કર્યુ હાય એમ જાણવામાં નથી. કાળ બદલાતા ચાલ્યા છે અને એક કાળે ઉચિત મનાતી ધાર્મિક રૂઢિએ આજે પરિત્યાગ યોગ્ય લેખાઇ રહી છે. સતી, અસ્પૃશ્યત્વ, બાલલગ્ન જેવી અનેક બાબતેને ધાર્મિક અનુમતિ મળેલી હાવા છતાં આજે લેાક અભિપ્રાયને અનુસરીને કાયદાએ નિષિદ્ધ કરવા માંડી છે. વસ્તુસ્થિતિ આવી છે તે મદ્યપાન જેવી બાબત કે જેના નિમિત ઉપયેગ્નનુ કાઈ પણ ધમે ક્રમાન કરેલુ જાણુવામાં નથી તેને જન્મસિધ્ધ હક્કના નામે વ્યાજબી જાહેર કરવું એ વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક કલ્યાણ-ઉભયના સમન્વય ઉપર હુમેશા નિર્માણુ થતી અને પરિવતન પામતી સમાજ વ્યવસ્થા વિષે કેવળ અજ્ઞાન દાખવા બરાબર છે. સામાજિક કલ્યાણને અનુકુળ હાય એટલુ જ વ્યકિત સ્વાતંત્ર્ય અનુભત થઇ શકે. બાકીનું વ્યકિત સ્વાતંત્ર્ય એ વ્યક્તિ સ્વાતંત્ર્ય નથી, પણ જનતાના હિત અને કલ્યાણના ભાગે આચરવામાં આવતા વ્યકિત-સ્વચ્છંદ છે.
લેખક આગળ ચાલતાં જણાવે છે કે “કાંગ્રેસ સરકાર ગરીબ મજુરાની બુધ્ધિ ખીલે તે માટે પ્રયત્ન કરે છે, તે પછી ગરીબ વાચા વગરના પ્રાણીઓ હજારોની સંખ્યામાં કતલ થાય છે, તેના પ્રેહીબીશનના વિચાર કરવાની શુ જરૂર નથી ?” અલબત્ત વાચા વગરના પ્રાણીઓની કતલ અટકાવી શકાતી હોય તો તે જરૂર અટકાવવી જોઇએ, જો કે 'અહિં' પણ માનવીના જન્મસિધ્ધ હુ”ની દલીલને તે