SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ çાં છીએ ? વરાણા વાર્ષિક લવાજમ ૧-૮-૦ છુટક નકલ ૨ આના. Regd No. B.3220 G | મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : : તંત્રી : તારાચ'દ કોઠારી : : વર્ષ ૨ જી : અંક ૨૩-૨૪ શુક્રવાર તા. ૧-૧-૩૬ આચાર્યો ભલે બનો. એક, એ......અનેકને આચાર્ય બનવાનો હમણાં મેહ લાગ્યા છે. ત્યાગ વિર ગણાતા એ પદવીને માટે તલસતા તરફડતા જણાયા છે. સુધારક મનાતા પત્રા આ ‘આચાર્ય'તાની અણુધટતી અને અસ્થાને થતી હાણુ પરત્વે રાષ દર્શાવી રહ્યા છે. જૂનવાણી પત્રો થતા આચાર્યાંનાં વખાણ કરતાં થાકતા નથી. ‘અમે ગ્રૂપ ક્રમ છીએ ?'-મિત્રો પૂછે છે, અને એ બરાબર છે. આવા પ્રશ્ન પરત્વે ન અમે ચૂપ રહી શકીએ; ન અમે ઉદાસિનતા સેવી શકીએ. વિન રંગ પકડીને પારખવા મથતા અમે ‘તરૂણ જૈને' અને–આચાય તાના વિલામને—નવા દૃષ્ટિ કાણે નિરખીએ છીએ. અને એને નિર્માલ્ય સાધુતા'માંથી શ્રદ્ધા હિન બનાવનાર પગલા તરીકે આવકારીએ છીએ......ત્રી. હમણાં હુમાં જણે આચાર્ય પદ વેડફવા માંડયાં છે એમને અમે ધન્યવાદ આપીએ છીએ. અમારૂ કા એટલુ સરળ કરી દેવા બદલ અમે એમના ખૂબ મ આભારી છીએ. હુમજાતું નથી ? કાં ? આજની સાધુતાની હાંસી થાય, લેાક નજરે એમને!, એમણે લીધેલી ઉપાધિઓના વધુને વધુ ઉપહાસ થાય તેા એટલા પ્રમાણમાં એમનું મહત્વ ઓછું થાય. એટલા પ્રમાણમાં ધર્માંધતા ઘટતી જાય. અને આજની વેવલી ધર્માંધતા મીટાવવાના અમારા યજ્ઞમાં અમને એમના સહકાર મળે. નામની પાછળ ૧૦૦૮ લખા, જોઈએ તેા પાંચ પચિસ મીંડા વધતાં લખા, એક કે એકવીસ ‘શ્રી' લખા; જોઇએ તા પન્યાસ બની એસા કે જોઇએ તે આચાય બની એસેસ-એ સા, આ બધું જ નકામુ છે. માનવી તરીકે જ હવે હમારૂં મૂલ્યાંકન થવાનું છે. માનવી તરીકે જ માનવીના ગુણેાથી સાટાઇને જ લેાકા હમને માન દેવાના છે. નજર સમક્ષ જ જૂને, સર, રાવબહાદુરા કે ખાનબહાદુરા ટકાના ત્રણ શેર થઈ પડયા છે. આજે કાઈ એમના ભાવ પૂછતુ નથી. આંતર અવલેાકન આદરા તે આજના સાધુતાના સ્વાંગની ભભક પાછળ જાવાની ઘણા ના પાડશે. અને સાધુ તરીકે હમને રોટી આપીને હમારા પાપ માર્ગો સરળ કરવાની જવાબદારીના ઇન્કાર કરવાની ભાવનાય વધતી જાય છે. હારા પ્રત્યે અમને હવે ભાવ નથી. હમારી ઉત્તમતા વિષેની અમારી શ્રદ્ધા હવે રહી નથી. એટલે જ હમે પન્યાસ થઇ એસા કે આચાર્ય અની એસા એની અમારે મન કંઇ ચિંતા નથી. આજની નબળી સાધુતાના ઉપહાસના એક કારણરૂપે અમે એને વધાવીએ છીએ. ફરી એકવાર આચાર્ય પદને વાયડુ અનાવી આચાર્ય પદ્ધિ આપનારાઓને અમે ધન્યવાદ આપીએ છીએ. અની શકે એટલા સાધુએ મુડા, બેકારીને એથી ફાયદો થશે. ઉપાધિ ક્ષેા અને પેાલા ઉઘાડી પડશે. અને આ સૌથી વર્ષો જૂની શ્રદ્ધાં જહે આજે ઘસાતી જાય છે સ્હે નિળ થશે. સુધારકાના માર્ગ એટલા સરળ થશે. નવી દૃષ્ટિ, નવા માર્ગો, નવાં મૂલ્યે જીવનને નવપલ્લવિત કરશે.
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy