________________
10th anniversary pradehdia mahotsana
જૈન ભગિની કેન્દ્રનો
૨૦ વરસનો અહેવાલ
જન્મ
ભગિની સમાજનો (સ્થાપના) લગભગ ૧૯૭૮માં થઇ. થોડા ભાઈવ્હેનોને વિચાર આવ્યો કે ‘સ્ત્રી શકિત'ને એકઠી કરી અને કાંઇક રચનાત્મક કાર્યક્રમ કરીએ, જેમાં સામાજીક તથા ધાર્મિક ઉન્નતિ થાય. આ વિચારને અમલમાં મૂકવા થોડી બહેનો ભાનુન્હેન શાહને ત્યાં મળી અને એક મંડળ સ્થાપ્યું. તે મંડળનું નામકરણ વિધિ કરતાં નામ ‘જૈન ભગિની કેન્દ્ર' રાખ્યું.
શરૂઆતમાં તો જૈન સેન્ટરનું મકાન નહોતું, એટલે જૈનોનો કોઇપણ કાર્યક્રમ હોય તો તે માટે હોલ ભાડે રાખીને કામકાજ થતું. તેજ પ્રમાણે ભગિનીની બેઠક પણ હોલમાં મળતી. બીજી મિટિંગ બોલાવીને કાર્યક્રમની રૂપરેખા ઘડી. એ કાર્યક્રમને અમલમાં મૂકવા ફકત મંત્રીની જ ચૂંટણી કરી. પહેલાં મંત્રી તરીકે શ્રીમતી ડો. શશીન્હેન મહેતાની વરણી થઇ.
ધીમે ધીમે બધી પ્રવૃત્તિઓને વેગ મળવા લાગ્યો તેમ તેમ કાર્યવાહી કમિટિની વ્યવસ્થિત ચૂંટણી થવા લાગી. અત્યારે કાર્યવાહી કમિટિમાં છ હોદેદાર અને ૯ કમિટિનાં સાધારણ સભ્યો છે, કુલે બધાં મળીને કમિટિમાં ૧૫ સભ્યો છે. જેઓ તનતોડ મહેનત કરીને જૈન ભગિની કેન્દ્રને ધબકતું રાખે છે. ભગિની કેન્દ્રના કાર્યક્રમની રૂપરેખા વિસ્તારમાં આપીએ તો આ જૈન ન્યુઝનો અંક નાનો પડે એટલી બધી વિવિધ પ્રવૃત્તિઓ છે. તેની થોડી ઝલક હું અહીં રજૂ કરૂં છું. દર મહિનાનાં બીજા રવિવારે સામાન્ય સભા રાખીએ છીએ, જેમાં રમત-ગમત, પ્રશ્નોત્તરી, ધાર્મિક અને સામાજીક ચર્ચા વિચારણા, નવી નવી વાનગી બનાવવાની રીત બતાવવી,
Jain Education International 2010_03
રંગોળી હરિફાઇ, ભરત ગૂંથણનું પ્રદર્શન, મહેંદી મૂકવાની રીત બતાવવી, કેશ ગૂંથન, સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ અને રીત, આરોગ્ય વિષયક નિષ્ણાતોનો અભિપ્રાય અને વાર્તાલાપ, બેનીફીટ વિષયક નિષ્ણાતોનો અભિપ્રાય અને સલાહ સૂચના ટિફિન પાર્ટી વિગેરે યોજવામાં આવે છે. અને અંતે અલ્પાહારની મીઠી મઝા તો હોય . પર્યુષણ પર્વ પછી જાત્રા માટે ટ્રીપ યોજાય છે, અને વરસમાં બીજા ચાર-પાંચ પર્યટનો તો થાય જ. આ બધાં પર્યટનો અલ્પાહાર વિના અધૂરાં લાગે એટલે અલ્પાહાર તો હોય જ. દર વરસે જુદા જુદા સ્થળે ત્રિવેણી સંગમ હોય છે. ત્યારે ભગિની કેન્દ્રનો કોચ જાય જ છે અને લેસ્ટરમાં આપણો વારો હોય ત્યારે બધી વ્હેનો કામે લાગી જાય છે અને આવેલાં મહેમાનોને પૂરતું મનોરંજન પૂરું પાડે છે.
દિવાળીનાં તહેવાર આવે ત્યારે દીવાથી ઝગમગતી ફટાકડાંથી દીપતી દિવાળી હોય એટલે વ્હેનોનો ઉત્સાહ તો અનેરો હોય જ. તેમાં પણ ભરપૂર મનોરંજન, જેમાં નૃત્ય, નાટિકા અને રાસ-ગરબાની રમઝટ બોલાવે જ. અને છેલ્લે આપણો અન્નકોટ! ભોજન આપણો પ્રિય વિષય. તેમાં વિવિધ વાનગીઓ આવેલાં દર્શકોને પીરસીને ભગિની કૃતકૃત્યતા અનુભવે.
આ દેશનો અને ખ્રીસ્તી સમાજનો મુખ્ય તહેવાર નાતાલ ખરી રીતે તો ક્રિસ્મસ, એ આંતરરાષ્ટ્રીય તહેવાર છે. બધાં દેશમાં જુદી જુદી રીતે જુદાં જુદાં વખતે ઉજવાય છે, તો પછી ભગિની કેમ બાકાત રહી જાય ? બાળકો માટેનો ભરચક કાર્યક્રમ હોય અને એક ફાધર ક્રિસ્મસ બધાં બાળકોને નાની સુંદર ભેટ આપે એ દ્રશ્ય પણ અનેરૂં હોય તેમજ બાળકોને મન ભાવતી વાનગી તો હોય જ, એ વડિલો પણ હોંશે હોંશે માણે.
અહીંનો વેલેન્ટાઇન ડે એટલે આપણી વસંત ઋતુ. એની ઉજવણી એટલે ડીનર અને ડાન્સ અને ભોજનથી વસંતનો વાયરો ભગીની કેન્દ્રની વ્હેનો લહેરાવે.
The only difference between the saint and the sinner is that every saint has a past and every sinner has a future.
164 0 0 ny=
www.jainelibrary.org