SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 10th anniversary pratishtha mahotsava જૈન ધર્મ પ્રતિક કાવ્ય જ સાચા જૈન આપણી સમક્ષ ઊભેલી આ સુંદર ઇમારતા જૈન ધર્મ તણું પ્રતિક બને છે ! સમૂહ કાર્યનું ઉજજવળ અનેરું, મોંઘેરું અધિક બને છે! કાર્યકરોનાં કાર્યતણી સુગંધ સમય જતાં સઘળે ફેલાશે સહુનાં સમૂહકાર્યનાં મીઠા જળની સરિતા કદી અહીં રેલાશે ? ધર્મ તરસ્યાં માનવ કેરી તૃષા છીપાવવા આ સ્થળ અમીધારા બનો દૂર વિદેશે વસ્તી વસાહત કેરું યાત્રાતણું આ પવિત્ર સ્થાન બનો. ભારતથી દૂર વસતાં જેનો તણું આ સ્થળ ગૌરવ ગાન બનો. જમાનો લખશે ઇતિહાસ પરદેશી તણો એનું આ સોનેરી પાન બનો! ધર્મ ભૂલીશું ત્યારે એ સાચવશે, રંગશે આપણને એનાં નવલા રંગે. અહિંસા, વિશ્વ બંધુત્વ તણું ધરશું હૃદયે નિર્મળ ધ્યાન જન્મોજન્મમાં કોઇક જન્મે તો મેળવીશું આપણે કેવળ જ્ઞાન! આ સ્થળ આપણું વિશ્વ હશે સહુ માનવ રટશે મહાવીર નામા ગુંજો ચો-દિશામાં ગુંજો જૈન ધર્મ તણું આ મહા-ગાન! પ્રવીણભાઈ કે. મહેતા (લેસ્ટર) પ્રભુ! તું રંગ ભરી દે ! ધર્મ ઘર્મની વાતો કરતાં ફકત વાતોમાં જ શું મહાલીશું? આ જીવન જશે શું આમ નિષ્ફળ? તો આ જાતને કયારે જાણીશું? અહિંસાને જીભ પર ના રાખી. દિલને મંદિર પ્રેમે સ્થાપીશું સર્વ જીવોનું કરશું કલ્યાણ ને અંતરનો ઓજસ્ પામીશું સમતા કેરાં બીજ લઇને માનવ મન મહીં વાવીશું ભાતૃભાવની ભાવના ભાવી નિર્મળ થઇ સઘળે વહીશું ચમત્કાર એ નમસ્કાર એ મંત્ર કદી ના રાખીશું નવકાર મંત્રને જપતાં જપતાં આત્મ જ્ઞાન જરુર પામીશું દેરાસર એ પ્રતીક જૈનનું એ ધર્મની ધજા લઇ ચાલીશું વિશ્વશાંતિને પ્રેમે પામી માનવતાથી માનવને માપીશું સર્વે જીવોને આત્મા માની સહુને સ્નેહથી ભેટીશું મનનાં સઘળાં મેલ ધોઇને વીતરાગ પંથે વિચરીશું મહાવીર જેવાં થાવા કાજે પલપલ જાત તપાસીશું જૈનધર્મને જાણતાં-પામતાં એક દિન મોક્ષને પામીશું ! પ્રવીણભાઇ કે. મહેતા (લેસ્ટર) રંગ ભરી દે, પ્રભુ ! તું રંગ ભરી દે મારી જીવન ઉષાએ તું રંગ ભરી દે પ્રભુ ! તું રંગ ભરી દે કદી સુખને ટાણે, માનવ મોજ માણે કો’ દુઃખને ટાણે, મન દુઃખ ન જાણે. એવાં સુખદુઃખમાં સરખો ઉમંગ ભરી દે પ્રભુ ! તું રંગ ભરી દે આ જગને દ્વારે કદી હારવું મારે એક લ્હારે સહારે મારે જીવવું ત્યારે એવી હારજીતમાંહી તારો સુસંગ ભરી દે પ્રભુ ! તું રંગ ભરી દે કદી કંટક માંહે મારે ચાલવું એ રાહે કદી પુષ્પ-પરાગે મન મહાલવા ચાહે એવા ફૂલ-કંટક સંગ આનંદ ભરી દે પ્રભુ! તું રંગ ભરી દે પ્રણય - “પ્રીત પરાગી” “One of the great pleasures of life is doing the things that others say you cannot do". 120 - Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy