________________
10th anniversary pratishtha mahotsava
ાિણમાહવ
મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. તેનો સર્વાંગી વિકાસ ઘર, શાળાકોલેજ અને સમાજ દ્વારા કરવામાં આવે છે. આ ત્રણેય પાસા મનુષ્યના ઘડતર કરવામાં વિશેષ મહત્વ ધરાવે છે. જયારે બાળક નાનું હોય છે, ત્યારે ઘરમાંથી તેનામાં પ્રેમ, હૂંફ અને સલામતીભર્યા વાતાવરણમાં સંસ્કારોના અમૂલ્ય વારસાનું સિંચન અને પાયાના શિક્ષણનું ઘડતર કરવામાં આવે છે. જેમ આગળ કહ્યું છે કે
魚
0
૧૦૦ શિક્ષક = ૧ સંસ્કારી માતા. એટલે કે ૧૦૦ શિક્ષકો દ્વારા મળતું શિક્ષણ ફકત એક સંસ્કારી માતા આપવા માટે સમર્થ છે.
જિનાલયમાં વપરાતા ઉપકરણો
©
@
Jain Education International2010_03
@
@
લેખિકા: ભાવના બખાઈ
માટે જ બાળકના જીવન ઘડતરમાં માતા મહત્વપૂર્ણ અને મુખ્ય પાત્ર છે.
0
ત્યારપછી બાળકને શાળા અને કોલેજના ખોળે જુદા જુદા વિષયોનું જ્ઞાન મેળવવા માટે મૂકવામાં આવે છે. શૈક્ષણિક અભ્યાસ દ્વારા બાળકના વ્યકિતત્વનો વિકાસ થાય છે. ધીમે ધીમે અદ્યતન ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ મેળવીને તૈયાર થયેલો યુવાન પોતાની આજીવિકા એટલે કે જીવનનિર્વાહ માટે સ્વાવલંબી બને છે.
eggers
al Lise Only
એ ઉપરાંત બાળકના વિકાસમાં સમાજ પણ અતિ
મહત્વનું પાસું છે કે જયાં એકબીજા સાથે હળીમળીને રહેવાનું, એકબીજાના સુખદુ:ખમાં મદદરૂપ થવાનું, આપણી સંસ્કૃતિના મૂલ્યોને આદર કરવાનું અને તેનું સન્માન જાળવવાનું વગેરેનું શિક્ષણ સમાજમાંથી મળે છે. શિક્ષણના દરેક પાસા વિશેષ મહત્વ ધરાવતા હોઇને, તેમાં એક પણ પાસાનું શિક્ષણ આપવામાં જો કચાશ રહી જાય તો તેની ઉણપ જીંદગીભર રહી જાય છે. આજનો યુવાન શાળા-કોલેજના વ્યવસાયલક્ષી ઉચ્ચ શિક્ષણ દ્વારા પોતાનો જીવન નિર્વાહ અતિ આસાનીથી ચલાવી શકે છે, પરંતુ તેના જીવનના ઉત્તમ આદર્શોને સમાજની સહાય વિના હાંસલ નહિ કરી શકે.
પાઠશાળાનું મહત્વ અને સ્થાપના વિજ્ઞાનજગતની શોધોને આભારી આજનું જીવન ભૌતિકસુખોથી સંપન્ન અને સરળ બન્યું છે. જેને મેળવવા લોકો હરણફાળ ભરી રહ્યાં છે, પણ તેમાં તેને સુખનો અંશમાત્ર પણ અનુભવ થતો નથી. પરિણામે પ્રાપ્ત થાય છે અશાંતિ, ટેન્શન અને ડીપ્રેશન...... જેનાથી બચવા અને જીવનમાં સુખશાંતિ મેળવવા ધર્મનું શરણ જ સાચું છે. આ સનાતન સત્યને મર્મ ત્યારેજ સમજાય છે કે જો જીવનમાં ધાર્મિક ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું હશે તોજ. બાલ્યાવસ્થામાં મળેલાં ધર્મના સંસ્કારો જીવનને ધર્મમય ચોક્કસ બનાવે છે. અણસમજ્ની છતાં કુમળી વયમાં બાળકમાં પાડેલાં આ ઉત્તમ સંસ્કારો જ પુખ્ત વયમાં એના જીવનની પવિત્રતા
www.jainelibrary.org