SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ gáin * ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્વને મેં વિચાર કર્યો નહીં તમારાં પ્રણીત કલા ઉત્તમ શીલને સેવ્યું નહીં તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન ! હું ભૂલ્ય, આથડ, રઝળ્યો અને અનંત સંસારની વિટનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મમત્ત અને કમરજથી કરીને મલીન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે માસ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયે છું. અજ્ઞાનથી અંઘ થયે છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપાને હું હવે પશ્ચાતાપ કરૂં છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે તમે નિરાગી. નિવિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની અનંતદશીં, અને શૈલેય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહુ એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહે ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કમજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. # શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ સત્સંગી ભાઇ-બહેનો તરફથી A3 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy